જન્માષ્ટમી 2023 પર શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના મેસેજ

શ્રાવણ માસ એટલે ગુજરાતી તહેવારો નો પર્વ કે જેમાં શિવજી નો માસ, રક્ષાબંધન, સાતમ, જન્માષ્ટમી અને નોમ જેવા તહેવારો નો સમાવેશ થાય છે.

જન્માષ્ટમી ના કૃષ્ણ ભગવાન ના જન્મોત્સવ ની ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્મોત્સવ નો દિવસ ગુરૂવાર ના રોજ 8 સપ્ટેમ્બર 2023 ના રોજ છે.

આ પણ વાંચો – ઝવેરચંદ મેઘાણી ની કવિતાઓ

શ્રીકૃષ્ણ ના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કૃષ્ણ ભુમિ મથુરા માં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે અને ગુજરાત માં દ્વારકા અને ડાકોર માં ઉજવણી કરવામાં આવે છે જેને અલગ અલગ નામ થી પણ ઓળખાવવામાં આવે છે. જેમાં કૃષ્ણ અષ્ટમી, ગોકુળ અષ્ટમી, રોહિણી અષ્ટમી, કૃષ્ણ જ્યંતી વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો – ડાકોર મંદિર નો ઈતિહાસ અને જાણવા જેવું

જન્માષ્ટમી 2021 પર મેસેજ

જન્માષ્ટમી નિમિત્તે મેસેજ:

1) માખણ નો કટોરો, મિશરી નો થાળ,

માટી ની ખુશ્બુ, વરસાદ ની છંટકાવ,

રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,

મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.

2) પ્રેમ થી મોટો આકાર અને “કૃષ્ણ” થી

મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!

3) કેટલીય ઝંખના ઓ સ્વપ્ન મા જાગી હશે,

જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે.

જન્માષ્ટમી 2021 પર ગુજરાતી માં મેસેજ

4) અનેક રંગ થી સજ્જ છે આ મોરપીંછ

અને છતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.

5) દહીં કી હાંડી, બારીશ કી ફુહાર,

માખન ચૂરાને આયે નન્દલાલ.

6) દ્વારકા થી મોટું કોઈ ગુરૂકળ નથી

અને કૃષ્ણ થી મોટા કોઈ ગુરૂ નથી.

જન્માષ્ટમી 2021 પર ગુજરાતી માં મેસેજ

7) જન્મતો બધાયનો અંધકાર (કૃષ્ણપક્ષ)માં અને કારાવાસમાં જ થાય છે પણ કોઈક મુરારી જ મૃત્યુંજય કે મુક્ત બને છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસે મહોત્સવ હજારો વર્ષો પછી પણ આપણે મનાવીએ છીએ.

8) ગોકુલમાં કરે જે નિવાસ ગોપીઓ સંગ રચાવે જે રાસ

યશોદા-દેવકી જેમની મૈયા એવા છે અમારા કૃષ્ણ કનૈયા.

જન્માષ્ટમી 2021 પર ગુજરાતી માં મેસેજ

9) પ્રેમ થી શ્રીકૃષ્ણ નું નામ જપો, દિલ ની બધી ઈચ્છા પૂરી થશે, શ્રીકૃષ્ણ ની આરાધના માં તલ્લીન થઈ જાઓ, એમની મહિમા જીવન ખુશહાલ કરી દેશે.

જન્માષ્ટમી 2021 પર ગુજરાતી માં મેસેજ

10) કૃષ્ણ તારી ગલી માં જે આનંદ છે,

તે દુનિયા ના કોઈ ખુણા માં નથી

જે મજા વૃંદાવન ની રજ માં છે,

તેની મજા બીજે ક્યાંય નથી.

11) સબસે જ્યાદા સુકુન કે પલ હોતે હૈ

જબ શ્રીકૃષ્ણ સંગ હોતે હૈ

જન્માષ્ટમી ની શુભકામનાઓ

12) પાવન થાય પાણી એના પગથી વહે શીતળ જલધારા,

આકાશગંગા શીશ નમાવે જેને એવા જય હો દ્વારીકા વાળા

13) દોલત છે આ અનુપમ જે ફકીરી મા મલી છે,

છે એ મારો પરમ સખા જે દ્વારિકા નો ધણી છે…!!

14) જીવન ના સુર બેસુરા કેવી રીતે હોઈ શકે,

જ્યારે જીવન રૂપી વાંસળી જ દ્વારિકાધીશ ના હાથ માં હોય…!!

15) મોરલી સ્વયં સ્વર ના ફેલાવી સકે,

પ્રાણવાયુ ફૂકનાર કૃષ્ણ જોઈએ.

16) એક મોરપંખ ની શોધમાં પહોંચી ગયા અમે વૃંદાવનમાં,

શ્યામ તો મળ્યો નહિ, વહી ગઈ લાગણીઓ પવનમાં…

જન્માષ્ટમી ની શુભકામનાઓ

17) કોરો નહીં જવા દે તારો સાદ….

કરી તો જો ઠાકર ને યાદ…..!

તૂ સજાવી રાખ જે રથ….

મેહુલીયે અસવાર થઈ આવશે મારો નાથ…!

