રથયાત્રા વિશે સંપૂર્ણ માહિતી અને રસપ્રદ માહિતી

રથયાત્રા એક પ્રખ્યાત હિન્દુ તહેવાર છે. પુરીની રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે. ભગવાન જગન્નાથના બાર મહિનામાં તેર તહેવારો ઉજવવામાં આવે છે. રથયાત્રા તેમાંથી એક છે. કહેવાય છે કે રાજા ઈન્દ્રદ્યુમ્નની પત્ની ગુંડીચા દેવીની ઈચ્છા અનુસાર આ યાત્રા શરૂ થઈ હતી. તેથી તેને ગુંડિચા યાત્રા પણ કહેવામાં આવે છે.

ગુજરાતની શાન ગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.

રથયાત્રા શા માટે ઉજવવામાં આવે છે?:

રથયાત્રા વિશે સંપૂર્ણ માહિતી અને રસપ્રદ માહિતી

ભગવાન જગન્નાથની રથ યાત્રાનો ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉજવવા પાછળ કેટલીક માન્યતાઓ રહેલી છે. જેમાંથી એક જાણીતી માન્યતા છે કે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ ભગવાન જગન્નાથજી પાસે દ્વારકાની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પરિણામે ભગવાને સુભદ્રાને રથ દ્વારા યાત્રા કરાવી હતી, ત્યારથી દર વર્ષે આ દિવસે જગન્નાથની યાત્રા કાઢવામાં આવે છે.

આ પણ વાંચો – કચ્છીઓ નું નવું વર્ષ અષાઢી બીજ વિશે ની સંપૂર્ણ માહિતી

ભગવાન જગન્નાથની રથ યાત્રા માટે ત્રણ રથ તૈયાર કરવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો રથ રથ યાત્રામાં સૌથી આગળ છે, જેને 14 પૈડાં છે અને તેને તાલધ્વજ કહેવામાં આવે છે, બીજો રથ 16 પૈડાવાળા શ્રી કૃષ્ણનો છે, જે નંદીઘોષ અથવા ગરુંધવાજ તરીકે ઓળખાય છે અને ત્રીજો રથ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા માટે હોઈ છે તેને 12 પૈડાં છે અને તેને દર્પદલન અથવા પદ્મરથ કહેવામાં આવે છે. ત્રણેય રથ તેમના રંગ અને લંબાઈથી ઓળખાય છે.

રથયાત્રા નું મહત્વ:

રથયાત્રા નું મહત્વ

પુરી ખાતેનું વર્તમાન મંદિર 800 વર્ષથી વધુ જૂનું છે જે ચાર પવિત્ર ધામોમાંનું એક માનવામાં આવે છે. કહેવાય છે કે જે ભક્તોને રથ યાત્રાનો રથ ખેંચવાનું સૌભાગ્ય મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર જે રથ ખેંચે છે તેને મોક્ષ મળે છે.

એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન સ્વયં શહેરમાં આવે છે અને લોકોની વચ્ચે આવે છે અને તેમના સુખ-દુઃખમાં સહભાગી બને છે. એવી પણ માન્યતા છે કે જે ભક્તો રથયાત્રામાં ભગવાનને પ્રણામ કરતી વખતે રસ્તાની ધૂળ, કાદવ વગેરેમાં ફરે છે તેઓ શ્રી વિષ્ણુના સંપૂર્ણ વાસને પ્રાપ્ત કરે છે.

સૌથી મહત્વની વાત એ છે કે રથયાત્રાના દિવસે કોઈ પણ મંદિર કે ઘરમાં પૂજા કરતું નથી અને સામૂહિક રીતે આ તહેવાર કરે છે અને તેમાં કોઈ ભેદભાવ જોવામાં આવતો નથી.

