મહાદેવ ના મંદિર લગભગ દરેક ગામ અને શહેર માં આવેલા છે શિવ ને ભોળાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમની તપસ્યા કરવા થી આસાની થી રીઝવી શકાય છે તેવા જ શિવ ના મંદિરો કે જે પ્રથમ નજરે અનોખા અલગ દેખાય છે તેવા ભગવાન શિવ ના અનોખા મંદિર (Shiva Unique Temples) ની માહિતી અહીં આપવામાં આવી છે.
ભગવાન શિવ એ કણ કણ માં છે સર્વસ્વ છે જેમને રીઝવવા ખુબ જ આસાન છે ભગવાન શિવ ને ભોળાનાથ કહેવામાં આવે છે. જેમને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી ચઢાવવામાં આવે તો પણ શિવ ખુશ રહે છે.
આ પણ વાંચો – 100 થી વધુ મહાદેવ श्लोक અને સ્ટેટસ
ગુજરાત માં ભગવાન શિવ ના વિવિધ મંદિરો આવેલા છે જેમાં થી ઘણા એવા મંદિરો છે. જેની પૂજા અર્ચના કરવા માં આવે છે ત્યાં વિવિધ રીતે ભગવાન ને રિઝવવા માટે વિવિધ વસ્તુનું અર્પણ કરે છે, તે સિવાય અમુક મંદિર એવા છે જે શિવ ના અંગુઠા ના કારણે આખો પર્વત ઊભેલો છે, અમુક મંદિર જે દિવસ માં માત્ર બે જ વાર દર્શન આપે છે. તેવા જ ભગવાન શિવ ના અલગ પ્રકારના મંદિર આવેલા છે તેના વિશે ની માહિતી અહીં આપવામાં આવી છે.
આ પણ વાંચો – ડાકોર મંદિર નો ઈતિહાસ અને મંદિર વિશે જાણવા જેવું
ભગવાન શિવ ના અનોખા મંદિર (Shiva Unique Temples):
- રૂંધનાથ મહાદેવ
- નિષ્કલંક મહાદેવ
- સ્તંભેશ્વર મહાદેવ
- કોટેશ્વર મહાદેવ
- અચલેશ્વર મહાદેવ
આ મંદિરો વિશે ની વિગતવાર માહિતી અહી નીચે દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો – શિવ તાંડવ સ્ત્રોતમ અને શિવ ચાલીસા ગુજરાતી અનુવાદ સાથે
રૂંધનાથ ભગવાન શિવ ના અનોખા મંદિર (Shiva Unique Temples):
ભગવાન શિવને પાણી અને દૂધ અર્પણ કરવામાં આવે છે પરંતુ સુરતમાં એક એવું મંદિર છે કે જ્યાં ભગવાન શિવને વર્ષમાં એક વખત બાધા પૂરી કરવા માટે લોકો જીવતા કરચલા અર્પણ કરે છે.
આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે, અને કાનના રોગથી પીડાતા લોકોને દર્દમાંથી મુક્તિ મળતા જે તેઓ વર્ષમાં એકાદશીના દિવસે ભગવાન શિવને જીવતા કરચલા અર્પણ કરી બાધા પૂરી કરતા હોય છે.
આ પણ વાંચો – નંદી ભગવાન શિવ નું વાહન વિશે ની સંપૂર્ણ માહિતી
સુરત શહેરના ઉમરા વિસ્તારમાં એક અનોખા મહાદેવનું મંદિર આવે છે. સામાન્ય રીતે મહાદેવ પર દુધ, જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરવામાં આવતો હોય છે.
જો કે સુરતના રામનાથ-ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતાં કરચલાંથી અભિષેક કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, મોટા શ્રદ્ધાળુઓ દ્વારા જીવતાં કરચલાં શિવને અર્પણ કરવામાં આવે છે. જો કોઇને કાનને લગતી બિમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનનાં રોગ દુર થાય છે. બદલામાં ભાવિકો દ્વારા કરચલા ચડાવવામાં આવે છે. જેથી કરીને ભગવાન શિવ ના અનોખા મંદિર (Shiva Unique Temples) માં આનો સમાવેશ થાય છે.
