આજ કાલ દરેક વ્યક્તિ ની જીવનશૈલી ખુબ જ ઝડપી થઇ ગઈ હોવાથી વ્યક્તિ ને પોતાના શરીર ની સંભાળ લેવા માટે નો સમય મળતો નથી.
પોતાના કામ માં વ્યસ્ત રહેવા થી શારીરિક અથવા માનસિક તાણ અનુભવી શરીર ના સૌંદર્ય તરફ સમય આપી શકતી ના હોવાથી વાળ ખરવા જેવી સમસ્યા થી પીડાતી હોય છે.
આજકાલ વાળ ખરવા ની સમસ્યા સામાન્ય થઇ ગયી છે. પ્રદુષણ, તણાવ અને પોષકયુક્ત આહાર ના લેવા ના કારણે થી વાળ ખરવા ની સમસ્યા સર્જાતી હોય છે. જેના કારણે વાળ ખરવા, સૂકા થઇ જવા, પાતળા થઇ જવા કે બેમુખ વાળા થઇ જવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
દરેક વ્યક્તિ પોતાના વાળ ને કાળા, મુલાયમ, વાળ વધારવા માટે અને વાળ ને લાંબા રાખવા માટે ઇચ્છતી હોય છે.
સામાન્ય રીતે વાળ ઓળતી વખતે જો એક બે જેવા વાળ ખરતા હોય તો વાંધો નથી આવતો પરંતુ જો વધુ પ્રમાણ માં વાળ ખરે તો તેવા સમયે ચિંતા થવી એ આવશ્યક છે જેના માટે ના ઘરેલુ ઉપાયો આજે અમે અહીં લઇ ને આવ્યા છે.
આજે અહીં આપણે વાળ ને ખરતા અટકાવવા તથા વાળ ને લાંબા કરવા અને કાળા રાખવા માટે ના ઉપચારો વિષે વાત કરીશું.
ખોરાક:
ડોક્ટર ની માહિતી મુજબ યોગ્ય ખોરાક લેવો જોઈએ કે જે પોષણયુક્ત હોય તથા જેમાં વધુ વિટામિન હોય તેવો આહાર લેવું જોઈએ. વધુ પોષકતત્વો વાળું તથા રેશા વાળા આહાર લેવા જોઈએ. જેમાં થી વિટામિન A ,B,અને E મળી રહેતા હોય તેવા ખોરાક લેવા જોઈએ. પાણી વધુ માત્રા માં પીવું જોઈએ.
મસાજ:
વાળ માં વધારો કરવા માટે અઠવાડિયા માં એકવાર ગરમ તેલ થી માથા માં માલિશ કરવી જોઈએ માલિશ કરવા થી માથામાં લોહી નું પરિભ્રમણ થાય છે. જે વાળ માં વધારો કરવા માટે ફાયદા કારક સાબિત થાય છે.
તેલ:
એરંડિયાનું તેલ અને સરસવ નું તેલ વાળ વધારવા માટે સારું છે.
વાળ વધારવા માટે એરંડિયાનું તેલ, આંબળાનો પાવડર અને ઈંડા નું મિશ્રણ કરી ને તેને વાળ ધોવા ના 30 મિનિટ પહેલા લગાવું.
તણાવ મુક્ત રહેવું:
તણાવ ના કારણે થી સ્વાસ્થ્ય પર અસર પડે છે જેના કારણે થી વાળ પર અસર કરે છે જેના કારણે થી વાળ ખરવા અને તેની લંબાઈ પર અસર પડે છે માટે તણાવ થી દૂર રહેવું મહત્વનું છે. બની શકે તેટલું મન ને શાંત રાખવું તથા ખોટી ચિંતા કરવી જોઈએ નહિ.
ડુંગળી નો રસ:
ડુંગળી નો રસ વાળ માં વધારો કરવા માટે રામબાણ સાબિત થાય છે. ડુંગળી માં એન્ટિઓક્સિડન્ટ અને સલ્ફર નું પ્રમાણ હોવા થી વાળ માં વધારો કરવા માટે ઉપયોગી બને છે.
