દિવાળી નું મહત્વ, દિપાવલી નો અર્થ અને દિપાવલી સાથે જોડાયેલી કેટલીક વાતો

દિવાળી નો પાવન પર્વ એ ભારત માં ખુબ જ ધૂમધામ થી અને ભારત નો ખુબ જ મોટો તહેવાર માનવા માં આવે છે. દિવાળી નો પર્વ એ માત્ર ભારત માં જ નહિ પરંતુ દેશ વિદેશ માં પણ દિવાળી નો તહેવાર પ્રચલિત છે અને વિવિધ દેશો માં દિવાળી ને અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે તથા ઘણા ધર્મો ને પણ દિવાળી સાથે સંબંધ જોડાયેલો છે જેના વિશે ની સંપૂર્ણ જાણકારી અહીં નીચે દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો – શ્રી સવા નું મહત્વ

દિવાળી ના સમયે ઘર ને શણગારવા માં આવે છે ઉપરાંત ઘર માં રંગોળી બનાવવા માં આવતી હોય છે. વિવિધ રંગો થી ભરપુર રંગોળી બનાવી ને તે ઘર નું આકર્ષણ બનતું હોય છે.

આ પણ વાંચો – નૂતન વર્ષાભિનંદન ની શુભકામના અને સંદેશાઓ અને તેનું મહત્વ 2022

હિંદુ ધર્મના તમામ તહેવારોમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો ગણાય છે. હિન્દુ ઘર્મનો દરેક વ્યકિત દિવાળી વિશે જાણતો જ હોય છે. પાંચ દિવસ સુધી ચાલતો આ તહેવાર છે. આસો માસનો અંત અને કારતક માસની શરૂઆત એ આ તહેવારો છે.

આ પણ વાંચો – દિવાળી ની શુભકામના અને સંદેશાઓ 2022

દિવાળીનો તહેવાર આસો વદ એકાદશી એટલે કે રમા એકાદશી થી લઈને કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ સુધીનો ગણાય છે, તો કેટલાંક વિસ્તારોમાં ધનતેરસથી બેસતું વર્ષ આવે ત્યાં સુધી દિવાળી ગણાય છે. આખા દેશમાં આ તહેવાર સાર્વજનિક તહેવાર તરીકે ધામધૂમથી ઉજવાય છે.

દિવાળી નું મહત્વ, દિપાવલી નો અર્થ અને દિપાવલી સાથે જોડાયેલી કેટલીક વાતો

દરેક ધર્મ અને દેશ સાથે પોતાની દિવાળી સાથે ઉજવણી ની જુદી જુદી ઘટનાઓ જોડાયેલી છે તેના વિશે ની સંપૂર્ણ વિગત સાથે આપણે ચર્ચા કરીશું.

દિવાળી (દિપાવલી) શબ્દ નો અર્થ:

“દિપાવલી” શબ્દનો અર્થ વિશે ની જાણકારી તો લગભગ દરેક વ્યક્તિ ને હશે જ દિપાવલી નો મુખ્ય આધાર “દિપ” પર રહેલો છે. દિપાવલીમાં દિપ પ્રાગટ્ય લગભગ દરેક ઘર માં દિપ પ્રાગટ્ય કરવા માં આવે છે જેના વિશે ભારત માં કંઈ કહેવા જેવુ રહે નહિ! પુનમને દિવસે ચંદ્ર ઉગવા નું ભૂલી જાય તો દિવાળીના દિવસે દિવા ન પ્રગટે તેમ કહેવાય છે. દિવાળી નો અર્થ અહીં દર્શાવવામાં આવ્યો છે. “દિપ” એટલે “દિપક” અને “આવલી” એટલે “હારમાળા”. આમ દિપ + આવલી = દિપાવલી. અર્થાત્ “દિવાઓની હારમાળા”.

વિવિધ ધર્મોમાં દિવાળી ની ઉજવણી:

દિવાળી ની વિવિધ ધર્મોમાં ઉજવણી

દિવાળી નો તહેવાર એ ભારત માં પણ દરેક ધર્મ ની દિવાળી સાથે જોડાયેલી વાર્તા અને તેમની કથા ના આધારે તેઓ દિવાળી ની ઉજવણી કરતા હોય છે. જેમાં શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ એ પોતાની પ્રથા અને તેની સાથે જોડાયેલી કથા ના આધારે ઉજવણી કરતા હોય છે.

જૈન ધર્મમાં દિવાળી:

ઈ. સ. પૂર્વે 527 માં દિવાળીના દિવસે જ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. તેનાં પ્રતિક રૂપે તેઓ દિવાળી દેરાસરમાં જઈને મનાવે છે.