ભક્તો દ્વારા લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી મંદિરે જીવતાં કરચલાં લઈને પહોંચી પૂજા-અર્ચના કરતા હોય છે. ઉમરા અને તેની આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં આ મહાદેવના મંદિરે જીવતા કરચલા ચડાવવા માટે આવે છે અને વહેલી સવારથી જ મંદિર બહાર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
જો કે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે કોઈ વ્યક્તિને કાનની પીડા હોય અને આ પીડામાંથી મુક્તિ માટે તેઓ મહાદેવ ની બાધા રાખે છે અને કાનની પીડામાંથી મુક્તિ મળતા જ આ લોકો જીવતા કરચલા ભગવાન શિવને અર્પણ કરે છે.
એક દંતકથા અનુસાર અહીં ભગવાન શ્રીરામ દ્વારા પણ ભગવાન શિવ ની આરાધના કરવા માં આવી હતી.
મહત્વની વાત છે, મંદિર ના ટ્રસ્ટ દ્વારા આ જીવતા કરચલાઓને સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે.
નિષ્કલંક મહાદેવ ભગવાન શિવ ના અનોખા મંદિર (Shiva Unique Temples):
નિષ્કલંક મહાદેવ મંદિર એ ગુજરાતના ભાવનગર નજીક કોળીયાક ખાતે આવેલું એક હિન્દુ મંદિર છે. કોળીયાક બીચ પર આવેલું ભારતના દુર્લભ દરિયાઇ મંદિરોમાંનું એક છે.
આ પણ વાંચો – શિવ તાંડવ સ્ત્રોતમ અને શિવ ચાલીસા ગુજરાતી અનુવાદ સાથે
સમુદ્રમાં લગભગ એક કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. મંદિરમાં ચોરસ મંચ પર 5 અલગ-અલગ સ્વયંભુ શિવલિંગ છે અને દરેકની સામે નંદીની પ્રતિમા છે.
નિષ્કલંક મહાદેવ ના મંદિર ને નકળંગ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંદિર સમુદ્રમાં ઊંચી ભરતી વખતે ડૂબી જાય છે અને નીચી ભરતી વખતે બહાર આવે છે અને પોતાને ભવ્ય રીતે પ્રગટ કરે છે, તેના ભક્તોને તમામ પાપો ધોવાનું વચન આપે છે.
ભરતી દરમિયાન, ભગવાનની મૂર્તિ ડૂબી જાય છે અને જે જોઈ શકાય છે તે ધ્વજ અને સ્તંભ છે. ઉચ્ચ ભરતીનો સામનો કરવા માટે મંદિરનું નિર્માણ ખાસ કાળજી સાથે કરવામાં આવ્યું હતું.
જે આધુનિક ઇજનેરો અને ટેક્નોલોજી નિષ્ણાતો માટે એક વણઉકેલાયેલ રહસ્ય છે. જેથી ભગવાન શિવ ના અનોખા મંદિર (Shiva Unique Temples) માં આનો સમાવેશ થાય છે.
લોકમાન્યતા મુજબ એવું માનવામાં આવે છે કે કુરુક્ષેત્ર યુદ્ધ પછી આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. દંતકથા મુજબ બધા કૌરવોને માર્યા પછી પાંડવો તેમના પાપો માટે દોષિત લાગવા લાગ્યા.
