ભગવાન શ્રીરામે રાવણ નું વધ કર્યું તેના કારણે થી દશેરા નો આ તહેવાર ઉજવવા માં આવે છે પરંતુ દશેરા ની સાથે ઘણી એવી રસપ્રદ અને અજાણી વાતો જોડાયેલી છે જેના વિશે ની માહિતી અહીં દર્શાવવામાં આવી છે.
દશેરા ના પર્વ ને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાજી એ મહિષાસુર નો વધ કર્યો અને ભગવાન શ્રીરામ દ્વારા લંકા પર વિજય અને રાવણ નું વધ કરી ને માતા સીતા ને પરત લાવ્યા હતા જેની ગાથા દર્શાવતી આ કથા ને દશેરા અને વિજયાદશમી એમ બંને રીતે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો – દશેરા ની શુભકામનાઓ અને સંદેશાઓ
દશેરા અને વિજયાદશમી સાથે જોડાયેલી પૌરાણિક કથા અનુસાર અહીં બે કથા દર્શાવવામાં આવી છે જે બે કથાઓ અહીં નીચે દર્શાવવામાં આવી છે.
દશેરા સાથે જોડાયેલી પૌરાણિક કથા:
દશેરા ની ઉજવણી દેશ વિદેશ માં કરવા માં આવે છે જેની પાછળ હિંદુ ધાર્મિક ગ્રંથ રામાયણ ની કથા છે. ભગવાન શ્રીરામે રાવણ નો વધ કરીને લંકા પર વિજય મેળવ્યો હતો અને અસત્ય પર સત્યનો વિજય થયો હતો.
આ પણ વાંચો – નવરાત્રિ ના મેસેજ અને શુભકામના સંદેશા તથા મંત્રો
હિન્દુ ધર્મમાં દશેરા નું અનેરું મહત્ત્વ છે. આસો સુદ દશમ ના દિવસે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરા ની ઉત્પતિ દસ બુરાઈ ને ખતમ કરવા માટે થાય છે. દશેરા ના આ તહેવાર સાથે બે પૌરાણિક કથા જોડાયેલી છે. જેમાં એક કથા અનુસાર માં દુર્ગા દ્વારા મહિષાસુર નો વધ કર્યો હતો.
આ પણ વાંચો – નવરાત્રિ ના નવ દિવસ નું મહત્વ અને માતાજી ના સ્વરૂપ નો ઈતિહાસ
બીજી અન્ય એક પૌરાણિક કથા અનુસાર હિંદુ ધાર્મિક ગ્રંથ રામાયણ અનુસાર ભગવાન વિષ્ણુ ના અવતાર શ્રીરામ એ લંકાધિરાજ અને રાક્ષસ રાવણ ને યુદ્ધ માં હરાવી ને પાપ નો અંત કરી ને અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. રામાયણ ની આ કથા થી બધા જાણકાર જ છે કે રાવણ દ્વારા સીતા માતા નું અપહરણ કર્યું હતું જે તેના અંત નું કારણ બન્યું હતું. અને જેની ખુશી માં રાવણ નું દહન કરી ને દશેરા ની ઉજવણી કરવામાં આવે છે.
રામાયણ અનુસાર પૌરાણિક કથા:
રામાયણ ની કથા અનુસાર આયોધ્યા ના રાજા દશરથ રઘુવંશ કુળ ના રાજા હતા. રાજા દશરથ ના ત્રણ પત્ની હતા જેમના નામ કૌશલ્યા, કૈકયી અને સુમિત્રા હતું. કૈકયી એ રાજા દશરથ નો જીવ બચાવ્યો હતો જેના બદલા માં દશરથ રાજા એ વરદાન આપેલ હતું જેના બદલા માં કૈક્યી એ શ્રીરામ ને 14 વર્ષ ના વનવાસ પર મોકલવા અને કૈકયી પુત્ર ભરત ને રાજગાદી સોંપવા માટે કહ્યું હતું જ્યારે રામ વનવાસ પર જાય છે ત્યારે તેમની સાથે તેમના પત્ની સીતા માતા અને ભાઈ લક્ષ્મણ પણ સાથે વનવાસ માં જોડાઈ છે વન માં ભટકતી વખતે જ્યારે રાવણ ઋષિ નું સ્વરૂપ લઈને આવે છે અને તે સમયે સીતા માતા નું અપહરણ કરી જાય છે જેને કારણે ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે માતા સીતા ને પરત લાવવા માટે અને તેમાં અંતે સત્ય નો અસત્ય પર વિજય થાય છે અને ભગવાન રામ રાવણ પર વિજય મેળવે છે અને રાવણ નો વધ કરે છે જેથી દશેરા ની ઉજવણી કરવામાં આવે છે.