શીખ ધર્મમાં દિવાળી:

શીખ ધર્મ ના છઠ્ઠા શીખ ગુરુ હર ગોવિંદજી (ઈ. સ. 1595 થી ઈ. સ. 1644 માં થઈ ગયા) ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિંદુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા. તેમને જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે દિવાળી જ હતી. કેદમાંથી મુક્ત થયા અને તેઓ પંજાબ પાછા ફર્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે.

અમૃતસર ના સુવર્ણ મંદિર માં શીખ ધર્મ ના લોકો એ દીપ અને મીણબત્તી પ્રગટાવી ને તેમનું સ્વાગત કર્યું હતું. આ દિવસ ને “બંદિછોડ દિવસ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુરૂ ગોવિંદસિંહે પણ આજના દિવસે જ ખાલસા પક્ષની સ્થાપના કરી હતી.ભાઇ મણિસિંહજીએ પણ આ દિવસે શહાદત વહોરી હતી.આમ, શીખ ધર્મમાં પણ દિપાવલી એ વૈશાખી પછીનો સૌથી વધુ મહત્વ ધરાવતો તહેવાર છે.

બૌદ્ધ ધર્મમાં દિવાળી:

હિંદુઓની બહુમતી ધરાવતા દેશ નેપાળમાં બૌદ્ધ ધર્મ પાળવામાં આવે છે. ત્યાંના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ દિવાળીનો તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે. ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારને ઉજવે છે.

દેશ વિદેશ માં દિવાળી ની ઉજવણી:

ત્રિનિદાદ એન્ડ ટોબેગો:

ત્રિનિદાદ એન્ડ ટોબેગો એ ટાપુઓ નો બનેલો પ્રદેશ છે જેમાં તમામ ટાપુઓ ના સમુદાય ના લોકો એકઠા થઇ ને દિવાળી ની ઉજવણી કરતા હોય છે તેઓ ભારતીય સંસ્કૃતિ માં માને છે અને મંચ પર કાર્યક્રમો પણ આપે છે.

લોકનાટક ની ભજવણી અથવા હિંદુ ધર્મના કોઈ જાણીતા પ્રસંગ ને નાટક ના સ્વરૂપ માં ભજવવામાં આવે છે. દેવી લક્ષ્મી ની પૂજા કરવા માં આવે છે દીવા પ્રગટાવવા માં આવે છે દિવાળી ના આ દિવસો માં માંસાહાર નો ત્યાગ કરે છે.

નેપાળ:

નેપાળમાં દિવાળીને “તિહાર” અથવા “સ્વાન્તિ” તરીકે ઓળખાય છે. દિવાળી ના પ્રથમ દિવસને કાગ તિહાર કહેવાય છે. આ દિવસે કાગડાઓને દૈવી દૂત ગણીને ભોગ ધરાવવામાં આવે છે. બીજા દિવસને કૂકૂર તિહાર કહેવાય છે. આ દિવસે વફાદારી માટે કૂતરાઓની પૂજા કરાય છે. ત્રીજા દિવસે લક્ષ્મી પૂજન અને ગાય નું પૂજન કરાય છે.

નેપાળ સંવત મુજબ આ છેલ્લો દિવસ હોવાથી ઘણા વેપારીઓ આ દિવસે તેમના હિસાબો ચોખ્ખા કરીને બંધ કરે છે અને લક્ષ્મીમાતાની પૂજા કરે છે. ચોથો દિવસ નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ દિવસે સાંસ્કૃતિક સરઘસો અને અન્ય ઉજવણીઓનું આયોજન થાય છે. આ દિવસે આગામી વર્ષ માટે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની વિશેષ વિધિમાં શરીરની પૂજા કરે છે. “ભાઈ ટિકા” તરીકે ઓળખાતા પાંચમા અને છેલ્લા દિવસે ભાઈઓ અને બહેનો મળે છે તથા ભેટની આપ-લે કરે છે.

મલેશિયા:

મલેશિયા માં દિવાળી ને હરી દિપાવલી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ સુર્ય પંચાગ ના સાતમા મહિના ના આધારે તેની ઉજવણી થાય છે અને સરકાર દ્વારા મલેશિયા માં જાહેર રજા આપવામાં આવે છે.

હિન્દુ મલેશિયન ત્યાંના વિવિધ જાતિ ના અને ધર્મના લોકોને આવકારે છે અને સમૂહભોજન નું આયોજન કરે છે જેને ત્યાંની ભાષા માં “રૂમાહ તેર્બુકા” તરીકે પણ ઓળખવામાં આવે છે.

