25 શ્રેષ્ઠ ગુજરાતી ટુંકી વાર્તા

ગુજરાતી ભાષા માં વિવિધ સાહિત્ય આપવા માં આવ્યું છે જેમાં નવલકથા, કવિતા, નવલિકા, નાટક, કાવ્ય, ગઝલસંગ્રહ, લઘુકથા, ટુંકી વાર્તા (Microfiction Story) આપવા માં આવી છે.

વિવિધ લેખકો દ્વારા ટુંકી વાર્તા લખવા માં આવી છે જેમાં માત્ર બે થી ત્રણ લાઈન માં વાર્તા લખવા માં આવે છે જેમાં કટાક્ષ, હાસ્ય, રમૂજ, દુઃખ, સુખ વગેરે જેવી બાબતો ની માહિતી અને ખુબ જ સરળ અને સહજ રીતે ટુંકમાં વર્ણન કરવા માં આવે છે.

જેને અંગ્રેજી માં Microfiction Story તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું ટુંકા માં ટુંકા શબ્દો માં વાત નું વર્ણન વાર્તા સ્વરૂપે કરવામાં આવે છે.

ટુંકી વાર્તા (Microfiction Story) શું?

25 શ્રેષ્ઠ ગુજરાતી ટુંકી વાર્તા (Microfiction Story)

ટુંકી વાર્તા (Microfiction Story) એટલે કે વાર્તા માં દર્શાવેલા દરેક શબ્દ નો અર્થ થતો હોય અને જેટલા જરૂર ના હોય તેટલા જ શબ્દો નો સમાવેશ કરવા માં આવ્યો હોય વાર્તા દર્શાવવાનો સાર માં હાસ્ય, કટાક્ષ, સત્ય વગેરે વિશે ની માહિતી ને ખુબ જ સરળ અને ટૂંક માં સમજાવવા માં આવેલ હોય.

આ પણ વાંચો – 101 શ્રેષ્ઠ ગુજરાતી શાયરી સંગ્રહ

અહીં વિવિધ ટુંકી વાર્તા (Microfiction Story) માં થી શ્રેષ્ઠ 25 ટુંકી વાર્તાઓ ને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

01 થી 05 ટુંકી વાર્તા (Microfiction Story):

  • વૃદ્ધાશ્રમ માં એક નવી સાડી ને તરસતી મા ના દીકરાએ, યમુનાજી નો ચૂંદડી મનોરથ કરાવ્યો. અને પાછું ફેસબુક માં સ્ટેટ્સ મૂક્યું “મા ના ખોળે”

~ પાર્મી દેસાઈ

  • એ ખુલ્લા પગે માતાજી ના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની જો મારી પત્ની આ વખતે દીકરા ને જન્મ આપશે.તો ૧૧ કુવારિંકા ને જમાડિશ.

~ દક્ષા દવે

  • ‘મમ્મી… હું પાછી આવું છું!’ આનંદમાં આંખ છલકાઈ ઊઠી. બીજી ક્ષણે ચહેરો ચિંતામાં તણાયો. ઘરથી ભાગી ગયેલી જુવાન દીકરી – લોકો શું કહેશે? સહજપણે પતિના ફોટા પર નજર અટકી. એ જ આઘાતમાં સ્વર્ગે સિધાવ્યા હતાં. હૈયું ભરાઈ આવ્યું. ‘હલ્લો મમ્મી?’ હું બહારગામ છું. પછી વાત કરશું. કહીને એણે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.

  ~ સંજય ગુંદલાવકર

  • “બેટા, હવે કેમ છે મારા લાલાને ? હજુ તાવ કેમ નથી ઊતરતો?” લાડકા પૌત્રની તબિયતની ચિંતા દાદાના અવાજમાં ઊભરી રહી. “પપ્પા, ખબર નહીં, ડોકટરને પણ સમજાતું નથી કે બધી દવા બરાબર અપાય છે. છતાં અને હા, પપ્પા દવા પણ આપણી કંપનીની જ અપાય છે.” હું? આપણી કંપનીની? અને નકલી દવાની કંપનીના માલિક દુલેરાયની ચીસ ગળામાં જ અટવાઈ રહી.

