નવલકથા એટલે શું?
નવલકથા એટલે વાર્તા ને પાત્ર માં ઢાળી ને તેને લંબાણપૂર્વક લેખક દ્વારા જે કથા રજુ કરવા માં આવતી હોય છે તેને નવલકથા તરીકે ઓળખવામાં આવે છે.
નવલકથા મુખ્યત્વે રીતે બે સ્વરૂપે જોવા મળે છે.
1) કાલ્પનિક – કાલ્પનિક કથા માં લેખક પોતાની કથા ને પોતાની કલ્પના ના આધારે થી પાત્રો ઉભા કરે છે અને તેને વાર્તા નું સ્વરૂપ આપે છે.
2) વાસ્તવિક – વાસ્તવિક કથા એટલે કે જેમાં જે કથા હકીકત માં બની ગયી હોય અથવા જે લોકો ના મોઢે ચડી ગયી હોય તેવી વાત ને વાર્તા કે કથા ના સ્વરૂપે રજુ કરવા માં આવી હોય.
તેમાં કથા ના પણ ત્રણ પ્રકારો છે.
કથા – કથા એટલે જે વાર્તા ને ટૂંક માં સમજાવા માં આવી હોય છે.
લઘુનવલકથા (નવલિકા) – લઘુનવલક્થા એટલે ઘટના કે, વાત કે, બનાવ ને લંબાણ પૂર્વક અને વાંચન માં રસ પૂર્વક અને કથા કરતા થોડા લંબાણ માં વર્ણન કરવા માં આવ્યું હોય તેને નવલિકા પણ કહેવા માં આવે છે.
મહાનવલકથા – 1800 થી વધુ પાના ની પુસ્તક માં વાર્તા નું આલેખન કરવા માં આવેલું હોય તેને મહાનવલકથા કહે છે.
અત્યારસુધી માં લગભગ 3000 થી વધુ નવલકથાઓ ગુજરાતી ભાષા માં લખાઈ ચુકી છે.
જેમાં ઝવેરચંદ મેઘાણી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુન્શી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ગૌરીશંકર જોશી (ધૂમકેતુ), રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી, ગુણવતરાય આચાર્ય, ઈશ્વર પેટલીકર, જોસેફ મેકવાન, ત્રિભુવનદાસ લુહાર, ચંદ્રકાન્ત મહેતા, મહાત્મા ગાંધી, કાકાસાહેબ કાલેલકર, જ્યોતીન્દ્ર દવે, પ્રેમાનંદ, દલપતરામ, ગિજુભાઈ બધેકા વગેરે જેવા ઘણા લેખકો નો સમાવેશ થાય છે.
આજે આપણે અહીં શ્રેષ્ઠ ગુજરાતી નવલકથાઓ અને તેના લેખક વિષે વાત કરીશું.
1. સત્યના પ્રયોગો – મોહનદાસ કરમચંદ ગાંધી
મહાત્મા ગાંધીજી દ્વારા તેમની જીવની ના સ્વરૂપે સત્યના પ્રયોગો લખવા માં આવી છે. જેમાં ગાંધીજી દ્વારા પોતાના જીવન ના સંસ્મરણો વિષે ની વાત કરવા માં આવી છે.
પોતાના જીવન માં ઘટેલા સારા અને ખરાબ અનુભવો ને આ પુસ્તક માં દર્શાવ્યું છે. તેમનું જીવન પ્રેરણાદાયી છે. તેમના દ્વારા જીવન માં થયેલી ભૂલો ને દુનિયા સમક્ષ રજુ કરી છે અને તેમની ભૂલ માં થી ઘણું શીખવા મળે છે. આ નવલકથા વાંચવા જેવી છે જેમાં થી જીવન વિષે ની ઘણી બાબતો ની માહિતી આપવા માં આવી છે.
આ સિવાય ગાંધીજી દ્વારા સર્વોદય, હિન્દ સ્વરાજ, મારો જેલનો અનુભવ જેવી ગુજરાતી નવલકથા પણ લખવા માં આવી છે.