રથયાત્રા વિશે રસપ્રદ વાતો:

રથયાત્રા વિશે રસપ્રદ માહિતી

  • જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે.
  • ભાઈ બલભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
  • રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્ર અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે.
  • અમદાવાદમાં દરવર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે છે.
  • આ રથયાત્રા ને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે જે નવ દિવસ સુધી ચાલે છે.
  • રથયાત્રા અષાઢ સુદ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમા પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.
  • સૌથી મોટી રથયાત્રાની ઉજવણી પૂર્વ ભારતના રાજ્ય ઓડિશામાં આવેલા શહેર અને નગરપાલિકા પુરીમાં થાય છે. બીજી મોટી રથયાત્રાની ઉજવણી પશ્ચિમ ભારતમાં ગુજરાતમાં થાય છે.
  • આ રથયાત્રા કોમી એકતાનુ પ્રતિક પણ છે. રથયાત્રા શરૂ થતા પહેલા મુસ્લીમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે.
  • આ રથયાત્રાની એક રસપ્રદ વિધિ એ છે પહિંદ વિધિ જેમ પ્રજાપતિ રાજા વિધિ અનુસાર એક શણગારેલી ડોલીમાં આવે છે અને સોનાની સાવરણથી રથયાત્રાના રસ્તાને થોડા અંતર સુધી સાફ કરે છે. રાજા પોતાને સેવક સમજીને આ કામ કરે છે.
  • જગન્નાથનો અર્થ જ થાય છે જગતના નાથ. કૃષ્ણ અને વિષ્ણુના અવતાર તરીકે ઓડિશામાં તેઓ પૂજાય છે. સ્થાનિક લોકો જગન્નાથને બહુ પ્રેમથી તેમનો કાળો રંગ જાણીને કાળિયા દેવ કહીને બોલાવે છે. જોકે આધુનિક જમાનામાં આપણે વર્ણ માટે બહુ સજાગ થઈ ગયા છીએ એટલે કૃષ્ણને નીલા વર્ણના ગણાવીએ છીએ. છે તો દેવ, પણ સૌના મિત્ર વધારે લાગે એવા છે. જગન્નાથ મંદિરમાં ભક્તોનો ભાવ સખા-ભાવ હોય છે, મૈત્રી દ્વારા ઇશ્વરની ભક્તિ.
  • જગન્નાથ મંદિરમાં કૃષ્ણ સાથે રાધા કે પટરાણીઓ નથી, પણ તેમના ભાઇ-બહેન બિરાજે છે. મોટા ભાઇ બલભદ્ર અને નાની બહેન સુભદ્રા. તેમની મૂર્તિઓ અનોખા પ્રકારની છે. તેમાં માત્ર ચહેરા છે, બહુ વિશાળ મસ્તક અને હાથ-પગ નહીં. આ મૂર્તિઓ વળી પથ્થર કે ઘાતુની પણ નથી બનેલી હોતી. મૂર્તિઓ લાકડાની બનેલી હોય છે અને રેઝિન તથા વસ્ત્રો દ્વારા તેને શણગારવામાં આવી હોય છે. તેના કારણે જ આ મૂર્તિઓને સમયાંતરે બદલવી પડે છે. તેમાંથી જ ઊભી થઈ છે ભગવાનના બિમાર પડવાની, અવસાન પામવાની અને ફરીથી જન્મ લેવાની પરંપરા.

જગન્નાથ મંદિરની રહસ્યમય વાતો:

જગન્નાથ રથયાત્રા વિશે રસપ્રદ માહિતી

  • ઓરીસ્સાના પુરી શહેરમાં શ્રી જગન્નાથ મંદિર સ્થિત છે આ મંદિર ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) ને સમર્પિત છે. જગન્નાથનો અર્થ છે જગતના સ્વામી તેમની નગરી જ જગન્નાથપુરી કહેવાય છે. આ મંદિર હિન્દુઓના ચાર ધામો પૈકી એક છે. જગન્નાથ મંદિરની વાર્ષિક રથયાત્રા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેમાં મંદિરના ત્રણેય મુખ્ય દેવતા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણેય અલગ – અલગ ભવ્ય રથોમાં વિરાજીત થઈ પોતાની માસીને ત્યાં જાય છે ત્યાં ભગવાન 8 દિવસ રોકાય છે તમને આ મંદિરથી જોડાયેલી કેટલીક રસપ્રદ અને રહસ્યમય વાતો જણાવી રહ્યા છીએ જેના પાછળનું કારણ વિજ્ઞાની પણ શોધી શક્યા નથી. આ મંદિર એ વાતનું પ્રમાણ છે કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર અને સ્થાપત્ય નિષ્ણાત હતાં.
  • સામાન્ય રીતે દરિયા કિનારા પર દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ પુરીમાં આનું વિપરિત થાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.
  • સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ મંદિરના ગુંબજની આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં.
  • રોજ 500 રસોઈયા 300 સહયોગીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે પ્રસાદ 8 – 10 હજાર લોકો માટે જ બનાવવામાં આવ્યો હોય તો પણ આનાથી લાખો લોકો પેટ ભરીને જમી શકે છે. અહીં આશરે 20 લાખ શ્રદ્ધાળુઓ રોજ ભોજન કરી શકે છે. અહીં ક્યારે પણ પ્રસાદ ફેંકવો નથી પડતો. પ્રસાદ બનાવવા માટે 7 વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે પ્રસાદ લાકડીઓ ઉપર જ બનાવવામાં આવે છે. રસપ્રદ વાત છે કે સૌથી ઉપરના વાસણમાં મુકેલી વસ્તુ પહેલાં ચઢે છે પછી ક્રમશઃ નીચેના વાસણોમાં મુકેલી વસ્તુઓ ચઢે છે.
  • શ્રી જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા હવાની વિપરિત દિશામાં લહેરાય છે આનું કારણ હમણા સુધી શોધી નથી શકાયું. આ ધ્વજાને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઉંધો થઈને ઉપર ચઢે છે. આ ધ્વજા ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે.
  • આ દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચુ મંદિર છે. આ મંદિરનો વિસ્તાર આશરે 4 લાખ વર્ગફુટ છે, આની ઊંચાઈ આશરે 214 ફુટ છે. મંદિર પાસે ઉભા થઈ તેનું મુખ્ય ગુંબજ જોવું અસંભવ છે. આખા દિવસમાં ક્યારેય મુખ્ય ગુંબજનો પડછાયો દેખાતો નથી આ મંદિર જોઈને અંદાજો લગાવી શકાય કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર રહ્યા હશે.
  • મંદિરના શિખર પર સુદર્શન ચક્ર લાગેલું છે શહેરના કોઈ પણ વિસ્તારથી તમે આ ચક્ર જોઈ શકો છો કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય એવું જ લાગે છે. અહીં દર 12 વર્ષે નવી પ્રતિમાઓ બનાવવામાં આવે છે આ પ્રતિમાઓનો આકાર અને રૂપ એ જ હોય છે કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે.
  • દરિયાએ 3 વાર જગન્નાથ મંદિરને ક્ષતિ પહોંચાડી હતી ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા હતાં અને તેમની પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરી જતો હતો. આ કારણથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. જગન્નાથપુરીના દરીયા કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
  • મહારાજા રણજીત સિંહએ આ મંદિરને ઘણુ બધું સોનું દાન કર્યુ હતું તેમણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપેલા સોનાથી આ માત્રા ઘણી વધુ હતી.
  • અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા હતાં. માનવામાં આવે છે કે પ્રભુ ઈસુ સિલ્ક રૂટથી કાશ્મીર આવ્યા હતાં ત્યારે બેથલહેમ પાછા જતા પહેલાં તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતાં. 9 મી શતાબ્દીમાં આદિ શંકરાચાર્ય અહીં આવ્યા હતાં અને ચાર મઠો પૈકી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી.
  • આ મંદિરમાં ગેર ભારતીય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અગાઉ મંદિરને ક્ષતિ પહોંચડાવાના પ્રયાસ કરવામાં આવ્ય હતાં આ જ કારણથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
  • મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરતાંની સાથે તમને દરિયાની કોઈ અવાજ નહી સંભળાશે પણ જેમ જ તમે મંદિરથી એક પગલું બહાર આવશો તમે તે અવાજને સાંભળી શકશો.
  • આ મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષપ્રાપ્તિ માટે મૃતદેહોનું અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, પણ તમે મંદિરની બહાર જશો ત્યારે જ તમને મૃતદેહોના સળગવાની ગંધ આવશે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 120 times, 1 visit(s) today

Leave a Comment