ગુજરાતી ભાષા ના પુસ્તકપ્રેમીઓ માટે ગુજરાતી સાહિત્ય, નવલકથા, ગઝલો, કાવ્યો, ધાર્મિક પુસ્તકો, વાર્તા સંગ્રહ વગેરે પુસ્તકો અહીં થી વિનામૂલ્યે PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.
ગુજરાતી પુસ્તકો ફ્રી માં ડાઉનલોડ માટે ની લિસ્ટ
ઓમ શિવોમ
આ વેબસાઇટ પર થી આધ્યાત્મિક પુસ્તકો ની ખુબ લાંબી યાદી છે. આ વેબસાઈટ પર માત્ર ઓનલાઇન પુસ્તક વાંચી શકાય છે. જેમાં ભગવદ્ ગીતા, ઉપનિષદો, વેદો, જીવનચરિત્ર, રામાયણ, પુરાણો, ભાગવત રહસ્ય વગેરે નો સમાવેશ થાય છે.
અક્ષરનાદ
અક્ષરનાદ વેબસાઇટ પર થી ઇ- પુસ્તકો ની:શુલ્ક (Free Books) ભાવે થી મેળવી શકાય છે. અક્ષરનાદ પર 1500 થી વધુ પુસ્તકો છે. જેમાં જાણીતા અંગ્રેજી લેખકો ના સાહિત્યનો ગુજરાતી માં અનુવાદ સાથે મળી રહે છે.
પુસ્તકાલય
આ વેબસાઇટ પર થી ઓનલાઇન બુક્સ વાંચી શકાય છે. અને ડાઉનલોડ પણ કરી શકાય છે. આ વેબસાઇટ પર નવલકથા, કવિતા વગેરે ની યાદી સામેલ છે. પુસ્તકાલય ની વેબસાઇટ પર થી નવલકથા, નવલિકાઓ, બાળ સાહિત્ય, રસોઈ ને લગતા, સુંદરકાંડ, વિવેચન, બાળકાવ્યો, ગુજરાતી વર્તમાનપત્રો, સામયિકો વગેરે નો સમાવેશ થાય છે.
રીડ ગુજરાતી
આ વેબસાઇટ ની શરુઆત જીજ્ઞેશ અધ્યારૂ દ્વારા શરૂ કરવામાં આવી હતી આ સાઈટ પર ટુંકી વાર્તા ઓ અને નવલિકા વાંચી તથા ડાઉનલોડ કરી શકાય છે. જેમાં ટૂંકીવાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્યલેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય વગેરે નો સમાવેશ થાય છે આ સાઈટ પર તમે તમારી જાતે પણ લખી ને મૂકી શકો છો.
વિકિસ્રોત
વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે. જેમાં વિવિધ સાહિત્ય પ્રકાશનો મળી રહે છે. જેનું સંચાલન વિકિપીડિયા દ્વારા કરવામાં આવે છે. વિકિસ્રોત પર 34000 થી વધુ પ્રમાણ માં પુસ્તકો રહેલા છે. જેમાં નરસિંહ મહેતા થી લઈને અત્યાર સુધી ના નવા લેખકો ના સાહિત્યનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ વેબસાઇટ પર શ્રાવ્ય પુસ્તકો (ઓડિયો) નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રતિલિપિ
પ્રતિલિપિ ઓનલાઇન પ્લેટફોર્મ છે કે જેમાં વાર્તાઓ વાંચી શકાય છે તથા જો કોઈ વાર્તા લખવી હોય તો પોતાની લખેલી વાર્તા પણ ઉમેરી શકાય છે. પ્રતિલિપિ અલગ અલગ 12 ભાષા ઓ નો સમાવેશ કરે છે. આ સાઈટ પર તમે અન્ય લોકો સાથે જોડાઈ શકો છો અને તમે તમારી પોતાની લખેલી વાર્તા પણ ઉમેરી શકો છો. પ્રતિલિપિ ની એપ્લિકેશન પ્લે સ્ટોર પર થી ઓનલાઇન મેળવી શકાય છે.
લયસ્તરો
લયસ્તરો પર વિવધ કવિઓ ની કવિતા ઓ નો ખજાનો છે જેમાં ગઝલો અને કાવ્યો ની યાદી લાંબી છે. લયસ્તરો વેબસાઇટ એ જે લોકો કવિતા, ગઝલ અને ગીતો ના શોખીન છે તેમના માટે આ વેબસાઇટ ખુબ સરસ છે જેમાં દરેક પ્રકાર ના કાવ્યો, ગઝલો અને બાળગીતો,લગ્નગીતો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય બીજ નિગમ
ખેતીવાડી ને લગતા તથા વિવિધ બિયારણો ની માહિતી આ વેબસાઇટ પર જોઈ શકાય છે. તથા ડાઉનલોડ કરી શકાય છે. ખેતીવાડી માં ઉપયોગી બીજ, પાક, પાકની જાતો, બિયારણો વગેરે ની માહિતી આપવામાં આવે છે. આ વેબસાઇટ ગુજરાત રાજ્ય સરકાર ના હસ્તાંતરીત છે.
માવજીભાઈ.કોમ
આ વેબસાઇટ પર ઓડિયો તથા વિડિયો ફાઈલ પણ મૂકવામાં આવી છે. અહીંથી વિના મૂલ્યે પુસ્તકો PDF સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકાય છે. માવજીભાઈ.કોમ પર થી ગીત ગુંજન, કાવ્ય રતનમાલા, બાળબોધ, બાળવાર્તા, બાળગીતો, ગુજરાતી ફિલ્મો ના ગીતો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નાટકો વિશેની માહિતી આપવામાં આવે છે તથા ગુજરાતી માં ટાઈપિંગ કરતા પણ શીખવાડવામાં આવે છે.
