પિતૃ દિવસ (Father’s Day) ની ઉજવણી 111 થી વધુ દેશો માં કરવા માં આવે છે. જેની તારીખ અલગ અલગ હોય છે પરંતુ ભારત માં આ દિવસ ની ઉજવણી જૂન મહિના ના ત્રીજા રવિવાર ના દિવસે કરવા માં આવે છે જેની આ વખતે 16 જૂન ના રોજ ની ઉજવણી ભારત ભર માં કરવા માં આવે છે.
ભારત ની ઘણી ભાષાઓ માં અને સાહિત્ય માં માતા વિશે ઘણું લખવા માં અને કહેવા માં આવ્યું છે પરંતુ જેટલું માતા પર લખવા માં અને કહેવા માં આવ્યું છે તેટલું પિતા પર કહેવા માં આવ્યું નથી.
આ પણ વાંચો – માતૃ દિવસ (Mothers Day) પર કવિતા, સુવાક્યો, શાયરી અને કહેવત
ગુજરાતી ભાષા માં પણ માતૃપ્રેમ પર ઘણી કવિતાઓ, વાર્તાઓ, કાવ્યો વગેરે નું વિવિધ અને જાણીતા કવિઓ અને લેખકો દ્વારા અગણિત કહી શકાય એટલા સાહિત્ય ની રચના કરવા માં આવી છે. જ્યારે પિતૃપ્રેમ વિશે ના કાવ્ય, લેખ કે વધુ કંઈ લખવા માં આવ્યું નથી.
પિતૃ દિવસ (Father’s day) ની શરૂઆત:
પિતૃ દિવસ (Father’s Day) એ પિતૃઓના માનમાં વ્યાપકપણે ઉજવવામાં આવતો એક પવિત્ર તહેવાર છે. 20 મી સદીના પ્રારંભ માં અમેરિકા દ્વારા પહેલો ફાધર્સ ડે 19 જૂન 1909 ના રોજ મનાવવામાં આવીઓ હતો. પ્રથમ વખત 1966 માં, USA ના રાષ્ટ્રપતિ લિન્ડન જોહન્સન દ્વારા જૂનના ત્રીજા રવિવારે તેને ઉજવવાનું નક્કી કર્યું હતું. 1909 માં શરૂ થયેલ મધર્સ ડે પરથી તેમને ફાધર્સ ડે મનાવવાની પ્રેરણા મળી હતી.
ઈ.સ. 1916 માં અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલસએ આ દિવસની ઉજવણીના પ્રસ્તાવને મંજૂરી આપી. 1924 માં રાષ્ટ્રપતિ કેલ્વિન કુલીજે તેને રાષ્ટ્રીય પ્રસંગ તરીકે જાહેર કર્યો, અને 1972 માં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન એ પિતૃ દિવસ ને (Father’s Day) પ્રથમ વખત નિયમિત રજા તરીકે જાહેર કર્યો.
આપણા જીવનના દરેક ગ્રહણ ને સરળતા થી દુર કરનાર, આપણી ખુશી માટે દરરોજ જ યોગ દિવસ ઉજવી ને ખૂબ મહેનત કરનાર “પપ્પા” ને માત્ર “ફાધર્સ ડે” પૂરતા સેલ્ફી પાડી યાદ કરવા કરતાં કંઇક એવું કામ કરીએ કે એ હંમેશા મહેનત કરતા ચહેરા પર નાનકડી સ્માઇલ આવે, ત્યારે જ સાચો “ફાધર્સ ડે”
પિતા અને સંતાન ના સંવાદ ક્યારેય કોઈ કાગળ પર લખાયા નથી…! કદાચ કોઈ પાસે કુટુંબના ઘટાદાર વટવૃક્ષ ને માપવાના આયામ જ નથી…! પિતા પાસે ખબર નહિ કયું અક્ષયપાત્ર હોય છે જે લાગણીઓ ને છલકાવતું રહે છે…!
આજે અમે અહીં પિતૃપ્રેમ પર આધારિત કાવ્ય, સુવિચાર ને પિતૃ દિવસ (Fathers day) નિમિતે તમારી સમક્ષ લઈ ને આવ્યા છે.
