ઉતરાયણ વિશે ની સંપૂર્ણ માહીતી 2024

ઉત્તરાયણ નો તહેવાર આવી ગયો છે. તે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર દર વર્ષે ૧૪ મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.

નવા વર્ષ ની શરૂઆત માં આવતો આ પ્રથમ તહેવાર છે. આ વર્ષ ઉતરાયણ સોમવાર ના દિવસે આવે છે.સૂર્ય આ દિવસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે.

ઉત્તરાયણ એ પતંગોનો તહેવાર છે. આ દિવસ અગાઉથી જ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જોડાણ દ્વારા બનાવવામાં આવે છે. તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે. જેથી કે પતંગબાજોના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે.

ઉતરાયણ નો અર્થ:

ઉતરાયણ વિશેની સંપૂર્ણ માહિતી

આ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. (Meaning of Uttarayana) આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’ ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તર તરફનું પ્રમાણ. આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ…

આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસ (Republic Day) 2024 ની શુભકામના અને સંદેશાઓ

ઉતરાયણ એટલે શું?:

સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે. (Meaning of Uttarayana) આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે માટે આ તહેવારને મકરસંક્રાંતિ પણ કહેવાય છે.

ઉતરાયણ ની શરૂઆત:

ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હતી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગ નાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓ માં થી પતંગ બનાવવામા આવતો હતો.પતંગની શોધ કટોકટી, યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતું હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બન્યું છે.

ઉતરાયણ ની ગુજરાત માં ઉજવણી:

