ગુજરાતી ફિલ્મો બાદ ગુજરાતી વેબસિરીઝ ની બોલબાલા પણ વધી રહી છે અને ઘણા પ્લેટફોર્મ પર ગુજરાતી ભાષા માં જોવા મળી રહી છે. હિન્દી ભાષા માં ઘણી વેબસિરીઝો બની છે પરંતુ ગુજરાતી ભાષા માં પણ હવે બનવા લાગી છે. જે જોવાલાયક હોય છે તથા વિવિધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ જોવા મળે છે. જે ગુજરાતી ભાષા ને અલગ મુકામ પર લઇ ગઈ છે.
ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મો બાદ હવે ગુજરાતી કલાકારો ડિજિટલ ક્ષેત્રે પણ પોતાનું નામ જમાવી રહ્યા છે. જેમાં હાલ પ્રતીક ગાંધી ની આવેલી બોલીવુડ ની વેબસિરીઝ સ્કેમ 1992 થી પ્રતીક ગાંધી એ બોલીવુડ જગત માં પોતાની અદાકારી થી લોકો ના દિલ જીતી લીધા હતા. ગુજરાતી ભાષા માં પણ ઘણી વેબસિરીઝ બની રહી છે અથવા બની ગઈ છે. જેમાં થી જાણીતી અને જોવાલાયક વેબસિરીઝ ની લિસ્ટ લઇ ને આજે અમે અહીં આવ્યા છે.
આ પણ વાંચો – ગુજરાતી પુસ્તકો ફ્રી ડાઉનલોડ કરવા માટે ની શ્રેષ્ઠ સાઈટ
10 શ્રેષ્ઠ જોવાલાયક ગુજરાતી વેબ સિરીઝ:
બસ ચા સુધી:
બસ ચા સુધી આ વેબસીરીઝ આસ્થા પ્રોડક્શન બેનર હેઠળ બનેલી છે. જેના ત્રણ ભાગ હાલ સુધી માં આવી ગયા છે. જેમાં થી પહેલા અને બીજા ભાગ માં RJ રૂહાન છે તેની સાથે પહેલા ભાગ માં ભૂમિકા બ્રહ્મભટ્ટ છે. જ્યારે બીજા ભાગ માં જીનલ બેલાણી છે. ત્રીજા ભાગ માં જીનલ બેલાણી સાથે મોનલ ગજજર અને ગૌરવ પાસવાલા છે. આ વેબ સીરીઝ માં ચા સાથે વાતચીત કરવામાં આવે છે જેમાં ઝઘડો, પ્રેમ, મિત્રતા પર વાત કરવામાં આવી છે. આ એક રોમેન્ટિક વાર્તા છે. સંદીપ દવે નું લેખન અને પ્રિયાલ પટેલ નું દિગ્દર્શન છે. આમાં કુલ 20 એપિસોડ છે. આ વેબસીરીઝ યુટયુબ પર ફ્રી માં જોવા મળશે.
ડુ નોટ ડિસ્ટર્બ (Do Not Disturb):
મલ્હાર ઠક્કર અને માનસી પારેખ ની આ ગુજરાતી વેબસીરીઝ માં લગ્ન પછી પતિ પત્ની વચ્ચે થતી નાની મોટી વાતો ને હાસ્ય સાથે વણી લેવામાં આવી છે જે મનોરંજન થી ભરપુર છે અને જોવા લાયક છે. જેના કુલ બે ભાગ છે. જે MX PLAYER પર ફ્રી માં જોવા મળે છે.
આવુંય થાય:
સાગર અને ધ્વનિ ની આ વાર્તા માં સાગર (RJ રોનક) સેલ્સમેન તરીકે દેખાડવામાં આવ્યો છે અને એક દિવસ તેને ફોન આવે છે અને સામે થી ધ્વનિ (મોનલ ગજજર) વાત કરતા જણાવે છે કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે અને ત્યારબાદ મુલાકાત થાય છે અને બંને ના મનમેળ થતા આગળ વાત થાય છે. રોમેન્ટિક એવી આ સીરીઝ જોવા જેવી છે. Rj રોનક, મોનલ ગજજર, સંજય ગલસર, ખુશી ભટ્ટ, વૈભવ ભટ્ટ, તપન વ્યાસ જેવા કલાકારો છે. J સીરીઝ Entertainment ના બેનર હેઠળ તથા પ્રિયલ પટેલ અને હિરેન જોશી ના દિગ્દર્શન માં બનેલી છે. આ 7 એપિસોડ ની વેબસીરીઝ છે. જે યૂટ્યુબ પર જોવા મળશે.
