શ્રાવણ ના પવિત્ર માસ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ માસ ને ભગવાન શિવ ને રીઝવવા માટે નો તથા ભગવાન શિવ નો પૂજા અર્ચના માટે નો માસ ગણવા માં આવે છે આજે અમે અહી શિવ તાંડવ સ્ત્રોતમ અને શિવ ચાલીસા ગુજરાતી માં લઇ ને આવ્યા છે.
શિવ તાંડવ સ્ત્રોતમ:
જટા ટવી ગલજ્વલ પ્રવાહ પાવિતસ્થલે
ગલેવ લંબ્ય લંબિતાં ભુજંગ તુંગ માલિકામ્ ।
ડમ ડ્ડમ ડ્ડમ ડ્ડમન્નિનાદ વડ્ડ મર્વયં
ચકાર ચંડ તાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥ ૧ ॥
જટા કટાહ સંભ્રમ ભ્રમન્નિ લિંપનિર્ઝરી-
-વિલો લવી ચિવલ્લરી વિરાજ માનમૂર્ધનિ ।
ધગ દ્ધગ દ્ધગ જ્જ્વલ લ્લલાટ પટ્ટપાવકે
કિશોર ચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ ॥ ૨ ॥
ધરા ધરેંદ્રનંદિની વિલાસ બંધુ બંધુર
સ્ફુર દ્દિગંત સંતતિ પ્રમોદ માન માનસે ।
કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદિ
ક્વચિ દ્દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુનિ ॥ ૩ ॥
જટા ભુજંગ પિંગળ સ્ફુરત્ફણા મણિપ્રભા
કદંબ કુંકુમદ્રવ પ્રલિપ્ત દિગ્વધૂમુખે ।
મદાંધ સિંધુરસ્ફુર ત્ત્વગુત્તરીય મેદુરે
મનો વિનોદમદ્ભુતં બિભર્તુ ભૂતભર્તરિ ॥ ૪ ॥
સહસ્ર લોચન પ્રભૃત્ય શેષ લેખ શેખર
પ્રસૂન ધૂળિ ધોરણી વિધૂ સરાંઘ્રિ પીઠભૂઃ ।
ભુજંગ રાજ માલયા નિબદ્ધ જાટજૂટક
શ્રિયૈ ચિરાય જાયતાં ચકોરબંધુશેખરઃ ॥ ૫ ॥
લલાટ ચત્વર જ્વલ દ્ધનંજય સ્ફુલિંગભા-
-નિપીત પંચસાયકં નમન્નિ લિંપનાયકમ્ ।
સુધા મયૂખ લેખયા વિરાજ માનશેખરં
મહાકપાલિ સંપદે શિરોજટાલ મસ્તુ નઃ ॥ ૬ ॥
કરાલ ભાલપટ્ટિકા ધગ દ્ધગ દ્ધગજ્જ્વલ-
દ્ધનંજયાધરીકૃત પ્રચંડ પંચસાયકે ।
ધરા ધરેંદ્ર નંદિની કુચાગ્ર ચિત્રપત્રક-
-પ્રકલ્પનૈક શિલ્પિનિ ત્રિલોચને મતિર્મમ ॥ ૭ ॥
નવીન મેઘમંડલી નિરુદ્ધ દુર્ધર સ્ફુરત્-
કુહૂ નિશીથિનીતમઃ પ્રબંધ બંધુકંધરઃ ।
નિલિંપ નિર્ઝરી ધરસ્તનોતુ કૃત્તિસિંધુરઃ
કલા નિધાનબંધુરઃ શ્રિયં જગ ધૂરંધરઃ ॥ ૮ ॥
પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચ કાલિમ પ્રભા-
-વિલંબિ કંઠકંદલી રુચિપ્રબદ્ધ કંધરમ્ ।
સ્મરચ્છિદં પુરચ્છિદં ભવચ્છિદં મખચ્છિદં