2. ભદ્રંભદ્ર – રમણભાઈ નીલકંઠ
રમણભાઈ નીલકંઠ દ્વારા લિખિત આ ગુજરાતી નવલકથા પ્રથમ હાસ્ય નવલકથા છે. ગુજરાતી સાહિત્ય ના રસિકો માટે વાંચવા જેવી નવલકથા છે. જેમાં અંધશ્રદ્ધા, જુનવાણી વિચારો, પ્રગતિવિરોધી તત્વો ની વાતો પાર કટાક્ષ પૂર્વક વાત કરવા માં આવી છે જેમાં થી હાસ્ય ઉત્પન્ન થાય છે. હાસ્ય સાથે જુના રીતિરીવાજો વિષે ની વાત આ નવલકથા માં કરવા માં આવી છે.
3. માનવી ની ભવાઈ – પન્નાલાલ પટેલ
માનવી ની ભવાઈ નવલકથા ને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. જેમાં છપ્પનિયો દુકાળ ની ઘટના ને લખવા માં આવી છે. જેમાં અમુક કમકમાટીભર્યા દર્શ્યો ને બતાવવા માં આવ્યા છે. જેમાં માણસો દુકાળ ના કારણે જીવતી ભેંશો ને પથ્થર થી મારી મારી ને તેમાં થી કાચુ માંસ કાઢી ને ખાઈ જાય છે. આ નવલકથા પર થી ગુજરાતી ભાષા માં ફિલ્મ પણ બનેલી છે જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા અભિનય કરવા માં આવ્યો છે.
4. સૌરાષ્ટ્ર ની રસધાર – ઝવેરચંદ મેઘાણી
મહાત્મા ગાંધી દ્વારા ઝવેરચંદ મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ આપવા માં આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણી દ્વારા સૌરાષ્ટ્ર ની રસધાર નામ ની શ્રેષ્ઠ નવલકથા આપવા માં આવી છે જેના પાંચ ભાગ આવેલા છે. જેમાં સૌરાષ્ટ્ર ને લગતી લોકવાતો ને અહીં દર્શાવા માં આવી છે. જેમાં ખાનદાની, સાહસ, સ્વમાન, માનવમૂલ્યો, સોરઠી સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે જેમાં તળપદી ભાષા નો ઉપયોગ કરવા માં આવ્યો છેે.
આ સિવાય ઝવેરચંદ મેઘાણી ની મુખ્યત્વે નવલકથા માં સોરઠ ના સંતો, સોરઠ ના બહારવટિયા, અને સોરઠ ના તીરે તીરે જેવી ગુજરાતી માં નવલકથાઓ આપવા માં આવી છે. જે અચૂક વાંચવા જેવી છે.
5. સરસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખવા માં આવેલી આ ગુજરાતી નવલકથા નહિ પરંતુ મહાનવલકથા છે જેના ચાર ભાગ માં વહેંચાયેલી છે. ગુજરાતી ભાષા માં હજુ સુધી આવી મહાનવલક્થા લખવામાં આવી નથી. આમાં ભાષા થોડી અઘરી છે પરંતુ એક વાર દરેક વ્યક્તિ એ વાંચવા જેવી છે.
6. હાજી કસમ તારી વીજળી – ગુણવંતરાય આચાર્ય
ગુણવંતરાય આચાર્ય દ્વારા હાજી કાસમ તારી વીજળી ગુજરાતી નવલકથા લખવા માં આવી છે. જે વીજળી ( વૈતરણા ) જહાજ ડૂબી ગયું હતું તેના પાર આ નવલકથા આધારિત છે. આ સિવાય પણ તેમણે દરિયાઈ સફર પર આધારિત ઘણી નવલકથાઓ લખી છે.
અન્ય દરિયાઈ નવલકથાઓ માં અલ્લાબેલી અને દરિયાલાલ નવલકથા પણ વાંચવા લાયક છેે.
