ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) વિશે સંપૂર્ણ માહિતી

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ સ્પર્ધા (G3Q) 2022 એ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવા માં આવી છે. જેમાં 3 લાખ થી વધુ લોકો આ સ્પર્ધા માં ભાગ લઈ શકે છે. તેના માટે શું જોઈએ?, તથા કોણ આમાં ભાગ લઈ શકે?, વિજેતા ને ઈનામ માં શું મળશે?, કઈ જગ્યાએ થી જોડાવું?, તેના વિશેની સંપૂર્ણ માહિતી સાથે અમે અહી આ લેખ લઈ ને આવ્યા છે. જે તમને ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) સ્પર્ધા 2022 માં ભાગ લેવા માટે મદદરૂપ થશે તેની માહિતી નીચે મુજબ છે.

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) ના નિયમો:

  • દર રવિવાર ના રોજ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ એટલે કે (G3Q) સ્પર્ધા ની શરૂઆત થશે અને શુક્રવાર ના રોજ સમાપ્ત થશે. શનિવાર ના રોજ પરિણામ અને વિજેતા જાહેર કરવા માં આવશે.
  • ઓડિયો અને વિડિયો એમ બંને પ્રકારના પ્રશ્નો પૂછવા માં આવશે અને જેમાં 20 સવાલો હશે જેના માટે 20 મિનિટ નો સમય આપવા માં આવશે.
  • દરરોજ 250 જેટલા પ્રશ્નો હોય તેવી ડિજિટલ પુસ્તક સ્પર્ધા માં ભાગ લેનાર ને ઓનલાઈન આપવા માં આવશે.
  • અહી સાચા જવાબ આપનાર ને પ્રશ્ન ના જવાબ દીઠ 1 ગુણ પ્રાપ્ત થશે તથા જો જવાબ ખોટો પડશે તો તેના બદલા માં 0.33 ગુણ બાદ કરવા માં આવશે.
  • જે સ્પર્ધકે ઓછા સમયમાં જવાબ આપેલ હશે અને તેને વધુ ગુણ તથા હશે તો તેને વિજેતા જાહેર કરવા માં આવશે. અને ટાઈ ની પરિસ્થિતિ માં લઘુતમ તફાવત ને ધ્યાન માં લેવામાં આવશે.
  • રજીસ્ટ્રેશન કરાવતા સમયે જે ઓળખના પુરાવા આપેલા હશે તે જ પુરાવા વિજેતા જાહેર થાય તે સમયે દેખાડવા ના રહેશે જો બંને પુરાવા અલગ હશે તો ઈનામ માટે ગેરલાયક ઠેરવવા માં આવશે અને ઈનામ ની પ્રાપ્તિ નહી થાય.
  • સ્માર્ટ ફોન, ટેબ્લેટ, કોમ્પ્યુટર, લેપટોપ ગમે તેના માધ્યમ પર થી રમી શકાશે.

આ પણ વાંચો – ગુજરાતી પુસ્તકો ફ્રી ડાઉનલોડ કરવા માટે ની શ્રેષ્ઠ સાઈટ

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) રજીસ્ટ્રેશન ની શરૂઆત:

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)

તારીખ 7 જુલાઈ 2022 ના રોજ થી ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ સ્પર્ધા માં ભાગ લેવા માટે WWW.G3Q.CO.IN નામ ની વેબસાઇટ કાલ થી શરૂ થશે.

આ સ્પર્ધા માં ધોરણ 9 થી કોલેજ માં અભ્યાસ કરતા સુધી ના વિદ્યાર્થીઓ તથા અન્ય નાગરિકો પણ ભાગ લઈ શકે છે.

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ સ્પર્ધા માં દર અઠવાડિયે 252 તાલુકા નગરપાલિકા અને મહાનગરો માં 170 વોર્ડ વચ્ચે સ્પર્ધા થશે જેમાં થી જે વિજેતા ઉમેદવારો હશે તેમને 1.60 કરોડ રૂપિયાના ઇનામો મળી ને 15 અઠવાડિયા માં લગભગ 25 કરોડ રૂપિયા ના ઇનામો તથા સ્ટડી ટુર, યાત્રા ના સ્થળો, ઔધોગિક એકમો અને વિકાસશીલ કાર્યો માં પ્રવાસ માટે લઈ જવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ 9 થી 12 અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ અને અન્ય અભ્યાસ ના કરતા હોય તેવા નાગરિકો પણ આ સ્પર્ધા માં ભાગ લઇ શકશે અને તાલુકા, જિલ્લા તેમ જ રાજય કક્ષા એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે આ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) દરરોજ યોજાશે અને 15 અઠવાડિયા સુધી સતત ચાલશે. આ ક્વિઝમાં વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે જેને અલગ સ્વરૂપે પ્રોત્સાહિત કરાશે. ક્વિઝમાં પ્રતિ અઠવાડીયે 252 તાલુકા – નગરપાલિકા, 170 વોર્ડનાં વિજેતા ઉમેદવારોને રૂ. 1.60 કરોડના ઈનામો મળી કુલ 15 અઠવાડીયાના આશરે રૂ. 25 કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર પ્રાપ્ત થશે.

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ કહ્યુ કે, આ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓ ના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવ ના આધારે પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે. તે માટે પ્રશ્નબેંક માટે કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) અઠવાડીયા માં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વીઝમાં 20 ક્વિઝ રહેશે. દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) માં રજીસ્ટ્રેશન કરવાની રીત:

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)

ક્વિઝની જાહેરાત 7 મી જુલાઈ 2022ના રોજ કરવામાં આવશે. જેનું લોકાર્પણ ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે જુલાઈ 2022 ના રોજ સાયન્સ સિટી અમદાવાદ થી કરવામાં આવશે.

  1. ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) 2022 સ્પર્ધા માં ભાગ લેવા માટે સૌ પ્રથમ ગૂગલ પેજ પર જાવ.
  2. અહીંયા ઘાટા અક્ષરે પર ક્લિક કરો. વેબસાઈટ પર જવા માટે
  3. રજીસ્ટ્રેશન નું બટન પર ક્લિક કરો.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય અને તમારા ધ્યાન માં કોઈ વિદ્યાર્થી અથવા તમારા પરિવાર ના સભ્યો અથવા તમે પણ આ સ્પર્ધા માં ભાગ લઈ શકો છો માટે બને તેટલા વધુ લોકો સાથે આ લેખ ને શેર કરવા વિનંતી અને કોઈ પ્રશ્ન હોય તો તેના માટે આપ અહિ નીચે કોમેન્ટ કરી શકો છો.

Visited 37 times, 1 visit(s) today

1 thought on “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) વિશે સંપૂર્ણ માહિતી”

Leave a Comment