ગજચ્છિ દાંધકચ્છિદં તમંત કચ્છિદં ભજે ॥ ૯ ॥
અખર્વ સર્વમંગળા કલા કદંબમંજરી
રસપ્રવાહમાધુરી વિજૃંભણા મધુવ્રતમ્ ।
સ્મરાંતકં પુરાંતકં ભવાંતકં મખાંતકં
ગજાંત કાંધ કાંતકં તમંત કાંતકં ભજે ॥ ૧૦ ॥
જયત્વદ ભ્રવિભ્રમ ભ્રમદ્ભુજંગ મશ્વસ-
-દ્વિનિર્ગમત્ક્રમસ્ફુર ત્કરાલભાલહવ્યવાટ્ ।
ધિમિ દ્ધિમિ દ્ધિમિ ધ્વનન્મૃદંગતુંગ મંગળ
ધ્વનિ ક્રમપ્રવર્તિત પ્રચંડતાંડવઃ શિવઃ ॥ ૧૧ ॥
દૃષદ્વિ ચિત્રતલ્પયો ર્ભુજંગ મૌક્તિકસ્રજોર્-
-ગરિષ્ઠ રત્ન લોષ્ઠયોઃ સુહૃદ્વિપક્ષ પક્ષયોઃ ।
તૃષ્ણાર વિંદચક્ષુષોઃ પ્રજામહી મહેંદ્રયોઃ
સમં પ્રવર્તયન્મનઃ કદા સદાશિવં ભજે ॥ ૧૨ ॥
કદા નિલિંપ નિર્ઝરી નિકુંજકોટરે વસન્
વિમુક્ત દુર્મતિઃ સદા શિરઃસ્થમંજલિં વહન્ ।
વિમુક્તલોલલોચનો લલાટ ભાલલગ્નકઃ
શિવેતિ મંત્રમુચ્ચરન્ સદા સુખી ભવામ્યહમ્ ॥ ૧૩ ॥
ઇમં હિ નિત્યમેવ મુક્ત મુક્ત મોત્તમંસ્તવં
પઠન્સ્મરં બ્રુવન્નરો વિશુદ્ધિ મેતિસંતતમ્ ।
હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં
વિમોહનં હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ્ ॥ ૧૪ ॥
પૂજાવસાનસમયે દશવક્ત્રગીતં યઃ
શંભુપૂજન પરં પઠતિ પ્રદોષે ।
તસ્ય સ્થિરાં રથગજેંદ્ર તુરંગયુક્તાં
લક્ષ્મીં સદૈવ સુમુખિં પ્રદદાતિ શંભુઃ ॥ ૧૫ ॥
શિવ તાંડવ ગુજરાતી અર્થ સાથે:
આ પણ વાંચો – સંકટનાશન ગણેશ સ્ત્રોતમ અર્થ સાથે
જટાજૂટ જટા બની, વિશાળ વન ઘટા ઘનિ, પવિત્ર ગંગ ત્યાં વસી, ગરલ કંઠ પલાળતી
સર્પ જ્યાં અનેક માપ, ડમરુ નાદ પ્રચંડ થાપ, તાંડવ શિવ નાચતાં, કૃપા કરો કૃપા કરો..૧
કોચલી જટા મહીં, ગંગ ત્યાં ભમે ઘણી, ચંચલ જલ ધાર થી, શિવ શીશ પખાળતી
ધધકી રહી અગન જ્વાળ, શિવ શિરે ચમકદાર, શોભે ત્યાં ચંદ્ર બાળ, કૃપા કરો સદા કાળ..૨
નગાધિરાજ નંદિની, વિલાસ સંગ આનંદીની, કરે કૃપા દયાળ તો, ભીડ ટળે ભક્તની
દિગંબરા જટા ધરા, લગાવું ચીત શિવ ચરણ, ભભૂત નાથ ભવ તરણ, પ્રફુલ્લ ચિત તવ શરણ..૩
શોભે જટા મણીધરો, પ્રકાશ પુંજ ફણીધરો, દિશા બધી પ્રકાશતી, કેસર વરણી ઓપતી,
ગજ ચર્મ શોભતાં, સર્વ પ્રાણી રક્ષતાં, મન વિનોદિત રહે, શિવ કેરા શરણમાં..૪
સહસ્ત્ર દેવ દેવતા, ચરણ કમલને સેવતા, ચડાવી માથે ચરણ ધૂલ, પંકજ પદ પૂજતા.
