ગીલોય ની વેલ એ ગરીબના ઘરની ડોક્ટર છે જે લગભગ 70 જેટલા રોગોને મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામડાઓ મા વાડી-ખેતરોમાં અને ઝાડી-જંગલ માં મળી જાય છે.
તેનો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે. ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે. જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળે છે. તે ગરીબના ઘરની ડોક્ટર છે કેમકે તે ગામ માં સરળતાથી મળી જાય છે. ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે.
ગીલોય વિશે ટુંક માં માહિતી:
આ એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે. આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે.
આ પણ વાંચો – અશ્વગંધા ના ફાયદા અને નુક્સાન
ગીલોય એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકા ઔષધી છે. ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે. તેની ડાળીઓ નો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેની વેલ જીવનશક્તિ થી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે. ગીલોયની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.
તેના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે. તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધી અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે. આવો આપણે ગીલોયથી થતા શારીરિક ફાયદા ઉપર નજર કરીએ.
ગીલોય થી થતા ફાયદાઓ:
ગીલોય થી ઘણા શારીરિક ફાયદા થતા હોય છે જેમાં થી ખાસ અને અસરકારક હોય તેવા ફાયદા અંગે ની જાણકારી અહી નીચે આપવામાં આવી છે.
- ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોય એન્ટીઓક્સીડેંટ ના જુદા જુદા ગુણ મળી આવે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે. ગીલોય આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગીલોય આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.
- ગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગીલોયમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે. જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે.
- ગીલોય ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગીલોય ખુબ જાણીતી છે. આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગીલોય નો પાવડર ને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.
- કફ થી પીડિત દર્દીને જો થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દર્દીની તકલીફ ઓછી થવા લાગે છે.
- જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે.
- અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગીલોય નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે.
- ગીલોય આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણી આંખોની દ્રષ્ટિ વધારે છે, જેને લીધે આપણે ચશ્માં પહેર્યા વગર પણ સારી રીતે જોઈ શકીએ છીએ. જો ગીલોયના થોડા પાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે.
- ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ચહેરા ઉપર થી ઝુરીયા પણ ઓછી થવામાં ખુબ મદદ મળે છે. તે આપણી ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. ગીલોયથી આપણી ત્વચાને સ્વસ્થ અને સુંદરતા જળવાય રહે છે. અને તેમાં એક પ્રકારની ચમક આવવા લાગે છે.
- ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગીલોય આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.
- ગીલોય અને બાવળ ના ફળને સરખે ભાગે ભેળવીને વાટી લો અને સવાર સાંજ નિયમિત રોતે તેનું મંજન કરો તેનાથી આરામ મળશે.
- ગીલોયના રસનું સેવન કરવાથી એસીડીટી ને લીધે ઉત્પન થતા અનેક રોગ જેવા કે પેચીશ, પોલીયો, મૂત્રવિકારો (પેશાબ સાથે જોડાયેલ રોગ) અને આંખના વિકાર (આંખના રોગ) થી છુટકારો મળી જાય છે. ગીલોય, લીમડાના પાંદડા અને કડવા પરવળ ના પાંદડા ને વાટીને મધ સાથે પીવાથી અમ્લપિત્ત દુર થઇ જાય છે.
ગીલોય થી થતા નુકશાન:
- આ છોડ ના સેવન થી રોગપ્રતિકારક શક્તિ પર તેની ઉત્તેજક અસર થાય છે, જેથી અમુક રોગગ્રસ્ત ને આડ અસર થઇ શકે છે.
- ગર્ભવતી મહિલા અથવા સ્તનપાન કરાવતી મહિલા માટે આગ્રહણીય નથી. આ એટલા માટે છે, કારણ કે તેવી મહિલાઓ માં આ વનસ્પતિ કેવી રીતે કાર્ય કરે છે, તે વિશે પૂરતી જાણકરી નથી. કોઈ પણ નજીક ના આયુર્વેદિક હેલ્થકેર નિષ્ણાંત સાથે વાત કર્યા બાદ જ તેનું સેવન કરવું.
