રક્ષાબંધન નો ઇતિહાસ, સુવિચાર અને મેસેજ

ભાઈ અને બહેન ના સંબંધ નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણ માસ ના પૂર્ણિમા ના દિવસે આ તહેવાર ઉજવવા માં આવે છે. જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મુંબઈ અને કોંકણ જેવા દરિયાકાંઠા ના વિસ્તાર ના હિંદુ માછીમારો દ્વારા દરિયા ની ચોખા, ફૂલ અને નાળિયેર થી દરિયા ની પૂજા કરે છે જેથી તેને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધન ના તહેવાર ને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે બુધવાર ના દિવસે 30 August 2023 ના રોજ આવશે.

Rakshabandhan quotes in Gujarati

રક્ષાબંધન ના આ તહેવાર પર બહેન ભાઈ ના કાંડા પર રાખડી બાંધી ને તેને સર્વ પ્રકાર ની રક્ષા કરવા નું વચન માંગે છે. એક તરફ બહેન ભાઈ પાસે થી રક્ષા માટે નું વચન માંગે છે જ્યારે ભાઈ બહેન ને આજીવન રક્ષા માટેનું વચન આપે છે. રક્ષાબંધન પર બાંધવા માં આવેલી દોરી એ ભાઈબહેન ના સંબંધ ને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો – અમદાવાદ ની નજીક માં આવેલા એક દિવસીય પ્રવાસ માટે ના સ્થળો

રક્ષાબંધન નો ઇતિહાસ:

રક્ષાબંધન ની શરૂઆત ક્યારથી થઈ તે અંગે ની જાણકારી સંપૂર્ણ પણે પ્રાપ્ત થતી નથી પરંતુ મહાભારત અને રામાયણ ના સમય માં વાર્તા દર્શાવવામાં આવી છે જે નીચે મુજબ છે.

દેવરાજ ઈન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ:

એક સમયે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં હારના પરિણામે, દેવતાઓએ યુદ્ધમાં તેમના તમામ શાહી પાઠ ગુમાવ્યા. પોતાનું રાજ્ય પાછું મેળવવાની ઈચ્છાથી દેવરાજ ઈન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિ પાસે મદદની વિનંતી કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની વહેલી સવારે, દેવ ગુરુ બૃહસ્પતિએ નીચે આપેલા મંત્ર સાથે સંરક્ષણ વિધિ કરી.

येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः।

 तेन त्वामभिवध्नामि रक्षे मा चल मा चलः।”

ઇન્દ્રાણીએ આ પૂજામાંથી પ્રાપ્ત થયેલા દોરા ને ઇન્દ્રના હાથ પર બાંધ્યો. જેના કારણે ઇન્દ્રને યુદ્ધમાં વિજય મળ્યો અને તેને ફરીથી તેનો ખોવાયેલો રાજ લખાણ મળ્યો. ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવા લાગ્યો.

શ્રીકૃષ્ણ અને દ્રૌપદી:

ભગવાન શ્રીકૃષ્ણના કાકી શ્રુતદેવી એ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો. આપણે જાણીએ છીએ તેમ એને ચાર હાથ અને ત્રણ આંખો હતી. તે ખૂબ જ વિચિત્ર દેખાતો હતો. ત્યાં જ ભવિષ્યવાણી થાય છે કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે. એક વખત શ્રીકૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા. જ્યારે તેમને શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી થઈ ગયું. શ્રુતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથોથી થશે એ વિચારી તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજા ના આપે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની સો ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો ૧૦૦ કરતાં વધારે ભૂલો કરશે તો તેને માફ નહીં કરે.

શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બને છે. તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો. પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજયના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખ આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને પડકારવા લાગ્યો. એક વખત તેને ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણની ટીકા કરી. ત્યારે શિશુપાલે તેની સો ભૂલોની સીમા પર કરી નાંખી. તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેક્યું ત્યારે તેમની આંગળી પર વાગી ગયું.

ત્યાં હાજર રહેલા લોકો તેમના માટે તે ઘા પર બાંધવા માટે અને ઘા પર લગાડવા માટે કંઈક લેવા ગયા ત્યારે દ્રોપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રોપદીને કહ્યું કે, “ધન્યવાદ બહેન! તેં મારા કષ્ટમાં મારો સાથ આપ્યો. હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ. આથી જ જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રોપદીનું ચીરહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રોપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું. આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી એવું મનાય છે. ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.

રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિતે આજે અહી અમે ભાઈ બહેન ના પવિત્ર સંબંધ ની ઉજવણી ના રૂપે ભાઈ બહેન ને લગતા મેસેજ અને સુવિચાર લઈ ને આવ્યા છે.