  • ભારત એ તહેવારો નો દેશ છે. જ્યાં દરેક જાતના તહેવારો ને લોકો દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ગુજરાત માં દરેક તહેવાર ને હર્ષોલ્લસપૂર્વક અને આનંદપૂર્વક ઉજવણી કરતા હોય છે.
  • મકરસંક્રાતિ નો તહેવાર આવી રહ્યો છે આ બે દિવસ ગુજરાતીઓ મન મૂકીને પૂરા આનંદ સાથે પતંગ રસિયાઓ પોતાના ધાબા પર બે દિવસ પૂરી મોજ મસ્તી થી સમય વિતાવે છે.
  • ઉતરાયણ માં ગુજરાતીઓ ધાબા પર પતંગ ઉડાવા સિવાય પણ ઘણી બધી તૈયારીઓ કરી ને રાખે છે. આવી જ ઘણી તૈયારીઓ વિશે અહીં વાત કરીએ…
  • ઉતરાયણ ની શરૂઆત તેના બે દિવસ પહેલા થી જ થઈ જાય છે. ઉતરાયણ ને લગતો સુક્કો નાસ્તો અને ચીક્કી બનાવવા લાગે છે. ધાબુ ધોઈ ને  એકદમ સાફ કરી નાખે છે.
  • ઉતરાયણની આગલી રાતે તો સૂરત-વડોદરા-અમદાવાદ જેવા શહેરો માં આખી રાતનું “પતંગ બજાર” ભરાય છે. શોખીન લોકો તે રાત્રે જ પતંગો કિન્ના બાંધીને કયારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે -છાપરે જઈને એની રાહ જોવામાં પુરૂ ઊંઘતા પણ નથી.
  • કેટલાક ધાર્મિક હિન્દુઓ આ દિવસે બ્રાહ્મણોને દાન આપે છે ગાયોને ઘાસ ખવડાવે છે અને ગરીબો ને ગરમ સૂતરાઉ ધાબડા-કામડા આપે છે. બાળકોના આનંદની તો કોઈ સીમા નથી હોતી.
  • ગુજરાતીઓ આ બે દિવસ રજા હોવા છતાં સવાર માં વહેલા ઊઠી ને તૈયાર થઈ ને ધાબા ઉપર પહોંચી જાય છે અને ટોપી, ચશ્મા ને પતંગ – ફિરકી લઈને આખો દિવસ ધાબા પર વિતાવે છે.
  • ગુજ્જુ ગમે તેટલો અમીર હોય પરંતુ તે જ્યારે ધાબા પર પતંગ ઉડાવતો હોય તેવા સમયે જો પતંગ કપાવી ને આવ્યો હોય તો તેવા સમયે તે પતંગ પકડવા માં શરમ અનુભવતો નથી.
  • ધાબા ઉપર પોહચી જઈને આજુબાજુ માં રહેતા મિત્રો સાથે પતંગ કાપવામાં ચડસા ચડસી પર આવી જાય છે. અને ધાબા પર થી “લપેટ લપેટ” અને “કાપ્યો છે” ના અવાજ થી આખું ધાબુ ગુંજી ઉઠે છે.
  • ઉતરાયણ નો સમય હોય અને મ્યુઝિક ના હોય એવું તો બને જ નહીં દરેક ધાબા ઉપર બધા પોતપોતાની પસંદ ના ગીતો અને ખાસ કરીને ગરબા વગાડતા હોય છે.
  • માત્ર બપોર ના સમયે જ્યારે ખાવા નો સમય થાય ત્યારે જ નીચે આવે છે અને ઉંધીયું જલેબી ની જાયફત માળતા હોય છે.
  • ઉતરાયણ ના સમયે પોતાની પૂરી કાળજી રાખે છે. અને લોકો આંગળીઓ માં પટ્ટી લગાવી ને આવી જાય છે, અને ગરમી થી બચવા માટે ફેરનેસ ક્રીમ અને મોઢા પર અતરંગી ચશ્મા અને વિવિઘ ટોપીઓ પહેરી ને આવી જાય છે.
  • ઉતરાયણ ના સમયે લોકો ફોટોગ્રાફર બની જાય છે અને આકાશ ના અને પતંગ ના વિવિધ રીતે ફોટા પાડતા હોય છે.
  • રસ્તા પર કપાતા પતંગ પકડવા માટે પણ ઘણા લોકો દોડાદોડ કરતા હોય છે.
  • ઉતરાયણ માં આખો દિવસ ખાવાનુ ચાલુ જ રહેતું હોય છે. જેમાં ચીક્કી, બોર, શેરડી, મમરા ના લાડુ, ચકરી, ફરસાણ થી આખો દિવસ મોઢું ચાલુ જ રહેતું હોય છે.
  • પીપૂડા ને ભોપા લઈ ને છોકરાઓ બૂમાબૂમ કરી મુકતા હોય છે.
  • આખો દિવસ પતંગ ચગાવ્યા બાદ પણ લોકો થાકતા નથી અને રાતે સફેદ કલર ના પતંગો ઉડાવતા હોય છે
  • ગુજરાતીઓ ને ગરબા રમવા માટે નું બહાનું જોતું હોય છે અને તેઓ રાત્રિ ના લાઉડસ્પીકર પર ગીતો વગાડી ને ગરબા રમતા હોય છે.
  • મુખ્યત્વે રીતે આ બે દિવસ દરમ્યાન પરિવાર અને મિત્રો ભેગા થઈ ને મોજમસ્તી, પતંગ ઉડાવવા અને મૌસમ ની મજા અને ઊંધિયા ની મજા માળે છે.

ભારત ના વિવિધ રાજ્યો માં ઉતરાયણ ના વિવિધ નામ:

  • તમિલનાડુ માં ઉત્તરાયણ પોંગલ ના રૂપમાં મનાવાય છે.
  • પંજાબ માં ઉતરાયણ લોહરી ના રૂપમાં મનાવાય છે.
  • હિમાચલ પ્રદેશમાં ઉતરાયણ લોહરી ના રૂપમાં મનાવાય છે.
  • બિહાર માં ઉતરાયણ સંક્રાતિ ના રૂપમાં મનાવાય છે
  • આસામ માં ઉતરાયણ ભોગલી બિહુ ના રૂપમાં મનાવાય છે.
  • પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, ઓરિસ્સા માં મકરસંક્રાતિ ના રૂપમાં મનાવાય છે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય અને તમારી ઉતરાયણ સાથે ની કોઈ યાદ જોડાયેલી હોય તો અહી નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

Visited 206 times, 1 visit(s) today

Leave a Comment