~ નીલમ દોશી

  • પંદર દિવસથી ઘર ભાઈબહેનો દિકરા – વહુથી ભરેલું હતું. આખો દિવસ અવરજવર રહેતી. આજે જાણે શાંતિ લાગતી હતી. સુરેશ છાપું લઈને એની ગમતી આરામખુરશીમાં બેઠો. પંદર દિવસનો થાક વરતાઈ રહ્યો હતો. મન વિચારોને ઝોલે ચઢ્યુંને આંખ ઘેરાવા માંડી, ત્યાં રસોડામાં થી બુમ સંભળાઈ “કેટલી વાર કહ્યું તમારા પથારા સંકેલો ચારેબાજુ કાગળિયાના ઢગલાં છે, પણ તમારે તો મારી કચકચ એક કાને સાંભળી બીજા કાને નીકળી જાય છે. હું નહિ હોઉં ત્યારે મારા શબ્દો યાદ આવશે” ઝબકીને સુરેશે જોયું, સામી દિવાલે સરીતાના ફોટા પર હાર લટકતો હતો.

~ શૈલા મુન્શા

06 થી 10 ટુંકી વાર્તા (Microfiction Story):

  • તે ! છપ્પન ભોગના દર્શન કરીઝુંપડીમાં આવીપાણી પીને સુઈ ગયો.

~ અજ્ઞાત

  • ગઈકાલે લગભગ 5000 માણસો પર્યાવરણ બચાવો ની રેલી માં જોડાયા. આજે સવચ્છતા કામદારોએ રસ્તા પર થી લગભગ 8000 જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક ના પાઉચ ભેગા કર્યા

~ અજ્ઞાત

  • હ્યુમન રાઇટ્સ કમિશન (માનવ અધિકાર પંચ) ની પ્રમુખ સાંજે ઓફિસે થી ઘરે પહોંચ્યા ત્યાં પત્નીએ કહ્યું “આટલા ઓછા પગાર માં આટલું બધું કામ કરાવો છો કહી ને આપણા નોકરે કામ છોડી દીધું”.

~ અજ્ઞાત

  • બારી ની બહાર પાન ની પિચકારી મારી મોં બાંય થી લુસ્યા બાદ માસ્ટર જોર થી બોલ્યા છોકરાઓ જીવન માં ખોટી ટેવ થી હમેંશા દૂર રહેવું જોઈએ.

~ અજ્ઞાત

  • આજે તે છોકરી ખૂબ જ ઉત્સાહી હતી કારણ કે ઉનાળા ના વેકેશન ની લાંબી રજા બાદ એક વાર ફરી થી નિશાળો ચાલુ થવા ની હતી. કારણ કે એકવાર ફરી થી તે ટ્રાફીક સિગ્નલ પાસે પુસ્તકો વહેંચી ને પોતાના ઘર ના સભ્યો નું ભરણપોષણ કરી શકે.

~ અજ્ઞાત

11 થી 15 ટુંકી વાર્તા (Microfiction Story):

  • એક પૈસાદાર દંપતિ ને ત્યાં પુત્ર નો જન્મ થયા ની વાત સાંભળી ને આડોશ પાડોશ ના લોકો વાત કરતા હતા કે આ પુત્ર કેટલો નસીબવંતો છે. આ વાત સાંભળી ને સ્વર્ગ માં બેસેલી ત્રણ છોકરી ઓ રડી રહી હતી કે જેમનો જન્મ જ ના થયો.

~ અજ્ઞાત

  • એકવાર 5 વર્ષ નું બાળક દરિયાકિનારેે ઊભા રહીને વારંવાર ઉછળતા મોજા ને એક જ વાત નું પુનરાવર્તન કરી રહ્યો હતો. તમે મારા પગ ને હજાર વાર પણ અડકશો તો પણ હું તમને મારા માતા પિતા ને મારા થી દૂર કરવા બદલ માફ નહીં કરું.

