ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ ના સશક્તિકરણ માટે અને મહિલાઓ ને આર્થિક પરિસ્થિતિ ને આધારે તેમના માટે વિવિધ પ્રકારની સહાય યોજના આપવા માં આવતી હોય છે જેના આધારે થી મહિલા તેના જીવન નિર્વાહ કરી શકે અને કોઈ અન્ય વ્યક્તિ ના ભરોસે તેને રહેવું પડે નહિ તેના માટે ની પહેલા અહી આગળના લેખ માં વિધવા સહાય યોજના વિશે ની સંપૂર્ણ માહિતી નો લેખ આપવા માં આવ્યો હતો આજના આ લેખ માં વિધવા મહિલા જો ફરી થી લગ્ન કરવા માગતી હોય તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક યોજના ની શરૂઆત કરવા માં આવી છે.

આ ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક યોજના માં મળતી સહાય, આવેદન કરવા ની પ્રક્રિયા થી લઈ ને સહાય ની પ્રાપ્તિ સુધી ની સંપૂર્ણ માહિતી આ લેખ માં આપવા માં આવી છે જે નીચે મુજબ છે.

આ પણ વાંચો – વિધવા સહાય યોજના 2022 (ગંગા સ્વરૂપ યોજના)

Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક યોજના માં આ વર્ષે સરકાર તરફથી વિધવા બહેનો ને સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે જેમા સહાય સ્વરૂપે લાભાર્થી ને 2 તબક્કા માં કુલ 50,000 ની આર્થિક સહાય આપવાની હોઈ છે. પહેલા તબકકામાં માં લાભાર્થી ને 25,000 રૂપિયા ની સહાય આપવામા આવે છે અને પછી બીજા તબક્કા માં લાભાર્થી ને 25,000 નાં રાષ્ટ્રિય બચત પત્રો આપવામાં આવશે જેમાં એ બચત પત્રો 6 વર્ષ ના સમય ગાળા માં પાકશે અને પછી ઉપાડી શકશો.

ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક યોજના 2022

ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક યોજના નો હેતુ:

રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલીમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો નો મુખ્ય હેતુ છે.

આ પણ વાંચો – ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) વિશે સંપૂર્ણ માહિતી

વિધવા મહીલાઓ ને આર્થીક રીતે લાભ ની પ્રાપ્તિ થાય છે તે સિવાય તે સમાજ માં બીજા લગ્ન કરી ને માન ભેર જીવન જીવી શકે છે.

આ યોજના નો લાભ કોણે મળી શકે છે?

  • અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઇએ.
  • 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય.
  • અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 24,000 થી વધુ ન હોય, તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂ. 45,000 થી વધુ ન હોવી જોઇએ.
  • 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા 75 % થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિનકમાઉ હોય તો.
  • ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.

અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી:

  • અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી/કલેક્ટર કચેરી/જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીએથી વિના મૂલ્યે મળે છે.
  • અરજીની સાથે પતિના મરણનો દાખલો
  • આવકનો દાખલો
  • જમીન ધરાવતા હોય તો 7/12 નો ઉતારો
  • અરજદારના બાળકોની ઉંમરના પુરાવા/દાખલા
  • અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર/ વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ
  • અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે, જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજૂરી આદેશ કરશે

ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક યોજના હેઠળ મળવાપાત્ર લાભ:

  • આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. 500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • લાભાર્થી પર આધારિત બાળકોને (બે બાળકોની મર્યાદામાં) બાળકદીઠ માસિક રૂ. 80 લેખે દર માસે ચુકવવામાં આવે છે.
  • યોજના હેઠળની 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે.
  • આ યોજના હેઠળના 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચુકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જીન મનીરૂપે આપી પુન:સ્થાપિત કરવામાં આવે છે.
  • 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમોનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પુરી થતા વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય, પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જરૂરી ભલામણ સાથે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને મોકલે છે. જ્યાં પુન:ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજુર થાય છે.
  • તા. 01-04-2008 થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ રૂ. 1,00,000 નું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે.
  • અરજી કરવાની સમય મર્યાદા પતિના મૃત્યુ થયાની તારીખથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટર શ્રી બે વર્ષ બાદ કરેલી અરજી મંજુર કરી શકે છે.
  • આ યોજના માટે લાભાર્થીએ યોજનામાં અરજી કરવા માટે, યોજનામાં પાત્ર થવા માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા ની જરૂર નથી ફક્ત લાભાર્થી વિધવા બહેનો એ પુનઃલગ્ન કરે હોય તો તેઓ આ યોજના માટે પાત્ર ગણાશે.

ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક યોજના ની અરજી કેવી રીતે કરવી?:

આ યોજના હેઠળ ના ફોર્મ ને ઓનલાઇન તથા ઓફ્લાઈન પણ ભરી શકાય છે. જેમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે તેની ઓફિસિયલ વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ પર ફોર્મ ભરી શકાય છે.

સૌ પ્રથમ આપે આપના ગામ ની ગ્રામ પંચાયત કચેરી ખાતે VCE ( કોમ્પુટર ઓપરેટર) પાસે E-Gram ધરા માં Digital Gujarat Portal પર જઈ ને અરજી કરવાની હોઈ છે.

VCE પાસે આપનુ સંપૂર્ણ Online અરજી ની તમામ માહીતી ભરી ને તમારા તમામ આધાર પૂરાવા અપલોડ કરી ને Online અરજી કરવાની રહેશે.

આ સિવાય જો લાભાર્થી ને આવડતું હોઇ તો લાભાર્થી પોતે પણ Online અરજી કરી શકે છે.

તે સિવાય ઓફલાઈન ફોર્મ ભરવા માટે અહીંથી ફોર્મ ને ડાઉનલોડ કરવા નું રહેશે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય અને તમારા ધ્યાન માં જો કોઈ વિધવા મહિલા હોય અને તેને આ યોજના સહાય રૂપ થાય તે માટે તેની સાથે આ લેખ શેર કરવા વિનંતી.

Visited 112 times, 1 visit(s) today

Leave a Comment