એ.પી.જે. અબ્દુલ કલામ ના શ્રેષ્ઠ સુવિચાર

અબ્દુલ કલામ ના નામ થી તો દરેક વ્યક્તિ જાણકાર છે તેમના જીવન માં બનેલા પ્રસંગો અને તેમનું સાદગી ભરેલા જીવન ના કિસ્સા થી સૌ કોઈ જાણકાર છે. અબ્દુલ કલામના સંઘર્ષમય જીવન માં થી ઘણા એવા કિસ્સા બનેલા છે જે ઘણા લોકો ના જીવન ને હકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. એ.પી.જે. અબ્દુલ કલામ ના સુવિચાર દ્વારા દરેક વ્યક્તિ ને ગમે તેવી પરિસ્થિતિમાં હકારાત્મક ઉર્જા મળે છે.

આ પણ વાંચો – મહાકવિ કાલિદાસ વિશે ની રસપ્રદ માહિતી

એ.પી.જે. અબ્દુલ કલામ વિશે ટુંકી માહિતી:

Abdul Kalam Quotes In Gujarati

અબ્દુલ કલામ નો જન્મ 15 ઓકટોબર 1931 ના રોજ રામેશ્વરમ ખાતે તમિલનાડુ માં થયો હતો. તેમનું પૂરું નામ અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. તેમનું બાળપણ ખુબ જ સંઘર્ષમય હતું તેમનો જન્મ મુસ્લિમ તમિલ પરિવાર માં થયો હતો. અબ્દુલ કલામ તેમના પાંચ ભાઈ બહેનો ના પરિવાર માં સૌથી નાના હતા.ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા થી તેઓએ નાનપણ માં સમાચારપત્ર વહેચવાનું કામ પણ કર્યું હતું.

ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં પણ તેમને શીખવા ની ધગશ હોવા થી તેઓને ગણિત વિષય માં વધુ રસ હોવા થી તેઓ તેમાં વધુ સમય આપતા હતા. તેઓએ ભૌતિક વિજ્ઞાન માં સ્નાતક ની પદવી મેળવી ને મદ્રાસ ની એરોસ્પેસ માં ઇજનેરી ના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો.

વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધ થયા હતા અને તેમને મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા નું ઉપનામ આપવામાં આવ્યું હતું તેઓ ભારત ના 11 માં રાષ્ટ્રપતિ હતા તેઓને જનતા ના રાષ્ટ્રપતિ ના નામ થી પણ સંબોધિત કરવા માં આવતા હતા. આ સિવાય ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ પ્રાપ્ત થયા હતા.

એ.પી.જે. અબ્દુલ કલામ ના સુવિચારો:

  • જો તમે સૂર્ય ની માફક ચમકવા માંગતા હો, તો તમારે પહેલા સૂર્ય ની માફક બળતા પણ રહેવું પડશે.

Abdul Kalam Quotes In Gujarati

  • સપના એ નથી જે તમે ઉંઘ માં જોવો છો, સપના એ છે જે તમને ઉંઘવા જ ના દે.
  • મહાન સપના જોવા વાળા ના મહાન સપના હમેંશા પુરા થાય છે. અબ્દુલ કલામ ના સુવિચાર
  • રાહ જોવા વાળા ને એટલું જ મળે છે જેટલું મહેનત કરવા વાળા છોડી દેતા હોય છે.
  • કોઈને હરાવવું બહુ જ સરળ છે, પરંતુ કોઈને જીતવું તેટલું જ અઘરું છે.
  • અનેક મુશ્કેલીઓ બાદ પ્રાપ્ત કરેલી સફળતા જ સાચો આનંદ આપતી હોય છે.

અબ્દુલ કલામ ના સુવિચારો

  • નિષ્ફળતા મને ક્યારેય પછાડી નથી શકતી કારણ કે મારી સફળતા ની પરિભાષા ખૂબ જ મજબૂત છે.
  • દરેક ના જીવન માં દુઃખ આવતા હોય છે બસ આ દુઃખ માં જ બધા ના ધૈર્ય ની પરીક્ષા થાય છે.
  • શિખર ઉપર પહોંચવા માટે તાકાત જોઈએ ભલે પછી તે માઉન્ટ એવરેસ્ટ નું શિખર હોય અથવા અન્ય કોઈ લક્ષ્ય નું શિખર.
  • આવો આપણે આપણા આજ ના દિવસ નો બલિદાન કરીએ જેથી આપણા બાળકો નું ભવિષ્ય આજ વધુ શ્રેષ્ઠ બનાવી શકીએ.
  • જે દિવસે આપની સહી આપના હસ્તાક્ષર બની જાય તો સમજી જવું કે તમે સફળ થઈ ગયા છો.

