આજ કાલ વ્યક્તિ વજન ને લઈને સતત પરેશાન રહેતી હોય છે. જાડી વ્યક્તિ પોતાના જાડા શરીર ના કારણે પરેશાન થાય છે. પરંતુ જેનું શરીર પાતળું છે. તે લોકો પણ પોતાના પાતળા વજન ના કારણે પરેશાન રહેતા હોય છે.
પાતળા શરીર ના કારણે તેમને હંમેશા અન્ય લોકો સાથે મળવામાં અથવા મેળાવડા કે ભીડભાડવાળા વિસ્તાર માં જતા અચકાતા હોય છે તેમને તેમના પાતળા શરીર નો કોઈ મજાક ઉડાવશે તેનો ડર સતત રહેતો હોય છે.
જો વ્યક્તિ પાતળી હોય તો તેને પાતળી છે તેના વિષે ની સતત મજાક ઉડાડવા માં આવતી હોય છે. પાતળી વ્યક્તિ ને કમજોર, કુપોષિત, પાપડતોડ પહેલવાન વગેરે જેવા શબ્દો કહી ને લોકો ચીડવતા હોય છે.
જે લોકો વજન વધારવા માં માંગે છે તેમના માટે અહી કેટલાક ઘરેલુ ઉપાયો તથા યોગ્ય આહાર લેવામાં આવે તો થોડાક જ મહિના ની અંદર વજન માં વધારો જોવા મળશે.
વજન વધારવા માટે:
બટાકા – નિયમિત પણે બટાકા લેવા માં આવે તો તેમાં કેલેરી નું પ્રમાણ વધુ હોવા થી વજન વધારવા માં ઉપયોગી રહે છે બટાકા ને તમે જમતા સમયે લઈ શકાય છે.
તે સિવાય બાફેલા બટાકા માં સપ્રમાણ માં ખાંડ નાખી ને ખાવા થી પણ બટાકા ફાયદાકારક સાબિત થાય છે.
ડ્રાયફ્રુટ – ડ્રાયફ્રુટ માં બદામ, કાજુ, દ્રાક્ષ, અંજીર, કિસમિસ, અખરોટ જેવા ડ્રાયફૂટ ને રાતે પાણી માં પલાળી ને સવારે ખાવા થી ફાયદાકારક સાબિત થાય છે અને વજન વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
કેળા – કેળા ઉર્જા થી ભરપૂર હોય છે તે શારીરિક ક્ષમતા વધારવા સિવાય વજન વધારવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. કેળા ને દૂધ માં મિશ્રિત કરી ને અથવા કેળા નું જ્યુસ બનાવી ને પણ લઇ શકાય છે.
માંસાહારી – જે વ્યક્તિ માંસાહારી આહાર લેતા હોય તો તેમના માટે ઈંડા, માછલી, ચિકન, ચિકન બ્રેસ્ટ, નું સેવન કરે તો તેમાં પણ કેલેરી નું પ્રમાણ વધુ હોવા થી મસલ્સ ને મજબૂત કરે છે અને વજન વધારવા માં ઉપયોગી સાબિત થાય છે.
કઠોળ – જે વ્યક્તિ શુદ્ધ શાકાહારી હોય કે જે માંસ માછલી ચિકન ઈંડા થી દૂર રહેતી હોય તેવી વ્યક્તિ એ કઠોળ લેવા જોઈએ. જેમ કે સોયાબીન, મગ, મઠ,વગેરે નો ઉપયોગ કરવો જોઈએ જે માંસાહારી આહાર કરતા વધુ કેલેરી પુરી પાડે છે.
ગલ વાળા ફળ – જે ફળ માં વધારે ગલ હોય તેવા ફળો લેવા જેમકે કેળા, કેરી, ચીકુ જેવા ફળ વજન વધારવા માં ઉપયોગી સાબિત થાય છે.
આરામ – ઘણા લોકો આખા દિવસ કામ કરવા છતાં પણ શરીર ને જોઈએ એવું પૂરતું આરામ આપી શકતા નથી.
શરીર ને આરામ આપવા થી પણ મન શાંત થવા થી તે શરીર પર ફર્ક પડી શકે છેે.
ઊંઘ – ઘણા લોકો એવું માને છે કે વજન ને અને ઊંઘ ને શું લેવા દેવા પરંતુ માણસ ને સામાન્ય રીતે આઠ કલાક ની ઊંઘ અવશ્ય લેવી જરૂરી છે જે શરીર ને આરામ પોંહચાડે છેે.
કસરત માલિશ – શરીર ને સુડોળ બનાવા માટે કસરત કરવી જરૂરી છે જેથી ભૂખ ખુલે છે તથા માલિશ કરવા થી લોહી નું પરિભ્રમણ થાય છે જેથી શરીર માં ફેટ વધારવા માં મદદરૂપ થાય છે.
કંદમૂળ (બટાકા, ગાજર, બીટ વગેરે), સૂકો માવો (કાજુ, દ્રાક્ષ, બદામ, કિસમિસ, અંજીર, અખરોટ વગેરે), ઘઉં નો લોટ, મકાઈ નો લોટ, વગેરે જેવી વસ્તુ આહાર માટે લેવી જે ફાયદાકારક સાબિત થાય છે.
