અમદાવાદ માં રોજબરોજ ના કામકાજ થી લોકો કંટાળી ને પરિવાર સાથે સમય પસાર કરવા માટે અને આરામ કરવા માટે કોઈ જગ્યા એ ફરવા માટે નું વિચારતા હોય છે તેમના માટે અમે અહીં એક દિવસીય પ્રવાસ તથા પરિવાર સાથે અથવા મિત્રો સાથે આ પ્રવાસિક સ્થળો ની મુલાકાત લઇ શકે તેવી જગ્યાઓ ની સૂચિ લઇ ને આવ્યા છે.
જેમાં અમદાવાદ ની નજીક કાંકરિયા, સાબરમતી આશ્રમ, મોલ્સ, મંદિરો સિવાય પણ ઘણા એવા સ્થળો છે જેને માણવાલાયક છે અને જ્યાં ફરવા જવા થી આખો દિવસ આરામ થી પસાર થઇ જાય છે તે સિવાય મનોરંજન પણ મળી રહે છે.
આ પણ વાંચો – જામનગર નજીક આવેલા જોવાલાયક સ્થળો
અડાલજ ની વાવ:
અડાલજ ની વાવ આ વાવ ની મુલાકાત લેવા જેવી છે. જેને 1498 માં બનાવવા માં આવી હતી. આ વાવ ને પાણી નો સંગ્રહ કરવા માટે બનાવવા માં આવી હતી તેની સ્થાપત્ય મુસ્લિમ કલા મુજબ કરવામાં આવ્યું હતું. તેનું સ્થાપત્ય અને બાંધકામ 500 વર્ષ પછી પણ એમનું એમ અકબંધ છે.
આ પણ વાંચો – દિવાળી ની શુભકામના અને સંદેશાઓ
અડાલજ ની વાવ રાણા વીરસિંહ દ્વારા 1498 ની સાલ માં અડાલજ માં બનવવામાં આવી હતી. અડાલજ ની વાવ માં તેની સ્થાપત્ય કલા માણવાલાયક છે. ઈન્ડો ઇસ્લામિક નું અદભુત મિશ્રણ કરી ને સ્થાપત્ય બનાવેલું છે. તેની કોતરણી કામ દીવાલ અને પિલ્લર પર અદભુત કરેલું છે જે નિહાળવા લાયક છે.
આ પણ વાંચો – નૂતન વર્ષાભિનંદન ની શુભકામના અને સંદેશાઓ અને તેનું મહત્વ 2022
અડાલજ ની વાવ ની મિત્રો અથવા પરિવાર ના સભ્યો સાથે અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
અડાલજ ની વાવ અમદાવાદ થી 18 કિલોમીટર ના અંતરે આવેલું છે.
લોથલ:
અમદાવાદ જિલ્લા ના ભાલ વિસ્તારમાં આવેલા સરગવાળા શહેર માં લોથલ ગામ આવેલું છે. જેની શોધ એસ. આર. રાવ નામ ના પુરાતત્વવિદ દ્વારા નવેમ્બર 1954 માં કરવામાં આવી હતી.
આ સ્થળ ઐતિહાસિક છે અહીંની મુલાકાત લેવા જેવી છે. પહેલા ના સમય માં થતા ઉદ્યોગો અને વેપાર વાણિજય ને લગતી માહિતી આ સ્થળે થી મળી રહે છે.
અહી જહાજી આવન – જાવન થતું હતું અને ઘરેણાં, વસ્ત્રો, ધાતુ વગેરે ની નિકાસ થતી હતી. અહી રહેતા લોકો નો ધંધો ઇજિપ્ત સુધી ફેલાયેલો હતો તેવા પુરાવા મળ્યા છે. જ્યાં ખોદકામ દરમ્યાન હાથીના દાંત, કિંમતી પથ્થરો, પારા થી બનેલા ઘરેણાં, માટીના વાસણો, બંગડીઓ વગેરે મળ્યા હતા.
લોથલ અમદાવાદ થી 79 કિલોમીટર ના અંતરે આવેલું છે.
પોલો ફોરેસ્ટ:
પોલો ના જંગલો કે જે વિજયનગર ના જંગલો તરીકે પણ જાણીતા છે સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા માં આ જંગલ આવેલું છે.