- સેવન કરતા પહેલા જે કોઈ ને દવા લેવાતી હોય અથવા કોઇ રોગ હોય તો તેમણે પોતાના ડોકટર અથવા વૈદ્ય ની જાણકારી મેળવ્યા બાદ જ સેવન કરવું.
ગીલોય ના અન્ય ફાયદા:
- ઉચા લોહીના દબાણ ને કરે નિયંત્રિત ગીલોય આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.
- 10 ગ્રામ જેઠીમધ, ગીલોય અને દ્રાક્ષ લઈ ને 500 મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રક્તપિત્ત ના રોગમાં ફાયદો મળે છે.
- હળદર ને ગીલોયના પાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગીલોયનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.
- નાગરમોથા, હરડે અને ગીલોયને સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. તેમાં 1-1 ચમચી ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવાથી મોટાપા ના રોગમાં પણ ફાયદો થાય છે. 3 ગ્રામ ગીલોય અને 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ સવાર અને સાંજે મધ સાથે ચાટવાથી મોટાપો ઓછો થઇ જાય છે.
- સુંઠ નું ચૂર્ણ અને ગીલોયનું ચૂર્ણ સરખા ભાગે ભેળવીને સુંઘવાથી હિચકી આવતી બંધ થઇ જાય છે.
- દરેક પ્રકારના તાવ સુંઠ, ધાણા, ગીલોય, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.
- ગીલોયને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમાં 2 વખત નાખવાથી કાનનો મેલ નીકળી જાયછે અને કાન સાફ થઇ જાય છે.
- ગીલોયના પાંદડાના રસને હુંફાળું કરીને તે રસને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે.
- અતિ, સુંઠ, મોથા અને ગીલોય ને સરખા ભાગે લઈને પાણી સાથે ભેળવીને રાબ બનાવી લો. આ રાબને 20-30 ગ્રામ ના પ્રમાણમાં સવાર-સાંજ પીવાથી મન્દાગની (ભૂખ ઓછી લાગવી) કબજિયાત ની તકલીફ રહેવી દસ્ત ની સાથે આંવ આવવું વગેરે જાતની તકલીફ દુર થઇ જાય છે.
- ગીલોયનો રસ શરીરમાં પહોચીને લોહી વધારે છે અને જેના કારણે શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) દુર થઇ જાય છે.
- ગીલોયના રસનું સેવન કરવાથી હ્રદયની નબળાઈ દુર થાય છે. આવી રીતે હ્રદય ને શક્તિ મળવાથી જુદા જુદા પ્રકારના હ્રદય સાથે જોડાયેલા રોગ ઠીક થઇ જાય છે.
- ગીલોય અને કાળા મરીનું ચૂર્ણ 10-10 ગ્રામના પ્રમાણમાં ભેળવીને તેમાંથી 3 ગ્રામ મુજબ હળવા ગરમ પાણી સાથે સેવન કરવાથી હ્રદયના દુખાવામાં ફાયદો મળે છે.
- 7 થી 14 મી.લી. ગીલોયનો તાજો રસ મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી હરસ, કોઢ અને કમળાનો રોગ ઠીક થઇ જાય છે.
- ગીલોયનો રસ કીડની ની કામગીરીને ઝડપી બનાવીને પેશાબના પ્રમાણને વધારીને તેના અટકાવને દુર કરે છે. વાત વિકૃત્તિ થી ઉભા થતા મૂત્રકુચ્છ (પેશાબમાં બળતરા) રોગ માં પણ ગીલોયનો રસ ફાયદાકારક છે.
- ગીલોયના રસનું સેવન કરવાથી રક્તપદર માં ખુબ ફાયદો થાય છે.
- ગીલોયની વેલ ઉપર લાગેલા ફળને વાટીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરા ઉપરથી મુહાસે, ફોડકા, ખીલ અને કરચલી દુર થઇ જાય છે.
- સફેદ ડાઘ ના રોગમાં 10થી 20 મી.લી. ગીલોય નો રસ રોજ 2-3 વખત થોડા મહિના સુધી સફેદ ડાઘ વાળી જગ્યા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.
- 18 ગ્રામ તાજી ગીલોય, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.
- ગીલોયનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી ગઠીયાનો રોગ ઠીક થઇ જાય છે.
