અલંકાર નો સામાન્ય રીતે અર્થ આભૂષણ થાય છે એવી જ રીતે ગુજરાતી વ્યાકરણ ને સુશોભિત કરવા માટે અલંકાર વ્યાકરણ નો ઉપયોગ થાય છે. જેમાં આજે અમે આ લેખ માં અલંકાર એટલે શું? અને અલંકાર ના કેટલા પ્રકાર છે ઉદાહરણ સહિત તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા માં આવી છે.
અલંકાર એટલે શું?
સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકીય રૂપોનો જે ઉપયોગ કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.
અલંકાર ને બે ભાગ માં વહેચવામાં આવે છે જેમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર નો સમવેશ થાય છે જેના પણ પેટા પ્રકારો રહેલા છે જેની વિસ્તૃત માહિતી નીચે આપવામાં આવી છે.
આ પણ વાંચો – 101 ગુજરાતી ઉખાણાં જવાબ સાથે
અલંકાર ના વિશે વધુ માહિતી જાણીએ તે પહેલા શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉપમાન, ઉપમેય, સાધારણ ધર્મ, ઉપમાવચક શબ્દો વિશે ની ટુંકમાં માહિતી મેળવી લઈએ જે નીચે મુજબ છે.
- અર્થાલંકાર એટલે વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમત્કૃતિ સર્જાય ત્યારે તેને અર્થાલંકાર કહેવાય છે.
- ઉપમેય એટલે જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય છે.
- ઉપમાન એટલે જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહે છે.
- સાધારણ ધર્મ એટલે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
- ઉપમાવાચક શબ્દો એટલે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવા માટે વપરાતા શબ્દો ને ઉપમાવાચક શબ્દો કહે છે.
શ્બ્દાલંકાર વિશેની સંપૂર્ણ માહિતી અને તેના પેટા પ્રકારો કેટલા છે ર્તેના વિશે ની માહિતી નીચે આપવામાં આવી છે.