હનુમાન ચાલીસા વિષે બધા ને જાણકારી હશે અને દરેક વ્યક્તિએ લગભગ હનુમાન ચાલીસા તો સાંભળી જ હશે. જયારે ઘણા લોકો ને તો આખી હનુમાન ચાલીસા કંઠસ્થ હશે.
હનુમાન ચાલીસા ની રચના તુલસીદાસ દ્વારા કરવામાં આવી છે. જેમાં ચાલીસ પદો હોવા થી તેને ચાલીસા કહેવામાં આવે છે. જેમાં હનુમાનજી ના વિષે સ્ત્રોતો લખેલા છે તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસા મૂળ અવધિ ભાષા માં લખવામાં આવી હતી.
આજે આપણે અહીં હનુમાન ચાલીસા ગુજરાતી માં અર્થ સાથે જાણીશું.
॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
શ્રી મહારાજ ના ચરણ કમળો ના ધૂળ થી મારા મનરૂપી દર્પણ ને પવિત્ર કરૂ છું.
શ્રી રઘુવીર ના નિર્મળ યશ નું વર્ણન કરું છું. જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) આપનારા છે.
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
હે પવનપુત્ર હું આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારી શરીર અને બુદ્ધિ નિર્બળ છે.
આપ મને શારીરિક બળ, સદબુદ્ધિ તથા જ્ઞાન આપો અને મારા દુઃખો અને દોષો નું આપ હરણ કરો.
આ પણ વાંચો – શિવ તાંડવ સ્ત્રોતમ અને શિવ ચાલીસા ગુજરાતી અનુવાદ સાથે
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
હનુમાનજી મહારાજ આપની જય હો! આપ જ્ઞાન અને ગુણ ના સાગર છો
કપિશ્વર આપની જય હો, સ્વર્ગ લોક, ભુ લોક અને પાતાળ લોક એમ ત્રણેય લોક માં આપની કીર્તિ ઉજાગર છે.
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
હે પવનપુત્ર અંજની નંદન ભગવાન રામ ના દૂત
એવા હનુમાનજી આપના સમાન આ સંસાર માં બીજું કોઈ બળવાન નથી
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
હે બજરંગબલી આપ મહાવીર અને મહા પરાક્રમી છો.
આપ દુર્બદ્ધિને દૂર કરનાર અને સદબુદ્ધિ આપનાર છો.
કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
આપનું વર્ણ કંચન જેવું છે. સુંદર વસ્ત્રો થી તથા
કાનો ના કુંડળ અને વાંકડિયા વાળો થી આપ સુશોભિત છો.
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા
આપની કાંધ ઉપર મુંજ ની જનોઈ આપની શોભા વધારે છે.
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
હે શંકર ભગવાનના અંશ એવા કેસરીનંદન આપના પરાક્રમ
અને આપના મહાન યશ ની સંપૂર્ણ સંસાર માં વંદના થાય છે.
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
આપ અત્યંત ચતુર, વિદ્યાવાન અને ગુણવાન છો.
આપ ભગવાન શ્રી રામ ના કાર્ય કરવા માટે હમેંશા આતુર રહો છો
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
આપ ભગવાન શ્રી રામ ના ગુણગાન સાંભળવા માં હમેંશા રસ ધરાવો છો.
માતા સીતા, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ આપના મન અને હ્રદય માં વસે છે.
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જલાવા ॥
આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી ને માતા સીતા ને બતાવ્યું
તથા વિરાટ રૂપ ધારણ કરી ને રાવણ ની લંકાને સળગાવી.
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
આપે ભિમરૂપ ધારણ કરી ને રાક્ષસ નો સંહાર કર્યો અને
ભગવાન શ્રી રામ ના ઉદ્દેશ્ય ને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજી ને નવજીવન આપ્યું અને
ભગવાન શ્રી રામે ખુશ થઈ ને આપને હ્રદય થી લગાવી લીધા
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
ભગવાન શ્રી રામે આપની ખુબ જ પ્રશંસા કરી અને
કહ્યું કે હનુમાન તમે મને મારા ભાઈ ભરત સમાન પ્રિય છો.
સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
હજારો મુખો થી આપના ગુણગાન થાય એવું કહી ને
ભગવાન શ્રી રામે આપને તેમના હૃદય થી લગાવી લીધા
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
સનકાદિક ઋષિઓ બ્રહ્માજી, નારદ મુનિ માતા શારદા
તથા અન્ય દેવી દેવતા ઓ આપના ગુણગાન કરે છે
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
યમરાજ,કુબેર તથા બધી દિશાઓ ના રક્ષક આપણું વર્ણન કરી શકતા નથી
તો પૃથ્વી પરના કવિઓ અને વિદ્ધાનો આપણું વર્ણન કયાં થી કરી શકવા ના હતા
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
આપે કપિરાજ સુગ્રીવ પર ભગવાન રામ સાથે મેળાપ કરાવી ને
ઉપકાર કર્યો છે અને તેમને રાજા નું પદ અપાવ્યું છે.
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
તમારા મંત્ર નું પાલન કરી ને વિભીષણ ને
લંકા નું રાજપાઠ મળ્યું જે સમગ્ર વિશ્વ જાણે છે
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥
જે સૂર્ય હજારો યોજન દૂર છે જ્યાં પહોંચવા માં હજારો યુગ લાગે છે
તે સૂર્ય ને આપ ફળ સમજી ને ગળી ગયા હતા
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
આપે ભગવાન શ્રીરામ દ્વારા આપવા માં આવેલી વીંટી મુખ માં રાખી સમુદ્ર પાર કર્યો હતો.
આપના માટે આમ આખો સમુદ્ર ઓળંગવો એ કોઈ આશ્વર્ય ની વાત નથી
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
સંસાર માં જે કાર્ય કઠિન છે
તે કાર્ય આપની કૃપા થી સરળ બની જાય છે
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
આપ ભગવાન શ્રી રામચંદ્રજી ના મહેલ ના દ્વારપાલ છો
આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશી શકતું નથી
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપની શરણ માં જે કોઈ આવે છે તે સર્વપ્રકાર ના સુખ પામે છે.
જો આપ અમારા રક્ષક હોય તો અમારે કોઈ ના થી ડરવા ની જરૂર નથી
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
આપનો તેજ માત્ર આપ જ સહન કરી શકો છો
આપના હુંકાર થી ત્રણેય લોક કાંપી ઉઠે છે
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
જયારે પણ ભક્તજનો આપના મહાવીર નામ નું રટણ કરે છે
ત્યારે ભૂત પ્રેત જેવી દુષ્ટ આત્માઓ થી દૂર રહે છે
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
હે હનુમાનજી આપના નામનું જે નિરંતર રટણ કરે છે
તેના બધા રોગો દૂર થઇ જાય છે અને બધી પીડા દૂર થઇ જાય છે
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
હે સંકટમોચન જે કોઈ પણ ભક્ત મન, કર્મ, વચન થી પોતાનું ધ્યાન આપના માં લગાવે છે
તેમને બધા દુઃખો થી આપ મુક્ત કરી દો છો
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ભગવાન શ્રી રામચંદ્રજી એ સર્વશ્રેષ્ઠ તપસ્વી રાજા છે
તેમના કાર્ય પૂર્ણ કરવા માં આપે ઘણું યોગદાન આપ્યું છે
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
આપની સમક્ષ જો કોઈ અભિલાષા કે આશા લઇ ને આવે છે તો તેને તેનું ફળ અવશ્ય મળે છે
જે ફળ પ્રાપ્તિ ની કલ્પના પણ ના કરી હોય તે આપની કૃપા થી પૂર્ણ થાય છે
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગ, અને કળયુગ) માં પ્રસિદ્ધ છે.