ડુંગળી નો રસ કાઢી ને તેને માથા માં લગાવ્યા બાદ 30 મિનિટ સુધી રાખવું. 30 મિનિટ રાખ્યા બાદ નવશેકું પાણી લઇ ને શેમ્પુ અથવા સાબુ ની મદદ થી વાળ ને ધોઈ નાખવા. ડુંગળી નો રસ વાળ વધારવા માટે અસરકારક સાબિત થાય છે.
જે વ્યક્તિ ના વાળ ખરી ગયા હોય અથવા જેને તાલ પડી ગયી હોય તેવી વ્યક્તિ ને માટે પણ ઉપયોગી સાબિત થાય છે.
આંબળા:
આંબળું ઘણી બીમારી થી દુર રાખે છે. આમળા ના ઉપયોગ થી વાળ ને લગતી સમસ્યા માટે પણ અકસીર સાબિત થાય છે. આમળા ના પાવડર ને તેલ માં મિશ્રણ કરી ને તેને હુંફાળું ગરમ કરી ને માથા માં લગાવવા થી વાળ લાંબા, કાળા, અને મુલાયમ થાય છે.
વિટામિન થી ભરપૂર એવા આમળા ના પાવડર ને લીંબુ ના રસ સાથે મિશ્રણ કરી ને હળવા હાથે વાળ માં લગાડવા થી વાળ વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
લીમડો:
લીમડા નો ઉપયોગ જે વ્યક્તિ ને ખોડો થતો હોય તેના માટે અકસીર સાબિત થાય છે. દહીં ના મદદ થી પણ ખોડો દૂર કરી શકાય છે પરંતુ જો દહીં ના ઉપયોગ થી પણ અસર ના થાય તો તેવા સમયે લીમડા ની મદદ થી ખોડો દૂર કરી શકાય છે.
લીમડા ની 5 થી 6 ડાળી લઇ ને તેને પાણી થી ધોઈ ને તેને ચુંટી નાખી ને બરાબર પીસી ને તેની પેસ્ટ બનાવી ને તેમાં જરૂર મુજબ નું પાણી નાખી ને જે રસ બને તેમાં થોડું નાળિયેર નું તેલ નાંખી ને મિશ્રિત કાર્ય બાદ તેને માથામાં 15 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ સાબુ અથવા શેમ્પુ ની મદદ થી ધોઈ નાખવું જેથી ખોળા ની સમસ્યા દૂર થઇ જાય છે.
અઠવાડિયા માં એક વાર આ રીતે માથા માં લગાવા થી ખોળા ની સમસ્યા માં થી ચોક્કસપણે રાહત મળી રહે છે.
બટાકા નો રસ:
બટાકા ખાવા માં સ્વાદિષ્ટ હોય છે સાથે બટાકા નો રસ વાળ માં વધારો કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. બટાકા નો રસ ઘરેલુ અને વાળ માં વધારો કરવા માટે નો સારો ઉપાય છે.
બટાકા નો રસ બનાવ માટે બટાકા ના ટુકડા કરી ને તેને પીસી ને પેસ્ટ બનાવી લેવી જો પેસ્ટ ઘટી લગતી હોય તો તેમાં પાણી ઉમેરી ને બરાબર મિશ્રિત કરી ને તેને કપડાં થી ગાળી લઇ ને તેનો રસ કાઢી લેવો.
આ રસ થી આખા માથા અને વાળ ની હળવા હાથે માલિશ કરવી માલિશ કાર્ય બાદ ૩૦ મિનિટ સુધી બટાકા ના રસ ને માથા માં રહેવા દીધા બાદ ચોખ્ખા પાણી થી માથું ધોઈ નાખવું જોઈએ.
આ રીત ને અઠવાડિયા માં ત્રણ વાર કરવું જોઈએ જેથી વાળ માં વધારો થઇ શકે છે.
