દિવાળી ની શુભકામના અને સંદેશાઓ 2023

દિવાળી ના પાવન પર્વ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દિવાળી ની શુભકામના અને સંદેશાઓ મિત્રો અને પરિવારજનો ના સભ્યો ને સંદેશાઓ અને શુભેચ્છાઓ પાઠવવા માટે અહી નીચે દિવાળી માટે ના સંદેશાઓ આપવા માં આવેલ છે.

આ પણ વાંચો – બેસતું વર્ષ (નૂતન વર્ષાભિનંદન) ની શુભકામના અને સંદેશાઓ અને તેનું મહત્વ 2023

દિવાળી ના પાવન પર્વ ની ઉજવણી દશેરા બાદ ભગવાન શ્રીરામ રાવણ નું વધ કર્યા બાદ અને સીતામાતા અને લક્ષ્મણ ની સાથે આયોધ્યા માં 14 વર્ષ નું વનવાસ પૂરું કરી ને પરત આવ્યા ત્યારે તેમના આગમન માં આયોધ્યાવાસી ના બધા નાગરિકો અને ગામ ના લોકોએ તેમનું દીપ પ્રગટાવી ને ભગવાન શ્રીરામ નું  આયોધ્યા માં સ્વાગત કર્યું હતું અને ત્યાર થી દિવાળી ના તહેવાર ની શરૂઆત થઈ તેમ કહેવાય છે.

આ પણ વાંચો – દિવાળી માટે રંગોળી ની 50 થી વધુ ડિઝાઈનો 2023

દિવાળી ની શુભકામના અને સંદેશાઓ

દિવાળી ની શુભકામના, શુભેચ્છાઓ અને સંદેશાઓ અહીં નીચે દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો – શ્રી સવા નું મહત્વ

દિવાળી ની શુભકામના અને સંદેશાઓ 2023:

  • આપીને બીજાને ઉજાસ, દીવાની વાટ કાળી થઈ ગઈ, જલન મળી દીવાને, અને બીજાની દિવાળી થઈ ગઈ. હેપ્પી દિવાળી
  • ઈશ્વર આપ અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ દિવાળી ની શુભકામના
  • શુભ દીપાવલી આ દિવાળી એ, ફટાકડા તમારા દુઃખને બાળી દે, દિવા તમારા જીવન ને પ્રકાશિત કરે, ફૂલો તમારા દિવસ અને રાત ને સુગંધથી ભરી દે તેવી શુભેચ્છા સાથે આપ સૌ ને હેપ્પી દીપાવલી
  • ફટાકડાનો અવાજ, ખુશીઓની બહાર, આપ સૌને અભિનંદન, દિવાળીનો આ તહેવાર
  • કોઈને જુઓ અને તમારી અંદર રંગોળી પુરાઈ જાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે!
  • આસો માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિંચોળી દિવા લઈને આવી દિવાળી, પુરજો ચોકે રુડી રંગોળી હેપ્પી દિવાળી

દિવાળી ની શુભકામના અને સંદેશાઓ અને શુભેચ્છાઓ

  • પ્રેમનો દીવો પ્રગટાવીએ, દુઃખની સાંકળ તોડીએ, સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ, સુખની કોઠી સળગાવીએ, તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ.
  • શુભ અને ઉજ્જવળ દિવાળીની શુભકામના ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
  • આજ કરીયે સૌને દિલથી યાદ, તમને દિવાળીની મુબારક બાત, દીપ જલાવો ઘર ને દ્વાર, રહે સુખ-સમૃદ્ધિ અપરંપાર. શુભ દીપાવલી..
  • દિવાળી આવી ગઈ છે.. ઘરની સાથે સાથે સંબંધો પર લાગેલી ધૂળ પણ સાફ કરી દેજો. સુખ ચાર ગણું વધી જશે. Happy Diwali
  • અંધકાર દૂર કરીને દિવાળીનો પ્રકાશ, તમારા ઘરને રોશન કરે તેવી શુભેચ્છા અને સમૃદ્ધિ મળે.
  • તમે અમારા હૃદયમાં જીવો છો, તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ, મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય, તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ.