7. અમૃતા – રઘુવીર ચૌધરી
અમૃતા નવલકથા નું મુખ્ય પાત્ર પુસ્તક ના શીર્ષક ની માફક સ્ત્રી ની આજુબાજુ વર્ણવા માં આવી છે. ઉદયન, અનિકેત અને અમૃતા આ નવલકથા મુખ્ય પાત્રો છે. આ નવલકથા માં સ્ત્રીપુરુષ ના પ્રેમસંબંધ માં સ્વાતંત્ર્ય ને લગતા પ્રશ્નો નું નિરાકરણ કરતી કથા છે. દરેક પાત્ર ની બુદ્ધિમતા ઉચ્ચ છે. પરંતુ જીવન જીવવા ના વિચારો અલગ અલગ છે. જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત આ નવલકથા અચૂક વાંચવા જેવી છે.
8. જનમટીપ – ઈશ્વર પેટલીકર
ઈશ્વર પેટલીકર ની આ પ્રથમ નવલકથા છે પરંતુ લોકમાનસ પર પોતાની છાપ છોડવામાં સફળ રહી હતી. આ નવલકથા માં નીચલી કોમ ની કથા છે જેમાં સામાજીક વાસ્તવને અને એના ગ્રમસમાજને દર્શાવતી કથા છે. આ ટુંકી વાર્તા માં વેર ના બદલા ની કથા છે જે વાંચવા લાયક છે.
ઈશ્વર પેટલીકર ની નવલકથા માં ગામડા ની લોકબોલી, કહેવતો, રૂઢિપ્રયોગો નો અદભુત ઉપયોગ કરવામાં આવે છે.
9. પાટણ ની પ્રભુતા – કનૈયાલાલ માણેકલાલ મુનશી
કનૈયાલlલ મુનશી ની આ પ્રથમ ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથા એ કનૈયાલાલ મુનશી ને નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્ય માં અલગ સ્થાન અપાવ્યું છે. આ નવલકથા માં સોલંકીયુગ ના રાજકીય, સતાસંઘર્ષ, ધાર્મિક અને પ્રણય ની કથા દર્શાવવા માં આવી છે. આ મહાનવલકથા લાંબી છે પરંતુ વાંચવાલાયક છે.
10. હિમાલય નો પ્રવાસ – કાકાસાહેબ કાલેલકર
મહાત્મા ગાંધીજી એ કાકાસાહેબ કાલેલકર ને સવાઈ ગુજરાતી નું બિરુદ આપ્યું હતું. હિમાલય નો પ્રવાસ એ કાકાસાહેબ કાલેલકર દ્વારા તેમણે કરેલા પ્રવાસ નું અદભુત વર્ણન દર્શાવતી નવલકથા છે. પ્રવાસ ના શોખીન લોકો એ નવલકથા જરૂર થી વાંચવી જોઇએ.
અને અંતે:
હાલ માં સમય બદલાતા લેખકો પણ બદલાયા છે અને લેખકો પોતાની કૃતિ ને ઇન્ટરનેટ ના માધ્યમ થી ઈ – નવલકથા લખતા થયા છે અને ફેસબુક ના અથવા છાપા માં આવતી પૂર્તિ માં દર અઠવાડિયે અથવા વોટસએપ ના માધ્યમ થી લોકો સુધી પહોંચાડી શકે છે.
ઉપર જણાવેલ નવલકથા સિવાય જો આપને કોઈ અન્ય નવલકથા પસંદ હોય અથવા આપની નજરે આના થી વધુ ચડિયાતી નવલકથા ધ્યાન માં હોય તો અહી નીચે જણાવો.
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો સાથે અને તમારા પરિવારજનો સાથે શેર કરજો.
ખૂબજ ઉપયોગી માહિતી પ્રાપ્ત થઇ છે.આભાર.
આપ ને લેખ પસંદ પડ્યો એ બદલ આભાર તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી
Excellent information
અશ્વિની ભટ્ટની રચનાઓમાંથી કોઈને પસંદગી આપો.
આખેટ, ઓથાર જેણે વાંચી હશે તેને ખબર જ હશે.
Dukhiyara
Very useful information. I am delighted. I would like to share my thoughts with other readers. Any one interested.? Reply. Thanks.
ગુજરાત નો નાથ
પ્રકાશ નો પડછાયો
જેર તો પીધાં છે જાણી જાણી