હરણવ નદીના કિનારે આવેલુ આ જંગલ માણવાલાયક છે શહેર થી દૂર અને એકદમ શાંત કુદરત ના ખોળે છે. અહીં આ જગ્યા વિષે ની વધારે માહિતી પ્રવાસીઓ ને હતી નહિ અને અહીં વધુ પ્રમાણ માં પ્રવાસીઓ આવતા પણ ન હતા પરંતુ લોકો ના આવ્યા બાદ એકબીજા ની વાત સાંભળી ને આ જગ્યા માં છેલ્લા ત્રણ ચાર વર્ષ થી પ્રવાસીઓ નો ઘસારો જોવા મળે છે.
પરિવાર ના સભ્યો સાથે અથવા મિત્રો સાથે આ જંગલ ની મુલાકાત લેવા જેવી છે અહીં જંગલ ની મુસાફરી માણવાલાયક છે.
પોલો ફોરેસ્ટ અમદાવાદ થી 157 કિલોમીટર ના અંતરે આવેલું છે.
થોળ પક્ષી અભયારણ્ય:
મહેસાણા નજીક આવેલું આ પક્ષી અભયારણ્ય માં તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં દૂર દૂર થી વિવિધ પ્રકારના પક્ષીઓ આવે છે. જેમાં ફ્લેમિંગો પક્ષી અને સારસ પક્ષી આકર્ષણ નું કેન્દ્ર છે. 1912 ની સાલ માં આ તળાવ બનાવવા માં આવ્યું હતું. જે મહેસાણા માં આવેલું છે.
થોળ પક્ષી અભ્યારણ્ય દેશ વિદેશ ના હજારો પક્ષીઓ ને આકર્ષિત કરે છે 7 કિલોમીટર ના અંતર માં આ તળાવ પથરાયેલું છે 1988 માં વન્યજીવ સરંક્ષણ દ્વારા અભ્યારણ્ય નો દરજ્જો આપવા માં આવ્યો છે. નવેમ્બર થી માર્ચ ના સમયગાળા માં વિવિધ પ્રકાર ના પક્ષીઓ દેશ વિદેશ થી અહીં આવે છે. જેના માટે આ સમયે મુલાકાત લેવાથી અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે.
થોળ પક્ષી અભ્યારણ્ય અમદાવાદ થી 29 કિલોમીટર ના અંતરે આવેલું છે.
ઝાંઝરી નો ધોધ:
આ ધોધ 25 ફૂટ ઉંચો છે. અહિયાં આવવા માટે તમારે પોતાનું વાહન લાવવું પડશે. વાહનો ના પાર્કિંગ થી આ ધોધ 3 કિલોમીટર દુર છે. તમે અહિયાં ટ્રેકિંગ કરી શકો કે પછી ઊંટ ની સવારી પણ કરી શકો છો.
અહિયાં ક્યાય રહેવા કે ખાવા માટે હોટલ નથી એટલે પોતાની સાથે ખાવા પીવા ની વસ્તુઓ લઈ ને જવી. અહીં ની સુંદરતા નિહાળવા લાયક છે અઠવાડિયા ના અંતે આવતી ની રજા માં અહીં વધુ ભીડ જોવા મળે છે.
સવાર ના 7 થી 10 નો સમયગાળો માણવાલાયક છે.
ઝાંઝરી ધોધ અમદાવાદ થી 75 કિલોમીટર ના અંતરે આવેલું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી:
કેવડિયા નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) સરદાર વલ્લભભાઈ પટેલ ની યાદ માં બનાવવામાં આવેલી મૂર્તિ છે. ભારત ના લોહપુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટ્ટેલ ને આ સ્ટેચ્યુ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માં આવી છે.
કાંસ્ય દ્વારા બનવવામાં આવેલી આ મૂર્તિ 182 મીટર લાંબી છે. જે વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ની નામના ધરાવે છે.
અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય સરદાર સરોવર ડેમ નિહાળવા લાયક છે અને તેમાં બોટીગ પણ થાય છે. પ્રતિમા પર થતો લેસર શૉ માણવાલાયક છે.
અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું અંતર 198 કિલોમીટર જેટલું છે.
નીલકંઠ ધામ પોઇચા:
નીલકંઠ ધામ મંદિર ની રચના અદભુુત છે. નીલકંઠ ધામ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનવવામાં આવેલું મંદિર છે. જે નર્મદા નદી ના કાંઠે આવેલું છે. જેમાં ફૂડ ઝોન, કિડ્સ પ્લે ઝોન, પાર્ક ઝોન, જોવાલાયક વસ્તુઓ માટે ના અલગ અલગ ઝોન પાડવા માં આવેલા છે.
નીલકંઠ ધામ મંદિર માં આવેલી મૂર્તિઓ ને ખુબ જ સુંદર રીતે બનવવામાં આવેલી છે જે નિહાળવા લાયક છે. અહીં રાત ના સમયે આખું મંદિર રોશની થી ઝળહળી ઉઠે છે.
નીલકંઠ ધામ મંદિર અમદાવાદ થી 170 કિલોમીટર ના અંતરે આવેલું છે.
ઓરસંગ કેમ્પ:
વડોદરા ના ડભોઇ ખાતે આવેલું ઓરસંગ કેમ્પ એ કેમ્પીંગ રિસોર્ટ છે. જ્યાં રહેવા મટે ની ઉત્તમ સગવડ આપવા માં આવે છે. 125 એકર માં પથરાયેલું આ રિસોર્ટ કુદરતી વાતાવરણ ની વચ્ચે આવેલું છે.
અહીં એડવેન્ચર જમ્પિંગ, ઝીપ લાઈન, ક્લાઈમ્બીન્ગ વોલ, બાળકો માટે રમત ગમત ના સાધનો, જંગલ ટ્રેકિંગ, નાઈટ ટ્રેકિંગ, પાણી નો ધોધ, મંકી બ્રિજ, યોગા સેન્ટર વગેરે જેવા સાહસો માણવાલાયક છે. પરિવાર ના સભ્યો સાથે આ સ્થળ ની મુલાકાત લેવા જેવી છે.
અહીં થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 50 કિલોમીટર ના અંતરે આવેલું છે.
ઓરસંગ કેમ્પ અમદાવાદ થી 160 કિલોમીટર ના અંતરે આવેલું છે.
નળસરોવર પક્ષી અભયારણ્ય:
સાણંદ નજીક આવેલા આ પક્ષી અભયારણ્ય એ પક્ષી ચાહકો માટે માણવાલાયક જગ્યા છે અહીં પણ થોળ પક્ષી અભ્યારણ્ય માફક ઓમાન, યમન, દુબઇ અને સાઇબિરીયા જેવા અલગ અલગ દેશો થી અલગ અલગ પક્ષીઓ આવે છે 1969 ની સાલ માં પક્ષી અભ્યારણ્ય જાહેર કરવા માં આવ્યું હતું પક્ષી નિહાળવા સિવાય અહીં બોટ રાઇડિંગ, ઘોડા સવારી પણ થાય છે.
નળસરોવર પક્ષી અભ્યારણ્ય અમદાવાદ થી 64 કિલોમીટર ના અંતરે આવેલું છે.
વિન્ટેજ કાર મ્યુઝિયમ:
દાસ્તાન ખાતે આવેલું આ વિન્ટેજ કાર મ્યુઝિયમ ની શરૂઆત 1927 માં પ્રાણલાલ ભોગીલાલ દ્વારા કરવા માં આવી હતી આ મ્યુઝિયમ 2200 એકર વિસ્તાર માં પથરાયેલું છે. 1987 માં વિશ્વનું સૌથી મોટા અંગત ગેરેઝ તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયેલું છે.
આ જગ્યા કાર ના રસિકો ને પસંદ આવે તેવું અલગ અલગ પ્રકાર ની જૂની અને જાણીતી કંપનીઓ ની કાર નું કલેક્શન કરવા માં આવેલું છે. જેમાં બેન્ટલી, લગોંડા, રોલ્સ રોયસ, કેડીલેક, ઓસ્ટીન, જગુઆર, મરસિડીઝ વગેરે જેવી કારો નું કલેક્શન આવેલુ છે.
