આજે વિશ્વ યોગ દિવસ (World Yoga Day) તરીકે ઉજવવામાં આવે છે. જેની શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા સૌ પ્રથમ વાર 21 મી જૂન 2015 ના રોજ ઉજવવા માં આવ્યો હતો આજે 2021 ના રોજ આ છઠ્ઠો યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી રહી છે.
હજારો વરસો પહેલાંથી યોગ એ પતંજલિ ઋષિએ દુનિયાને આપેલી ભેટ છે. શરૂઆત થી જ યોગ એ ભારતની વિરાસત છે. યોગની શરૂઆત ભારતમાં થઇ હતી પરંતુ આજે એ વિશ્વના દરેક દેશો માં પહોંચી ગયો છે.
તારીખ 11 મી ડીસેમ્બરના 2014 રોજ મળેલી આંતર રાષ્ટ્રીય સંસ્થા યુ.એ.ની જનરલ એસેમ્બલીએ મોટી બહુમતીએ ઠરાવ પસાર કરીને ૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘International Day of Yoga’ તરીકે ઉજવવાની ઓફિસીયલી જાહેરાત કરી હતી. દુનિયાના 193 દેશમાંથી 173 દેશોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો.
ભગવદ ગીતા માં યોગ વિશે ની માહિતી આપવા માં આવી છે જેમાં યોગ વિશે કહેવા માં આવ્યું છે કે યોગઃ કર્મસુ કૌશલમ. યોગ વિષે ની જાણકારી આપણ ને શ્રીમદ ભગવદ ગીતા માં થી પણ પ્રાપ્ત થાય છે શ્રીમદ ભગવદગીતા માં પણ વિવિધ યોગો નું નિરૂપણ કરવા માં આવ્યું છે.
આ પણ વાંચો – ગુજરાતી પુસ્તકો ફ્રી ડાઉનલોડ કરવા માટે ની શ્રેષ્ઠ સાઈટ
ભગવદ ગીતા માં કુલ 18 યોગ દર્શાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવા માં આવે અથવા તેને અનુસરવા માં આવે તો વ્યક્તિ નું જીવન માં કોઈ તકલીફ રહેતી નથી. ભગવદ ગીતા માં દર્શાવવા માં આવેલા 18 યોગ વિશે ની જાણકારી અહીં નીચે દર્શાવવા માં આવી છે.
શ્રીમદ ભગવદગીતા માં દર્શાવવા માં આવેલા યોગો:
- કર્મ યોગ – કર્મયોગ અથવા કર્મ એટલે કે ક્રિયા. પવિત્ર ગ્રંથ ભગવદગીતા અનુસાર કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરી રહ્યું છે તે કાર્ય નિસ્વાર્થપણે કરવું જોઈએ. પોતાના કાર્ય ના પરિણામ ની કોઈ આશા કે ચિંતા કર્યા વિના કાર્ય કરવું જોઈએ.
- ભક્તિ યોગ – આ યોગ એકદમ સરળ છે. યોગ નું આ સ્વરૂપ ભગવાન અને તેના શિષ્ય વચ્ચે ની ભક્તિ અને પ્રેમ ની શક્તિ પાર ભાર મૂકે છે. આ યોગ માં ભગવાન અને તેના શિષ્ય ને બંને ને એકબીજા માં તલ્લીન થઇ જવા ની સલાહ આપવા માં આવે છે.
- જ્ઞાન યોગ – આ યોગ દ્વારા દર્શાવવામાં આવે છે કે વ્યક્તિ ને દરેક વસ્તુ નું અથવા ક્રિયા વિષે ની જાણકારી અથવા જ્ઞાન હોવું એ જરૂરી બાબત છે. જો વ્યક્તિ ને જ્ઞાન હશે તો તે મોક્ષ ની પણ પ્રાપ્તિ કરી શકે છે.
