ધનતેરસ નું મહત્વ અને તેના સાથે જોડાયેલી કથાઓ

દિવાળી એ ખુબ જ ધામધૂમ થી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતો તહેવાર છે દિવાળી ના પાવન પર્વ ની શરૂઆત અગિયારસ ના રોજ થી થઈ જાય છે ત્યારબાદ વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એમ તહેવારો ની ઉજવણી કરવા માં આવતી હોય છે.

આસો વદ તેરસ એટલે કે ધનતેરસ. શાસ્ત્રો ના આધારે થી ધનતેરસ ના દિવસે આયુર્વેદ ના પિતા ભગવાન ધન્વંતરિ નો જન્મ થયો હતો. માટે પણ આ દિવસ ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો – દશેરા નું મહત્વ અને દશેરા સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

ધનતેરસ ના સાથે ધનવંતરી નો જન્મ તથા ધન તેરસ શા માટે કહેવામાં આવે છે તેના વિશે ની સંપૂર્ણ માહિતી અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા તથા શાસ્ત્રો ના આધારે જોડાયેલી કથા નીચે આપવામાં આવી છે.

ધનતેરસ નું મહત્વ અને ધનતેરસ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

જૈન ધર્મ માં ધનતેરસ ને ધન્ય તેરસ અથવા ધ્યાન તેરસ તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો – ધનતેરસ ની શુભકામના અને સંદેશાઓ

ભગવાન મહાવીર ધનતેરસ ના દિવસે ધ્યાન દ્વારા યોગ નિરોધ માં ચાલ્યા ગયા હતા. ત્રણ દિવસ ના ધ્યાન બાદ યોગ નિરોધ થવા થી દિવાળી ના દિવસે તેમનું નિધન થાય છે. જેથી આ દિવસે ધ્યાન દિવસ ના નામ થી પણ પ્રસિદ્ધ છે.

ધનતેરસ ના દિવસે ધનવંતરી નો જન્મ:

ધનતેરસ ના દિવસે ધનવંતરી નો જન્મ

હિન્દુ ધર્મ અનુસાર આયુર્વેદ ના પિતા ભગવાન ધનવંતરી તેમના હાથ માં સુવર્ણ કળશ લઈને સમુદ્રમંથન માં થી ઉત્પનન થયા હતા. ધનવંતરી ના હાથ માં રહેલા કળશ માં અમૃતથી દેવતાઓ ને અમરત્વ પ્રદાન કર્યું હતું.

આ પણ વાંચો – નૂતન વર્ષાભિનંદન ની શુભકામના અને સંદેશાઓ અને તેનું મહત્વ 2024

ધનવંતરી ના ઉત્પન્ન થયા ના બે દિવસ બાદ દેવી લક્ષ્મી સમુદ્ર મંથન થી પ્રગટ થાય હતા જેના કારણે થી દિવાળી ના બે દિવસ પહેલા ધનતેરસ ની ઉજવણી કરવા માં આવે છે.

ભગવાન ધનવંતરી દેવતાઓ ના વૈદ્ય છે. તેમની ભક્તિ અને આરાધના કરવા થી આરોગ્ય સુખ અને સ્વાસ્થ્ય ની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન ધનવંતરી ની પૂજા કરવાથી ધર-પરિવારના બધા લોકો સ્વસ્થ રહે છે.

ધનવંતરી સુવર્ણ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા આથી ધનતેરસ પર વાસણ અને ધાતુની વસ્તુઓ ખરીદવું શુભ માનવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી વિષ્ણુના અંશાવતાર છે, જેમણે સૃષ્ટિમાં આયુર્વેદ અને ચિકિત્સા માટે અવતાર લીધો હતો.

શા માટે કહેવાય છે ધનતેરસ?:

શ્રીમદ ભાગવત કથા અનુસાર સતયુગ માં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો. દેવતાઓની સમસ્યા સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. ભગવાન વામન રાજા બલિ પાસે દાન માંગે છે.

જ્યારે વામન ભગવાન દાન માગવા આવ્યા તો ગુરુ શુક્રાચાર્યએ તેમને ઓળખી લીધા અને રાજા બલિને દાન આપતા રોક્યા. રાજા બલિ પોતાના ગુરુની વાત માનવાના બદલે દાન આપવાનું વચન આપી દીધું. ત્યારે ભગવાન વામને રાજા બલિ પાસે ત્રણ ડગલા ધરતી માગી.

આ પણ વાંચો – દિવાળી ની શુભકામના અને સંદેશાઓ 2024

ભગવાન વામને વિશાળ સ્વરૂપમાં એક પગ પૃથ્વી પર, બીજો પગ અંતરિક્ષ માં મૂક્યો પરંતુ ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બાકી રહ્યું તો બલિએ ભગવાન વામનને પોતાના માથા પર પગ મૂકવા માટે કહ્યું. જેના કારણે તે સીધો પાતાળ લોક પહોંચી ગયો અને દેવતાઓને રાજ-પાઠ મળી ગયા.

રાજા બલિએ દેવતાઓ પાસેથી જે કંઈપણ છીનવ્યું હતું તેનું 13 ગણુ વધારે તેમને મળી ગયું. જે દિવસે તેમને રાજ પાઠ મળ્યો હતો, તે દિવસે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની તેરસ હતી. દેવતાઓને 13 ગણુ વધારે મળવાના કારણે આ તિથિને ધનતેરસ કહેવાય છે.

ધનતેરસ સાથે જોડાયેલી અન્ય કથા:

એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવી ને પૂછ્યું કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે ? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા – નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવા દેવા?