ભોજન નો સમય અને કેવો આહાર:
સવાર ના સમયે નાસ્તા માં કેવો આહાર લેવો?
સવાર ના સમયેે કરવો જેમ કે પૌઆ, ઉપમા, આમલેટ, બાફેલા ઈંડા, માખણ સાથે બ્રાઉન બ્રેડ, આલુ પરોઠા,બાફેલા બટાકા અથવા પનીર લેવું જોઈએ.
બપોર ના સમયે કેવું ભોજન લેવું?
બપોર ના ભોજન માં લીલા શાકભાજી, ગળ્યું દહીં, ભાત, ઘી લગાડેલી રોટલી, દાળ, સલાડ લેવું જોઈએ.
સાંજ ના સમયે શું ખાવું?
સાંજ ના સમયે બ્રાઉન બ્રેડ, જ્યુસ, ચીઝ ની સ્લાઈઝ, ચા અથવા કોફી, ઘી વળી રોટલી, લીલી શાકભાજી, દાળ, સલાડ લેવું જોઈએ.
રાત્રી ના સમયે?
રાત્રી ના ઊંઘવા ના બે થી ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ જેથી કરી ને પાચન થઇ શકેે.
આ સિવાય એક સાથે ભોજન ના કરવું જોઈએ થોડા થોડા સમયે ભોજન કરવા થી ભૂખ વધુ રહેશે તથા વધુ ભોજન લેવાશે જે શરીર ને મજબૂત બનાવા માં મદદ કરે છેે.
આયુર્વેદિક ઉપચાર:
અશ્વગંધા ચૂર્ણ (પાવડર) – સવાર સાંજ ના સમયે ગરમ દૂધ માં 2 ચમચી નાખી ને અથવા 1 ચમચી ઘી સાથે 1 મહિના સુધી લેવા થી વજન માં ફેરફાર થતો જોવા મળે છેે.
યષ્ટીમધુ પાવડર – આ પાવડર થી પાચન માં ફરક પડે છે અને આના થી ભૂખ માં વધારો કરે છે.
શતાવરી – કેટલીક સ્ત્રીઓનું વજન ગર્ભાવસ્થા દરમ્યાન ઓછું થઈ જતું હોય છે. જેના કારણે ડિલિવરી સમયે તકલીફ પડતી હોય છે.
શતાવરી સ્ત્રીઓનું વજન જાળવી રાખે છે. તેનું ચૂર્ણ અથવા ટેબ્લેટ નો ઉપયોગ આયુર્વેદિક ડોક્ટર ની સલાહ થી લઇ શકાય છે.
અન્ય ઘરેલુ ઉપાયો:
આમળા અને કાળા તલનું મિશ્રણ કરી ને તેનો ભુક્કો બનાવી ને તે પાવડર ને ઘી કે મધ સાથે લેવાથી માંસપેશીઓ મજબૂત થાય છે.
નાગરવેલ ના પાંદડામાં 10 જેટલા કાળા મરી લઈ ને ચાવી ચાવી ને ખાઈ જવા અને ત્યારબાદ તેના ઉપર માટલા નું પાણી પીવા થી વજન વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
યોગ્ય ભોજન સાથે યોગ્ય તેલ પણ ઉપયોગી સાબિત થાય છે ઓલિવ ઓઇલ, કોર્ન ઓઇલ નો ઉપયોગ કરવો જોઈએ.
આ તેલ હૃદય ને લગતી બીમારીઓ, હાયપરટેન્સન, હૃદય ના દર્દીઓ માટે પણ આ તેલ સારું સાબિત થયું છે.
આ સિવાય ખજૂર ને ઘી સાથે લેવા થી પણ વજન વધારવા માં ઉપયોગી સાબિત થાય છેેેે.
આ સિવાય માનસિક રીતે મગજ ને શાંત રાખવું જોઈએ, નકામી ચિંતાઓ ના કરવી જોઈએ, શરીર ને યોગ્ય આરામ મળવો જોઈએ.
આમ કરવા થી મહિના ની અંદર વજન માં ફેરફાર થતો જોઈ શકાય છે.
આ ના કરવું:
વધુ પડતું જંક ફૂડ ના ખાવું જોઈએ પાચન ના થાય શકે તેવો આહાર ના લેવો જોઈએ.
બજાર માં વજન વધારવા માટે દવા મળી રહેતી હોય છે જેના થી વજન માં વધારો થાય છેે. પરંતુ તે દવાઓ લાંબા સમયે ગરમ હોવા થી સ્વાસ્થ્ય માટે નુશાનકારક સાબિત થાય છે.
ઘણી વ્યક્તિ ને જન્મજાત શરીર નું વિકાસ થયું હોતું નથી તેમનો કોઠો નાનપણ થી જ તે રીત નો થઇ ગયેલો હોવા થી તેમના વજન માં વધારો જોવા મળશે નહિ.
તેવી વ્યક્તિ એ ડોક્ટર ની સલાહ લઇ ને ડોક્ટર ના દર્શાવ્યા મુજબ દવાઓ અથવા જણાવ્યા મુજબ ના આહાર લેવા જોઈએ.