મિત્રતા દિવસ (Friendship Day) પર સુવિચારો અને મેસેજ

મિત્રતા દિવસ (Friendship Day) નિમિતે આજે મિત્રો વિશે ઘણી વાતો કહેવા માં આવી છે. અને મિત્રતા ને લગતા ઘણા કિસ્સાઓ પણ જોવા મળે છે. મિત્રતા નો સંબંધ એટલે કે જેમાં ધર્મ, જાતિ, રંગ જેવી બાબતો નો સમાવેશ થતો નથી.

મિત્રતા દિવસ (Friendship Day) ની ઉજવણી:મિત્રતા દિવસ (Friendship Day)

મિત્રતા દિવસ (Friendship Day) ની ઉજવણી દેશભર માં ઓગસ્ટ મહિના ના પહેલા રવિવાર ના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024 માં મિત્રતા દિવસ ની ઉજવણી નો દિવસ એટલે કે પહેલો રવિવાર 3 ઓગસ્ટ ના રોજ આવે છે. મિત્રતા દિવસ ની ઉજવણી કરવા ની શરૂઆત 1935 ના રોજ થી યુ એસ થી કરવા માં આવી હતી અને ધીમે ધીમે લોકપ્રિય થતા દેશભરમાં આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો25 શ્રેષ્ઠ ગુજરાતી ટુંકી વાર્તા (Microfiction Story)

આજે અહીં અમે મિત્રતા દિવસ (Friendship Day) ના નિમિતે મિત્રો વિશે ના સુવિચારો અને મેસેજ અહીં લઈ ને આવ્યા છે.

આ પણ વાંચો – ૨૦૦ થી વધુ પ્રેમ ની શાયરીઓ 2023 (love quotes in gujarati)

મિત્રતા દિવસ (Friendship Day) પર મેસેજ અને સુવિચારો:

મિત્રતા દિવસ (Friendship Day)

  • જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે. મિત્રતા દિવસ (Friendship Day)
  • જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો , એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે…
  • જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે, સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે….
  • રફતાર આ જિંદગીની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય,પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે….
  • નથી પૈસા કે નથી ડોલર, પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર…

મિત્રતા દિવસ (Friendship Day)

  • આ જગત માં એવા પણ મિત્રો હોય છે જે વચન નથી આપતા પણ નિભાવી જાય છે.
  • તમારો ખાસ મિત્ર જો તમારી ઉપર ગુસ્સો થવા નું છોડી દે તો સમજવાનું કે તમે એને ગુમાવી ચૂક્યા છો. મિત્રતા દિવસ (Friendship Day)
  • દોસ્તી ની કોઈ વ્યાખ્યા ના હોય હાથ ફેલાવો ત્યાં હૈયું આપી દે મિત્ર.
  • મિત્રતા એટલે વાત વિનાની વાતો અને નાત વિનાનો નાતો
  • સંબંધી તો નામ છે બાકી મારો જીવ તો મારો મિત્ર છે. મિત્રતા દિવસ (Friendship Day)

મિત્રતા દિવસ (Friendship Day)

  • એક જ વાર એણે કહ્યું દોસ્ત છું. પછી મેં ક્યારેય ન કીધું વ્યસ્ત છું.
  • દોસ્ત તું ના હોય તો FEEL થાય અને હોય તો પછી મહેફિલ જ થાય.
  • દોસ્તી એટલે એક ખભાનું સરનામું જ્યાં દુઃખ ની ટપાલ ટિકિટ વિના પોસ્ટ કરી શકાય.
  • સાચી દોસ્તી તો એ હોય છે જે પાણીમાં પડેલું આંસુ પણ ઓળખી જાય.
  • એક સાચી દોસ્તી ની રોજ રોજ વાત કરવાની અને સાથે રહેવાની જરૂર નથી હોતી..

