માતૃ દિવસ (Mother’s Day) આવી રહ્યો છે. ત્યારે ગુજરાતી ભાષા માં મા વિશે ઘણી કવિતાઓ અને સુવાક્યો સિવાય ગુજરાતી ભાષા માં મા વિશે ની ઘણી વાતો કરવા માં આવી છે. પરંતુ મા ની તુલના એ અતુલનીય છે. જેની કોઈ ના પણ સાથે સરખામણી કરી શકાય એમ પણ નથી. માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
કહેવાય છે કે ભગવાન કૃષ્ણ ને પણ માતૃ પ્રેમ મેળવવા માટે માનવ અવતાર લેવો પડ્યો હતો.
આ પણ વાંચો – પિતૃ દિવસ (Father’s Day) પર સુવિચાર અને કવિતા
મા ની વિશે ગુજરાતી ભાષામાં એક કહેવત ખૂબ જાણીતી છે. “મા એ મા બીજા બધા વગડાના વા”
જે મા ની તુલના કોઈ સાથે કરી શકાય એમ નથી. મા નો પ્રેમ અમૂલ્ય છે. તેનું કોઈ પણ રીતે ઋણ ચૂકવી શકાય એમ નથી.
આજે અમે અહીં માતૃ દિવસ (Mothers Day) નિમિતે માં વિશે કવિતા, સુવિચારો, કહેવતો અને સુવાક્યો અહી લઈ ને આવ્યા છે.
માતા માટે કહેવાય છે કે તમે જો પોતાની ચામડી માં થી પણ પોતાની માં માટે જોડા (ચપ્પલ) બનાવો તો પણ માતા નું ઋણ ચૂકવી શકાય નહિ. માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
પરંતુ ભારત માં માતૃ દિવસ ઉજવવા માટે કોઈ દિવસ ની જરુર હોતી નથી અહીં રોજ માતૃ દિવસ હોય છે. ગુજરાતી ભાષા માં ઘણા જાણીતા અજાણીતા કવિ લેખકો દ્વારા માતા વિષે કાવ્યો અને સુંદર વાક્યો આપ્યા છે તથા કહ્યા છે જે અહીં નીચે જાણીતા કવિઓ ના વાક્યો અને તેમની કવિતાઓ ને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
માતૃ દિવસ (Mother’s Day) નો ઈતિહાસ:
માતૃ દિવસ (Mother’s Day) ની ઉજવણી મે મહિના ના બીજા રવિવાર ના દિવસે આખા વિશ્વ માં ઉજવવામાં આવે છે.
20 મી સદી ની શરૂઆત માં માતૃ દિવસ (Mother’s Day) ની શરૂઆત અમેરિકા ના રહેવાસી એવા અન્ના એમ. જાર્વિસ દ્વારા કરવા માં આવી હતી. એવું માનવામાં આવે છે કે જાર્વિસ તેમની માતા ને ખુબ જ પ્રેમ કરતા હતા જેના કારણે થી તેઓએ લગ્ન પણ કર્યાં ના હતા. તેમની માતા ના અવસાન બાદ જાર્વિસ દ્વારા માતૃ દિવસ (Mother’s Day) ઉજવવામાં આવતો હતો. 1994 ની સાલ માં અમેરિકા ના રાષ્ટ્રપતિ દ્વારા એક કાયદો પસાર કરવા માં આવ્યો અને ત્યારબાદ થી મે મહિના ના બીજા રવિવાર ના દિવસે માતૃ દિવસ (Mother’s Day) ની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો – ભારત રત્ન પુરસ્કાર વિશે જાણવા જેવું
માતૃ દિવસ (Mother’s Day) પર સુવાક્યો:
- આખો સાગર નાનો લાગે જ્યારે, ‘મ’ ને કાનો લાગે. માતૃ દિવસ (Mother’s Day)ની શુભકામના સંદેશાઓ
- માઁ એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સબંધ !!
- વહેલી સવારે ફક્ત ત્રણ જ વ્યક્તિ ઉઠે છે. માં, મહેનત, અને જવાબદારી
- જેના પ્રેમ ને ક્યારેય પાખંડ ના નડે તેનું નામ “માં”
- મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત, જો નસીબ લખવાનો હક મારી “માં” ને હોત. માતૃ દિવસ (Mother’s Day)
- મેં કદી ભગવાન ને જોયા નથી પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી મા જેવા જ હશે.
- ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી માટે તેણે માતા નું સર્જન કર્યું છે. માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
- મા એ ભગવાન દ્વારા મનુષ્ય ને આપેલ એક અમૂલ્ય ઉપહાર છે.
- માંગ લું યહી મન્નત કે ફિર યહી જહાં મિલે ફિર વહી ગોદ ઓર ફિર વહી મા મિલે માતૃ દિવસ (Mother’s Day)
- દવા કામ ન આવી તો નજર ઉતારે છે, “મા” છે સાહેબ હાર ક્યાં માને છે.
- જનની અને જન્મભૂમિ સ્વર્ગ થી પણ મહાન છે.
- મારી મા આજે પણ અભણ છે એક રોટલી માંગુ તો બે આપે છે.