તેમના પાપો માટે પુનઃપ્રાપ્તિ શોધવા માટે પાંડવોએ કૃષ્ણની સલાહ લીધી જેણે તેમને કાળો ધ્વજ અને કાળી ગાય આપી અને તેમને પગે લાગવાનું કહ્યું અને કહ્યું કે જ્યારે ધ્વજ અને ગાય બંને સફેદ થઈ જશે, ત્યારે તેઓ બધાને માફ કરવામાં આવશે. તે પછી ભગવાન કૃષ્ણે તેમને ભગવાન શિવની માફી માંગવાનું પણ કહ્યું.
તેઓ ગાયને જ્યાં પણ લઈ જાય ત્યાં તેની પાછળ ચાલ્યા અને ઘણાં વર્ષો સુધી વિવિધ સ્થળોએ ધ્વજને સ્વીકાર્યો, છતાં છાંયો બદલાયો નહીં.
અંતે જ્યારે તેઓ કોળીયાક બીચ પર પહોંચ્યા ત્યારે બંને સફેદ થઈ ગયા અને ટૂંક સમયમાં જ પાંડવોએ ભગવાન શિવનું ધ્યાન કર્યું અને તેમના દ્વારા કરવામાં આવેલા પાપો માટે માફી માંગી.
ભગવાન શિવ તેમની પ્રાર્થનાથી પ્રભાવિત થયા, દરેક ભાઈને લિંગ સ્વરૂપમાં દેખાયા. આથી અહીં પાંચ સ્વયંભૂ શિવલિંગ ના દર્શન થયા હતા.
સ્તંભેશ્વર મહાદેવ:
શિવપુરાણ અનુસાર તડકાસુર નામના રાક્ષસે ભગવન શિવની તપસ્યા કરી ને તેમને ખુશ કર્યા બાદ ભગવાન શિવે રાક્ષસ ને તેનું મનગમતું વરદાન આપ્યું હતું.
જેનું વરદાન એવું હતું કે તેને શિવ પુત્ર સિવાય અન્ય કોઈ પણ તેને મારી શકશે નહી અને તે બાળક ની આયુ 6 દિવસ ની જ હોવી જોઈએ.
આ વરદાન ની પ્રાપ્તિ થાય બાદ રાક્ષસ તાડકાસુર બધા લોકો ને અને ઋષિમુનિઓ ને હેરાન અને તેમને મારવા લાગ્યો જેના થી બધા દેવતાઓ અને ઋષિમુનિઓ ભગવાન શિવ પાસે જઈને તેને વધ કરવા માટેની પ્રાથના કરવા માંડ્યા.
તેમની પ્રાથના સાંભળ્યા બાદ શ્વેત પર્વત કુંડ માં થી 6 દિવસીય કાર્તિકેય નો જન્મ થયો અને ત્યારબાદ કાર્તિકેય અસુર નો સંહાર તો કરી દિધો પરંતુ તે શિવભક્ત હોવાની જાણ થયા બાદ તેઓ ને ખૂબ દુઃખ થયું.
કાર્તિકેય ને આ વાતની જાણ થયા બાદ વિષ્ણુ ભગવાન દ્વારા તેમને પ્રાયશ્ચિત કરવા માટે ની તક આપી અને જણાવ્યું કે જ્યાં આ અસુર નો વધ કર્યો છે તે જગ્યાએ શિવલિંગ ની સ્થાપના કરે અને ત્યારબાદ આ મંદિર સ્તંભેશ્વર ના નામથી જાણીતું થયું.
સ્તંભેશ્વર મહાદેવ નું આ મંદિર ગુજરાત ની રાજધાની ગાંધીનગર થી લગભગ 175 કિલોમીટર ના અંતરે આવેલ જંબુસર ના કવિ કંબોઈ ગામ માં આવેલ છે. આ મંદિર લગભગ 150 થી વધુ વર્ષ જૂનું છે જે અરબ સાગર અને ખંભાત ની ખાડી થી ઘેરાયેલું છે આ મંદિર ના દર્શન કરવા માટે આખા દિવસ થી રાત રોકાવું પડે.