રક્ષાબંધન પર ભાઈ બહેન ના મેસેજ:

  • આ રક્ષા ની દોરી માત્ર દોરી નથી… બહેન નો ભાઈ ને અને ભાઈ નો બહેન ને હૃદય થી આપતો લાગણીઓ નો દસ્તાવેજ છે.
  • લાગણીઓના તાંતણાઓથી કાંડું સજાવવાનો છે આ પર્વ, ભાઈ – બહેન ના પ્રીતનો છે આ પર્વ…
  • ભાઈ – બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન

Rakshabandhan Quotes In Gujarati

  • બની રહે પ્રેમ સદા, સંબંધનો આ સાથ સદા, કોઈ દિવસ ના આવે આ સંબંધ માં દૂરી, રાખી લાવે ખુશીઓ પૂરી.
  • બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે.
  • રાખડી અને બહેનની આંખડીમાંથી વહેતી હરખની હેલીમાં જે ભાઈ ભીંજાયો છે તે સૌને રક્ષાબંધનની શુભેચ્છા.
  • રાખડી બાંધવામાં કંઈ ચોઘડીયા જોવાની જરૂર નથી, કાળને પણ શુભમાં ફેરવી નાખે એવી તાકાત છે બહેનની રાખડીમાં..

રક્ષાબંધન પર ગુજરાતી મેસેજ

  • સંબંધ છે આપણો ભાઈ-બહેનનો, ક્યારેક ખાટો ક્યારેક મીઠો, ક્યારેક ગુસ્સો, ક્યારેક મનામણાં, ક્યારેક સંધિ તો ક્યારેય યુદ્ધ, ક્યારેક રડતા તો ક્યારેય હસતા, આ સંબંધ પ્રેમનો છે, સૌથી અલગ, સૌથી અનોખો…
  • ચંદનનુ તિલક અને રેશમી રાખડી, શ્રાવણની સુગંધ, વરસાદનો આનંદ, ભાઈની રક્ષા, બહેનનો પ્રેમ
  • ઈશ્વરે આપેલ વરદાન છે તું, વગર બોલે સમજી શકે તે દિલની અત્યંત નજીક છે તું, મારી ક્યૂટ લાડકી બહેન છે તું.
  • શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ ભાઈના મૌનને સમજી જાય એનું નામ બહેન.
  • કાચા સૂત્તર ના તાંતણે બંધાયું, ભાઈ અને બહેનના પ્રેમ નું બંધન.

રક્ષાબંધન પર મેસેજ અને સુવિચાર

  • મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી, પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
  • ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ એ વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે.
  • વિશ્વાસ નાં ધાગા ને બંને છોરથી પરોવી રાખવો, તે જ દરેક સંબંધ માં ખરૂં રક્ષાબંધન…
  • આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે.
  • રક્ષા કે પવિત્ર બંધન કો સદા નીભાઈયે, અનમોલ હૈ બહન, સદા સ્નેહ લુંટાઈયે.
  • હું મારા રમકડાં પણ તારી જોડે શેર કરતી હતી અને હવે હું મારી લાગણીઓ પણ તારી જોડે શેર કરું છું. મારી સૌથી વધુ સંભાળ રાખનારા ભાઈને રક્ષા બંધનની શુભકામનાઓ.
  • ભાવ-સ્નેહનું સતત સર્જન, અદકેરું બંધન, રક્ષાબંધન. રેશમનો તાર, એક અનોખો સાર, ભીંજાય એમાં આખો સંસાર.
  • આપણે દરરોજ વસ્તુઓ મેળવીએ છીએ અને ગુમાવીએ છીએ. પણ મારી એક વાત પર વિશ્વાસ કરો. તમે મને ક્યારેય ગુમાવશો નહીં. હું હંમેશાં અહીં રહીશ.
  • મારો ભાઈ એ ભગવાન દ્વારા મોકલવામાં આવેલ એક ખૂબ જ મૂલ્યવાન આશીર્વાદ છે.

રક્ષાબંધનનાં દિવસે માત્ર ભાઈ બહેન જ એકબીજાને રાખડી બાંધી શકે એવું નથી. બ્રાહ્મણો પણ પોતાનાં યજમાનોને રક્ષા પોટલી બાંધે છે, જે મોટા ભાગે ઘઉં, જુવાર, તલ, જવ અને ચોખાનાં દાણાનો ઉપયોગ કરી બનાવવામાં આવી હોય છે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો અને તમારા ભાઈ અને બહેન સાથે આ લેખ શેર કરવા વિનંતી.

Visited 607 times, 1 visit(s) today

Leave a Comment