શોભતા ભુજંગ જ્યાં, ચિત રહે સદાય ત્યાં, કૃપાળુ ચંદ્ર શેખરા, આપો સદાએ સંપદા..૫
ગર્વ સર્વ દેવના, ઉતારવા અહમ્ સદા, કર્યો ભસ્મ કામને, જે રૌદ્ર રૂપ આગથી.
સૌમ્ય રૂપ શંકરા, ચંદ્ર ગંગ મુકુટ ધરા, મૂંડકાની માળ ધરી, સંપત્તિ દેજો ભરી..૬
જે કરાલ ભાલ જ્વાલના, પ્રતાપ કામ ક્ષય થયો, ઇંદ્ર આદી દેવનો, મદ તણો દહન ભયો.
ગિરજા સુતાના વક્ષ કક્ષ, ચતુર ચિત્રકારના, ચરણ કમલ શિવ ના, શરણમાં ચીતડું રહે..૭
નવીન મેઘ મંડળી, આંધી જઈને કંઠ ભળી, હાથી ચર્મ શોભતાં, ચંદ્ર ગંગ શિર ધરી
સકળ જગના ભારને, સહજમાં સંભાળતા, અમ પર ઉપકાર કર, સંપત્તિ પ્રદાન કર..૮
નીલ કમલ સમાન કંઠ, પૂર્ણ પ્રકાશિત કંધ, કાપો સકળ સૃષ્ટિ દુખ, ગજાસુર હંતા.
વિધ્વંસ દક્ષ યજ્ઞ કર, ત્રિપુરાસુર હનન કર, અંધકાસુર કામ હર્તા, નમૂ ભગવંતા..૯
કલ્યાણ કારી મંગલા, કળા સર્વ ભ્રમર સમા, દક્ષ યજ્ઞ ભંગ કર, ગજાસુર મારી
અંધકાસુર મા રનાર, યમના પણ યમરાજ, કામદેવ ભસ્મ કર્તા, ભજું ત્રિપુરારિ..૧૦
વેગ પૂર્ણ સર્પના, ત્વરિત ફૂંકાર ફેણના, ધ્વનિ મધુર મૃદંગના, ડમરુ નાદ ગાજે
અતિ અગન ભાલમાં, તાંડવ પ્રચંડ તાલમાં, શોભે શિવ તાનમાં, સદા શિવ રાજે..૧૧
જે પથ્થર કે ફૂલમાં, સર્પ મોતી માળમાં, રત્ન કણ કે રજ મહી, અંતર નહીં આણે
શત્રુ કે સખા વળી, રાજા પ્રજા કમલ કથીર, ગણતા સમાન શિવ, જીવ ક્યારે માણે..૧૨
બનાવી ગીચ કુંજમાં, વસું હું ગંગ કોતરે, કપટ વિનાનો આપને, શિવ અર્ઘ્ય આપું.
અથાગ રૂપ ઓપતી, સુંદર શિવા શીશ લખ્યું, મંત્ર શિવ નામનું, સુખ સમેત હું જપું..૧૩
દેવાંગના ના મસ્તકે, શોભી રહ્યા જે પુષ્પછે, પરાગ ત્યાંથી પરહરી, પહોંચે શિવ દેહ છે.
આનંદ અપાવે સર્વ જન, સુગંધને ફેલાવતી, અપાવતી હ્રદય મંહી, પ્રસન્નતા અપાર છે..૧૪
પાપ હો પ્રબલ ભલે, સમુદ્ર દવ સી કાપતી, સૂક્ષ્મ રૂપ ધારિણી, સિદ્ધિ દાત્રી દેવીઓ
વિવાહ પ્રસંગે શિવના, ધ્વનિ હતી જે મંત્રની, દુ:ખો મિટાવી સર્વના, વિજય અપાવે દેવીઓ..૧૫
નમાવી શીશ શિવને, સ્તવન કરેજે સર્વદા, પઠન કરે મનન કરે, ભજન કરે જે ભાવથી.
