શિક્ષક દિવસ (Teacher’s Day) પર સુવિચારો અને સંદેશાઓ

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક એ ભાવિ પેઢી નો શિલ્પકાર છે. તેમના વડે જ આપણ ને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે આપણા શિક્ષકો અને ગુરૂ પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવા માટે નો આ દિવસ છે.

શિક્ષક દિવસ (Teacher's Day) પર સુવિચાર અને મેસેજ

गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा

गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः

ચાણક્ય નું કહેવું છે કે શિક્ષક કોઈ દિવસ સામન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળા માં રમતા હોય છે.

શિક્ષક દિવસ (Teacher’s Day) નિમિતે સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે ટુંકી માહિતી:

શિક્ષક દિવસ પર સુવિચારો અને સંદેશાઓ

 

સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ તમિલનાડુ માં 5 સપ્ટેમ્બર 1888 ના રોજ થયો હતો. તેમનું નાનપણ વીર સાવરકર અને વિવેકાનંદ ને વાંચી ને વિતાવ્યું હતું. તેઓ પુરા વિશ્વ ને એક વિદ્યાલય ની સમાન માનતા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન ને ઘણા વિશ્વવિદ્યાલય માં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. 1954 માં તેમને ભારત ના સર્વોચ્ય સન્માન ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓ ને તેમના થી વિશિષ્ટ લાગણી હતી અને તેના કારણે જ વિદ્યાર્થીઓ ના એક સમૂહ તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની મુલાકાત લઈ ને આગ્રહ કર્યો કે અમે તમારા જન્મદિવસ ૫ સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવા માંગે છે જે સાંભળી ને રાધાકૃષ્ણન ને કહ્યું કે મારા જન્મદિવસ ને તમે શિક્ષણ દિવસ તરીકે ઉજવવા માંગો છો તેના થી હું મારી જાતને ગૌરવવંતો માનું છું અને ત્યાર થી ૫ સપ્ટેમ્બર ના દિવસે સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદ માં શિક્ષક દિવસ (Teacher’s Day) ઉજવવામાં આવે છે.

શિક્ષક દિવસ (Teacher’s Day) પર સુવિચાર અને મેસેજ:

  • શિ – શિસ્ત, ક્ષ – ક્ષમા, ક – કરુણા શિક્ષક દિવસ (Teacher’s Day) શુભકામના.
  • એક ટકા અધિકાર વગર સો ટકા જવાબદારી વાળી પદવી આજે કોઈ ધરાવતું હોય તો તે શિક્ષક છે.
  • મારા જીવન માં જ્ઞાન અને ગુણોનું સિંચન કરનાર તમામ ગુરુજનોને નમન.
  • શિક્ષક અને સડક બંને એક સમાન હોય છે પોતે ત્યાંના ત્યાં જ રહે છે અને બીજાને પોતાની મંજિલ સુધી પહોંચાડે છે.
  • જો શિક્ષક ના હોત તો આપણે અમીબા ને કોઈ દિવંગત બા સમજી ને શ્રાદ્ધ કરતા હોત.
  • શિક્ષક દિવસ (Teacher’s Day) ની શુભેચ્છા… શિક્ષણ અને શિક્ષક બંને શબ્દો જીવન તારનારા છે. તેની સાથે જોડાયેલા દરેક ને નમસ્કાર.
  • ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ, જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક
  • સાચું શિક્ષણ લોકશાહી માનસ સર્જે છે ~ સર્વપલ્લી રાધાકૃષ્ણન
  • શબ્દરુપી સંસ્કારોનું સિંચન કરતા તમામ લેખક/લેખિકાઓને શિક્ષકદિનની હાર્દિક શુભકામનાઓ.
  • આ જીવન માટે મારા માતા-પિતાનો ઋણી છુ, પણ આ જીવનને સારુ બનાવવા માટે મારા શિક્ષકોનો ઋણી છુ.
  • એ જિંદગી તને પણ શિક્ષક દિવસ (Teacher’s Day) ની શુભકામના.. કારણ કે તારા થી વધારે હજુ કોઈએ શીખવ્યું નથી ..!!
  • “મા” ના સ્તરની વ્યક્તિ એટલે “માસ્તર”
  • શિક્ષક કભી સાધારણ નહી હોતા હૈ, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે ખેલતે હૈ.
  • શિક્ષક કે ગુરૂ વિના તમે એ પણ મેળવી શકતા નથી જે મેળવવાની તમારા માં ક્ષમતા છે.
  • શિક્ષક એટલે વિદ્યાર્થી ની 100 ભૂલો બાદ પણ 101 મી ભુલ સ્વીકારવા માટે તૈયાર રહેતો વ્યક્તિ.
  • શિક્ષક તો મીણબત્તી સમાન છે, પોતે ઓગળી ને બીજાને પ્રકાશ આપે છે.
  • એક કલમ, એક પુસ્તક, એક બાળક અને એક શિક્ષક સમગ્ર દુનિયાને બદલી શકે છે.
  • ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકતા.
  • આપણા સમાજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષક હોય છે.
  • ગુરુવિના ન મળે જ્ઞાન, જ્ઞાન વિના ન મળે જગમાં સન્માનજી વન ભવસાગર પાર કરવા ચાલો વંદીએ ગુરુજન.
  • ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ના ભેદ. ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચો ચારો વેદ
  • જે અન્યાય સામે લડવાની હિંમત અને પ્રેરણા આપે તે જ સાચો શિક્ષક.
  • કરંટ વિનાના હોલ્ડર જેવા છાત્રોમાં, જ્ઞાનની બત્તી કરી જાણે એ શિક્ષક.
  • હંમેશા અમારી સંભાળ રાખવા અને અમને આશ્વાસન આપવા બદલ આભાર કે આપણે બધા બરાબર કરી રહ્યા છીએ; તમે વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક છો!
  • શિક્ષક દિવસ (Teacher’s Day) ની શુભકામનાઓ! તમારા જેવા શિક્ષકો એ કારણ છે કે અમારા જેવા સામાન્ય વિદ્યાર્થીઓ અસાધારણ વસ્તુઓ કરવાનું સ્વપ્ન જુએ છે.