મહિષાસુર વધ ની પૌરાણિક કથા:
બીજી પૌરાણિક કથા અનુસાર, દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. મહિષાસુરે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવી સ્વર્ગલોક, ભુલોક અને પાતાળલોક પર વિજય મેળવ્યો હતો. દેવોને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવ્યા. દેવતાઓ મદદ માટે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયા પરંતુ ત્રિદેવ પણ મહિષાસુરને હરાવવામાં નિષ્ફળ રહ્યા. પછી ત્રિદેવે પોતાની શક્તિઓથી દેવી દુર્ગાની રચના કરી અને તેમને અસ્ત્ર અને શસ્ત્ર આપ્યા.
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર દેવી દુર્ગાથી મોહિત થઈ ગયો હતા અને દેવી દુર્ગા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. દેવી દુર્ગાએ લગ્ન માટે એક શરત મૂકી હતી કે જો તેઓ તેમને યુદ્ધમાં હરાવે તો લગ્ન માન્ય છે. દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચેનો યુદ્ધ 9 દિવસ સુધી ચાલુ રહ્યો. આ યુદ્ધમાં, 9 મા દિવસે, દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને વિજય મેળવ્યો હતો.
આથી નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે અને દુર્ગા પૂજા કરવામાં આવે છે. વિજય ઉત્સવ 10 મા દિવસે ઉજવવામાં આવે છે. વિજયાદશમી ભારતના બંગાળ, આસામ વગેરે રાજ્યોમાં ઉજવવામાં આવે છે.
દશેરા વિશેની જાણી અજાણી વાતો:
- દશેરા એ મૂળ સંસ્કૃત શબ્દ છે જે દશા અને હાર પર થી બનેલો છે જેનો અર્થ થાય છે સુર્ય ની હાર. જેથી કહેવાય છે કે જો ભગવાન શ્રી રામે રાવણ નું વધ ના કર્યું હોત તો સુર્ય હમેંશા માટે અસ્ત થઈ જાત અને અંધારપટ છવાઇ ગયો હોત.
- દશેરા ને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે દસ માં દિવસ નો વિજય. માં દુર્ગાએ દસમાં દિવસે મહિષાસુર રાક્ષશ નો વધ કર્યો હતો. મહિષાસુર એ અસુરોનો રાજા હતો જે નિર્બળ લોકો પર અત્યાચાર કરતો હતો અને પ્રજા ને કષ્ટ આપતો હતો. મહિષાસુર અને દુર્ગા વચ્ચે દસ દિવસ સુધી યુદ્ધ થયું હતું અને દસમા દિવસે માં દુર્ગા એ મહિષાસુર નો વધ કરીને વિજય હાંસલ કર્યો હતો.
- એવી માન્યતા છે કે માં દુર્ગા નવરાત્રી ના સમય દરમ્યાન પોતાના પિયર માં આવે છે અને દસ માં દિવસે તેમની વિદાય હોય છે જેથી તેમને પાણી માં વિસર્જન કરવા માં આવે છે.
- શ્રીરામે રાવણ ના દસ માથાનું વધ કર્યું હતું જેના પ્રતીકરૂપે પોતાના અંદર રહેલી દસ બુરાઈ ને ખતમ કરવા સાથે જોડવામાં આવે છે. પાપ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઘમંડ, ઈર્ષ્યા, સ્વાર્થ, અંહકાર, અમાનવતા આ દસ બુરાઈઓ છે.
- સૌ પ્રથમ વાર દશેરા ની ઉજવણી 17મી સદી માં મૈસુર ના રાજાના રાજ માં કરવામાં આવી હતી.
- આ તહેવાર માત્ર ભારત માં જ નહિ પરંતુ બાંગ્લાદેશ અને નેપાળ માં પણ ઉજવવામાં આવે છે.
- મલેશિયા માં દશેરા ના દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.
- રાવણને મારવા માટે શ્રીરામે માં દુર્ગા ની પૂજા કરી હતી અને જેના આશીર્વાદ ના સ્વરૂપમાં માં એ રાવણ ને મારવા માટે નું રહસ્ય જણાવ્યું હતું.
- એક માન્યતા અનુસાર રાજા અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
- દશેરા ના દિવસે બાબાસાહેબ આંબેડકર દ્વારા પણ બૌદ્ધ ધર્મ નો અંગીકાર કર્યો હતો.
- રાવણના પિતાનું નામ વિશ્રવા હતું. રાવણ ચાર વેદના જાણકાર હતા અને સુવર્ણ લંકા પર રાજ કરતા હતા.
- રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો અને તેને વરદાન પણ મળ્યું હતું. એક રીતે, રાવણ તે સમયનો સૌથી શક્તિશાળી અને બુદ્ધિશાળી રાજા હતો.
- રાવણ અંહકારી સ્વભાવનો હતો જે તેના અંતનું કારણ બન્યો.
- બુરાઈ પર અચ્છાઇ ની જીત નું પ્રતિક પણ માનવામાં આવે છે.
- અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.