~ અજ્ઞાત

  • ઝૂંપડા માં લટકતા ગણપતિજી ના કેલેન્ડર સામે આંગળી ચીંધી ને બાળકે તેની માં ને પૂછ્યું “આ ફોટા કેમ લટકાવવા માં આવે છે?” કામ ઉપર જતી માં એ જવાબ આપ્યો કે “બેટા એ ખાલી ફોટા નથી ભગવાન ના ફોટા માં જે હોય એ બધું સાચું હોય” માં ની વાત સાચી માની ને ગઈકાલ નો ભૂખ્યો બાળક કેલેન્ડર ની નજીક પહોંચ્યો અને એક ખાલી ડબ્બા પર ચડી ને ગણપતિજી ની જમણી બાજુ પડેલા લાડુ ના થાળને ચાટવા લાગ્યો.

~ અજ્ઞાત

  • વહુ એ પહેલી વખત પધરામણી કરી,ત્યારે સસરા એ સાસુ ના કાન માં ધીમેથી કહ્યું; “ધ્યાન થી જો,ચહેરો બદલી ને દીકરી આવી છે,બસ એટલું તું સમજી લેજે”

~ અજ્ઞાત

  • નેતાજી ના નિવાસ ની સામેની ફૂટપાથ પર વર્ષો થી બેસતા મોચી ને ત્યાં થી પોલીસે દુર કર્યો. કારણ પૂછતાં જાણવા મળ્યું કે “સિક્યુરિટી રીઝન” સવચ્છતા અભિયાન અંતર્ગત અન્ય કોઈ જગ્યા ના મળતા અંતે કુટુંબ નું ભરણપોષણ ના કરી શકતા મોચીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચીઠ્ઠી માં તૂટ્યા ફૂટ્યા અક્ષરે લખ્યું “સિક્યુરિટી રિઝન”

~ અજ્ઞાત

16 થી 20 ટુંકી વાર્તા (Microfiction Story):

  • નેતાજી અચાનક પુલ પર થી નદી માં પડી ગયા ત્યાં લોકો માં હોહાકર થઈ ગઈ. એક કાકાએ જીવ ના જોખમે નદી માં જંપલાવ્યું અને નેતાજી ને ડૂબતા બચાવ્યા નેતાજીએ આભાર માન્યો અને લોકોએ કાકા ને વાહવાહ કરી. કાકાએ હસી ને બાજુમાં લાગેલા પાટિયા બાજુ જોયું જેમાં લખ્યું હતું “ગંદા કચરા થી ગંગાજી ને બચાવો”

~ અજ્ઞાત

  • પોષ મહિનાની કડકડતી ટાઢમાં, ઘાસ ના ઝૂંપડા માં રહેતી એક માતા રાત ના સમયે પોતાના બાળક ને જૂનાં છાપા અને ઘાસ ના પૂળાથી ઢબૂરીને સુવડાવી દેતી. એક રાતે બાળકે પૂછ્યું “હે માં જેની પાસે છાપા કે ઘાસ ના હોય એવા ગરીબ લોકો આવી ટાઢ માં શું કરતા હશે?”

~ અજ્ઞાત

  • નેતાજી ના નિવાસ ની સામેની ફૂટપાથ પર વર્ષો થી બેસતા મોચી ને ત્યાં થી પોલીસે દુર કર્યો. કારણ પૂછતાં જાણવા મળ્યું કે “સિક્યુરિટી રીઝન” સવચ્છતા અભિયાન અંતર્ગત અન્ય કોઈ જગ્યા ના મળતા અંતે કુટુંબ નું ભરણપોષણ ના કરી શકતા મોચીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચીઠ્ઠી માં તૂટ્યા ફૂટ્યા અક્ષરે લખ્યું “સિક્યુરિટી રિઝન”

~ અજ્ઞાત

  • તે એક કડક માતા અને ચિત્રકાર પણ હતી તે તેના પુત્ર થી ક્યારેય પણ સીધી લાઈન દોરી ના શકાતી હોવા થી તે તેના પર ક્રોધિત પણ થઈ જતી હતી. આજે તેનો પુત્ર જ્યારે વેન્ટિલેટર પર હતો ત્યારે તેની માતા બાળક ના ધીમા પડતા શ્વાસ જોઈ ને બોલી ઉઠી કે ECG માં હજુ એક આડી અવળી લાઈન દોરી નાંખે.