- ગભ્ભારી, બિલ્વ, અર્ની, શ્યોનાક (સોનાપાઠા), અને પાઢલ તેના થડની છાલ અને ગીલોય, આંબળા, ધાણા તે બધું સરખા ભાગે લઈને રાબ બનાવી લો. તેમાં થી 20-30 ગ્રામ રાબ દિવસમાં 2 વખત સેવન કરવાથી વાતજ્વર ઠીક થઇ જાય છે.
- 10 થી 20 ગ્રામ ગીલોયના રસમાં બાવચી ને વાટીને લેપ બનાવી લો. આ લેપને લોહીવાળા પિત્ત ની બન્ને તરફ લગાવો અને માલીશ કરવાથી શીતપિત્ત નો રોગ ઠીક થઇ જાય છે.
- જીર્ણ જ્વર કે 6 દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ અને ન ઠીક થતા તાવ ની સ્થિતિમાં સારવાર કરવા માટે 40 ગ્રામ ગીલોયને સારી રીતે વાટીને, માટીના વાસણમાં 250 મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીને ગાળીને પી લો. આ રસને રોજ દિવસમાં 3 વખત લગભગ 20 ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. 20 મી.લી. ગીલોયના રસમાં 1 ગ્રામ પીપરી અને 1 ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ (તીલ્લી), ખાંસી અને અરુચિ (ભોજન સારું ન લાગવું) વગેરે રોગ માં સારું થઇ જાય છે.
- 20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગીલોય, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને 320 મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગીલોયના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 કિલોગ્રામ ભેંશ ના ઘી માં ભેળવીને તેને હળવા તાપ ઉપર પકાવો જયારે તે 1 કિલો ગ્રામ વધે તો તેને ગાળી લો. તેમાં થી 10 ગ્રામ ના પ્રમાણમાં 4 ગણું ગાયના દુધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પેચીશ રોગમાં સારું થઇ જાય છે અને તેનાથી કમળો અને હલીમક રોગ ઠીક થઇ શકે છે.
- લગભગ 11 ગ્રામ ગીલોયના રસમાં 1-1 ગ્રામ મધ અને સિંધાલુમીઠું ભેળવીને, તેને ખુબ સારી રીતે ગરમ કરો અને પછી તે ઠંડુ કરીને આંખો ઉપર લગવવાથી આંખના ઘણી જાતના રોગ દુર થઇ જાય છે. તેના ઉપયોગથી પિલ્લ, બવાસીર, ખરજવું, લિંગનાશ અને શુક્લ અને કૃષ્ણ પટલ વગેરે રોગ પણ ઠીક થઇ જાય છે. ગીલોયના રસમાં ત્રિફળા ને ભેળવીને રાબ બનાવી લો. તેને પીપરના ચૂર્ણ અને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ વધી જાય છે અને આંખો સાથે જોડાયેલ ઘણી જાતના રોગો દુર થઇ જાય છે.
- ગીલોય, કાળામરી, વંશલોચન,ઈલાયચી વગેરે ને સરખા ભાગે લઈને ભેળવી લો. તેમાં 1-1 ચમચીના પ્રમાણમાં દૂધ સાથે થોડા અઠવાડિયા સુધી લેવાથી ક્ષયનો રોગ દુર થઇ જાય છે. કાળા મારી, ગીલોયનું ઝીણું ચૂર્ણ , નાની ઈલાયચીના બે દાણા, અસલી વંશલોચન અને ભીલવા સરખા પ્રમાણમાં વાટીને કપડાથી ગાળી લો. તેમાં થી 130 મીલીગ્રામ પ્રમાણે માખણ કે મલાઈમાં ભેળવીને દિવસમાં 3 વખત સેવન કરવાથી ટીબી નો રોગમાં સારું થઇ જાય છે.
- લોહીના કેન્સરથી પીડિત રોગીને ગીલોયના રસમાં જવાખાર ભેળવીને સેવન કરાવવાથી તેનું લોહીનું કેન્સર ઠીક થઇ જાય છે. ગીલોય લગભગ 2 ફૂટ લાંબી અને એક આંગળી જેટલી મોટી, 10 ગ્રામ ઘઉં ના લીલા પાંદડા લઈને થોડા પાણીમાં ભેળવીને વાટી લો પછી તેને કપડામાં રાખીને નીચોવીને રસ કાઢી લો. આ રસના એક કપના પ્રમાણમાં ખાલી પેટ સેવન કરવાથી ફાયદો થાય છે.