નોન આલ્કોહોલીક બ્રેકઅપ:
આરોહી પટેલ અને તત્સત મુનશી ની આ સીરીઝ માં તતસ્ત મુનશી Breakup બાદ પોતાની હૈયાવરાળ ઠાલવવા માટે આરોહી પાસે જાય છે અને Breakup બાદ ની વાતો કરે છે 6 મિનિટની આ 4 એપિસોડ ની સીરીઝ હલકી ફૂલકી કોમેડી છે. અંકિત ગોર દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે. આ વાર્તા હાસ્ય અને મનોરંજન થી ભરપુર છે. જે યૂટ્યુબ પર જોવા મળશે.
તું અને હું:
જીનલ બેલાણી અને માનસી રચ દ્વારા આ સીરીઝ લોકડાઉન ના સમયે લખવામાં અને બનાવવા માં આવી હતી. બંને બહેનો અલગ અલગ શહેર માં રહે છે અને ફોન થી એક્બીજા ના સંપર્ક માં રહે છે. RJ અદિતિ રાવલ દ્વારા અવાજ આપવામાં આવ્યો છે. તેમના સિવાય ગૌરવ પાસ્વાલા, ભૌતિક સંપત અને કેવિન દવે પણ છે. માત્ર ત્રણ એપિસોડ ની જ આ સીરીઝ છે. જે યુટયુબ પર જોવા મળશે.
અધૂરી વાત:
જોહન એલિયા ના શેર સાથે દરેક એપિસોડ ની શરૂઆત થાય છે. જીનલ બેલાણી અને મેહુલ સોલંકી દ્વારા અભિનીત અને ભાવભદ્ર ક્રિયેશન દ્વારા પ્રસ્તુત જેનું ધ્રુવ ગોસ્વામીએ દિગ્દર્શન અને લેખન કર્યું છે.
જીનલ બેલાણી કે જેના છૂટાછેડા થઈ ગયેલા છે. અને હવે તે પોતાની મરજી થી શહેર થી દુર બીજા શહેર માં રહેવા માટે આવે છે જ્યાં તેના પાડોશ માં જ તેનો પૂર્વ પતિ રહે છે. બે વર્ષ બાદ બંને સંપર્ક માં આવે છે. અને તેમના માં ફરી થી મિત્રતા થાય છે. જે ફરી થી પ્રેમ માં પરિણમે છે કે નહિ તે જાણવા માટે સીરીઝ જોવી રહી.
5 એપિસોડ ની આ સીરીઝ છે. જે યુટયુબ પર જોવા મળશે.
તારી યાદો:
રવિ ગોહિલ, મૌલિક પટેલ, હિના ત્રિવેદી, પાર્થ જાની જેવા કલાકારો છે. એક્સિડન્ટ બાદ તેના મિત્ર કે જેને તે પ્રેમ કરે છે તેની સાથે તે કોમા માં ગયેલો હોવા છતાં અને તેને ભાન ન હોવા છતાં તેની સાથે કોલેજ સમય ની વાતો કરે છે અને તેની સેવા કરે છે. તે કોમા માં થી બહાર આવે છે કે નહિ તે જાણવા માટે સીરીઝ જોવી પડશે. જેનું પ્રોડક્શન ભવદત પટેલ અને લેખન નરેન્દ્રસિંહ રાણા અને વિરલ કાપડિયા એ કર્યું છે.
ફ્રેન્ડઝોન (FriendZone):
આ સીરીઝ માં યશ સોની, મયુર ચૌહાણ, શ્રદ્ધા ડાંગર, રાહુલ રાવલ, સંજય ગલસર જેવા કલાકારો છે. વાર્તા હેનીલ ગાંધી અને અર્ચના દેસાઈ લખી છે. જેની વાર્તા માં મયુર ચૌહાણ નું પાત્ર સીરીઝ માં પ્રેમ માં પડેલા ને માર્ગદર્શન આપે છે. અને તેમાંથી રમૂજ ઉત્પન્ન થાય છે. 5 એપિસોડ ની આ સીરીઝ છે. જે યુટયુબ ની શેમારુ (SHEMAROO) ચેનલ પર જોવા મળશે.