સિંગાપોર:

સિંગાપોર માં રહેતો ભારતીય સમુદાય દિવાળી ની ઉજવણી કરે છે અને ત્યાં ની સરકાર દ્વારા જાહેર રજા આપવા માં આવતી હોય છે. સિંગાપોર ના લિટલ ઇન્ડિયા શહેર ની રોશની ત્યાંનું આકર્ષણ નું કેન્દ્ર છે.

શ્રીલંકા:

શ્રીલંકા માં દિપાવલી તરીકે જ ઉજવણી કરવા માં આવે છે અહી ના તમિલ સમુદાય ના લોકો આ તહેવાર ની ઉજવણી કરે છે અને નવા કપડાં ની લેવડ દેવડ કરવા ની પરંપરા છે.

બ્રિટન:

બ્રિટન માં વસવાટ કરતા શીખ સમુદાય ના ભાઈઓ દિવાળી ની ખુબ જ ધામધૂમ થી ઉજવણી કરતા હોય છે. ત્યા ની ઉજવણી ભારત મી માફક જ હોય છે ઘર ની સાફ સફાઈ કરવી અને એકબીજા ને મળવું તથા ઘર ને રોશની ની જગમગાટ થી શણગારવા માં આવે છે. મીઠાઈ ની આપ લે કરવામાં આવતી હોય છે.

દિવાળી સાથે જોડાયેલી અન્ય વાતો:

દિવાળી સાથે જોડાયેલી કેટલીક વાતો

  • દિવાળીનો તહેવાર હિન્દુઓનો એક મુખ્ય તહેવાર માનવામાં આવે છે.
  • દિવાળીને દીપ નો ઉત્સવ પણ કહેવામાં આવે છે.
  • દિવાળીને ખુબ ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા હતા.
  • ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ દીપ પ્રગટાવી આ દિવસને દિવાળી તરીકે ઉજવ્યો.
  • દિવાળીનો તહેવાર દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે.
  • આ દિવસે આખું ભારત પ્રકાશ થી જળહળી ઉઠ્યું હોય છે.
  • દિવાળીની સાંજે ભગવાન લક્ષ્મી અને ગણેશની પૂજા પણ કરવામાં આવે છે.
  • આ દિવસે, બધા લોકો તેમના ઘરો, ઓફિસો અને કચેરીઓ વગેરેમાં દીવડાઓ પ્રગટાવે છે અને ફટાકડા ફોડે છે.
  • દિવાળી પર દરેક પાડોશી અને સંબંધીઓને મીઠાઇ અને અન્ય ભેટ વગેરે આપે છે.
  • બાળકો અને યુવાનો આ દિવસોમાં ફટાકડા, ફુલઝર, બોમ્બ ફોડી તહેવાર નો આનંદ વ્યક્ત કરે છે.
  • યુનાઈટેડ કિંગડમ, નેધરલેંડ, ન્યૂઝીલેન્ડ, સુરીનામ, કેનેડા, ગુયાના, કેન્યા, મોરિશિયસ, ફિજી, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ટાન્ઝાનિયા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, જમૈકા, થાઈલેન્ડ, યુનાઈટેડ આરબ અમિરાત, ઓસ્ટ્રેલિયા જેવા દેશો, આફ્રિકાના ઘણા વિસ્તારોમાં, અને યુનાઈટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં ઉજવણી થાય છે.
  • આજ નો દિવસ આર્યસમાજ માટે પણ યાદગાર છે. કારણ કે,આર્યસમાજના સ્થાપક અને ભારતીય સંસ્કૃતિ ના સદાબહાર, શ્રેષ્ઠત્તમ ઉધ્ધારક એવા ટંકારાના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનું અવસાન આજે થયેલું.આમ આ “રાષ્ટ્રપુરુષ” ની પુણ્યતિથી પણ દિપાવલીના દિવસે આવે છે.

દિપાવલી એટલે અંધારી રાતને પ્રકાશમય બનાવવાનો દિવસ!આજે ફટાકટાની લોકપ્રિયતા પણ વધી જાય છે. દિપ પ્રગટાવી બાહ્ય જગતની સાથે આંતર મન અને એ બધાની પર છે એવા અજર-અમર તત્વ આત્માને ઉજાગર કરી એની જાગૃતિનો પણ પ્રયાસ કરાય છે.અંધકારમાંથી પ્રકાશ તરફ જનાર અને દોરી જનાર પર્વ એટલે દિવાળી! દિવાળી ના આ પાવન પર્વ ની સૌ કોઈ ને ખુબ ખૂબ શુભેચ્છાઓ.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 440 times, 1 visit(s) today

Leave a Comment