ભાઈબીજ નું મહત્વ અને ભાઈબીજ ની શુભકામના અને સંદેશાઓ

દિવાળી ના તહેવાર ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એક પછી એક તહેવારો ની હારમાળા સર્જાઈ છે જેમાં દિવાળી, બેસતા વર્ષ બાદ આજ ભાઈ બહેન નો પવિત્ર પ્રસંગ એવો ભાઈ બીજ નો તહેવાર આવી ગયો છે જેમાં ભાઈબીજ નું મહત્વ અને ભાઈબીજ ની શુભકામના અને સંદેશાઓ લઈ ને આજ નો લેખ અહીં પ્રસ્તુત છે.

ભાઈબીજ ની શરૂઆત ગુજરાત ના ગૌરવવંતા કવિ શ્રી અરદેશર ફરમજી ખબરદાર ની ભાઈ બહેન ના પ્રેમ ને સમર્પિત આ પંક્તિ સાથે શરૂઆત કરીએ તો “બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે હો વીર! ઊર ઉછળાવજે હો વીર! મારી અંધારી રાતલડી ને વિસરાવજે હો વીર! મહિયર લાવજે હો વીર!”

ભાઈબીજ ના દિવસે બહેને ભાઈ ને કરેલો પોકાર ખુબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ભાઈબીજ નો તહેવાર એટલે સ્નેહ નો પ્રેમભર્યો અને લાગણી નો સંબંધ. સંસાર માં ભાઈ બહેન નો સંબંધ એ ખુબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે કે જેમાં કોઈ પણ પ્રકાર ની માંગણી કે લાલચ વિના ફના થઈ જવાની ભાવના હોય છે.

ભાઇબીજ એટલે નવા વર્ષના આરંભને બીજે દિવસે આવતો તહેવાર. દિપાવલીના મહાપર્વની હારમાળામાં આવતા સંસ્કૃતિની ઓળખ સમાન ભાઈ બહેન નો લાગણી ભીનો ઉત્સવ.

આ પણ વાંચો – ડાકોર મંદિર નો ઈતિહાસ અને મંદિર વિશે જાણવા જેવું

આ ઉત્સવ અંતરના સબંધોને છૂટો દોર આપનાર ઉત્સવ છે અને એથી જ તો સંસારમાં એનું મુલ્ય અધિકાધિક છે.આજના દિવસે ભાઇ બહેનના ઘરે જમવા જાય છે. બહેન પ્રેમથી ભાઇને જમાડે છે. ભાવઘેલી બહેન ભાઇના જમ્યાં પછી જ જમે છે. વિદાય વખતે ભાઇ બહેનને ભેટ સ્વરૂપે રોકડ અથવા કોઈ યાદગાર વસ્તુ આપે છે. ભાઇબીજને “યમ દ્વિતીયા” તરીકે પણ ઓળખાય છે. આજના દિવસે યમરાજનું પૂજન કરવાથી યમરાજની કૃપા ઉતરે છે છે એવી માન્યતા છે. આ પર્વ આપણા ધર્મનુ અવિભાજ્ય અંગ છે.

ભાઈબીજ નું મહત્વ અને ભાઈબીજ ની શુભકામના અને સંદેશાઓ

ભાઈબીજ સાથે જોડાયેલી પૌરાણિક કથા:

પૌરાણિક કથા અનુસાર યમ અને યમુના ભગવાન સૂર્ય અને એમની પત્ની સંધ્યા ના સંતાન છે. તેમની બહેન યમુનાના લગ્ન બાદ યમુના દેવી તેમના ભાઈ યમરાજ ને ઘણી વાર જમવા માટે નું આમંત્રણ આપતા હતા પરંતુ યમરાજ જવાનું વિવિધ કારણોસર ટાળતા હતા જેના કારણે થી એકવાર યમુના દેવી યમરાજ પાસે થી ઘરે આવવા માટે નું વચન લઈ ને આવ્યા ત્યારે યમરાજ ને થયું કે હું લોકો નો પ્રાણ હરનાર મને પોતાના ઘરે કોઈ બોલાવે નહિ પરંતુ બહેન ના આમંત્રણ અને વચન ને આ વખતે ટાળી શકાયું નહિ અને તેઓ યમુના દેવી ના ઘરે જમવા માટે પહોંચી ગયા.

આ પણ વાંચો – અમદાવાદ ની નજીક માં આવેલા એક દિવસીય પ્રવાસ માટે ના સ્થળો

યમુના દેવી ખુબ જ આગતા સ્વાગતા સાથે તેમનું સ્વાગત કર્યું તેમની આરતી ઉતારી કુમકુમ થી ચંદન કર્યું અને ખુબ જ વિવિધ વિવિધ વાનગી પીરસી ને જમાડ્યું આ દિવસ કારતક સુદ બીજ નો દિવસ હતો અને ત્યાર થી આ દિવસ ભાઈબીજના દિવસ તરીકે ઓળખાય છે.

યમરાજ બહેને પ્રેમ થી ભોજન કરાવ્યું અને આગતા સ્વાગતા જોઈને પ્રસન્ન થયા અને યમરાજે તેમના બહેન યમુના દેવી ને વરદાન માંગવાનું કહ્યું.