શિક્ષક દિવસ (Teacher's Day) પર સુવિચારો અને સંદેશાઓ

  • હું ભાગ્યશાળી હતો કે મને તમારા જેવો ગુરુ મળ્યો. હું આજે અને દરરોજ તમારો આભારી છું.
  • વિદ્યાર્થીઓમાં રહેલી આવડત કે શક્તિને બહાર લાવી તેને યોગ્ય રસ્તો બતાવી અને મંઝિલ સુધી પહોંચાડે તે જ સાચો શિક્ષક.

શિક્ષક દિવસ (Teacher's Day) પર સુવિચાર અને મેસેજ

  • સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે.
  • કોઈ વિદ્યાર્થી ઠોઠ નથી, દરેકને વિવિધ શક્તિ મુજબ વિવિધ કામ સોંપી તેની કક્ષાએથી તેને ઊંચે લાવવો એ જ શિક્ષકનું કર્તવ્ય છે.
  • સાચી વાત કરી એટલે તો કહેવાય છે ને એક શિક્ષક માતાની ગરજ સારે છે. એ જ સાચો શિક્ષક કે જે વિદ્યાર્થીઓમાં રહેલી આવડત વાંચી લઈને યોગ્ય રસ્તો બતાવે.
  • અમારા માતાપિતાએ અમને જીવન આપ્યું અને તમે જ અમને શીખવ્યું કે તેને કેવી રીતે જીવવું. તમે અમારા પાત્રમાં પ્રામાણિકતા અને ઉત્કટતાનો પરિચય આપ્યો.
  • શિક્ષક સામાન્ય ના હોય, પણ તકલીફ ત્યાં છે કે જ્યાં, સામાન્ય વ્યક્તિ શિક્ષક બની જાય.
  • માઁ-બાપ એક જ જેવા ગુરુ છે જીવનમાં તમે એમની સાથે ગમે તેવું વર્તન કર્યું હોય તોપણ જરા પણ કટુતા રાખ્યા વગર છેલ્લા શ્વાસ સુધી સાચું માર્ગદર્શન આપશે.