- 5 ગ્રામ ગીલોયના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગીલોયની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે.
- ગીલોય, મોટું ગોખરું અને આંબળા સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણ રોજ સાકર અને ઘી સાથે ખાવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે.
- ગીલોયના થડ ની છાલ ને વાટીને મઠા સાથે લેવાથી શ્વાસ નો રોગ ઠીક થઇ જાય છે. 6 ગ્રામ ગીલોયનો રસ, 2 ગ્રામ ઈલાયચી અને 1 ગ્રામ ના પ્રમાણમાં વંશલોચન મધમાં ભેળવીને ખાવાથી ક્ષય અને શ્વાસ રોગમાં સારું થઇ જાય છે.
- ગીલોય 5 લાંબા ટુકડા અને 15 કાળા મરી ને ભેળવીને વાટીને 250 મી.લી. પાણીમાં નાખીને ઉકાળી લો. જયારે તે 58 ગ્રામ વધે તો તેનું સેવન કરો તેનાથી મેલેરિયા તાવની સ્થિતિમાં ફાયદો થાય છે.
- ગીલોય (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે.
- ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગીલોય, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક દુર થાય છે.
- 100 ગ્રામ ગીલોય ની લય, 100 ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ, બન્નેને એક સાથે 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવી દો કોઈ બંધ વાસણમાં મૂકી દો. 2 કલાક પછી મસળી ગાળીને સુકવી લો. તેનો 50-100 ગ્રામ રોજ 2-3 વખત સેવન કરવાથી તાવ ને લીધે આવેલ શારીરિક નબળાઈ દુર થાય છે.
- ગીલોય નો રસ 7 થી 10 મી.લી., મધ કે કડવા લીમડાનો રસ અથવા દાળ ચૂર્ણ કે હરિદ્રા, ખદીર અને આંબળા એક સાથે રોજ 3 વખત ખાવાથી એઈડ્સમાં ફાયદો મળે છે. તે ઉપસતા ઘાવ, પ્રમેહ જન્ય મૂત્રસંસ્થાન ના રોગ નાશક અને જીર્ણ પુતિ કેન્દ્ર જન્ય વિકાર નાશક માં ફાયદાકારક રહે છે.
- સુંઠ, પુનર્વવા, ગીલોય, બરગદ ના પાંદડા અને પાણીની અંદરની ઈંટ આ બધાને સરખા ભાગે લઇ લો, અને વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી જો ભગંદર ની ફોડકી પાકી ન હોય તો તે ફોડકી બેસી જાય છે.
- સોઠી ના મૂળ, સુંઠ, ગીલોય, જેઠીમધ અને બેરીના કોમળ પાંદડા તેને જરૂરી વાટીને તેને હળવું ગરમ કરીને ભગંદર ઉપર લેપ કરો તેનાથી લાભ થાય છે.
- અતિસ, ગીલોય, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે.
- ગીલોય અને સુંઠ ને એક સરખા પ્રમાણમાં લઈને તેની રાબ બનાવીને પીવાથી જુનામાં જુનો ગઠીયા રોગમાં ફાયદો થાય છે કે ગીલોય, હરડેની છાલ, ભીલાવા, દેવદાર, સુંઠ અને સાઠી ના મૂળ આ બધાને 10-10 ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને ચૂર્ણ બનાવી લો અને નાની બોટલમાં ભરી લો તેની અડધી ચમચી ચૂર્ણ અડધો કપ પાણીમાં પકવીને ઠંડુ થાય એટલે પી લો તેનાથી રોગીના ગોઠણ નો દુખાવો ઠીક થઇ જશે કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે ગીલોયનો રસ અને ત્રિફળા નો અડધો કપ પાણીમાં ભેળવીને સવાર સાંજ ભોજન પછી પીવાથી ફાયદો થાય છે.
- કાળા મરી અથવા ત્રિફળા અથવા ગીલોય નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગીલોયની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગીલોયનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો.