અબ્દુલ કલામ ના સુવિચારો

  • જો આપણે સ્વતંત્ર નહીં બનીએ તો કોઈ પણ આપણું સન્માન નહિ કરે.
  • યુવાઓ ને મારો સંદેશ છે કે તેઓ અલગ રીતે વિચારે, કંઇક નવું કરવાનો પ્રયત્ન કરે, હમેંશા પોતાનો રસ્તો બનાવો અને જે અસંભવ છે તેને મેળવવાની તૈયારી રાખો.
  • પોતાના કાર્ય માં સફળ થવા માટે એકાગ્રતા સાથે માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અબ્દુલ કલામ ના સુવિચાર
  • સપના સાચા થાય એ પહેલા સપના જોવા પડશે.
  • વિજ્ઞાન માનવતા માટે એક ખૂબસૂરત ભેટ છે, આપણે એનો બગાડ ના કરવો જોઈએ.

અબ્દુલ કલામ ના સુવિચારો

  • મારા માટે નકારાત્મક અનુભવ જેવી કોઈ વસ્તુ નથી. અબ્દુલ કલામ ના સુવિચાર
  • કોઈ પણ કાર્ય માં સફળતા મેળવવા માટે રચનાત્મક નેતૃત્વ ખૂબ જ જરૂરી છે.
  • મહાન લક્ષ્ય, જ્ઞાન ની પ્રાપ્તિ, કઠોર પરિશ્રમ અને દ્રઢ નિશ્ચય
    જો આ ચાર વાતો નું પાલન કરવા માં આવે તો જીવન માં કંઈ પણ હાંસલ કરી શકાય છે.
  • નાનું લક્ષ્ય એ ગુનો છે હંમેશા લક્ષ્ય મોટું હોવું જોઈએ.
  • જો તમે અસફળ થાવ છો તો કદી હાર ના માનો કારણ કે F.A.I.L = First Attempt In Learning.
  • END એટલે અંત નહિ પરંતુ E.N.D. = Effort Never Ends.

અબ્દુલ કલામ ના સુવિચારો

  • જો તમને જવાબ ના સ્વરૂપ માં NO મળતું હોય તો યાદ રાખો N.O. એટલે = Next Opportunity.
  • સુંદર હાથ એ હોય છે જે પોતાનું કામ ઈમાનદારી, બહાદૂરી અને સચ્ચાઈની સાથે કરે છે. દરેક સમયે દરેક દિવસે.
  • જીવન નો અમૂલ્ય સમય વાસ્તવિક ખુશીઓ પ્રાપ્ત કરવામાં લગાવવો જોઈએ. નહિ કે બનાવટી અને ભોગ વિલાસની વસ્તુઓ પ્રાપ્ત કરવામાં.
  • એક શ્રેષ્ઠ પુસ્તક 100 સારા મિત્રો સમાન છે, પરંતુ એક સારો મિત્ર પુસ્તકાલય ની સમાન છે.
  • મહાન શિક્ષક જ્ઞાન, જુનુન અને કરુણા થી જન્મે છે.

અબ્દુલ કલામ ના સુવિચારો

  • પોતાના જીવનનો એક મોટો ઉદ્દેશ્ય હોય અને બધી શક્તિઓ આ ઉદ્દેશ્યની પ્રાપ્તિમાં વાપરવી.
  • હંમેશા સમાજ અને દેશને આપવાની ચિંતા કરો. દેશની પ્રગતિમાં પોતાની ભાગીદારીને વિશ્વસનીય બનાવો. કારણ કે લેવાની ટેવ ફકીરની હોય છે.
  • વિશ્વના શ્રેષ્ઠ મગજ તમને સ્કૂલ ની પાછલી પાટલી પર જોવા મળશે.
  • આપણા સર્જક ઇશ્વરે આપણા મન અને વ્યક્તિત્વને ઘણી શક્તિઓ અને ક્ષમતાઓ આપી છે. પ્રાર્થના આપણને આપણી શક્તિ વધારવામાં મદદ કરે છે.
  • પ્રશ્ન પૂછવો એ એક સારા વિદ્યાર્થી ની નિશાની છે, તેથી તેમને પ્રશ્નો પૂછવા દો.