યમુના માતાએ યમરાજને કહ્યું કે ભાઈ તમે દર વર્ષે આ દિવસે મારા ઘરે ૫ઘારો. મારી જેમ, જે કોઈ બહેન કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે તેના ભાઈને આમંત્રણ આપી તિલક કરે છે, તેને તમારો (મોતનો) ભય ન રહેવો જોઈએ. આ પછી, યમરાજ “તથાસ્તુ” કહીને અને યમુના માતાને ઘન-ઘાન્ય આપી યમલોક ગયા. આ જ દિવસથી ભાઈ બીજ તહેવાર ઉજવવાનું શરૂ થયું એવું માનવામાં આવે છે. અને જે ભાઈ તેની બહેનનું આમંત્રણ સ્વીકારે છે અને ભાઈબીજના દિવસે તેની બહેન પાસે તિલક કરાવે છે, તેને યમરાજનો ભય નથી રહેતો.

ત્યારે યમુનાજીએ કહ્યું કે મને વરદાન આપો કે જે પણ ભાઈ આ દિવસે તેના બહેન ઘરે જઈને તિલક કરાવશે અને બહેનના હાથનું ભોજન લેશે તેને અકાળ મૃત્યુનો ભય નહીં રહે. યમરાજે બહેનની આ વાત માની લીધી અને ખુશ થઈને બહેનને આશીર્વાદ આપ્યા.

ભાઈબીજ ની શુભકામના અને સંદેશાઓ:

  • ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમા “ભાઈબીજ” પર્વની અનંત શુભેચ્છાઓ.
  • બહેન ચાહે ભાઈ નો પ્યાર, નહીં ચાહે મોંઘા ઉપહાર, સંબંધ અતૂટ રહે સદીઓ સુધી મળે મારા ભાઈને ખુશીઓ અપાર. ભાઈબીજ ની શુભકામના.

ભાઈબીજ ની શુભકામના

  • ઈશ્વરે આપેલ વરદાન છે તું, વગર બોલે સમજી શકે તે દિલની અત્યંત નજીક છે તું, મારી ક્યૂટ લાડકી બહેન છે તું.
  • શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ ભાઈના મૌનને સમજી જાય એનું નામ બહેન.
  • મારા દુખ ના થય જાય લીરે લીરા, જ્યારે તુ કહીં દે ખમ્મા મારાં વીરા ભાઈ બીજ ની શુભકામના
  • જેમ બંને આંખો એક સાથે હોય છે, તેમ જ ભાઈ બહેનનો સંબંધ પણ ખાસ હોય છે.
  • કપાળે લગાવે બેની કંકુ-ચોખા, કોઈ તાકાત ન કરી શકે આ સંબધો નોખા.
  • ભાઈ એટલે બહેનના પડખે રહેતો એક પિતાતુલ્ય પડછાયો, જેની હાજરીમાં બહેન હંમેશા ખુશ અને નિર્ભય રહે છે !!
  • મિત્રતાના શુદ્ધ સ્વરૂપ દ્વારા એક થઈને બે આત્માઓ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસના બંધનને ઉજવવાનો આ સમય છે.મારા તરફથી મારા બધા ભાઈ અને બહેન ને ભાઈ બીજ ની શુભકામના
  • તે નસીબદાર એ બહેન છે, જેના માથે ભાઈનો હાથ છે,દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે. લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું, તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.
  • બહેન ઈચ્છે છે ભાઈ નો પ્રેમ, ના કે કિંમતી ઉપહાર, સદીઓ સુધી રહે આ સંબંધ અતૂટ, મળે મારા ભાઈને ખુશીઓ અપાર.

ભાઈબીજ ની શુભકામના અને સંદેશાઓ

  • મારો તમારા માટેનો પ્રેમ મામૂલી છે. તમને મારા આશીર્વાદ અમર્યાદિત છે. પ્રિય ભાઈ તમે હંમેશાં મારા મિત્ર, માર્ગદર્શક, અને હીરો છો.
  • ઓવારણાં લેશે ઉતારી આરતી આશીષે દેશે એનું હૈયુ ને આંખડી ભાવે ભીંજાશે આજ મારી બેનડી, અણમોલ સ્નેહની જે મીઠી છે વીરડી છે ભાઈબીજ ની હેતભરી શુભકામનાઓ

ભાઈબીજ ની શુભકામના અને સંદેશાઓ

  • ભાઈ બહેન ના વિશુદ્ર સ્નેહના પાવન પર્વ ભાઈબીજની શુભેચ્છાઓ
  • આજનો દિવસ તો બસ એક બહાનું છે, બાકી ભાઈ બહેનના પ્રેમ માટે તો આકાશ પણ નાનું છે.
  • સોનેથી બનેલી દ્વારકા પણ એક સુતરના દોરા સામે ઝાંખી પડે છે, બહેને લાવેલી રાખી જયારે ભાઈના હાથનું આભૂષણ બને છે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

Visited 617 times, 1 visit(s) today

1 thought on “ભાઈબીજ નું મહત્વ અને ભાઈબીજ ની શુભકામના અને સંદેશાઓ”

Leave a Comment