ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ (Waterfalls In Gujarat)

ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ

ગુજરાત માં ઘણા કુદરતી સૌંદર્ય ને આધારિત પ્રવાસન સ્થળો આવેલા છે. જેમાં નદી, સરોવર, જંગલો, અભયારણ્યો, ઝરણાં, ધોધ, પક્ષી અભયારણ્ય અને તે સિવાય ઘણા પ્રવાસન માટે ના સ્થળો માટે ગુજરાત જાણીતું છે. જેના માટે દેશ વિદેશ થી ગુજરાત ના પ્રવાસ માટે ઘણા પ્રવાસીઓ આવે છે. જેમાં થી આજે આપણે અહી ઝરણાં, ધોધ (Waterfalls) વિશે વાત કરીશું.

ગુજરાત માં આવેલા ૧૦ શ્રેષ્ઠ ધોધ

ગીરા ધોધ –

ગુજરાત માં આવેલા ધોધ માં ડાંગ જિલ્લાના વધઈ થી 5 કિલોમીટર ના અંતરે આવેલું ગીરા ધોધ અંબિકા નદી કિનારે આવેલું છે. જે લગભગ 75 ફૂટ ની ઉંચાઈ એ થી નદી માં પડે છે. કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડ ની વચ્ચે આવેલું છે. આ ધોધ ગુજરાત નો જાણીતો ધોધ છે. અહી બારેમાસ પ્રવાસીઓ આવતા જોવા મળે છે. અહી વરસાદી સમય માં પાણીનો વધારો થતો હોવા થી ચોમાસા ના સમય માં અહી વધુ પ્રમાણ માં પ્રવાસીઓ આવતા જોવા મળે છે. સવારના સમયે મેઘધનુષ અને ધુમ્મસ થી છવાયેલું વાતાવરણ જોવા મળે છે. આદિવાસી જાતિ ના લોકો તેમની પરંપરાગત કળા અને હસ્તકલા ની વસ્તુઓ નું અહી વેચાણ પણ કરે છે. જો પિકનિક માટે અથવા મિત્રો ના ગ્રુપ માં અથવા પરિવાર સાથે આ સ્થળ ની મુલાકાત લેવા જેવી છે.

 
ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ
 

ઝાંઝરી ધોધ –

અમદાવાદ થી 74 કિલોમીટર ના અંતરે દહેગામ ખાતે આ ધોધ આવેલો છે. જે 25 ફૂટ ની ઉંચાઈ એ થી વાત્રક નદી માં પડે છે. આ ધોધ બારેમાસ માટે નો નથી પરંતુ અહીં વરસાદ ના સમયે પાણી નો પ્રવાહ વધી જાય છે. ધોધ ની આજુબાજુ માં નજારો નિહાળવા જેવો છે જે નયનરમ્ય છે. મિત્રો, પરિવાર સાથે જવા જેવી જગ્યા છે. જે ફોટોગ્રાફી ના શોખીન હોય તેમના માટે અહી મુલાકાત લેવી જોઈએ. ગુજરાત માં આવેલા ધોધ માં આ ધોધ અમદાવાદ નો ખુબ જાણીતો ધોધ છે.

ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ
 

ત્ર્યંબક ધોધ –

ભાવનગર થી 20 કિલોમીટર ના અંતરે આવેલો આ ધોધ જે લોકો કુદરતી સૌંદર્ય નિહાળવા માંગતા હોય તેમને ખાસ મુલાકાત લેવા જેવી છે. જે 30 ફૂટ ની ઉંચાઈ પર થી પડે છે. આ ધોધ ની મુલાકાત લેવા રોજ ના ઘણા પ્રવાસીઓ આવે છે. અહી બાળકો માટે રમવા માટે અહી વિશાળ જગ્યા આવેલી છે. અહી ઓક્ટોબર થી માર્ચ મહિનામાં ખાસ મુલાકાત લેવામાં છે. અહી થી 5 કિલોમીટર ના અંતરે આવેલા મલનાથ શિવ મંદિર ની મુલાકાત પણ લેવા જેવી છે.
ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ

હાથણી માતા ધોધ –

ગુજરાત માં આવેલા ધોધ માં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક આવેલો આ ધોધ 100 મીટર ની ઉંચાઈ એ થી પડે છે જેના કારણે અહીં નું વાતાવરણ સુંદર અને સ્વર્ગ સમાન લાગે છે. ઉંચાઈ એ થી પડતા પાણી નો ધોધ નીચે પથ્થર પર પડે છે તે પથ્થર નો આકાર બાળ હાથી જેવો લાગે છે. ત્યાં આવેલા ફૂલો અને ત્યાં ની હરિયાળી ના કારણે આ ધોધ ની સુંદરતા અલગ જ તરી આવે છે. અહી વરસાદ ના સમયે ત્યાંના સ્થાનિક લોકો અને પ્રવાસીઓ નું પ્રમાણ વધારે જોવા મળે છે. અહી ના આદિવાસી સમાજ ના લોકો દ્વારા વરસાદી સમયે આદિવાસી મેળા નું આયોજન કરવામાં આવે છે.
ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ
 