માતૃભૂમિ.કોમ
આ વેબસાઈટ પર થી તમે ગુજરાતી નવલકથાઓ અને ગુજરાતી ઈ બૂક્સ ને ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે તમારી કોઈ નવલકથા અથવા વાર્તા ને અપલોડ કરવા માંગતા હોય તો એ પણ કરી શકાય છે. જેમાં થતી સ્પર્ધા માં પણ ભાગ લઇ શકાય છે જેમાં રોકડ ઇનામ પ્રાપ્ત થાય છે.
સાહિત્ય પરિવાજક
આ વેબસાઈટ પરથી શૈક્ષણિક સાહિત્ય તથા નવલકથાઓ ફ્રી માં (E – BOOKS) ડાઉનલોડ તથા વાંચી શકાય છે. જેમાં દરેક જાત ના બૂક્સ જોઈ શકાય છે અને PDF માં ડાઉનલોડ કરી શકાય છે. જેમાં કાવ્યો, ઈ બૂક્સ, ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ના પાઠ્યપુસ્તકો પણ પ્રાપ્ત થાય છે.
ગુજરાતી બુક્સ બ્લોગસ્પોટ
આ વેબસાઈટ પર થી ધાર્મિક પુસ્તકો, રામચરિત માનસ, મહાભારત, ઋગ્વેદ, ચાણક્ય નીતિ, વેદો ને લગતા પુસ્તકો જેવા પુસ્તકો ને ઓનલાઇન વાંચી તથા ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે.
નવલકથા વર્ડપ્રેસ
આ વેબસાઈટ પર થી ગુજરાતી નવલકથાઓ, ગુજરાતી ટૂંકી વાર્તાઓ, ગુજરાતી નવલિકાઓ, પ્રણય કથાઓ વગેરે ફ્રી પુસ્તકો વાંચી શકાય છે તથા ડાઉનલોડ કરી શકાય છે.
નિમેષ વઘાસીયા
અહીં ગુજરાતી પુસ્તકો નો ખજાનો જોવા મળે છે. જેમાં કમ્પ્યુટર ને લગતી માહિતી ના ફ્રી પુસ્તકો, સરકારી નોકરી ને લગતા પુસ્તકો, વાર્તાસંગ્રહો, સામાયિકો, સમાચાર પત્રો, ગુજરાત રાજ્યને લગતી માહિતી ના પુસ્તકો વગેરે જેવા પુસ્તકો ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે.
જૈન લાયબ્રેરી
અહીં જૈન સમાજ ને લગતી માહિતી, પુસ્તકો, ધર્મ ને લગતી બાબતો, જૈન મેગેઝીન, સ્મૃતિ ગ્રંથ, જૈન ને લગતા લેખો પણ અહીં થી જોઈ શકાય છે અને પુસ્તકો ને ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે.
ગુડ પીડીએફ
આ વેબસાઇટે પર થી યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ અને અર્થવવેદ, એમ ચારેય વેદ ને લગતા પુસ્તકો ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે. તે સિવાય ઉપનિષદો, આત્મકથાઓ, ધર્મ ને લગતી માહિતીઓ ના પુસ્તકો પણ ફ્રી માં અહીં થી ડાઉનલોડ કરી શકાય છે તથા વાંચી શકાય છે.
એકતારા ફાઉન્ડેશન
આ વેબસાઇટે પર થી જુના પુસ્તકો થી લઈને હાલ ના તમામ પુસ્તકો નો સમાવેશ અહીં કરવા માં આવ્યો છે.જેમાં ફ્રી માં નવલિકાઓ, નવલકથાઓ, કાવ્યો, આત્મકથાઓ, વગેરે જેવી પુસ્તકો નો ફ્રી માં સમાવેશ થાય છે.
શબ્દ સરિતા
આ વેબસાઈટ પર થી ગુજરાતી નાટકો, ગુજરાતી નવલકથાઓ, ગુજરાતી કાવ્યો, ગુજરાતી નવલિકાઓ, ટૂંકી વાર્તાઓ, વેદો વગેરે નો સમાવેશ થાય છે. જે પુસ્તકો ફ્રી માં મેળવી શકાય છે અથવા ડાઉનલોડ કરી શકાય છે.
અને અંતે:
જે ગુજરાતી સાહિત્ય ના રસિકો છે તેમની સાથે અમારા આ લેખ ને શેર કરો તથા જો આમાં કોઈ વેબસાઈટ રહી ગયી હોય અથવા તમારા ધ્યાન માં અન્ય કોઈ વેબસાઈટ હોય તો અહીં કોમેન્ટ માં જણાવો.
જો આપને અમારો આ લેખ પસંદ પડયો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે શેર કરજો.
બહુ જ સરસ માહિતી અપાઇ છે . ધન્યવાદ
Very good
Good Infomation. Thanks.
આ લેખ માટે धन्यवाद! ગુજરાતી પુસ્તકોને ફ્રીમાં ડાઉનલોડ કરવાની આ યાદી ખૂબ મદદગાર છે. આ વેબસાઇટ્સનો ઉપયોગ કરીને હું મારી ઈચ્છિત પુસ્તકો ઝડપી મળી શકવાને લઈ ઉત્સાહિત છું.