સમગ્ર વિશ્વ આપની કીર્તિ થી જાણકાર છે
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
આપ સાધુ સંતો ના રક્ષક છો તથા દુર્જનો અને રાક્ષસો નો
સર્વનાશ કરનારા છો અને આપ ભગવાન શ્રી રામ ના પ્રિય છો
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
સીતામાતા દ્વારા આપવા માં આવેલા વરદાન મુજબ આપ આપના
કોઈપણ ભક્ત ને આઠ સિદ્ધિ અને નવ નિધિ નું પ્રદાન કરી શકો છો
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
હે બજરંગબલી આપ ભગવાન શ્રી રામ ની સેવા માટે સદાય તત્પર રહો છો
માટે આપ ની પાસે રામ-નામ રૂપી ઔષધિ (રસાયણ) છે
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
આપના ભજન કરનાર ભકત ને ભગવાન શ્રીરામચંદ્રજી ના દર્શન થાય છે
અને તેના જન્મ જન્મ ના દુઃખો દૂર થઇ જાય છે
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
આપના ભજન ના પ્રભાવ થી અંત સમયે રઘુનાથજી ના ધામ માં જાય છે
અને જો મૃત્યુલોક માં જન્મે તો હરિભક્ત પ્રસિદ્ધિ મળે છે
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
હે હનુમાનજી જે ભક્ત સાચા મન થી આપની આરાધના કરે છે તો એને બધા પ્રકાર ના સુખ પ્રાપ્ત થાય છે
અને તેને બીજા કોઈ દેવતા ની પૂજા કરવા ની આવશ્યકતા રહેતી નથી
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
સંકટમોચન હનુમાનજી નું જે સ્મરણ કરે છે તેના બધા સંકટ
મટી જાય છે અને બધી પીડાઓ થી છુટકારો મળે છે
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
હે હનુમાનજી આપની સદા જય જયકાર હો
આપ મુજ પર શ્રી ગુરુદેવ ની સમાન કૃપા કરો
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જે વ્યક્તિ શુદ્ધ મન થી દરરોજ આ હનુમાન ચાલીસા નું સો વાર પાઠ કરશે
તે સર્વ સાંસારિક બંધનો થી મુક્તિ પામશે અને પરમ સુખ ને પામશે
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
જે ભક્ત હનુમાન ચાલીસા નું નિત્ય પાઠ કરશે
તેને ચોક્કસ સફળતા મળશે જેના ગૌરી પતિ શંકર સાક્ષી છે
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||
સંત શ્રી તુલસીદાસજી કહે છે કે હું હમેંશા શ્રીરામ ના દાસ છે
તેથી આપ એમના હૃદય માં સદા નિવાસ કરો
॥ દોહા ॥
પવન તનય સંકટ હરન મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત હૃદય બસહુ સુરભૂપ ||
હે પવનપુત્ર આપ બધા સંકટો ને હરનાર છો આપ મંગળ મૂર્તિ રૂપ છો,
આપ શ્રીરામ, લક્ષ્મણજી તથા શ્રી સીતામાતા સહીત અમારા હૃદય માં પણ નિવાસ કરો.
અને અંતે
જો આપને અમારો આ લેખ પસંદ પડયો હોય તો તમારો મિત્રો અને પરિવાર સાથે શેર કરજો
Superbbb😍😍😍😇
Very nicely explained in Gujarati. Thank you very much. Bhagwan Hanumanji ni Krupa tamara par sada rahe 🙏
ખુબ સરસ સમજાવ્યું…😊
ખુબ જ સુંદર, સરળતાથી સમજાય તેવું રૂપાંતર.
જય હો કેસરીનંદનની!!!!
ખૂબ જ સરસ, સરળ ભાષામાં અર્થ સમજાવેલ છે.
સારી સમજ આપી,આપે ખુબ ખુબ આભાર.
wah