નૂતન વર્ષાભિનંદન ની શુભકામના અને સંદેશાઓ અને તેનું મહત્વ 2023

આજથી વિક્રમ સંવત 2080 ની શરુઆત થાય છે. ગુજરાતીઓ માં નવા વર્ષનું ખૂબ મહત્વ રહેલું છે. બેસતાં વર્ષના દિવસે પ્રાતઃકાલે વહેલાં ઉઠીને લોકો પ્રથમ તો મંદિરમાં દર્શનાર્થે જાય છે. ઈશ્વરના દર્શન કરીને વડીલોના આશીર્વાદ લઈને આપણે સગાવ્હાલાં અને મિત્રોને નૂતન વર્ષાભિનંદન ની શુભકામના એટલે કે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે જતાં હોઈએ છીએ.

નૂતન વર્ષાભિનંદન નું મહત્વ

આ પણ વાંચો – દિવાળી નું મહત્વ, દિપાવલી નો અર્થ અને દિપાવલી સાથે જોડાયેલી કેટલીક વાતો

વિક્રમ સંવતના પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહત્ત્વ છે. દીવાળીની આતશબાજીમાં વીતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે. દીવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે. નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂર્ણ કરવા માટે વડીલોની આશિષ મેળવવવામાં આવે છે.

નૂતન વર્ષાભિનંદન ની શુભકામના 2021

આજ થી શરૂ થતાં વિક્રમ સંવત 2080 ની શરૂઆત થઈ રહી છે ત્યારે GujjuCafe.com તરફ થી નૂતન વર્ષ ની હાર્દિક શુભકામના. આવનારું વર્ષ તમારા માટે ખુશીઓ અને ઉમંગો થી ભરપુર હોય તેવી નવા વર્ષ ની શુભેચ્છાઓ.

આ પણ વાંચો – દિવાળી ની શુભકામના અને સંદેશાઓ

નૂતન વર્ષાભિનંદન ની શુભકામના:

  • ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી શુભેચ્છાઓ.
  • નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, હૃદયથી પ્રસન્ન કરનારું અને મંગલકારી પ્રેમપૂર્ણ નીવડે તેવી પ્રભુ ને પ્રાર્થના.

નૂતન વર્ષાભિનંદન ની શુભકામના

  • નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી સ્વાસ્થ્યપ્રદ આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના
  • નવા વર્ષના શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના.
  • સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે તેવી નૂતન વર્ષાભિનંદન ની શુભકામના
  • નવા વર્ષના આ તહેવારે સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
  • ઝગમગતા દીવડાની જેમ આપનું જીવન પણ ખુશીયો રૂપી રંગો થી ઝગમગતું રહે, તમે સુખ, શાંતિ, સંપતિ, આરોગ્ય અને પ્રગતિ પ્રાપ્ત કરો એવી નૂતન વર્ષાભિનંદન ની શુભકામના.
  • આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય, આરોગ્યપ્રદ તેમજ યશસ્વી નીવડે તેવી પ્રભુ ને પ્રાથના સાથે નૂતન વર્ષાભિનંદન.

નૂતન વર્ષાભિનંદન ની શુભકામના

  • આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે. મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન
  • આ નવા વર્ષ માં તમે મુકેશ અંબાણી ને પણ પાછળ મૂકી દો એવી નવા વર્ષ માં સફળતા મળે તેવી નૂતન વર્ષ ની શુભકામના.
  • નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી શુભકામનાઓ
  • નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, તમને નવા વર્ષના “સાલ મુબારક 2022”

New year wishes and messages in gujarati

  • નવું વર્ષ જીવનમાં બધી સારી વસ્તુઓ લાવી શકે છે, જેના તમે ખરેખર પાત્ર છો. તમારી પાસે પહેલેથી જ એક સુંદર વર્ષ હતું અને તમારી પાસે બીજું વધુ એક આશ્ચર્યજનક વર્ષ હશે!
  • ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી શુભેચ્છાઓ.
  • આશા છે કે નવું વર્ષ આપણા જીવનમાં ઘણી બધી નવી અને રોમાંચક તકો લઈને આવે. આ નવું વર્ષ આપણું વર્ષ હશે.
  • નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી શુભકામનાઓ
  • નવા વર્ષની દરેક ક્ષણ જીવવા જેવી બને, આપણને આપણી હયાતીનો અહેસાસ થાય અને સબંધોમાં સવેંદના ઉમેરાય
  • નવા વર્ષમા આપને તેમજ આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય-સુખ-સમૃદ્ધિ અને સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી મંગલમય શુભકામનાઓ
  • વિક્રમ સંવત 2079 આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અર્પે તેવી શુભકામનાઓ

Vikram samvat 2021 in history

  • નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, અને સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી નૂતન વર્ષની શુભકામના.
  • નવુ વર્ષ આપના માટે મંગલકારી નીવડે અને આપ સુખ, શાંતિ અને સમૃદ્ધિને પામો તેવી પ્રાર્થના.
  • વિક્રમ સંવત 2079 નું નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે શુભ ફલદાયી બની રહે તેવી શુભેચ્છાઓ સહ નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન અને રામ રામ.
  • આજથી શરૂ થઈ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંત: કરણ પૂર્વકની શુભકામના.
  • જૂના વર્ષનો અંત કરીએ અને નવા વર્ષની ઉષ્માભરી આકાંક્ષાઓ સાથે શરૂઆત કરીએ.