- લીલી ગીલોયના રસમાં બાળકના કુર્તા પલાળી ને સુકવી લો અને તે કુર્તા સુકા રોગથી પીડિત બાળકને પહેરાવી રાખો. તેનાથી બાળક થોડા જ દિવસમાં સાજુ થઇ જશે.
- ગીલોય ની રાબ બ્રાહ્મી સાથે પીવાથી ગાંડપણ દુર થાય છે.
- શરીરમાં બળતરા કે હાથ પગની બળતરા માં 7 થી 10 મી.લી. ગીલોયના રસને ગુગળ કે કડવો લીમડો કે હરિદ્ર, ખાદીર અને આંબળા સાથે ભેળવીને રાબ બનાવી લો. રોજ 2 થી 3 વખત આ રાબ નું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા દુર થઇ જાય છે.
- 360 મી.લી. ગીલોયના રસમાં ઘી ભેળવીને રોજ સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં લોહીની વૃદ્ધી થાય છે. કે ગીલોય 24 થી 36 મીલીગ્રામ સવાર સાંજ મધ અને ગોળ સાથે સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થઇ જાય છે.
- ગીલોય, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે.
- માથા ના દુખાવા ને દુર કરવા માટે ગીલોય ની રાબ નું સેવન કરવું જોઈએ.
- ગીલોયનો રસ અને સાકરને ભેળવીને 2-2 ચમચી ગીલોયની રાબ બનાવીને ઠંડી કરીને પીવાથી ઉલ્ટી થવાનું બંધ થઇ જાય છે.
- 20 થી 40 ML જેટલું ગિલોય નું શરબત ચાર ગણા પાણી માં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવા થી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થાય છે.
- ગીલોય નો રસ 7 મી.લી. થી લઈને 10 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને સવાર અને સાંજ સેવન કરવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે.
- પિત્ત ના દર્દી માટે ગીલોયનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી લાભ થશે.
- ગીલોયનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ત્રણ વખત લેવાથી તરત તરસ છીપાય છે.
- ગીલોયને મધ સાથે ચાટવાથી કફ નો વિકાર દુર થાય છે.
ગીલોય ના અન્ય ભાષા માં નામ:
- Hindi (Giloy in Hindi) – ગડુચી, ગિલોય, અમૃતા
- English – ઇન્ડીયન ટીનોસ્પોરા (Indian tinospora), હાર્ટ લીવડ ટીનોસ્પોરા (Heart leaved tinospora), મુન સિડ (Moon seed), ગાંચા ટીનોસ્પોરા (Gulancha tinospora); ટીનોસ્પોરા (Tinospora)
- Bengali (Giloy in Bengali) – ગુંચા (Gulancha), પાલો ગંદચા (Palo gandcha), ગિલોય (Giloe)
- Sanskrit – वत्सादनी, छिन्नरुहा, गुडूची, तत्रिका, अमृता, मधुपर्णी, अमृतलता, छिन्ना, अमृतवल्ली, भिषक्प्रिया
- Oriya – ગૂંચા (Gulancha), ગુલોચી (Gulochi)
- Kannada – અમૃથાવલ્લી (Amrutavalli), અમૃત્વલ્લી (Amritvalli), યુગાનીવલ્લી (Yuganivalli), મધુપરની (Madhuparni)
- Gujarati – ગુલવેલ (Gulvel), ગળો (Galo)
- Goa – અમૃતવેલ (Amrytbel)
- Tamil – અમૃદવલ્લી (Amridavalli), શિંદિલકોડી (Shindilkodi)
- Telugu – તિપ્પતિગે (Tippatige), અમૃતા (Amrita), guduchir (Guduchi)
- Nepali – ગુર્જો (Gurjo)
- Punjabi – ગીલોગુલારિચ (Gilogularich), ગરહમ (Garham), પાલો (Palo)
- Marathi – ગૂલવેલ (Gulavel), અંબરવેલ (Ambarvel)
- Malayalam – અમૃતુ (Amritu), પેયામૃતમ (Peyamrytam), ચિત્તમૃતુ (Chittamritu)
- Arabic – ગીલો (Gilo)
- Persian – ગુલબેલ (Gulbel), ગીલોય (Giloe)
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરિયાત વાળા લોકો ને તથા તમારા મિત્રો, પરિવારજનો, સભ્યો સાથે શેર કરવા વિનંતી