પ્રેમ પૂજા:
મૌલિક નાયક આ સીરીઝ માં પ્રેમ નું પાત્ર ભજવે છે જે જીવન માં સેટ થઈ ગયો છે પણ એને કોઈ સાથે પ્રેમ થયો નથી અને તેના ઘર ના લગ્ન માટે કહે છે. પરંતુ તેને પેહલા પ્રેમ માં પડવું છે. હ્રદય ભગ્ન થવા દેવું છે અને તેમાં થી કોમેડી ઉત્પન્ન થાય છે જે જોવા જેવી છે. મૌલિક નાયક સિવાય આમાં મૌલિકા પટેલ, બીજલ જોષી અને વિશાલ પારેખ છે. દિગ્દર્શન હિરેન દોશી અને પ્રોડક્શન હાઉસ આસ્થા પ્રોડક્શન નું છે. 6 એપિસોડ ની આ સીરીઝ છે. જે યુટયુબ પર જોવા મળશે.
પેહલા ગુલઝાર:
શાળા ના સમય ની યાદ અપાવતી અને શાળા ના સમય ના પ્રથમ પ્રેમ વિષે ની વાત કરતી આ વેબ સિરીઝ તમને તમારા સ્કૂલ ના દિવસો ને યાદ કરાવી દે તેવી છે. આ સીરીઝ માં શૃહદ ગોસ્વામી, તપન પ્રજાપતિ, ગીત બ્રહ્મભટ્ટ અને પ્રિયા બરાડ જેવા કલાકારો છે. જેને અંકિત શંખીયા અને દુષ્યંત વ્યાસે લખી છે. જેમાં અદભુત મ્યુઝિક આપવામાં આવ્યું છે. અને જીગરદાન ગઢવી દ્વારા ગાવા માં આવેલું ગાલિબ ના શેર જેવી છોકરી ગીત ખુબ જ સુંદર છે. જે MX PLAYER પર જોવા મળશે.
ગુજરાતી વેબસિરીઝ જોવા માટે પ્લેટફોર્મ:
OHO Gujarati (ઓહો ગુજરાતી):
ગુજરાતી વેબસિરીઝ માટે ગુજરાતી ભાષા નું પોતાનું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ અને નેટફલિકસ ની માફક ગુજરાતી ભાષા નું પોતાનું આગવું અને પ્રથમ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ ઓહો ગુજરાતી લઈ ને આવી રહ્યું છે. જેના પર ગુજરાતી વેબ સિરીઝ સિવાય ગુજરાતી એવોર્ડ વિજેતા ફિલ્મો પણ આવવાની છે.
આ પણ વાંચો – 275 ગુજરાતી કહેવતો તેના અર્થ સાથે તેમાં થી તમને કેટલી આવડે છે?
ઓહો ગુજરાતી પર વેબ સિરીઝ માં સ્કેમ 1992 માં થી અભિનય નો ડંકો વગાડનારા પ્રતીક ગાંધી ની વિઠ્ઠલ તીડીવેબ સિરીઝ આવી ગઈ છે. આ સિવાય ઓકે બોસ, કડક મીઠી, સાંભળો છો, ટ્યુશન, મેન ફિલ્ટર, કટિંગ અને ચસ્કેલા જેવી વેબ સિરીઝ લઈ ને આવી રહ્યું છે.
Cityshor Tv:
ગુજરાતી વેબસીરીઝ માટે ની અન્ય એક પ્લેટફોર્મ એવી cityshor tv પર ગુજરાતી ભાષા માં તેનું પોતાનું અલગ જ મનોરંજન આપવામાં આવે છે સિટીશોર પર સાઇડ્સ, તીખી મીઠી લાઈફ, સોલ્ટ, રોબરી અને સ્ટ્રીટ ફૂડ એમ અલગ અલગ વિષય પર વેબસિરીઝ બનાવવા માં આવી છે જે જોવાલાયક છે.
આ સિવાય મલ્હાર ઠક્કર ની ગુજરાતી વેબ સિરીઝ વાત વાત માં શેમારૂ (SHEMAROO) ચેનલ પર આવાની છે.
આ સિવાય ગીત, ટીનિયાગીરી, રંગ તારા ઇશ્ક ને, દેવ, સ્ટોરી ટેબલ, વ્હાલમ, અધવચ્ચે, યારી તારી યારી, એક બહાનું આપીશ વગેરે ગુજરાતી વેબ સીરીઝ યુટયુબ પર જોવા મળે છે. યુટ્યૂબ સિવાય શેમારૂ (SHEMAROO) ચેનલ પર પણ ગુજરાતી ભાષા માં ઘણી વેબસીરીઝો જોવા મળે છે.
અને અંતે:
જો આના સિવાય આપની કોઈ ગુજરાતી ભાષા ની ગમતી વેબ સિરીઝ હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.