~ અજ્ઞાત

  • આજ ના રાશિફળ મા ઉન્નતી ની ખબર વાંચી લાકડા કાપતો માણસ અર્થી બનાવા લાગ્યો.

~ અજ્ઞાત

21 થી 25 ટુંકી વાર્તા (Microfiction Story):

  • અગ્રણી અખબાર ના તંત્રીએ નવયુવાન લેખક ને ફોન પર કહ્યું તમારો ભ્રષ્ટાચાર પર નો લેખ સરસ છે પરંતુ તમારું નામ જાણીતું નથી એટલે વિચારીશું. ત્યાં જ સામે થી જવાબ મળ્યો સાહેબ સમજી લઈશું.

~ અજ્ઞાત

  • તે એક કડક માતા અને ચિત્રકાર પણ હતી તે તેના પુત્ર થી ક્યારેય પણ સીધી લાઈન દોરી ના શકાતી હોવા થી તે તેના પર ક્રોધિત પણ થઈ જતી હતી. આજે તેનો પુત્ર જ્યારે વેન્ટિલેટર પર હતો ત્યારે તેની માતા બાળક ના ધીમા પડતા શ્વાસ જોઈ ને બોલી ઉઠી કે ECG માં હજુ એક આડી અવળી લાઈન દોરી નાંખે.

~ અજ્ઞાત

  • મારા દોસ્તને કોઈ કાઢશો નહીં.. “સંજુ તાવમાં બબડતો રહ્યો. ડોકટરે એના પિતાને કહ્યું, આના દોસ્તને બોલાવી લો. આ બીમારી શારીરિક નથી માનસિક છે.” આખરે થાકી ને સંજુ ના પપ્પાએ પોતાના પપ્પા ને બોલાવવા વૃદ્ધાશ્રમ માં ફોન કર્યો.

~ ભગવતી પંચમતિયા

  • શાકભાજી વેચાઈ જવા છતાં પંદર વરસની રમલીના પગ ઘર તરફ ઊપડતા નહોતા. ઘરે દારૂડિયા બાપની ભરેલી થાળી જોઈને એણે ઉતાવળથી પેટે બાંધેલું કપડું ઘા કર્યું. સાવકી મા પાસે બટવો ખાલી કરી દીધો ત્યારે થાળીમાં રોટલો મળ્યો, “બે દિ’થી ભૂયખી સું, રોટલા હાયરે કાયકતો… મા એ પાણીનો લોટો પછાડ્યો અને એણે કામનું કપડું ફરી હાથવગું કરી લીધું.”

~ આલોક ચટ્ટ

  • ધડામ કરતોક અવાજ આવતાં હોસ્ટેલ નાં મેદાનમાં સહુ દોડી ગયા, જોયુ તો અનિતા હતી. સ્પોર્ટ્સ માં ખૂબ જ આગવી પ્રતિભા ધરાવતી છાત્રા, કસાયેલું ગામઠી શરીર, દોડમાં પ્રાથમિક શાળાથી લઈને ધોરણ-૧૨ સુધી પ્રથમ ક્રમાંક, નેશનલ લેવલ સુધી ભાગ લીધો હતો. કોલેજમાં પ્રવેશ લીધાં પછી ૬ મહિનાં બાદ અચાનાક આજે રમતમાં આગવી પ્રતિભા ધરાવતી અનિતા એ લોહીલુહાણ હાલતમાં અંતિમ શ્વાસ લીધો. કારણ કે ગામડાની છોકરી હતી.

~ અજ્ઞાત

અને અંતે:

જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

Visited 498 times, 1 visit(s) today

Leave a Comment