વિન્ટેજ કાર મ્યુઝિયમ અમદાવાદ થી માત્ર 15 કિલોમીટર ના અંતરે આવેલું છે.
આ સિવાય અન્ય એક દિવસીય પ્રવાસીય સ્થળો:
- ત્રિનેત્ર મંદીર: ત્રિનેત્ર મંદીર દાદા ભગવાન ની કલ્પના છે. જેમાં જૈન ધર્મ, શૈવવાદ અને વૈષ્ણવ ધર્મ ને એક જ મંચ પર સાથે લાવવામાં આવ્યા છે. આ મંદીર થી ધાર્મિક તફાવત ને નાબૂદ કરવાનો તથા બિનસાંપ્રદાયિક મંદીર બનાવવા માં આવ્યું છે. જેમાં રાત ના સમયે મંદીર રોશની થી જગમગી ઉઠે છે. ત્રિનેત્ર મંદીર અમદાવાદ થી 25 કિલોમીટર ના અંતરે આવેલું છે.
- ઈન્દ્રોડા પાર્ક: ઈન્દ્રોડા પાર્ક ગાંધીનગર માં આવેલું છે. લીલાછમ ઝાડો થી છવાયેલું છે. જ્યાં ડાયનોસોર પાર્ક, બોટનિકલ ગાર્ડન, પ્રાણીસંગ્રહાલય, વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. બાળકો ની સાથે જવા જેવી જગ્યા છે. ઈન્દ્રોડા પાર્ક અમદાવાદ થી 25 કિલોમીટર ના અંતરે આવેલું છે.
- મણિયાર વર્લ્ડ: સરખેજ પાસે આવેલું મણિયાર વર્લ્ડ ઉભુ કરવા માં આવ્યું છે. જેમાં સ્નો પાર્ક, અમ્યુસમેન્ટ પાર્ક, વોટર પાર્ક બનાવવા માં આવ્યું છે. તે સિવાય કાર બમ્પિંગ, જમ્પિંગ જેક, 5D સિનેમા, સ્લિંગ શોટ, એકવા બોલ વગેરે નો સમાવેશ થાય છે. બાળકો, મિત્રો તથા પરિવાર સાથે જઈ શકાય તેવી જગ્યા છે. મણિયાર વર્લ્ડ અમદાવાદ થી 11 કિલોમીટર ના અંતરે આવેલું છે.
- સાયન્સ સિટી: હેબતપૂર નજીક આવેલું સાયન્સ સિટી એ તેના નામ મુજબ સાયન્સ ને લગતા પ્રયોગો અને વિજ્ઞાન સાથે જોડાયેલા વિવિધ વિષયો નું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તે સિવાય IMAX THEATRE, ELECTRODOME, THRILL RIDE, HALL OF SPACE & SCIENCE, RESTAURANT, SPACE EARTH, ENERGY PARK, AUDA GARDEN વગેરે જોવલાયક છે. સાયન્સ સિટી અમદાવાદ થી 11 કિલોમીટર ના અંતરે આવેલું છે.
- તિરૂપતિ ઋષિવન: હિમંતનગર નજીક આવેલું આ ઋષિવન એડવેન્ચર પાર્ક સહીત અહીં વિવિધ દેશો ની અજાયબીઓ નું આબેહૂબ પ્રતિમાઓ બનવવામાં આવી છે. આ સિવાય પેરાગ્લાઇડિંગ, રૈન વોટર, રોલર કોસ્ટર, 6D સિનેમા, રિસોર્ટ વગેરે આવેલું છે. જે માણવાલાયક છે.પરિવાર સાથે અને મિત્રો સાથે અહીં સમય પસાર કરવા જેવો છે. તિરૂપતિ ઋષિવન અમદાવાદ થી 81 કિલોમીટર ના અંતરે આવેલું છે.
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય અને આપને મદદરૂપ સાબિત થયો હોય તો આપણા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે આ લેખ ને શેર કરવો.
જો આપને અમદાવાદ ની નજીક ની જગ્યાઓ ની આના સિવાય ને કોઈ માહિતી હોય તો આપ આપનો મંતવ્ય અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.