આ પણ વાંચો – કાળી ચૌદસ નું મહત્વ અને કાળી ચૌદસ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા તમે સંકોચ ન કરતાં. જો તમારું દિલ કદી કંપી જતુ હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતાં બીતા કહ્યુ કે એકવાર આવી ઘટના ઘટી હતી. જ્યારે અમારું હૃદય કંપી ઉઠ્યુ હતુ.

યમરાજે તેમના યમદૂતો ને પૂછ્યું કે એવી શુ ઘટના ઘટી હતી? ત્યારે યમદૂતોએ જણાવ્યુ કે મહારાજ, હંસ નામનો એક રાજા હતો, જે એક દિવસ શિકાર કરવા ગયો, ત્યારે પોતાના સાથીઓ થી અલગ પડી ગયો. અને બીજા રાજયની સીમામાં જતો રહ્યો. ત્યા નાં રાજા હેમાએ તેનું સ્વાગત કર્યુ.

તે દિવસે રાજા હેમાની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. જયોતિષો નું કહેવુ હતુ કે આ બાળક તેના લગ્નના ચાર દિવસ પછી મૃત્યુ પામશે.

આ પણ વાંચો – દિવાળી નું મહત્વ, દિપાવલી નો અર્થ અને દિપાવલી સાથે જોડાયેલી કેટલીક વાતો

રાજા હંસના આદેશથી તે બાળકને યમુના કિનારે એક ઝૂંપડીમાં મુકવામાં આવ્યો. તેના પર કોઈ પણ સ્ત્રી ની છાયા પણ પડવા દેવામાં આવતી નહોતી.

પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે. સમય વીતતો ગયો. સંજોગથી એક દિવસ રાજા હંસની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી અને તેને તે બ્રહ્મચારી બાળક જોડે ગંધર્વ વિવાહ કર્યા, અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃત્યુ પામ્યો.

તે નવવિવાહિતાનો વિલાપ જોઈને અમારું હૃદય કાંપી ઉઠ્યુ. આવી સુંદર જોડી અમે કદી જોઈ નહોતી. તે કામદેવ અને રતિ કરતાં પણ આકર્ષક હતા.

યમદૂત દ્રવિત થઈને બોલ્યા – શુ કરીએ ? વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ પણ કરવું પડે છે. એક યમદૂતે પૂછ્યુ કે મહારાજ આવા અકાળ મૃત્યુનો કોઈ ઉપાય ખરો ?

યમરાજે અકાળ મૃત્યુનો ઉપાય બતાવતાં કહ્યુ કે – ધનતેરસના દિવસે પૂજન અને દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. જે ઘરમાં આ પૂજન થાય છે, ત્યાં અકાળ મૃત્યુનો ભય પાસે પણ નથી ફરકતો.

ધનતેરસ સાથે જોડાયેલી રોચક વાતો:

  • ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો તેમના પશુઓને શણગારી તેમની પૂજા કરે છે.એમાંય ખાસ કરીને ગાય અને બળદ વિગેરે ૫શુઓને શીંગડા રંગી પુજા કરવામાં આવે છે.
  • જયારે ટ્રેકટરનો યુગ નહોતો ત્યારે બળદો માટે આ દિવસ ખૂબ જ માનીતો ગણાતો હતો. બળદને પૂત્ર કરતાં ૫ણ વઘુ આદર કરવામાં આવતો હતો જે ઘીમે ઘીમે લુપ્ત થતો ગયો છે.
  • દક્ષિણ ભારતમાં લોકો ગાયને દેવી લક્ષ્મીનો અવતાર માને છે, તેથી ત્યાંના લોકો ગાય માટે વિશેષ આદર ધરાવે છે.
  • ધનતેરસ ના પ્રસંગે ગામડાઓમાં લોકો ધાણાના દાણા ખરીદે છે અને તેને ઘરમાં રાખે છે. દિવાળી પછી લોકો તેમના બગીચાઓ અથવા ખેતરોમાં આ બીજ વાવે છે.
  • ધનતેરસ લક્ષ્મી (ધન) ની પૂજા થાય છે અને સરસ્વતીની પણ પૂજા થાય છે.
  • ધનતેરસના દિવસે નવા ચોપડા ખરીદીને તેનું પૂજન કરાય છે. આમ હિન્દુ ઘર્મમાં ધન તેરસનું મહત્વ અનેરૂ છે.
  • વેપારી વર્ગ નો સંબંધ જમા-ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાથે છે, તેથી વેપારી વર્ગ ચોપડાનું પૂજન કરે છે અને ગુરુકુળો વગેરેમાં વિદ્યાના ઉપાસકો પુસ્તકોનું પૂજન કરે છે. વેપારીના ચોપડામાં વર્ષભરનું જમા-ઉધાર સરવૈયું રહે છે.
  • આ દિવસે જૂના વાસણોને બદલીને નવા વાસણો ખરીદવામાં આવે છે. લોકો યથાશકિત પ્રમાણે ઘર ઉપયોગી નવા વાસણો અને તાંબુ, પિત્તળ, ચાંદીના ઘરેણાં ખરીદે છે.
  • હાલના આધુનિક યુગ માં ધનતેરસ ના દિવસે વાસણો અને ઘરેણાં ઉપરાંત વાહનો, કોમ્પ્યુટર, મોબાઈલ વગેરે ની પણ ખરીદી કરવા માં આવે છે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

 

Visited 275 times, 1 visit(s) today

Leave a Comment