ભારત એ તહેવારો નો દેશ છે. જ્યાં દરેક જાતના તહેવારો ને લોકો દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ગુજરાત માં દરેક તહેવાર ને હર્ષોલ્લસપૂર્વક અને આનંદપૂર્વક ઉજવણી કરતા હોય છે. મકરસંક્રાતિ નો તહેવાર આવી રહ્યો છે આ બે દિવસ ગુજરાતીઓ મન મૂકીને પૂરા આનંદ સાથે પતંગ રસિયાઓ પોતાના ધાબા પર બે દિવસ પૂરી મોજ મસ્તી થી સમય વિતાવે છે. ઉતરાયણ માં ગુજરાતીઓ ધાબા પર પતંગ ઉડાવા સિવાય પણ ઘણી બધી તૈયારીઓ કરી ને રાખે છે. આવી જ ઘણી તૈયારીઓ વિશે અહી વાત કરીએ..
ઉતરાયણ ની શરૂઆત તેના બે દિવસ પહેલા થી જ થઈ જાય છે. ઉતરાયણ ને લગતો સુક્કો નાસ્તો અને ચીક્કી બનાવવા લાગે છે. ધાબુ ધોઈ ને એકદમ સાફ કરી નાખે છે
ઉતરાયણની આગલીરાતે તો સૂરત-વડોદરા-અમદાવાદ જેવા શેહેરોમાં આખી રાતનું “પતંગ બજાર” ભરાય છે. શોખીન લોકો તે રાત્રે જ પતંગો કિન્ના બાંધીને કયારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે -છાપરે જઈને એની રાહ જોવામાં પુરૂ ઊંઘતા પણ નથી
કેટલાક ધાર્મિક હિન્દુઓ આ દિવસે બ્રાહ્મણોને દાન આપે છે ગાયોને ઘાસ ખવડાવે છે અને ગરીબો ને ગરમ સૂતરાઉ ધાબડા-કામડા આપે છે. બાળકોના આનંદની તો કોઈ સીમા નથી હોતી
ઉતરાયણ દરમ્યાન મિત્રો અને પરિવાર ના સબંધીઓ ભેગા થતા હોય છે અને બધા ભેગા થઈ ને ઉતરાયણ ની મજા માણતા હોય છે.
ગુજરાતીઓ આ બે દિવસ રજા હોવા છતાં સવાર માં વહેલા ઊઠી ને તૈયાર થઈ ને ધાબા ઉપર પહોંચી જાય છે અને ટોપી, ચશ્મા ને પતંગ – ફિરકી લઈને આખો દિવસ ધાબા પર વિતાવે છે
ગુજ્જુ ગમે તેટલો અમીર હોય પરંતુ તે જ્યારે ધાબા પર પતંગ ઉડાવતો હોય તેવા સમયે જો પતંગ કપાવી ને આવ્યો હોય તો તેવા સમયે તે પતંગ પકડવા માં શરમ અનુભવતો નથી
ધાબા ઉપર પોહચી જઈને આજુબાજુ માં રહેતા મિત્રો સાથે પતંગ કાપવામાં ચડસા ચડસી પર આવી જાય છે. અને ધાબા પર થી લપેટ લપેટ અને કાપ્યો છે ના અવાજ થી આખું ધાબુ ગુંજી ઉઠે છે
ઉતરાયણ નો સમય હોય અને મ્યુઝિક ના હોય એવું તો બને જ નહીં દરેક ધાબા ઉપર બધા પોતપોતાની પસંદ ના ગીતો અને ખાસ કરીને ગરબા વગાડતા હોય છે
માત્ર બપોર ના સમયે જ્યારે ખાવા નો સમય થાય ત્યારે જ નીચે આવે છે અને ઉંધીયું જલેબી ની જાયફત માળતા હોય છે
ઉતરાયણ ના સમયે પોતાની પૂરી કાળજી રાખે છે. અને લોકો આંગળીઓ માં પટ્ટી લગાવી ને આવી જાય છે, અને ગરમી થી બચવા માટે ફેરનેસ ક્રીમ અને મોઢા પર અતરંગી ચશ્મા અને વિવિઘ ટોપીઓ પહેરી ને આવી જાય છે.
ઉતરાયણ ના સમયે લોકો ફોટોગ્રાફર બની જાય છે અને આકાશ ના અને પતંગ ના વિવિધ રીતે ફોટા પાડતા હોય છે
રસ્તા પર કપાતા પતંગ પકડવા માટે પણ ઘણા લોકો દોડાદોડ કરતા હોય છે
ઉતરાયણ માં આખો દિવસ ખાવાનુ ચાલુ જ રહેતું હોય છે. જેમાં ચીક્કી, બોર, શેરડી, મમરા ના લાડુ, ચકરી, ફરસાણ થી આખો દિવસ મોઢું ચાલુ જ રહેતું હોય છે
પીપૂડા ને ભોપા લઈ ને છોકરાઓ બૂમાબૂમ કરી મુકતા હોય છે
ઉતરાયણ માં મહિલાઓ ધાબા ઉપર ભેગા થઈ ને ગામ ગપાટા કરતી હોય છે.
આખો દિવસ પતંગ ચગાવ્યા બાદ પણ લોકો થાકતા નથી અને રાતે સફેદ કલર ના પતંગો ઉડાવતા હોય છે
ગુજરાતીઓ ને ગરબા રમવા માટે નું બહાનું જોતું હોય છે અને તેઓ રાત્રિ ના લાઉડસ્પીકર પર ગીતો વગાડી ને ગરબા રમતા હોય છે
રાત્રિ ના સમયે ચાઇનીઝ ટુક્કલ ઉડાવતા હોય છે.
મુખ્યત્વે રીતે આ બે દિવસ દરમ્યાન પરિવાર અને મિત્રો ભેગા થઈ ને મોજમસ્તી, પતંગ ઉડાવવા અને મૌસમ ની મજા અને ઊંધિયા ની મજા માળે છે
આ સિવાય વિવિધ રાજ્યો માં વિવિધ નામ થી આ તહેવાર ઓળખાય છે.
તમિલનાડુ માં ઉત્તરાયણ પોંગલના રૂપમાં મનાવાય છે.
પંજાબ માં ઉતરાયણ લોહરીના રૂપમાં મનાવાય છે.
હિમાચલ પ્રદેશમાં ઉતરાયણ લોહરીના રૂપમાં મનાવાય છે.
બિહાર માં ઉતરાયણ સંક્રાતિ ના રૂપમાં મનાવાય છે
આસામ માં ઉતરાયણ ભોગલી બિહુ ના રૂપમાં મનાવાય છે.
પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, ઓરિસ્સા માં મકરસંક્રાતિ ના રૂપમાં મનાવાય છે
આ વખતે કોરોના મહામારી ના લીધે સરકારે વિવિધ શરતો રાખવામાં આવી છે. જેમાં લોકોએ એકઠા ના થવું, ભીડ ભેગી ના કરવી, મ્યુઝિક ના વગાડવું, પતંગો લૂંટવા નહિ, દોડાદોડી કરવી નહિ, સોસાયટી સિવાય બહાર ના લોકોએ એકઠા થવું નહિ, વગેરે જેવા નિયમો રાખવમાં આવ્યા છે. જેના લીધે આ વખતે પતંગરસિયાઓ ને તકલીફ પડવાની પરંતુ કોરોના માં પણ ગુજરાતીઓ પોતાની રીતે આ મહામારી પણ મોજ કરી લે છે.