મિત્રતા દિવસ (Friendship Day)

  • જ્યાં સુધી આ સંબંધ દિલમાં જીંવત છે ત્યા સુધી સાચા દોસ્ત ક્યારેય અલગ નથી થતા…….!
  • દોસ્તી એટલે સમય ઘટે પણ વાતો ના ઘટે.
  • મનથી ભાંગી પડેલા ને તો મિત્રો જ સાચવે છે. સંબંધો તો માત્ર વ્યવહાર સાચવે છે.
  • ચા માં ખાંડ ના હોય તો પીવાની શું મજા? અને જીવન માં મિત્ર ના હોય તો જીવવાની શું મજા?
  • અમુક એવા મિત્રો પણ હોય છે જેની સાથે વાતો કરવા કરતા ઝઘડવા માં વધારે મજા આવે છે.

મિત્રતા દિવસ (Friendship Day)

  • પ્યાલો મદિરા નો મે ક્યારેય ભર્યો નથી કારણ કે નશો તમારા જેવા મિત્રો ને મળ્યા પછી કદી ઉતર્યો જ નથી.
  • મિત્રતા હોય તો સુદામા-કૃષ્ણ જેવી હોવી જોઈએ. એક કશું માંગતો નથી, એક બધું જ આપીને જણાવતો નથી.
  • જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !! મિત્રતા દિવસ (Friendship Day)
  • પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય. મિત્રતા દિવસ (Friendship Day)
  • જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

મિત્રતા દિવસ (Friendship Day)

  1. દુશ્મન બની લડી લેજો, પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો..
  2. દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે. મિત્રતા દિવસ (Friendship Day)
  3. મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી.
  4. ભગવાન જેને લોહી નાં સંબંધ થી બાંધવા નુ ભૂલી જાય છે ને એને “મિત્ર” બનાવી દે છે.
  5. મિત્રતા- બે હ્રદય ને જોડતું મેધધનુષ સાત રંગોની પરસ્પર વહેંચણી ~ પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર..!
  6. ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા. દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા. મિત્રતા દિવસ (Friendship Day)
  7. તમે તમારા થી ખોવાઈ જાવ ત્યારે તમને શોધવામાં તમારી જે મદદ કરે તે સાચો મિત્ર.
  8. વ્હાલ ની પરિભાષા હું લખીશ. તું ફકત દોસ્ત બનીને ઉદાહરણ આપજે દોસ્તી નું.
  9. જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો અને સુખ નો એક કોથળો ભરાય જાય એ મિત્ર
  10. મોઢા પર કડવી વાત સંભળાવ દે અને પીઠ પાછળ ખરા દિલ થી વખાણ કરે એ જ સાચો મિત્ર.
  11. સુદામા દ્વારે ઉભા છે એવું સાંભળીને રુકમણી સાથે ભોજન પડતું મૂકીને, ઉઘાડા પગે દોટ મુકાવે એનું નામ મિત્રતા .
  12. પ્રેમ અને દોસ્તી મા ચડિયાતી દોસ્તી છે, ત્યારે તો રાધા રડે છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે. મિત્રતા દિવસ (Friendship Day)

મિત્રતા દિવસ (Friendship Day)

  • ભીંજાઈ જવાનું કારણ દર વખતે વરસાદ નથી હોતો. કયારેક કોઈક વખત મિત્રોની યાદોં નું ઝાપટું પણ પાંપણો પલાળી જાય છે.
  • કોણ કહે છે દોસ્તી બદનામ કરે છે, નિભાવવા વાળા મળી જાય તો દુનિયા સલામ કરે છે.
  • ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી પણ દોસ્તી તમને ઉંમરલાયક થતા જરૂર રોકે છે.
  • સમય ની સાથે તો બધા ભાઈબંધી કરે પણ મઝા તો ત્યારે આવે જ્યારે સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય.
  • મૈત્રી એ તો ઈશ્વરે માનવ ને આપેલી શ્રેષ્ઠ ભેટ છે.
  • મિત્રતા હંમેશા કર્ણ જેવી રાખજો, પછી ભલે અધમ માટે ખપાઈ જવું પડે !! મિત્રતા દિવસ (Friendship Day)
  • જીંદગી માં કોઈ રસ્તો તમને લાંબો નહિ લાગે, જો તમે તમારા સાચા મિત્ર સાથે ચાલતા હશો. મિત્રતા દિવસ (Friendship Day)

