વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) 2022 સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓ માટે, બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની સહાય યોજના દ્વારા આપવામાં આવે છે. જેમાં થી આજે આપણે અહીં વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) વિશે વાત કરવા ની છે.

આ પણ વાંચો – ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના

વિધવા સહાય યોજના નું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવા માં આવ્યું છે. આ યોજના નામ મુજબ વિધવા ના સહાય માટે ની છે. આ યોજના નો લાભ લેવા માટે કયા કયા પુરાવા ની જરૂર પડે છે તથા કઈ જગ્યા એ થી આવેદન ભરવાનું અને કયા લાભો ની પ્રાપ્તિ થાય છે તેના વિશે ની સંપૂર્ણ માહિતી આજના આ લેખ માં આપવા માં આવી છે તો વિધવા મહિલા ને આ લેખ મદદરૂપ થાય માટે ની પૂર્ણ માહિતી આપવા માં આવી છે.વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) 2022

વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ યોજના નો મુખ્ય હેતુ:

આ યોજના નો મુખ્ય હેતુ એ છે કે મહિલાઓ જેમના પતિ નું નિધન થઈ ચૂક્યું છે તેમના ઘર ની આર્થિક પરિસ્થિતિ ને સમજી ને તેમના જીવન જીવવા ની તથા તેમના આત્મવિશ્વાસ માં વધારો કરવા નો મુખ્ય હેતુ છે.

વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) મેળવવા માટે ની પાત્રતા:

  • National Social Assistance Programme (રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ-NSAP) હેઠળ Indira Gandhi National Widow Pension Scheme (ઈન્‍દિરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન સ્કીમ) અંર્તગત BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
  • આવેદક મહિલા ગુજરાત ના વતની હોવા જોઈએ.
  • આવેદક મહિલા ના પતિ નું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
  • Destitute Widow Pension Scheme (DWPS) અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL ન ધરાવતા હોય તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
  • આ યોજના અંતર્ગત 33 રાજ્યો ની લગભગ 330000 જેટલી વિધવા મહિલાઓ આ યોજના નો લાભ મેળવે છે.
  • આ સહાય ની રકમ દર મહિનાના પ્રથમ અઠવાડિયા માં બેંક માં જમા થઈ જાય છે.
  • આવેદક મહિલા ની ઉમર 18 વર્ષ થી વધુ હોવી જોઈએ.
  • આવેદક મહિલાએ બીજા લગ્ન ન કરેલ હોવા જોઈએ.
  • આવેદક મહિલા ની ઉમર 64 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • આવેદક મહિલા ના કુટુંબ ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર ના આવેદક માટે 120000 અને શહેરી વિસ્તાર માટે 150000 થી વધુ ન હોવી જોઈએ.

વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) આવેદન કરવા ની પ્રક્રિયા:

ગુજરાત સરકાર દ્વારા આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન પ્રક્રિયા ને ઓફલાઇન રાખવામાં આવેલ છે. જે અનુસાર સહાય મેળવવા માટે આવેદક દ્વારા વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) નું ફોર્મ ભરી ને જરૂરી દસ્તાવેજો સાથે બિડાણ કરી ને મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. આ યોજના અંતર્ગત ફોર્મ સાથે જોડાણ કરવાના જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે. આવેદન ફોર્મ મામલતદાર કચેરી માં જમા કરાવ્યા બાદ મામલતદાર દ્વારા તમારી અરજી ને મંજૂર કે ના મંજૂર કરવામાં આવશે. જે અરજી મંજૂર કે નામંજૂર નો હુકમ આવેદક ના ઘર ના એડ્રેસ પર પોસ્ટ ના મધ્યમ થી મોકલવામાં આવશે.

વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) માં મળતી સહાય:

  • લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 1250/- રૂપિયા જમા કરવામાં આવે છે.
  • વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રી ની ગુજરાત સામૂહિક જૂથ સહાય અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1,00,000/- (એક લાખ) મળવાપાત્ર છે.
  • વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજીયાતપણે 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ મેળવવાની રહેશે.

વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) માટે જરૂરી પુરાવા:

  • અરજદાર નું રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • વોટિંગ કાર્ડ
  • ઉંમર નો પુરાવો (દાખલો)
  • અરજદાર નો જન્મ નો દાખલો અથવા શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
  • અરજદાર અથવા તેમના પુત્રનો આવકનો દાખલો (મામલતદારશ્રી નો)
  • અરજદારના પતિનો મરણ દાખલો.
  • અરજદારનું લાઇટબીલ/વેરાબિલ
  • અરજદારના બધા સંતાનોનું આધારકાર્ડ
  • અરજદારના પાસપોર્ટ સાઈઝના ફોટાઓ
  • 2 સાક્ષીઓ જેના આધારકાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝ
  • પુનઃલગ્ન નથી થયા તેનું પ્રમાણપત્ર
  • પેઢીનામા અંગેનું સોગંદનામું

વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) માં ફેરફારો:

  • તા.08/03/2019 થી સ૨કારે આ યોજનામાં સુઘારો કરી સરકારીશ્રીની નિર્ધારીત કરેલ આવક મર્યાદામાં એટલે કે ગ્રામ વિસ્તારમાં 120000/- તથા શહેરી વિસ્તારમાં 150000/- થી ઓછી આવક ધરાવતી વિઘવા મહિલા 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય તો પણ આ સહાય મેળવવા અરજી કરી શકશે.
  • વિધવા સહાય યોજના નું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવા માં આવ્યું.
  • આમ 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ઘરાવતી વિઘવા મહિલાઓ પણ હવેથી આ યોજનાનો લાભ મેળવવી શકશે.
  • અગાઉ 21 વર્ષથી વધુ વયના પુત્ર હોવાના કારણે નામંજૂર થયેલ અરજી ફરી કરવાથી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • વિઘવા સહાયમાં જે સહાય માસિક રૂપિયા 1000/- મળતી હતી એ વધારી હવે રૂપિયા 1250/- કરવામાં આવેલ છે.

વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપ યોજના) ફોર્મ ભરવાની પ્રક્રિયા:

સૌ પ્રથમ અહી દર્શાવેલ વેબસાઈટ ની મુલાકાત લો

https://gujaratindia.gov.in/

અહી થી ફોર્મ ને ડાઉનલોડ કરો.

તે ફોર્મ માં દર્શાવેલ માહિતી ને ભરો.

તેની સાથે જે જોડાણ કરવા નું છે તે ઉપર દર્શાવેલ પુરાવા જોડી દો.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય અને તમારા ધ્યાન માં કોઈ વિધવા મહિલા હોય કે જેને આ લેખ મદદરૂપ થઈ શકે તેની સાથે શેર કરવા વિનંતી.

Visited 129 times, 1 visit(s) today

Leave a Comment