શિક્ષક દિવસ (Teacher's Day) પર સુવિચાર અને મેસેજ

  • આજે શિક્ષક દિન ના અવસરે સૌ ગુરુજનો-શિક્ષકોને શુભકામના પાઠવી છીએ. જેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે તેવા મહાન શિક્ષક અને પૂર્વરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતી પર સ્મરણાંજલિ પાઠવી છીએ.
  • જીવનમાં એક નવો, સાચો અને અગત્યનો પાઠ ભણાવનાર વ્યક્તિ એક અજનબી હોય તો ય એ તમારી શિક્ષક જ છે.
  • જીવનના દરેક વળાંક પર જીવનની શીખ આપનારા તમામ શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામના.
  • પ્રિય શિક્ષક, તમારા માર્ગદર્શન અને ડહાપણ વિના, હું અત્યારે જ્યાં છું ત્યાં ન હોત!
  • શિક્ષક એવી વ્યક્તિ છે જે, આજીવન વિદ્યાર્થીઓના આત્માનું પોષણ કરે છે.
  • “ગુરુ” તો તે છે કે જે, આપણા જીવન ને “પૂર્ણ” બનાવે છે. બધાજ ગુરૂજનોને કોટી કોટી વંદન.
  • આપ્યા જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને છીએ આભારી એ ગુરૂઓના અમે જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને એવા શિક્ષક ને શિક્ષક દિવસ (Teacher’s Day) ની શુભેચ્છા
  • મારા જીવનમાં આવનારા દરેક શિક્ષકને શત શત નમન તમે મારા જીવનની પ્રેરણા રહ્યા છીએ, તમે હંમેશા મને સત્ય અને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો છે. તમને શિક્ષક દિવસ (Teacher’s Day) ની ખૂબ ખૂબ શુભેચ્છા..
  • સાક્ષર અમને બનાવે છે, જીવન શુ છે એ સમજાવે છે જ્યારે પડીએ છીએ અમે હારીને તો સાહસ એ જ વધારે છે આવા મહાન વ્યક્તિ જ તો શિક્ષક-ગુરૂ કહેવાય છે.
  • મને વાંચતા-લખતા શિખવાડવા માટે આભાર, મને સાચુ-ખોટુ સમજાવવા માટે આભાર, મને મોટા સપના જોવા અને આકાશ આંબવાનુ સાહસ આપવા માટે આભાર મારા મિત્ર, ગુરૂ અને પ્રકાશ બનવા માટે આભાર. શિક્ષક દિવસ (Teacher’s Day) ની શુભેચ્છા
  • શિક્ષક, તમે આજે હું જે વ્યક્તિ છું તે બનવા માટે મને આકાર આપ્યો છે. તમે મારા માટે જે કંઈપણ છે તેના માટે હું કાયમ આભારી છું! શિક્ષક દિવસ (Teacher’s Day) શુભકામનાઓ
  • તમે મારા જીવનની પ્રેરણા છો, તમે હંમેશા મને સત્ય અને શિસ્તનો પાઠ શીખવ્યો છે. તમને શિક્ષક દિવસ (Teacher’s Day) ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  • જે આપણને મનુષ્ય બનાવે છે અને સાચા અને ખોટામાં જે ફર્ક શીખવાડે છે દેશના તેવા ગુરૂ અમે તમને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ!
  • માતા જન્મ આપે છે અને પિતા રક્ષણ આપે છે, પરંતુ શિક્ષક જીવન જીવતા શીખવાડે છે.
  • પિતા, માતા, અગ્નિ, આત્મા અને ગુરુ – વ્યક્તિએ આ પાંચની ખૂબ જ ખંતથી સેવા કરવી જોઈએ
  • શિક્ષક એ ભાવિ પેઢી નો શિલ્પકાર છે.
  • એક શિક્ષક હજાર આત્માને પ્રકાશિત કરે છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણન ના સુવિચાર:

શિક્ષક દિવસ (teacher's day) પર સુવિચાર અને મેસેજ

  • શાંતિ રાજનૈતિક કે આર્થિક બદલાવથી નહીં આવે પણ માનવીય સ્વભાવમાં બદલાવ લાવવાથી આવશે.
  • શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે.
  • શિક્ષાનું પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવું જોઇએ, જે ઐતિહાસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક હોનારતની સામે લડી શકે.
  • કોઇ પણ આઝાદી ત્યાં સુધી સાચી નથી જ્યાં સુધી તેને વિચારોની આઝાદી ન મળી હોય. કોઇ પણ ધાર્મિક વિશ્વાસ કે રાજનૈતિક સિદ્ધાંતે, સત્યની શોધમાં અવરોધ ન ઊભો કરવો જોઇએ
  • શિક્ષા દ્વારા જ માનવ મગજનો સદઉપયોગ કરી શકાય છે. તેથી વિશ્વને એક જ એકમ માનીને શિક્ષાની વ્યવસ્થા કરવી જોઇએ

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

તમારા શિક્ષક સાથે ની તમારી કોઈ યાદગાર ક્ષણ અથવા કોઈ યાદગાર પ્રસંગ અથવા તમારી પસંદ ના કોઈ સુવિચાર કે મેસેજ હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.

Visited 1,905 times, 1 visit(s) today

Leave a Comment