નવરાત્રિ ના પાવન પર્વ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ નવ દિવસો માં માતાજી ના વિવિધ નવ અવતાર ની પૂજા કરવામાં આવે છે જેમાં માતાજી ના નવ અવતાર કે જેમાં માતાજી ના નવ સ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણીની, ચંદ્રઘંટા, કૃષ્ણામાડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એમ આ નવ અવતાર ની નવ દિવસ પૂજન, અર્ચના કરવા માં આવે છે અને માતાજી ને રિજવવા માં આવતા હોય છે.
આ પણ વાંચો – ડાકોર મંદિર નો ઈતિહાસ
નીચે દર્શાવેલ માતાજી ના આ મંત્ર માં નવરાત્રિ ના નવ દિવસ દરમ્યાન ઉજવવામાં આવતા અને દર્શાવવામાં આવતા સ્વરૂપ ના નવ અવતાર ના નામ આવી જાય છે. જે નીચે મુજબ છે.
આ પણ વાંચો – નવરાત્રિ ના મેસેજ અને શુભકામના સંદેશા તથા મંત્રો
प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।
तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ।।
पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च।
सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ।।
नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:।
उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना ।।
આ પર્વ નવ દિવસ નો હોવાથી નવરાત્રિ તરીકે ઓળખાય છે. માં અંબા ની આરાધના અને શક્તિ નું પર્વ એટલે નવરાત્રિ. આ નવ દિવસો માં ઉપવાસ, હોમ, હવન , યજ્ઞ થાય છે તેમજ યુવક યુવતીઓ ગરબા ની રમઝટ બોલાવતા હોય છે. નવરાત્રિ ના આ નવ દિવસ દરમ્યાન માતાજી ના દરેક મંદિર માં માતાજીની પૂજા – આરાધના કરવામાં આવે છે જ્યારે ઘણા મંદિરો માં આ પર્વ દરમ્યાન મેળા નું આયોજન પણ કરવામાં આવતું હોય છે.
નવરાત્રિ એક વર્ષ માં ચાર વખત આવે છે જેમાં ચૈત્ર, આસો, મહા અને અષાઢ એમ આ ચાર માસ માં નવરાત્રિ આવે છે. આ ચારેય નવરાત્રિ નું મહત્વ ભારત માં ઘણું છે. આજે અહીં આસો નવરાત્રિ દરમિયાન ઉજવવામાં આવતા નવ દિવસીય માતાજી ના વિશેની અલગ અલગ માહિતી અને માતાજી ના મહત્વ વિશેની માહિતી અહી આપવામાં આવી છે જે નીચે મુજબ છે.
આ પણ વાંચો – દશેરા નું મહત્વ અને દશેરા સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ
નવરાત્રિ ના નવ દિવસ ના નવ દેવી નું મહત્વ:
શૈલપુત્રી:
માં દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. શૈલપુત્રી એ પર્વતો ના રાજા હિમાલયના પુત્રી છે. શૈલપુત્રી ને પાર્વતી માતા અને હેમવતી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શૈલપુત્રી માતા નું વાહન વૃષભ છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળપુષ્પ છે.
માં શૈલપુત્રી નો મંત્ર
ॐ ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नम:
બ્રહ્મચારિણી:
માતાજી નું આ બીજું સ્વરૂપ છે. બ્રહ્મ નો અર્થ થાય છે સર્વશ્રેષ્ઠ. આ સ્વરૂપ માં માતાજી ના જમણા હાથમાં માળા છે અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે. ભગવાન શિવ ની પ્રાપ્તિ માટે માતાજી એ નારદમુનિ ની સલાહ થી કઠોર તપ કર્યું હતું. માતાજી ના આ સ્વરૂપ નું પૂજન કરવા થી આયુષ્ય ની વૃદ્ધિ થાય છે.
માં બ્રહ્મચારિણી નો મંત્ર:
ॐ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:
ચંદ્રઘંટા:
નવરાત્રિ ના ત્રીજા દિવસે ચંદ્રઘંટા નું પૂજન કરવામાં આવે છે. ચંદ્રઘંટા નો અર્થ ચંદ્ર એ આપણા મન નું પ્રતિક છે અને મન માં સતત ચઢાવ ઉતાર આવતા રહેતા હોય છે. માતાજી ના આ સ્વરૂપ માં દસ હાથ ધરાવે છે. જેમાં ઘણા પ્રકાર ના અસ્ત્ર શસ્ત્ર છે જેમાં ખડગ, બાણ, ત્રિશુલ, કમળ તેમના હાથમાં છે.