જીવ આ જંજાળ થી, મુક્તિને છે પામતો, જીવન મ રણ મટે સદા, શિવ શરણ જે રાચતો..૧૬
રાવણ રચિત આ સ્તોત્રથી, પૂજન કરે જો શિવનું, પઠન કરે જે સાંઝના, ભાતું ભરે જીવનું.
ભર્યા રહે ભંડાર સૌ, અશ્વ ગજ ને શ્રી રહે. સંપતીમાં રાચતો, ના કદી વિપદ રહે..૧૭
રચ્યું જે સ્તોત્ર રાવણે, અનુવાદ શું કરી શકું, ઉમદા અલંકારને કેદાર શું સમજી શકું
સહજ બને ભક્તને, એ ભાવથી સરળ કર્યું, પ્રેમથી પૂજન કરે, એ આશથી અહીં ધર્યું..૧૮
ઇતિ શિવ તાંડવ સ્તોત્ર અનુવાદ સંપૂર્ણ.
શિવ તાંડવ નું ક્યારે ગાન કરવું જોઈએ અને તેના થી શું ફળ પ્રાપ્ત થાય છે?:
આ રાવણ દ્વારા રચવામાં આવેલ ખુબજ પ્રભાવશાળી અને શક્તિશાળી સ્તોત્ર માનવામાં આવે છે. આ સ્તોત્ર નું પઠન કે આ સ્તોત્ર વડે પૂજા કરવા માટે પણ એક નિશ્ચિત સમય હોય છે. જો આપે ધ્યાન થી આ સ્તોત્ર ને વાંચ્યો હોય તો તેના અંતિમ શ્લોક માં “પ્રદોષ” શબ્દ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રદોષ એક એક સમય છે જે પ્રદોષકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દર મહિના માં બે પ્રદોષ આવે છે. જે તેરસ ની તિથી પર આવે છે, આ તિથી ના દિવસે સૂર્યાસ્ત પછી ની 24 મિનિટ ના આસપાસ ના સામે ને પ્રદોષકાળ માનવામાં આવે છે. આ સામે દરમિયાન ભગવાન શિવ ખુબજ પ્રસન્ન હોય છે. શિવ તાંડવ નું આ સમયે ગયાં કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. શિવ તાંડવ નું ગાન કરવાથી હાથી, ઘોડા અને રથ યુક્ત લક્ષ્મી(રથગજેંદ્ર તુરંગયુક્તાં) ની પ્રાપ્તિ થાય છે.
શિવ તાંડવ સ્ત્રોતમ ની રચના કોણે કરી હતી:
ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે તેમના એક મહાન ભક્ત “રાવણ” દ્વારા શિવ તાંડવ ની રચના કરવામાં આવી હતી. શિવ તાંડવ ની રચના પાછળ એક વાર્તા છે જે આ પ્રમાણે છે, “એક વાર રાવણ ને પોતાની શક્તિ અને ભક્તિ પર ઘમંડ ચડી આવ્યું. આથી તેને સંપૂર્ણ હિમાલય ને ઊચકી લંકા લઈ જવા માટે જોર લગાવવાનું શરૂ કર્યું. આ જોઈ શંકર ભગવાન એ માત્ર પોતાના અંગૂઠા ના બળ વડે હિમાલય ને દબાવતા રાવણ ના હાથ હિમાલય ના દબાણ માં આવી ગયા. આ તીવ્ર પીડા થી દૂર થવા અને ભગવાન શંકર ને પ્રસન્ન કરવા માટે રાવણ દ્વારા શિવ તાંડવસ્તોત્રમ દ્વારા સ્તુતિ કરવામાં આવી હતી.”