મિત્રતા દિવસ (Friendships Day) પર કવિતા:

મિત્રો

પારકાં ને ક્યાં શોધવા અહીં,

પોતાના ખોવાઇ ગયા.

રેતી જેવા હતા સપના મારા,

મોજાં થી ધોવાઇ ગયાં.

વિતેલી વાતોને યાદ કરી તો,

આંસુ છલકાઇ ગયા.

સંબંધો ઘણા મળ્યા મને પણ,

અમુક દિલમાં સચવાઇ ગયા..

યાદોની તિજોરી ખોલી જ્યારે,

આ હોઠો મલકાઈ ગયા.

અમુક મિત્રો જ એવા મળ્યા,

જે દિલ પર છવાઈ ગયા..

દોસ્ત

એટલે તું વિશ્વાસ રાખજે દોસ્ત,

હ્રદય માં થોડી હાશ રાખજે દોસ્ત,

જોઇતો નથી સૂર્ય જેવો ઝળહળ મને,

નાનકડા દીપક સમા ઉજાસ રાખજે દોસ્ત.

નીભાવવો પડશે રાખો તૈયારી હર ક્ષણે,

આ સંબંધમાં આટલું સાહસ રાખજે દોસ્ત.

નથી તારી સાથે સતત વાસ્તવિકતા છે તોયે,

સાથે છુ તારી એવો આભાસ રાખજે દોસ્ત

છે જિંદગાની ચાર દિવસની એમાં હોશ,

પળો થોડી મારા માટે ખાસ રાખજે દોસ્ત.

મિત્ર એટલે પૃથ્વી

જેની હાજરી માં વગર મહેલે દરબારો યોજાય,

યોજનો દૂર હોવા છતાં એક વેંત દૂર લાગે, જેના

કડવા વહેણ પણ, મીઠાઈ ના ડબ્બા જેવા લાગે,

એ ખભા ઉપર ફક્ત હાથ મૂકે,

અને દુઃખ ચપટી વગાડી દૂર ભાગી જાય,

એના જેવું કોઈ હળવું નહિ અમે એના

 જેવું કોઈ માથાભારે નહિ,

લખવા બેસું તો પાના ખૂટે,

આ મિત્ર શબ્દ કઈ ચાર લાઈન માં ના સમાય,

“મિત્ર” એટલે એક વિશાળ “પૃથ્વી”

સંબંધ

દોસ્તી લોહી નો સબંધ નથી.

દોસ્તી દિલ નો સબંધ છે.

કોઈ ને ન કરી શકાય એવી વાત

જેને કહી શકાય એ દોસ્ત છે.

જેની સાથે હસી શકાય એ નહિ,

પણ જેની સામે રડી શકાય એ મિત્ર છે.

આવા મિત્રો જિંદગી માં હોય

તો જ જિંદગી જીવવા જેવી લાગે છે.

અને અંતે:

તમારા મિત્રો સાથે ના કોઈ યાદગાર પ્રસંગ અથવા કોઈ વાત હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવો.

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરજો.

Visited 2,793 times, 1 visit(s) today

2 thoughts on “મિત્રતા દિવસ (Friendship Day) પર સુવિચારો અને મેસેજ”

  1. મિત્ર એવા પણ હોઈ જે પાસે બેઠા હોય
    વાત કઈ ના થતી હોય પણ મન માં એવું હોય કે એ પાસે છે અંદર થી મન ખુશ હોય કે એ આપણી પાસે છે thank you..

    Reply

Leave a Comment