ઈંડા:
ઈંડા માં થી વિટામિન A,B,C,E મળી રહે છે તેમાં ઝીંક, મેગ્નેશિયમ, અને આર્યન નું પણ પ્રમાણ જોવા મળે છે. ઈંડા વાળ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
ઓલિવ ઓઇલ સાથે ઈંડા ને લઇ ને બરાબર રીતે તેને મિક્ષ કરી દો. મિક્ષ કાર્ય બાદ આ તેલ ને તાળવા માં એટલે કે વાળ ના મૂળમાં લગાવો. ૭ થી ૧૦ મિનિટ સુધી રાખ્યા બાદ વાળ ને શેમ્પુ થી ધોઈ નાખો.
આ રીત નો ઉપચાર અઠવાડિયા માં એકવાર કરવા થી વાળ માં વધારો જોવા મળશે.
યોગ:
વિવિધ યોગ ના આસન ની મદદ થી પણ વાળ ને ખરતા અટકાવી શકાય છે તથા વાળ માં વધારો કરી શકાય છે.
જેમાં અધો મુખશ્વાનાસન, ઉત્થાનાસન, વ્રજાસન, અપાનાસન, પવનમૂક્તાસન, સર્વાગાંંસન, કપાલભારતી પ્રાણાયામ, ભસ્ત્રીકા પ્રાણાયામ, નાડી શોધન પ્રાણાયામ જેવા યોગ ના આસનો વાળ વધારવા તથા ખરતા અટકાવવા માટે ઉપયોગી સાબિત થાય છે.
આયુર્વેદિક ઉપચાર વાળ વધારવા માટે:
શંખપુષ્પી ચૂર્ણ નો શરબત બનાવી ને સવાર બપોર સાંજ એક કપ પીવાથી વાળ ને મજબૂત બનાવે છે તથા વાળ ને ખરતા અટકાવે છે અને વાળ ને મજબૂત બનાવે છે.
રાત્રે સૂતી વખતે જાસુદ ના ફૂલ ને મસળી ને તેને તાજા ગોમૂત્ર સાથે મિશ્રિત કરી ને રાતે સૂતી વખતે લેપ ની જેમ લગાવી દેવું અને સવારે ધોઈ નાખવું જેના મદદ થી વાળ માં વધારો થાય છે.
આમળા ના ચૂર્ણ ને દૂધ માં ભેળવી ને રાતે માથામાં લગાવી દઈ ને સવારે માથું ધોઈ નાખવું જે થી વાળ ઘટ થાય છે અને વાળ માં વધારો થાય છે.
આયુર્વેદિક ના મદદ થી તાત્કાલિક પરિણામ મળતું નથી તેના માટે રાહ જોવી જરૂરી છે સમય લાગે છે પરંતુ તેની અસર જરૂર થી થાય છે.
આટલું ધ્યાન માં રાખો:
પૂરતી ઊંઘ લેવી જરૂરી છે જો ઊંઘ પૂરતી નહિ હોય તો માનસિક તાણ અનુભવાશે જેના થી વાળ ખરતા હોય છે.
ક્લોરીન તેમજ મીઠા વાળા પાણી થી વાળ ને બચાવવા જરૂરી છે.
સ્વિમિંગ ના સમયે વાળ ને બાંધી રાખવા અથવા વાળ ને કવર કરી ને રાખવા.
ખોટી ચિંતા ના કરવી તથા માનસિક તણાવ થી દૂર રહેવું જરૂરી છે.
વાળ માં રોજ શેમ્પુ લગાવવું નહિ અઠવાડિયા માં 2 વાર થી વધુ શેમ્પુ નો ઉપયોગ કરવો જોઈએ નહિ.
અને અંતે:
આ સિવાય જો આપને કોઈ ઘરેલુ અથવા કોઈ આયુર્વેદિક ઉપચાર વિષે ની જાણકારી હોય તો અહીં નીચે કોમેન્ટ કરી ને જણાવો.
જો તમને અમારો આ લેખ પસંદ પડયો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે શેર કરજો.