દિવાળી ની શુભકામના અને સંદેશાઓ અને શુભેચ્છાઓ

  • તમને નવી ઊંચાઈઓ, નવી સિદ્ધિઓ, નવા પ્રોજેક્ટ, નવા યુગ અને નવા સોપાન સાકાર થાય તેવી દિવાળી ની શુભેચ્છાઓ
  • દીપો નો આ પાવન તહેવાર, આપને માટે લાવે ખુશીઓ હજાર, લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર. શુભ દિપાવલી
  • આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એ જ દિવાળી ની શુભકામના
  • ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે. દિવાળીની હાર્દિક શુભકામનાઓ
  • લક્ષ્મી નો હાથ હોય, સરસ્વતી નો સાથ હોય, ગણેશ નો નિવાસ હોય અને માં દુર્ગા ના આશીર્વાદ થી તમારું જીવન હંમેશા પ્રકાશમય બની રહે.

દિવાળી ની શુભકામના અને સંદેશાઓ અને શુભેચ્છાઓ

  • વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે ! શુભ દિવાળી!
  • પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે. મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ
  • ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી, ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી દિવાળી
  • દીપાવલી મેં દીપો કા દીદાર, ખુશીયો કે સાથ મુબારક હજાર. ફટાકડા નો અવાજ, ખુશીઓ ની બહાર આપ સૌને અભિનંદન, દિવાળીનો આ તહેવાર

દિવાળી ની શુભકામના અને સંદેશાઓ અને શુભેચ્છાઓ

  • વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી, સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના અંતરથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ
  • દિવાળી એટલે હૃદય માં રહેલા પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર આપના જીવન માં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા
  • જીવનમાં અરણ્ય વાઘ જેમ નીડર રહોએવી વાઘ બારસ ની શુભેચ્છા બારમાસી ના ફૂલોની જેમ ધન દોલતથી સદા ભરેલા રહો એવી ધનતેરસ ની શુભેચ્છા કાળ પણ જેના પરિશ્રમ આગળ પાણી ભરે, એવી કાળી ચૌદશ ની શુભેચ્છા દિપો ની જેમ જીવન દીપી ઊઠે, એવી દિવાળીની શુભકામના
  • આવતો વર્ષ હર્ષ ઉત્સાહથી ભરેલો આવે એવા નવા વર્ષની શુભેચ્છા
  • જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘરના આંગણામા ધન-ધાન્ય, સુખ, અને સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે એવી દિવાળીની હાર્દિક શુભકામનાઓ.

દિવાળી ની શુભકામના અને સંદેશાઓ અને શુભેચ્છાઓ

  • દિવાળીનો આ મનોહર તહેવાર આપના જીવનમાં લાવી ખુશીઓ અપાર તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામના
  • દિવાળીના આ પાવન પર્વ પર જીવનની પાવન શરૂઆત થાયતે વી બધા મિત્રોને દિવાળી ની શુભકામના
  • ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે. દિવાળીની હાર્દિક શુભકામનાઓ
  • દિવાળીનાં દીવા નો પ્રકાશ આપનાં જીવનમાં અઢળક આનંદ અને ઉત્સાહ ભરે તેવી દિવાળી ની શુભકામના અને શુભેચ્છા
  • દિવાળીના દીવા તમારા જીવનને ઉજ્જવળ બનાવે અને રંગોળી તમારા જીવનને વધુ રંગીન બનાવે તેવી ઈશ્વરને પ્રાર્થના.

દિવાળી ની શુભકામના અને સંદેશાઓ અને શુભેચ્છાઓ

દિવાળી વિશે ટુંકી માહિતી:

આ તહેવાર ભારત માં જ નહિ પરંતુ વિશ્વભર માં દિવાળી ના પર્વ ની ઉજવણી કરવા માં આવે છે. દિવાળી ના સમયે ઘર ને સજાવટ કરવામાં આવે છે અને ઘર ને દિવાઓ થી શણગારી ને સજાવવામાં આવે છે. દિવાળી દેશ વિદેશ માં અલગ અલગ રીતે ઉજવણી કરવા માં આવે છે અને અલગ અલગ ધર્મ માં અલગ રીતે દિવાળી ની ઉજવણી અને અલગ નામ થી દિવાળી ને ઓળખવામાં આવે છે.

ભગવાન શ્રી રામે રાવણ નો વધ કરીને આયોધ્યા પરત આવ્યા ત્યારે તેમના સ્વાગત માં ગામ ના લોકો દીપ ની હારમાળા સજાવી ને તેમના ભગવાન નું સ્વાગત કર્યું અને તે દિવસ થી દીપ ની હારમાળા સર્જાઈ અને જેને દિપાવલી કહેવામાં આવે છે જે સમય જતા દિવાળી તરીકે ઓળખવામાં આવે છે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 434 times, 1 visit(s) today

Leave a Comment