- ગમે તેવી પરિસ્થિતિ બદલાય પણ જેનો પ્રેમ ના બદલાય એ “મા” માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
- ઇશ્વર તો સુખ અને દુ : ખ બંને આપે છે, જ્યારે મા બાપ તો સુખ અને સુખ જ આપે છે. માતૃ દિવસ (Mother’s Day)
- મરવા માટે ઘણાં રસ્તા હોય છે. પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે ‘મા’.
માતૃ દિવસ (Mothers Day) પર ગુજરાતી કહેવતો:
- મા તે મા બીજા બધા વગડાના વા
- ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર
- મા ની ગરજ કોઈ થી ન સરે
- મા કહેતા મોઢું ભરાય માતૃ દિવસ (Mother’s Day)
- જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે.
માતૃ દિવસ (Mother’s Day) પર વિવિધ દેશો ની કહેવત:
- કોરિયન કહેવત – સ્ત્રી અબ્લા હોય શકે મા નહિ. માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના અને સંદેશાઓ
- મોઝેમ્બિલ કહેવત – માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે.
- આફ્રિકન કહેવત – વાછરડાને એની માતાનાં શિંગડાંની વળી બીક શાની ? માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
- ચાઈનીસ કહેવત – આ પૃથ્વી પર એક જ સુંદર બાળક છે અને દરેક માતા પાસે એ હોય છે.
- અમેરિકન કહેવત – ઘર એટલે… પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા.
- નેટિવ અમેરિકન કહેવત – વસંતમાં હળવેકથી ચાલો, પૃથ્વી માતા સગર્ભા છે.
- કુરદીશ કહેવત – પુરુષનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત, જ્યારે માતાનું કામ અનંત…
- યુરોપિયન કહેવત – દરેક કાગડો પોતાની માની નજરે હંસ હોય છે. માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
- પર્શિયન કહેવત – બાળક સ્વર્ગ સુધી પહોંચવા ની સીડી છે અને સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
- સુદાની કહેવત – ઝાકળબિંદુ ધરતીને ચૂમે એટલી જ નજાકતથી માતા બાળકને પ્રેમ કરે
- સ્પેનીશ કહેવત – માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ. માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
- સાઈબિરિયન કહેવત – પિતા વગર અડધા અનાથ, માતા વગર પૂરા અનાથ
- ફ્રેન્ચ કહેવત – એક માતા જેટલી સહેલાઈથી સાત બાળકોને ખવડાવી શકે છે, એટલી સહેલાઈથી સાત બાળકો એક માતાને ખવડાવી શકે ?
- જાપાનીઝ કહેવત – પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો. માતાનો પ્રેમ દરિયાથી ઊંડો.
- નાઈજીરિયન કહેવત – બચકું ભરતાં બાળકને તો ફક્ત એની મા જ ઊંચકે.
- ચાઇનીઝ કહેવત – ઘર ખરીદતી વખતે પાયો ચકાસો અને પત્ની પસંદ કરતી વખતે એની માતાને જુઓ. માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
- ફ્રેન્ચ કહેવત – માતાના પ્રેમ માં ક્યારેય પાનખર નથી આવતી.
માતૃ દિવસ (Mother’s Day) મા પર કહેવામાં આવેલા મહાનુભાવોના વાક્યો:
- દુનિયાની બધી ભાષાઓમાં માઁ નો અર્થ માઁ જ થાય છે. – રવીન્દ્રનાથ ટાગોર
- હું આજે કે કંઇપણ છું અથવા બનવાની આશા રાખું છું, તેનો તમામ શ્રેય મારી માતા ને જાય છે. – અબ્રાહમ લિંકન માતૃ દિવસ (Mother’s Day)
- બાળક જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સૂરત હૃદય હૃદય ના વંદન તને – ઉમાશંકર જોષી માતૃ દિવસ (Mother’s Day) ની શુભકામના સંદેશાઓ
માતૃ દિવસ (Mother’s Day) માતા પર કવિતા:
બોટાદકર ની કવિતા જનની ની જોડ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે
લોલ એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
ઝવેરચંદ મેઘાણી ની કવિતા મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ,
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ ?
મા મને કોઈ દી સાંભરે નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચાળે
મારા કાનમાં ગણગણ થાય,
હુતુતુતુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય,
મા જાણે હીંચકોરતી વઈ ગઈ.
હાલાંના સૂર થોડા વેરતી ગઈ….
નટવરલાલ પંડયા ની કવિતા આવી એક ક્ષણ હોય
આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય,
ફણગો ફૂટે અડકતાં જ
ભીની-ભીની પવન હોય,
બોલાવે ઘેર સાંજે
બાના સમું સ્વજન હોય.
દલપતરામ ની કવિતા મહાહેતવાળી
હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો આપના પરિવાર ના સભ્યો અને મિત્રો સાથે શેર કરવા વિનંતી. અને આપના પસંદ ના કોઈ સુવાક્યો અથવા આપના પસંદ ની કોઈ કહેવત કે કોઈ કાવ્ય હોય તો આપ અહી નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.
Great work keep it up
આપ નો અમૂલ્ય સમય કાઢી ને કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર
Heart touching lines…👌👍
Thank You
સંકલન રસાળ ને હેતાળ !!! માંની હેતની હેલી જ જાણે !