પિતૃ દિવસ (Father’s Day) પર સુવિચારો:
- પિતા એટલે પુત્રનો પ્રથમ હીરો અને પુત્રી નો પહેલો પ્રેમ
- જોઈ ને એમની થાકેલી આંખો હું બહુ રોયો,
મારો સપના નો ભાર જ્યારે મેં પિતા ની આંખમાં જોયો - પિતા ની હાજરી સુરજ જેવી હોય છે,
સુરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે.
- પિતા એક વટવૃક્ષ છે જેની શિતળ છાયા માં આખું પરિવાર રહે છે.
- પિતા એ જીવન ના ઘડતર નો આધાર છે.
- પિતા એટલે કાળજી ભરેલુ કાળજુ,
કડકાઈ અને કરુણાનું મિશ્રણ,
સંસ્કારનું સુરક્ષા કવચ,
નિષ્ઠાની નિશાની
- ખરો દીવો તો પપ્પા હોય છે જે પોતાની આખી જાત બાળી નાખે છે ઘરને અંજવાળું આપવા માટે.
- એનું સર્વસ્વ પુત્રને સોંપી,
બાપ કાયમ જરાકમાં જીવ્યો - પરિવાર નો મજબૂત આધારસ્તંભ એટલે પપ્પા
- તલાશી લઇલો મારી, આ ખિસ્સા માં જવાબદારીઓ સિવાય કંઇ મળે તો આ જિંદગી તમારી “એક પિતા”
- ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પડતા નથી જોયા, સાહેબ મેં પિતા થી અમીર વ્યક્તિ કદી નથી જોયા.
- છુપાવી જીવે છે એ લાગણીઓ તમારાથી
ફક્ત હસતું મોઢું એમનું જોવા મળે તો બહુ થઈ પડે. - સપના તો મારા હતા પણ એના માટે દિશાઓ આપનાર એ મારા પિતા હતા.
- મને છાયામાં રાખ્યો,
ખુદ તડકા માં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા,
મારો નાનપણ નો ભાર ઉપાડનાર પિતા હતા. - શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે,
બાકી પોતાની કમાણી થી તો બસ ગુજારો ચાલે. - પિતા લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે…. - નિઃસ્વાર્થ પ્રેમ આપતો પુરુષ એટલે પિતા
સપના પુરા કરવા દોડતો પુરુષ એટલે પિતા
પુત્રી તરફ થી પિતા ને મેસેજ (Father’s day quotes from daughter):
- બાપ એ હસ્તી હોય છે સાહેબ,
જેના પગરખા થી પણ દીકરીને પ્રેમ હોય છે. - પિતા અમીર હોય કે ગરીબ તે તેની પુત્રી માટે હમેંશા રાજા જ હોય છે.
- એક પિતાએ પોતાની આંખો ચોધાર વહાવી હશે,
જ્યારે કાળજા ના ટુકડા ને પારકા ઘરે વળાવી હશે.
- કોઈ પણ પરિવારમાં એક પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે.
- એક દીકરી કહે છે મને પપ્પા કરતા સાંજ વધારે ગમે છે કારણ કે પપ્પા તો ખાલી રમકડાં લાવે છે પરંતુ સાંજ તો મારા પપ્પા ને લાવે છે.
- એક પિતા નો ચહેરો વાંચવા માં એક દીકરી જેટલું હોશીયાર બીજું કોઇ નથ બીજું કોઈ નથી હોતું.
- એક પિતા એ શું મસ્ત કહ્યું છે,,,
“કે સુખ માં સાથ જોઇએ
બાકી દુઃખ મા તો
મારી દિકરી જ કાફી છે…”
પિતૃ દિવસ (Father’s Day) પર કવિતા:
૧).
થાક ધણો હતો ચહેરા પર પણ, અમારી ખુશી માટે અનહદ પરીશ્રમ કરતા જોયા છે. આંખમાં ઉઘ હતી ઘણી છતા પણ, ચિંતા માં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ, હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે.
કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાતે ખુલી આંખે, અમારા ભવિષ્યનાં સપના સજાવતા જોયા છે.
પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે, એ ખુશી માટે પોતાના શમણાંઓ ને રોળતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી, અમારી પસંદગીને અપનાવતા જોયા છે.
વ્યકિત એક હતા પણ વિશેષતાઓ અનેક હતી, પિતા સ્વરૂપે સર્જનહાર ને જોયા છે.
૨).
પપ્પા વિશે ઓછું કહેવું કે પપ્પા સાથે ઓછું બોલવું
એટલે શબ્દો ઓછાં પડવા-એમ નહિ પણ શબ્દો આછાં પડવા !
તણખલાં વીણી-વીણી એક મજાનો માળો બાંધે સંબધોની સોડમ રાંધે શમણાંઓના ટુકડાં સાંધે.
વાતે વાતે પડકારતાં લલકારતાં રૌદ્ર પપ્પાની ભીતર-ભુમિ સાવ ભીની સાવ પોચી.
એકડો ઘુટાવતાં આકરાં થતાં પપ્પા પરીક્ષા વખતે વાંચવા ઉઠાડતું ઍલામ થતાં પપ્પા ક્રિકેટ રમતાં છગ્ગો માર્યો હોય ત્યારે દડા કરતાં વધારે ઉછળતાં પપ્પા
દીકરીની રહા અમૃતની જેમ પીતાં પપ્પા દીકરીની વિદાય વેળાએ અશ્રુથી ઓળધોળ પપ્પા…
૩).
પિતા એ પુત્રીની પહેચાન હોય છે પિતા એ પુત્રીની શાન હોય છે દુઆ સ્વરૂપમાં રહે છે જીંદગીભર પિતા એ બેટી માટે વરદાન હોય છે
પિતા બહારથી બેદર્દ હોય છે કારણકે તે મર્દ હોય છે પિતાને સમજવું પડે અંદરથી પિતા જેવો કાં કોઇ મદર્દ હોય છે.
પિતા પુત્રીના સપનાઓનું સ્પંદન હોય છે પિતા શાતા આપત ચંદન હોય છે પિતા હમેશા રહે છે અંદરથી ભીંજાયેલા પિતા-પુત્રીના સંબંધને સહના વંદન હોય છે.
૪).
મારા સાહસ મારી ઈજ્જત મારું સમાન છે પિતા, મારી તાકાત મારી પુંજી મારી ઓળખાણ છે પિતા..
ઘર ની એક-એક દિવાળી માં શામિલ એમનો ખૂન પસીનો, આખા ઘરની રોનક એમનાથી આખર ઘર ની શાન છે પિતા…
મારી ઈજ્જત, મારી શોહરત, મારો રૂતબો મારા માટે માં છે પિતા, મને હિમ્મત આપવા વાળા મારા અભિમાન છે પિતા.
મારા ઘર મારા માટે સૌથી બળવાન છે પિતા, આખા ઘર ના હૃદય ની ધડકન આખા ઘર ની જાન છે પિતા….
શાયદ ભગવાન એ આપ્યું છે ફળ સારા કર્મો નું, એમની રહેમત એમની નિયામત એના વરદાન છે પિતા..
“પિતા, કે જેમણે પોતાના સપનાઓની ચિંતા કર્યા વગર હર હંમેશ પરિવાર માટે દિશા સૂચક રહી સારા સંસ્કારોનું સિંચન કરી ને પોતાના સંતાનોનું ભવિષ્ય ઉજળું બનાવે છે તથા મનુષ્ય ના ઘડતરમાં પિતા નો અમૂલ્ય ફાળો હોય છે તેવા વાત્સલ્યરૂપ સર્વ ના પિતાશ્રીને લાખ-લાખ વંદન”
જો આપના પસંદ ના કોઈ સુવિચાર હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.
આ સિવાય જો આપ ના પિતા સાથે ની કોઈ યાદગાર ક્ષણ અથવા કોઈ યાદગાર પ્રસંગ હોય તો તે નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.
અને અંતે:
જો તમને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.
Thanks for your blog, nice to read. Do not stop.