- કર્મ વૈરાગ્ય યોગ – શ્રીમદ ભગવદ ગીતા અનુસાર કર્મ અને વૈરાગ્ય નો યોગ એ વ્યક્તિ ને ક્રિયા અને બલિદાન નો માર્ગ પસંદ કરવાનું શીખવાડે છે. ભગવદ ગીતા અનુસાર કર્મ અને વૈરાગ્ય ને મુક્તિ ના સાધન તરીકે ઓળખવા માં આવે છે.
- વિજ્ઞાન યોગ – વિજ્ઞાન યોગ ના માટે અનુસાર વ્યક્તિ ને અંતિમ સત્ય ની અનુભૂતિ કરવા માટે જ્ઞાન આપે છે.
- દયાન અથવા અભ્યાસ યોગ – ભગવદ ગીતા ના છઠા અધ્યાય માં આ યોગ વિષે ની વાત કરવા માં આવી છે કે જેમાં વ્યક્તિ ને ધ્યાન નું મહત્વ દર્શાવવામાં આવ્યું છે વ્યક્તિ કેટલા ઊંડાણ સુધી ધ્યાન ધરી શકે છે અથવા કોઈ વસ્તુ નું કેટલા ઊંડાણ સુધી અભ્યાસ કરી શકે છે.
- વિસાદ્ય યોગ – જયારે વ્યક્તિ ચિંતા અને મુશ્કેલી થી ઘેરાયેલી હોય તેવા સમયે વિસાદ્ય યોગ કરવા માટે ની સલાહ આપવા માં આવે છે.
સાંખ્ય યોગ – સાંખ્ય યોગ એ શ્રીમદ ભગવદ ગીતા અનુસાર વિશ્લેષણ ના યોગ તરીકે પણ પ્રખ્યાત છે. યોગ નું આ સ્વરૂપ તાર્કિક તર્ક અને બુદ્ધિ ની વિષે છે. - રાજા વિજ્ઞાન યોગ – આ યોગ દ્વારા પરમ બ્રહ્મા ને સ્મરણ કરી ને તેમને વિનવવા નું તથા તેમની પાસે થી ગુપ્ત જ્ઞાન ની પ્રાપ્તિ કરવા માટે આ યોગ કરવા માં આવે છે. આ યોગ રાજા વિદ્યા યોગ તરીકે પણ ઓળખવા માં આવે છે.
- વિભૂતિ વિસ્તાર યોગ – આ યોગ દ્વારા ભગવાન વિશે ધ્યાન ધરવા માં આવે છે તથા ભગવાન ના માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નું માર્ગદર્શન આ યોગ દ્વારા પ્રાપ્ત થાય છે. ભગવાન ની અનંત શક્તિ વિશે ની જાણકારી આ યોગ દ્વારા પ્રાપ્ત થાય છે.
- વિશ્વરૂપ યોગ દર્શન – આ યોગ દ્વારા ભગવદગીતા મારફતે જણાવવા માં આવે છે કે વ્યક્તિ વિશ્વરૂપ યોગ દર્શન દ્વારા પોતા નું સર્વ શક્તિશાળી સ્વરૂપ ધારણ કરી શકે છે. આ યોગ ના માધ્યમ થી ભગવાન ના વૈશ્વિક સ્વરૂપ ને પણ નિહાળી શકાય છે.
- ક્ષેત્ર વિભાગ યોગ – આ યોગ દ્વારા વ્યક્તિ ને શીખવાડવા માં આવે છે કે વ્યક્તિ એ પોતા ન અહંકાર નો ત્યાગ કરવો જોઈએ. આ યોગ દ્વારા પોતા ના અસ્તિત્વ ને પ્રકૃતિ અને બુદ્ધિ સાથે જોડવા નું કાર્ય કરે છે
- ગુણત્રય વિભાગ યોગ – આ યોગ દ્વારા ભૌતિક પ્રકૃતિ ના ત્રણ ગુણો સમજવાની જરૂર છે. જે રાજસિક, સાત્વિક અને તામસિક છે.