ખુણીયા મહાદેવ ધોધ

પાવાગઢ નજીક આવેલું અને અમદાવાદ થી લગભગ 152 કિલોમીટર ના અંતરે આવેલું આ ધોધ પાસે અદભુત શિવ મંદિર આવેલું છે. શિવ મંદિર ની પાછળ થી આ ધોધ વહે છે. જેનો નજારો નિહાળવો એ સ્વર્ગ સમાન છે. અહી પહોંચવા માટે જંગલ માં થઈ ને રસ્તો છે. શ્રાવણ માસ દરમ્યાન અહી ભીડ જોવા મળે છે. આ ધોધ એક વિશાળ પથ્થર પર થી પડે છે. જંગલ ની વચ્ચે એકાંત માં સમય પસાર કરવા માટે આ જગ્યા ઉત્તમ છે.
ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ
 

ગીરા ધોધ

ગુજરાત માં આવેલા ધોધ માં વધાઈ થી 5 કિલોમીટર ના અંતરે અને સાપુતારા થી 50 કિલોમીટર ના અંતરે આવેલું છે. ગીરા નદી માં થી 75 ફૂટ ની ઉંચાઈ એ થી પડે છે. વહેલી સવારે અહી મેઘધનુષ જોવા મળે છે. આ ગુજરાત નો જાણીતો ધોધ છે. અહી વરસાદી સીઝન માં પાણી નો પ્રવાહ વધતા અહી પ્રવાસીઓ માં વધારો જોવા મળે છે. 
ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ

ચિમર ઘાટ સોનગઢ ધોધ –

ગુજરાત માં આવેલા ધોધ માં ચીમર ઘાટ નો ધોધ કે જે સૌથી ઊંચું અને જંગલ અને પહાડી વચ્ચે આવેલું છે. જે 327 ફૂટ ની ઉંચાઈ એ થી પહાડ ની વચ્ચે થી નીકળી ને આવે છે. જે જોવાલાયક છે. ત્યાં થી 2 કિલોમીટર ના અંતરે 2 નાના અને 2 મોટા ધોધ આવેલા છે. જે જોવાલાયક છે.

ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ

જમજીર ધોધ –

જૂનાગઢ માં આવેલો આ ધોધ કોડીનાર નજીક આવેલો છે. જે ગુજરાત નો લાંબો ધોધ છે. દીવ થી 44 કિલોમીટર ના અંતરે આવેલું છે. અહી નજીક ના પ્રવાસન ના સ્થળો માં ગીર, ગીરનાર પર્વત, સોમનાથ મંદિર ની પણ મુલાકાત લેવા જેવી છે.
ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ

ઝરવાની ધોધ

ડેડીયાપાડા વડોદરા નજીક આ ધોધ કુદરત ના ખોળે આવેલું અદભુત નજારો છે. આખા વર્ષ દરમ્યાન અહી ની મુલાકાત લઈ શકાય છે. જંગલ ની વચ્ચોવચ આવેલું હોવા થી પક્ષીઓ ની કલરવ અને પાણી પડવાનો અવાજ થી મંત્રમુગ્ધ થઈ જવાય છે. જંગલ વિભાગ દ્વારા અહી પિકનિક માટે આવતા લોકો ને ટ્રેકિંગ માટે મદદ કરવા માં આવે છે. અહી નજીક માં શુલ્પાનેશ્વર જંગલ અભયારણ્ય અને શુલપાનેશ્વર મંદિર અને ગીર ખાડી ની મુલાકાત પણ લેવા જેવી છે.
ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ

ગીરમલ ધોધ –

ગીરા ધોધ નજીક આ ધોધ આવેલો છે. 100 ફૂટ ની ઉંચાઈ થી પડતો ધોધ ઘોંઘાટ મુક્ત અને આકર્ષક સ્થળ છે. લીલાછમ જંગલો વચ્ચે આવેલા આ ધોધ ને ડાંગ જિલ્લાના જંગલ વિભાગ દ્વારા ધોધ સુધી જવા માટે રસ્તો બતાવવા માં આવ્યો છે. જે ખુબ જ સુંદર રીતે દર્શાવવા માં આવ્યો છે.

ગુજરાત માં આવેલા શ્રેષ્ઠ ધોધ

અને અંતે:

આ સિવાય પણ ગુજરાત માં ઘણા નાના મોટા ધોધ (Waterfalls) આવેલા છે. જેમ કે જોડિયા ધરમપુર ખાતે, શિવ ઘાટ ધોધ આહવા ખાતે, કોશમલ ધોધ ડાંગ ખાતે, ગૌમુખ ધોધ સોનગઢ ખાતે, નીનાઈ ઘાટ ધોધ ડેડીયાપાડા ખાતે, શંકર ધોધ ધરમપુર ખાતે, બરડા ઘાટ ધોધ આહવા ખાતે વગેરે ……

ઉપર દર્શાવેલ માહિતી માં જો કોઈ ધોધ રહી જતા હોય અથવા તમારી દ્રષ્ટિએ અન્ય કોઈ સારા ધોધ હોય તો નીચે આપ કોમેન્ટ કરી ને જણાવી શકો છો.
અને જો આપ ને અમારો લેખ પસંદ પડયો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે શેર કરવો.

Visited 309 times, 1 visit(s) today

Leave a Comment