માં ચંદ્રઘંટા નો મંત્ર:
ॐ ऐं ह्रीं क्लीं चन्द्रघंटायै नम:
કુષ્માંડા:
માતાજી નો ચોથું અવતાર છે કુષ્માંડા. આ સ્વરૂપ માતાને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સંસાર માં કંઈ જ નહતું ત્યારે માતાજી એ સૃષ્ટિ ને જન્મ આપ્યો. આ સ્વરૂપ માં માતાજી ના આઠ હાથ છે તેથી તે અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે. તેમનું વાહન સિંહ છે તેમને શુદ્ધતા ના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા કરવા થી તમામ રોગો અને મુશ્કેલીઓ થી છુટકારો મળે છે
માં કુષ્માંડા નો મંત્ર:
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै नम:
સ્કંદમાતા:
સ્કંદમાતા એ માતાજી નું પાંચમું સ્વરૂપ છે સ્કંદ એટલે કે કાર્તિક ના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે અને તેમના ખોળા માં ભગવાન કાર્તિક જોવા મળે છે. આ સ્વરૂપ માં માતાજી ના ચાર હાથ છે જેમાં બે હાથ માં કમળ છે જ્યારે એક હાથ થી આશીર્વાદ આપે છે અને અન્ય એક હાથ માં કાર્તિક ને રાખેલ છે.
માં સ્કંદમાતા નો મંત્ર:
ॐ ऐं ह्रीं क्लीं स्कंदमातायै नम:
કાત્યાયની:
માતાજી નો આ છઠ્ઠો અવતાર છે જેમાં માં દુર્ગા નું આ સ્વરૂપ મહર્ષિ કાત્યાયન દ્વારા થયું હતું. મહર્ષિ કાત્યાયન એ ખુબ કઠિન તપ કરી ને એક પુત્રી ની આશા હતી જે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા ફળીભૂત થઈ હતી. ભગવાન કૃષ્ણ ને પોતાના પતિ ના સ્વરૂપ માં મેળવવા માટે ગોપીઓ એ કાત્યાયની માતા ની આરાધના કરી હતી તેમ કહેવાય છે.
માં કાત્યાયની માતા નો મંત્ર:
ॐ क्रीं कात्यायनी क्रीं नम:
કાળરાત્રિ:
કાળરાત્રિ એ માતાજી નો સાતમો અવતાર છે. આ માતાજી નું સ્વરૂપ ભયાનક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. તેમનું નામ કાળરાત્રિ કારણ કે તે કાળ નો વિનાશ છે. આ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ માતાજી ને ત્રિનેત્ર ધરાવે છે અને મૃત શરીર પર તેમની સવારી છે. આ સ્વરૂપ ભક્તો ને નીડર બનાવે છે. માતાજી ના આ સ્વરૂપ ને શુભકુમારી પણ કહેવામાં આવે છે.
માં કાળરાત્રિ નો મંત્ર:
ॐ ऐं ह्रीं क्लीं कालरात्र्यै नम:
મહાગૌરી:
મહાગૌરી એ માતાજી નું આઠમો અવતાર છે. મહાગૌરી એ સૌંદર્ય નું પ્રતિક છે. ભગવાન શિવ ને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું અને જેના કારણે માતાજી નો રંગ શ્યામ થઇ ગયો હતો અને પછી ભગવાન શિવે પ્રસન્ન થઈ ને તેમને ગંગાજળ ચઢાવ્યું જેથી તેઓ ગોરા થઈ ગયા હતા. આ પછી થી માતા મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. માતાજી ચાર હાથ ધરાવે છે જેમાં બે હાથ થી આશીર્વાદ આપે છે અને અન્ય બે હાથ માં ડમરૂ અને ત્રિશૂળ છે તેમનું વાહન વૃષભ છે.
માં મહાગૌરી નો મંત્ર:
ॐ ऐं ह्रीं क्लीं महागौर्ये नम:
સિદ્ધિદાત્રી:
માતાજી નું નવમું અને નવરાત્રિ નું અંતિમ સ્વરૂપ સિદ્ધિદાત્રી છે જેનો અર્થ થાય છે સિદ્ધિ પ્રદાન કરનાર. માતાજી નું આ સ્વરૂપ મનોકામના પૂર્ણ કરનારુ છે આ માતાજી નું સ્મરણ કરવા થી તમારી ઇચ્છાઓ ને પરિપૂર્ણ કરવા માં આવે છે. અંતિમ દિવસે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. માતાજી ના આ સ્વરૂપ ને અર્ધનારીશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધિદાત્રી માતા નું વાહન સિંહ છે અને તેમના ચાર હાથો છે જેમાં ઉપલા જમણા હાથમાં ગદા અને નીચલા જમણા હાથમાં ચક્ર ધરાવે છે જ્યારે ઉપલા ડાબા હાથમાં કમળ અને નીચે ના ડાબા હાથમાં શંખ રહેલ છે.
માં સિદ્ધિદાત્રી નો મંત્ર:
ॐ ऐं ह्रीं क्लीं सिद्धिदात्र्यै नम:
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.
Good information