જન્માષ્ટમી ની શુભકામનાઓ

18) તને ચાહવામાં જે મજા છે,

એ અન્ય કોઈને પામવામાં નથી. – કૃષ્ણ

19) નજર નમે અને નમન થઈ જાય,

મસ્તક નમે અને વંદન થઈ જાય,

એવી નજર ક્યાંથી લાવું, મારા કાનુડા

કે તમને યાદ કરું અને દર્શન થઈ જાય.

20) કૃષ્ણ ની મહિમા, કૃષ્ણ નો પ્યાર

કૃષ્ણ માં શ્રદ્ધા, કૃષ્ણ થી સંસાર

જન્માષ્ટમી ની આપ સર્વ ને શુભકામનાઓ

21) ભગવાન શ્રીકૃષ્ણ તમને શક્તિ આપે અને તમને જીવનની તમામ સમસ્યાઓનો ભારે હિંમતથી સામનો કરવા માટે પ્રેરણા આપે.

22) નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી

જય રણછોડ, માખણ ચોર.

23) માખણ ખાઈ, દેકારો કરે અને ગોપીઓ સાથે રાશ રામે મુરલી વગાડી ને બધા ને કરે ખુશ ચાલો એવા કાન્હા નો માનવીએ જન્મદિન.

24) સજી ગયા ગોકુળ, ડાકોર અને દ્રારકા રૂડા ધામ,

આજે સાતમ તો કાલે આવે છે, મારા કાનુડાની આઠમ

25) શ્રીકૃષ્ણ ના પાવન પર્વ જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણ આપની બધી પ્રાથના પૂર્ણ કરે એવી શુભકામના

26) ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી તમારા જીવનમાં પ્રેમની ધૂનને આમંત્રણ આપે. આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

27) ભગવાન કૃષ્ણ આ જન્માષ્ટમી પર તમારા ઘરે આવે અને સુખનો દીવો પ્રગટાવે! હેપ્પી જન્માષ્ટમી!

28) ભગવાન કૃષ્ણના આશીર્વાદ તમારા જીવનમાં પ્રેમ, સુખ અને ખુશીઓ લાવે. તમને અને તમારા પરિવારને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

29) ભગવાન શ્રીકૃષ્ણના પરાક્રમી કાર્યો તમને દરેક સમસ્યાનો જ્ઞાન સાથે સામનો કરવાની પ્રેરણા આપે, કૃષ્ણ હંમેશા તમારી સાથે રહેશે.

30) કૃષ્ણ, બ્રહ્માંડના દિવ્ય શિક્ષક, હંમેશા તમારી સાથે છે, તમને સ્પષ્ટતા, આનંદ, આત્મવિશ્વાસ અને આશા સાથે તમારું જીવન જીવવા માટે માર્ગદર્શન આપે છે.

31) ભગવાન કૃષ્ણની વાંસળી તમારા જીવનમાં પ્રેમની ધૂનને આમંત્રણ આપે.

32) ભગવાન શ્રીકૃષ્ણ તમને શક્તિ આપે અને તમને જીવનની તમામ સમસ્યાઓનો ભારે હિંમતથી સામનો કરવા માટે પ્રેરણા આપે.

33) નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી…

હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી …

34) દ્વારિકા નાથનો, સુદર્શનધારી વિષ્ણુનો અવતારનો જન્મદિન છે તો હેપ્પી જન્માષ્ટમી

35) રાધા કી ભક્તિ, મુરલીકી મીઠાશ, માખન કા સ્વાદ આૈર ગોપી કા રાસ ઇની સબસે મીલકે બનતા હૈ જન્માષ્ટમીકા યે દિન.

36) ગ્વાલ દેત હૈ હેરી ઘર ઘર,

બાજત ઢોલ, પખાવજ, બાંસુરી…

પ્રગટ્યો કંસ કો બૈરી ઘર ઘર…

ગ્વાલ દેત હૈ હેરી…

37) जगतने मुख मे तुम्हारे सारा ब्रह्मांड देखा,

हमने इस रूह मे कान्हा को साक्षात देखा!!

38) કાનો મુબારક સૌને સૌ નો વહાલો મુબારક

39) મથુરાથી ગોકુળ આવે કનૈયો, આઠમની મધરાતે આવે કનૈયો!

વાસુદેવ છાબમાં લાવે કનૈયો, શેષનાગની છાયમાં આવે કનૈયો!

નંદલાલને ઘેર આવે કનૈયો, જશોદાજી ને ખોળે આવે કનૈયો!

ગોપીઓને ઘેલી કરવા આવે કનૈયો, ગોકુળમાં ગાયો ચરાવવા આવે કનૈયો!

40) અષ્ટમી તિથિ, દેવકીજીનું આઠમું બાળ, નારાયણનો આઠમાઁ અવતાર

પટરાણીઓ તો હતી “આઠ” ને કુલ રાણીઓ “સોળ હજાર ને એક સો આઠ”

ગુણાંક મેળવું તો કળાઓ સોળ, જપુ નામ તો મંત્ર પણ “અષ્ટાક્ષર” થાય

ધન્ય ગણું અહિં અંક “આઠ” નો ઠાઠ અજબ ગણિત છે કૃષ્ણ અવતાર..!!

જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.. “જય શ્રી કૃષ્ણ”

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

આપના પસંદ ના કોઈ ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના મેસેજ હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.

Visited 375 times, 1 visit(s) today

1 thought on “જન્માષ્ટમી 2023 પર શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના મેસેજ”

Leave a Comment