ભારત માં સમુદ્ર ની અંદર ઘણા તીર્થસ્થળ આવેલા છે પરંતુ આમાં થી એવું કોઈ મંદિર નથી જે પાણી માં સંપૂર્ણ રીતે ડૂબી જતા હોય સ્તંભેશ્વર મહાદેવ મંદિર એવું મંદિર છે જે દિવસ માં બે વાર સમુદ્ર માં સમાઈ જાય છે જેના કારણે ભગવાન શિવ ના અનોખા મંદિર (Shiva Unique Temples) માં આનો સમાવેશ થાય છે.
આની પાછળ નું કારણ પ્રાકૃતિક છે કારણ કે પુરા દિવસ દરમ્યાન સમુદ્ર નું સ્તર વધી જાય છે જેના કારણે થી મંદિર પૂરી રીતે ડૂબી જાય છે અને પાણી નું સ્તર ઓછું થાય એટલે મંદિર ફરીથી દેખાય છે. આવું સવાર અને સાંજ બે વાર થાય છે જેને લોકો દ્વારા શિવ પર અભિષેક માનવામાં આવે છે.
કોટેશ્વર મહાદેવ:
ભગવાન શિવે રાવણની ભક્તિ થી પ્રસન્ન થઇ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા પ્રતિપાદિત કરેલું એક દિવ્ય શિવલિંગ રાવણને આપ્યુ અને કહ્યું હતું કે રાવણ હું તને મારી ભક્તિ કરવા માટે આં શિવલિંગ આપું છું પણ જ્યાં તું નીચે મૂકીશ ત્યાં એ સ્થાપિત થઇ જશે, અને ત્યાર બાદ એને કોઈ ઉપાડી કે હટાવી નહિ શકે.
ભગવાન શિવ પાસેથી વરદાનમાં મળેલ આ શિવલિંગ લઇ રાવણ આકાશમાર્ગે પોતાના વિમાનમાં ચાલતો થયો ત્યારે આવી સબળ શક્તિ મેળવનાર રાવણ અજર અમર બની જશે એવા ડરથી સમગ્ર દેવોએ વિચાર્યું કે રાવણ પાસેથી આં શિવલિંગ પડાવી લઈએ, એ સમયે દેવોએ રાવણ સાથે છળકપટ કર્યું.
આથી રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લેવા માટે ભગવાન બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને એક કીચડ વાળા ખાડામાં પડ્યા સાથે એક તપસ્વીનું રૂપ ધરી ગાયને બહાર કાઢવા માટે ઘણી મથામણ તેમજ પ્રયત્ન કરવા લાગ્યા. રાવણે જયારે આ દ્રશ્ય નિહાળ્યું, માટે તપસ્વીએ રાવણની મદદ માંગી, એટલે રાવણે પોતાનું વિમાન આકાશ તરફથી નીચે ધરતી પર ઉતાર્યું.
રાવણે તપસ્વી ની મદદ કરીને ગાય ને બહાર તો કાઢી લીધી પરંતુ ગૌ માતાને બચાવવાના ઉત્સાહમાં પોતે શિવલીંગને નીચે મૂકી દીધું અને ગૌ માતાને બહાર કાઢ્યા અને પોતાની પીઠ ફેરવે છે ત્યાં તો પોતે સાથે લાવેલું શિવલિંગ એક કોટી બની ગયું, એટલે કે ત્યાંજ જ સ્થાપિત થઇ ગયું. રાવણના અથાક પ્રયત્નો કરવા છતાં તે લિંગ ત્યાંથી ટસનું મસ ન થયું. આમ આ સ્થળે ભગવાન નું શિવલિંગ કોટી બની ગયું હોવાથી તે કોટેશ્વરના નામે પ્રચલિત થયું.
કચ્છના સમુદ્રકાંઠે આવેલુ આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યુ છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનુ સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલુ અંતિમ ગામ છે. ત્યાંથી દરિયા માં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલુ હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે.