નવા વર્ષ (નૂતન વર્ષાભીનંદન) નું મહત્વ:

નૂતન વર્ષાભિનંદન 2021

નવા વર્ષ ની શરૂઆત વેપારધંધા સાથે સંકળાયેલા લોકો માટે ચોપડા પૂજનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ બોણીનું છે. વર્ષ દરમિયાન વેપારમાં બરકત બરકરાર રહે એવી લાગણી સાથે આ દિવસે નાનકડી દુકાન ધરાવતા વેપારીઓથી લઈ મોટા બિઝનેસમેન સુધી લગભગ તમામ આ દિવસે કોઈક નાનકડી વસ્તુનો વેપાર કરીને પણ બેસતા વર્ષની બોણી કરવાનું ચૂકતાં નથી.

આ પણ વાંચો – શ્રી સવા નું મહત્વ

નવું વર્ષ નવી આશાઓ, નવા વિચારો લઈને આવે છે. ગયા વર્ષે પૂરાં ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરાં કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દ્રઢ સંકલ્પ કરે છે. ગત વર્ષની કડવાશ કે મનદુઃખ પર બેસતાં વર્ષના દિવસે પૂણવિરામ મુકાઈ જાય છે. કોઈ બાબતે એકમેક સાથે થયેલું મનદુઃખ ભૂલીને બેસતા વર્ષે ઉમળકાથી ગળે મળીને સંબંધોની નવી શરુઆત થાય છે. માત્ર સંબંધોમાં કે વિચારોમાં જ નવીનતા શા માટે? જૂનો હિસાબકિતાબ પતાવીને નવા વર્ષે નવી શરુઆત કરવાનો પણ રિવાજ છે. સંબંધોમાં, સંકલ્પમાં કે સજાવટમાં જ નહીં, પણ પોશાકમાં પણ નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજા તહેવારોમાં નવાં કપડાં કદાચ ન ખરીદે તો ચાલે, પણ નવા વર્ષે નવો પોશાક પહેરવાનો જાણે વણલખ્યો નિયમ છે.

વહેલી સવારથી નવાં કપડાંમાં સજ્જ થઈને વડીલોના આશીર્વાદ લેવાનો અને મિત્રોને શુભકામના પાઠવવાનો ક્રમ આજેય ગુજરાતમાં જળવાયો છે. આ થયું બેસતા વર્ષનું સામાજિક મહત્ત્વ, પણ તેનું ધાર્મિક મહાત્મ્ય પણ એટલું જ અગત્યનું છે. મંદિરોમાં પૂજાપાઠ કરીને ભગવાનનાં ચરણોમાં શિશ નમાવવા ઉપરાંત અન્નકૂટનો ભોગ ધરાવવાનું મહાત્મ્ય છે. ભગવાનને 32 જાતનાં ભોજનનો થાળ ધરાવવામાં આવે છે. અન્નકૂટ દર્શન અને પ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં થયેલ પાક સૌ પ્રથમ વખત ભગવાનનાં ચરણોમાં ધરે છે. કોઈક શેરડીના સાંઠાઓ તો કોઈક મગફળી લઈને મંદિરોમાં ભગવાનને અર્પણ કરે છે. નવા પાકની પ્રસાદી ધરાવીને આખું વર્ષ સુખરૂપ પસાર થાય એવો શુભ આશય આ પાછળ રહેલો છે.

આમ, સામાજિક, આર્થિક, ધાર્મિક એમ બધી રીતે બેસતું વર્ષ નવી આશાનું કિરણ લઈને આવે છે. નૂતન વર્ષ નવાં સાહસો કરવાની પ્રેરણા પૂરી પાડે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે. નવું વર્ષ કડવી યાદોને એક કદમ પાછળ ઠેલીને નવાં સપનાંઓ સજાવવાનું સામર્થ્ય આપે છે. ચૂકાઈ ગયેલી તકને ફરીથી ઝડપી લેવાનું સંકલ્પબળ નૂતન વર્ષ આપે છે.

વીતેલાં વર્ષોની નિષ્ફળતાને વિસારે પાડીને સફળતાનાં શિખરો સર કરવાનું બળ એટલે નૂતન વર્ષ. વીતેલાં વર્ષમાં કરાયેલા સંકલ્પો કે આશાઓની જેમ આ વર્ષના સંકલ્પો પણ માત્ર સંકલ્પો બનીને ન રહી જાય એ વાતની પ્રતીતિ કરાવતો દિવસ એટલે પણ નૂતન વર્ષ.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 582 times, 1 visit(s) today

Leave a Comment