- પુરુષોત્તમ યોગ – આ યોગ પરમ દૈવ યોગ તરીકે પણ ઓળખાય છે. જેમાં વ્યક્તિ પોતાના અનંત સ્વભાવ વિશે શીખે છે.
- દૈવસુરા સ્પંન્દ વિભાગ યોગ – ભગવદ ગીતા માં દર્શાવવા માં આવેલા આ યોગ ના માધ્યમ દૈવ શક્તિ અને દુષ્ટ શક્તિ વિશે નો તફાવત આ યોગ ના માધ્યમ થી જાણી શકાય છે.
- અક્ષર પરબ્રહ્મ યોગ – ભગવદ ગીતા માં જણાવવા માં આવેલા આ યોગ માં ભગવાન બ્રહ્મા ના સ્વભાવ વિશે ની માહિતી પુરી પડે છે.
- શ્રાદ્ધત્રય વિભાગ યોગ – આ યોગ ના માધ્યમ થી વ્યક્તિ ને તેના જુસ્સો, યોગ્ય કાર્ય, ત્યાગ નું મહત્વ વિશે ની જાણકારી આપે છે. ટૂંક માં આ યોગ ના માધ્યમ થી વ્યક્તિ ને તેના કાર્ય અને તેની ક્રિયાઓ વિશે સજાગ રહેવું જરૂરી છે.
- મોક્ષ ઉપદેશ યોગ – ભગવદ ગીતા ના 18 મો અને આખરી મોક્ષ ઉપદેશ યોગ જણાવે છે કે વ્યક્તિ એ દુનિયા ની વિસંગતતા ઓ થી દૂર રહી ને ભગવાન ને સર્વસ્વ અર્પણ કરી દેવી જોઈએ.
યોગ કરવાથી થતા ફાયદાઓ:
- યોગ કરવા થી સંપૂર્ણ શરીર ને ફાયદો રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે
- યોગાસન હ્ર્દય અને ફેફસા ને શક્તિ આપે છે
- માંસપેશીઓ માં શક્તિ વધારે છે અને લોહી ને શુદ્ધ કરે છે
- યોગ કરવાથી કરોડરજ્જુ ના હાડકા લચીલા બને છે
- શરીર ને લચીલું બનાવે છે
- વજન ને ઓછું કરવા માટે મદદરૂપ થાય છે.
- ગર્ભવતી મહિલાઓ ને યોગ કરવા થી તણાવમુક્ત થાય છે
- હાડકા નું સ્વાસ્થ્ય સુધારે છે
- યોગ કરવા થી બુદ્ધિ ની વૃદ્ધિ થાય છે
- અશાંત મન ને શાંત કરવા માટે યોગ એ સરળ ઉપાય છે
- યોગ કરવા થી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે
- યોગ કરવા થી મગજ માં સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.
વિશ્વ યોગ દિવસ (World Yoga Day) માટે 21 જૂન જ કેમ?
21 મી જુન નો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધ માં સૌથી લાંબા દિવસ તરીકે માનવા માં આવે છે. જેને ગ્રીષ્મ સંકરતી તરીકે પણ ઓળખવા માં આવે છે. ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સૂર્ય દક્ષિણાયન થાય છે અને સૂર્ય દક્ષિણાયનના સમયે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી લાભકારી છે. જેથી કરી ને 21 મી જૂનને વિશ્વ યોગ દિવસ (World Yoga Day) તરીકે પસંદ કરવાનું આ ખાસ કારણ છે. યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે.
વિશ્વ યોગ દિવસ (World Yoga Day) ઉજવવાનું કારણ:
- યોગના અદભુત અને કુદરતી ફાયદાઓ વૈશ્વિક સ્તરે પહોંચાડવા
- લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે
- દુનિયામાં નવા નવા રોગોને ઘટાડવા
- લોકોને તણાવ મુક્ત બનાવવા
- યોગ દ્વારા બિમારીઓમાંથી છૂટકારો મેળવવા
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડયો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે અમારા આ લેખ ને શેર કરવા માટે વિનંતી