અચલેશ્વર મહાદેવ:
અચલેશ્વર મહાદેવ મંદિર એ ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે. આ મંદિર અકાલગઢના કિલ્લાની બહાર આવેલું છે, જે રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ તાલુકામાં આવેલું છે.
એવું માનવામાં આવે છે કે આ મંદિર 9 મી સદીમાં પરમાર વંશ દ્વારા બનાવવામાં આવ્યું હતું. બાદમાં 1452 માં મહારાણા કુંભે તેનું પુનઃનિર્માણ કર્યું અને તેનું નામ અચલગઢ રાખ્યું. અચલેશ્વર મહાદેવ નું મંદિર રાજસ્થાન અને ગુજરાત ની સરહદ એવા માઉન્ટ આબુ ખાતે આવેલ છે.
સંસ્કૃત શબ્દ અચલેશ્વર ‘અચલ’ને પ્રતિબિંબિત કરે છે જે હલનચલન કે સ્થાવર હોઈ શકતો નથી, અને ‘ઈશ્વર’નો અર્થ થાય છે ‘ભગવાન’, ‘મહાદેવ’ શબ્દને અલગ કરતી વખતે, મહાન (મહા) ભગવાન ( દેવ), જે ભગવાન શિવને દર્શાવે છે. જે ભગવાનને આ મંદિર સમર્પિત છે.
આ મંદિરમાં ભગવાન શિવના પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવના તમામ મંદિરોમાં શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિ તરીકે પૂજા કરવામાં આવે છે પરંતુ આ મંદિરમાં ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે.
રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુને અર્ધકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો છે. પુરાણો અનુસાર, વારાણસી ભગવાન શિવનું શહેર છે અને માઉન્ટ આબુ ભગવાન શિવનું ઉપનગર છે. કહેવાય છે કે અહીંનો પર્વત ભગવાન શિવના અંગૂઠાના કારણે ટકેલો છે. જ્યારે ભગવાન શિવનો અંગૂઠો અદૃશ્ય થઈ જશે, તે દિવસે પર્વતનો નાશ થશે.
ભગવાનના અંગૂઠાની નીચે કુદરતી ખાડો છે. આ પોલાણમાં ગમે તેટલું પાણી રેડવામાં આવે, પરંતુ તે ક્યારેય ભરતું નથી. તેમાં પાણી ક્યાં જાય છે, તે હજુ એક રહસ્ય છે. અચલેશ્વર મહાદેવ મંદિર પરિસરના ચોકમાં ચંપાનું વિશાળ વૃક્ષ છે. મંદિરમાં બે કલાત્મક સ્તંભોની ડાબી બાજુએ ધર્મકાંટા બનાવવામાં આવી છે, જેની કારીગરી અદભુત છે.
એવું કહેવાય છે કે જ્યારે આ પ્રદેશના શાસક સિંહાસન પર બેસતા હતા ત્યારે અચલેશ્વર મહાદેવ પાસેથી આશીર્વાદ મેળવીને ધર્મકાંઠે લોકો સાથે ન્યાયની શપથ લેતા હતા. મંદિર પરિસરમાં દ્વારકાધીશનું મંદિર પણ બનેલું છે. ગર્ભગૃહની બહાર નરસિંહ, વામન, કચ્છપ, મત્સ્ય, કૃષ્ણ, રામ, પરશુરામ, બુદ્ધ અને કલંગી અવતારોની કાળા પથ્થરની ભવ્ય પ્રતિમાઓ છે. મંદિરમાં ત્રણ મોટા પથ્થરોની ભેંસોની મૂર્તિઓ સાથેનું તળાવ છે. એવું માનવામાં આવે છે કે આ બફ્સ રાક્ષસોનું પ્રતિનિધિત્વ કરે છે.
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય અને તમારા ધ્યાન માં કોઈ આવા અનોખા મંદિર હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવવા વિનંતી અને તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.