અબ્દુલ કલામ ના સુવિચારો

  • કોઈ પણ ધર્મની સ્થાપના માટે કોઈની હત્યા કરવાનો ઉલ્લેખ કોઈ ધર્મમાં નથી.
  • જો તમે વિકાસ ઈચ્છો છો તો દેશમાં શાંતિની સ્થિતિ લાવવી આવશ્યક છે.
  • તમે ત્યાં સુધી લડતા રહો જ્યાં સુધી તમારી નિશ્ચિત કરેલી જગ્યાએ ના પહોંચી જાવ, આ એક વાત તમને બધા થી અલગ બનાવે છે.
  • વરસાદ ના સમયે બધા પક્ષીઓ આશરો શોધતા હોય છે પરંતુ બાજ, બાજ વાદળ ની ઉપર ઉડી ને વરસાદ ને જ ટાળી દે છે. સમસ્યાઓ સામાન્ય જ છે પરંતુ તમારી જોવાની રીત તે પરિસ્થિતિ ને બદલી દે છે.
  • તમે તમારા ભવિષ્યને બદલી શકતા નથી, પરંતુ તમે તમારી ટેવો બદલી શકો છો, અને ચોક્કસપણે તમારી ટેવો તમારા ભવિષ્યને બદલશે.

અબ્દુલ કલામ ના સુવિચારો

  • સફળતા ની કથાઓ વાંચશો નહીં, તમને ફક્ત સંદેશ મળશે. નિષ્ફળતા વાર્તાઓ વાંચો, તમને સફળતા મેળવવા માટે કેટલાક વિચારો મળશે.
  • જીવન અને સમય વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકો છે, જીવન આપણને સમયનો સારો ઉપયોગ કરતા શીખવે છે.
  • કાળો રંગ લાગણીશીલ રીતે ખરાબ છે પરંતુ, દરેક કાળા બોર્ડ વિદ્યાર્થીઓને તેજસ્વી બનાવે છે.
  • અમારા બધા પાસે સમાન પ્રતિભા નથી. પરંતુ, આપણી પ્રતિભાને વિકસાવવા માટે આપણી પાસે એક સમાન તક છે

અબ્દુલ કલામ નું સમગ્ર જીવન યુવાનો માટે પ્રેરણાદાયક માનવા માં આવે છે. તેમનાં દ્વારા આપવા માં આવેલા સુવિચારો અને સંદેશાઓ આજે પણ યુવાધન માટે સફળતા મેળવવા માટે હમેંશા મદદરૂપ થાય છે.

એક સામાન્ય માછીમાર ના દીકરા થી લઈને ભારત દેશ ના રાષ્ટ્રપતિ સુધી ની સફર ખુબ જ પ્રેરણા પૂરી પાડે છે. ડો.કલામ જીવનમાં આકરા સંઘર્ષ અને પોતાની સકારાત્મકતાથી આગળ વધતા રહ્યા હતા.

એ.પી.જે. અબ્દુલ કલામ નું ભારત ના મેઘાલય રાજ્ય ના શિલોંગ માં આવેલા ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ શિલોંગ માં પ્રવચન આપતી વખતે હ્રદયરોગ નો હુમલો આવતા 27 જુલાઈ 2015 ના રોજ 83 વર્ષ ની ઉંમરે અવસાન થયું હતું.

તેમના વતન રામેશ્વરમ ખાતે પુરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવા માં આવી હતી.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

Visited 1,256 times, 1 visit(s) today

4 thoughts on “એ.પી.જે. અબ્દુલ કલામ ના શ્રેષ્ઠ સુવિચાર”

  1. એ.પી.જે. અબ્દુલ કલામ ના સુવિચારો ખૂબ મોટીવેશન આપે છે.

    Thanks

    Reply
  2. આપણા દેશના રાજકીય નેતા ઓં એ આ વિચારો ને પોતાના જીવનમાં ઉતારીને, સાદગીર્ભયું જીવન અપનાવી, ભષ્ટાચાર કરવાનું બંધ કરી, દેશ નું ભલું અને ગરીબાઈ દુર કરવા ની પ્રેણા લેવી જોઈએ. આજના દેશના નેતાઓ ના ઘરમાં દરોડા પાડવામાં આવે તો દેશની ગરીબાઈ દુર થઇ જાય. મોટા-મોટા મંદિરોના ટ્રસ્ટી ઓ ની તિજોરી માં સરકારે નજર નાખવી જોઈએ.
    મૃત્યુ બાદ કોઈ ના હૃદયમાં કેમ જીવવું, તે હું અબુદુલ કલામ પાસે આજે શીખી છુ. અને આજથી પ્રણ લઉં છે કે, જીવનમાં સારી ટેવો પાડીશ અને સાદગી થી જીવન જીવીશ.
    લી. ભાવના શ્રોફ

    Reply
    • આપના સુંદર શબ્દો બદલ ખૂબ ખૂબ આભાર આપને અમારો લેખ પસંદ પડ્યો એ જાણીને આનંદ થયો

      Reply

Leave a Comment