શિવ ચાલીસા:
દોહા –
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
શ્રી શિવ ચાલીસા –
જય ગિરિજાપતિ દીનદયાલ
સદા કરત સંતન પ્રતિપાલા
ભાલ ચન્દ્રમા સોહત નીકે
કાનન કુંડલ નાગફની કે
અંગ ગૌર સિર ગંગ બહાયે
મુળ્ડમાલ તન ક્ષાર લગાયે
વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે
છવિ કો દેખી નાગ મુનિ મોહે
મૈના માતુ કી હવે દુલારી
વાન અંગ સોહત છવિ ન્યારી
કર ત્રિશુલ સોહત છવિ ભારી
કરત સદા શત્રુન ક્ષયકારી
નંડિ ગણેશ સોહૈ તહં કૈસે
સાગર મધ્ય કમલ હૈ જૈસે
કાર્તિક શ્યામ ઔર ગણરાઉ
યા છવિ કો કહી જાત ન કાઉ
દેવન જબહી જાય પુકારા
તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા
કિયા ઉપદ્રવ તારક ભારી
દેવન સબ મિલિ તુમહી જુહારી
તુરત ષડાયન આપ પઠાયઉ
લવ નિમેષ મહં મારિ ગિરાયઉ
આપ જલંધર અસુર સંહારા
સુયશ તુમ્હાર વિદિત સંસારા
ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ
તબ હી કૃપા કર લીન બચાઈ
કિયા તપહિ ભાગીરથ ભારી
પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી
દાનિન મહં તુમ સમ કોઉ નાહી
સેવક સ્તુતિ કરત સદાહી
દેવ માહી મહીમા તબ ગાઈ
અકથ અનાદિ ભેદ નહી પાઈ
પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલા
જરત સુરાસુર ભએ વિહાલા
કીન્હ દયા તહં કરી સહાઈ
નીલકંઠ તવ નામ કહાઈ
પૂજન રામચંન્દ્ર જબ કીન્હા
જીત કે લંક વિભીષણ દીન્હા
સહસ કમલ મે હો રહે ઘારી
કીન્હ પરીક્ષા તબહી પુરારી
એક કમલ પ્રભુ રાખેઉ જોઈ
કમલ નયન પૂજન ચહં સોઈ
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર
ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર
જય જય જય અનંત અવિનાશી
કરત કૃપા સબકે ઘટ વાસી
દુષ્ટ સકલ નિત મોહી સતાવે
ભ્રમત રહૌ મોહી ચેન ન આવે
ત્રાહી ત્રાહી મે નાથ પુકારો
યે હી અવસર મોહી આન ઉબારો
લૈ ત્રિશુલ શત્રુન કો મારો
સંકટ તે મોહી આન ઉબારો
માતા-પિતા ભ્રાતા સબ હોઈ
સંકટ મે પૂછત નહી કોઈ
સ્વામી એક હૈ આસ તુમ્હારી
આય હુરહુ મમ સંકટ ભારી
ધન નિર્ધન કો દેત સદા હી
જો કોઈ જાંચે સો ફલ પાહી
અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી
ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી
શંકર હો સંકટ કે નાશન
મંગલ કારણ વિધ્ન વિનાશન
યોગી યતિ મુનિ ધ્યાન લગાવે
શારદ નારદ શીશ નવાવૈ
નમો નમો જય નમ: શિવાય
સુર બ્રહ્માદિક પાર ન પાય
જો યહ પાઠ કરે મન લાઈ
તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ
ઋનીયા જો કોઈ હો અધિકારી
પાઠ કરે સો પાવન હારી
પુત્ર હોન કી ઈચ્છા જોઈ
નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ
પંડિત ત્રયોદશી કો લાવે
ધ્યાનપૂર્વક હોમ કરાવે
ત્રયોદશી વ્રત કરે હમેશા
તાકે તન નહી રહે ક્લેશા
ધૂપ દીપ નૈવેદ ચઢાવે
શંકર સમ્મુખ પાઠ સુનાવે
જન્મ જન્મ કે પાપ નસાવે
અંતધામ શિવપુર મે પાવે
કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી
જાનિ સકલ દુખ હરહુ હમારી
દોહા –
નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશામગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.