ગુજરાતી ભાષા માં અનુવાદિત કરેલ શ્રેષ્ઠ પુસ્તકો (Best Novels In Gujarati Translated)

ગુજરાતી ભાષા માં ઘણી પુસ્તકો લખવા માં આવી છે. પરંતુ ઘણી એવી અંગ્રેજી તથા અન્ય ભાષા માં પણ પુસ્તકો છે. જેને ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવા માં આવી છે. જે વાંચવાલાયક છે ઘણા એવા જાણીતા ગુજરાતી લેખકો દ્વારા શ્રેષ્ઠ વિવિધ ભાષા ની પુસ્તકો કે નવલકથા ને ગુજરાતી ભાષા માં અનુવાદિત કરી ને ગુજરાતી ભાષા ના વાચકો માટે પ્રસ્તુત કરી છે.

તેમાં થી શ્રેષ્ઠ એવી દસ પસંદ કરેલી ગુજરાતી ભાષા માં અનુવાદિત પુસ્તકો નું લિસ્ટ આજે અમે અહીં લઇ ને આવ્યા છે જે પુસ્તક રસિયાઓ ને જરૂર થી પસંદ પડશે.

ગુજરાતી ભાષા માં અનુવાદિત શ્રેષ્ઠ નવલકથાઓ

કોરોના ના આ ગંભીર સમયગાળા માં પુસ્તકો એ લોકો માટે શ્રેષ્ઠ સહારો સાબિત થઇ શકે એમ છે. અમે પહેલા પણ ગુજરાતી ભાષા માં શ્રેષ્ઠ પુસ્તકો ની સૂચિ નો લેખ લખેલો છે. જેમાં ગુજરાતી ભાષા ના શ્રેષ્ઠ લેખકો ની શ્રેષ્ઠ પુસ્તકો વિષે ની સંપૂર્ણ માહિતી આપવા માં આવી છે.

આ પણ વાંચો – 10 શ્રેષ્ઠ ગુજરાતી નવલકથાઓ (પુસ્તક રસિયાઓ માટે ખાસ)

ગુજરાતી ભાષા માં અનુવાદિત કરેલી પુસ્તકો ની લિસ્ટ નીચે મુજબ છે:

IKIGAI:

gujarati novels ikigai

IKIGAI એ આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પુસ્તક ની શ્રેણી માં સામેલ થયેલી પુસ્તક છે. જેના લેખક Hector Garcia અને Francesc Miralles દ્વારા લખવા માં આવેલી છે.

આ પુસ્તક મૂળ જાપાનીઝ ભાષા માં લખવા માં આવેલી છે.

જાપાન શહેર માં એક ટાપુ છે જેનું નામ OKINAVA છે જ્યાં ની વસ્તી લગભગ એક લાખ જેટલી છે. જેમાં થી લગભગ 25 ટકા જેટલી વસ્તી ની ઉંમર  100 વર્ષ થી વધુ છે. આ સિવાય જાપાન નું એક ગામ છે જેનું નામ OGIMI જેને દુનિયા ના સૌથી વધુ ઉંમર ના ગામ તરીકે નો ખિતાબ પ્રાપ્ત થયેલો છે. તો જાપાન શહેર પાસે એવું કયું રહસ્ય છે ? જે જાપાન ને આટલી લાંબી ઉમર દે છે તેના વિષે ની માહિતી આ પુસ્તક માં થી પ્રાપ્ત થાય છે.

IKIGAI નો અર્થ એવો થાય છે કે જીવન જીવવા નું કારણ કયું છે અને તમે તમારા જીવન ને કઈ રીતે વ્યસ્ત રાખી શકો છો.

જો તમને તમારા જીવન માં તમારા પસંદ નું કાર્ય કયું છે તેના વિષે ની જાણકારી થઇ જાય તો તમે તમારા જીવન ને તે કામ પાછળ નિષ્ઠા પૂર્વક કાર્ય કરી ને તમારું જીવન શાંતિ પૂર્વક થી પસાર કરી શકો છો. અને મનપસંદ કાર્ય કરવા થી જીવન ને આરામ થી પસાર કરી શકાય છે જેથી કરી ને જીવન માં કોઈ ચિંતા ના રહેતા તમારું આયુષ્ય વધે છે. તેના વિષે ની વિગતવાર આ પુસ્તક માં માહિતી આપવા માં આવી છે.

આ પુસ્તક વાંચવા થી જીવન માં પોતાની જાત ને કયા કાર્ય માં સતત વ્યસ્ત રાખવું તેના વિષે ની જાણકારી આપવા માં આવી છે. આ પુસ્તક વાંચવા લાયક છે. જેનું ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવામાં આવ્યું છે.

અગનપંખ (Wings Of Fire):

ગુજરાતી ભાષા માં અનુવાદિત કરેલ શ્રેષ્ઠ પુસ્તકો

ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક રહી ચૂકેલા એવા ભારત રત્ન શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ દ્વારા તેમની જીવની વિષે ની માહિતી આ પુસ્તક દ્વારા આપવા માં આવી છે.

જેનું ગુજરાતી ભાષા માં અનુવાદિત શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ અને સાથી વૈજ્ઞાનિક અરુણ તિવારી દ્વારા જ કરવા માં આવ્યું છે.

અબ્દુલ કલામ ના જીવન ના ઉત્તર ચઢાવ અને તેમની એક સામાન્ય બાળક કે જે અખબાર નું વેચાણ કરતા હતા ત્યાં થી લઇ ને સામાન્ય નાગરિક માં થી અને સામાન્ય પરિવાર માં થી આવતા એક વ્યક્તિ કે જે વૈજ્ઞાનિક સુધી ની તેમની સફર અને ત્યારબાદ ભારત ના રાષ્ટ્રપતિ બનવા સુધી ના તેમના જીવન ના દરેક સારા અને ખરાબ પ્રસંગો ની તેમને ખુબ જ સરસ રીતે માહિતી નું નિરૂપણ આ પુસ્તક માં કર્યું છે.

શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ માત્ર ભારત ના વૈજ્ઞાનિક જ નહિ પરંતુ ભારત ના ખુબ જ લોકપ્રિય રાષ્ટ્રપતિ સાબિત થયા હતા અને તેમનું પોતાનું જીવન ખુબ જ સાદગીપૂર્ણ રીતે પસાર કર્યું હતું.

શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ ના જીવન માં થી શીખવા જેવી તથા સમજવા જેવી ખુબ જ સારી વાતો છે જે તેમના માધ્યમ થી આ પુસ્તક ને ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવા માં આવી છે જેનું નામ અગનપંખ છે.

આ પણ વાંચો – ગુજરાતી પુસ્તકો ફ્રી ડાઉનલોડ કરવા માટે ની શ્રેષ્ઠ સાઈટ

RICH DAD POOR DAD:

Rich dad Poor dad Book In gujarati

રોબર્ટ ટી કિયોસાકી દ્વારા લિખિત અને ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવામાં આવેલી પુસ્તક એવી રીચ ડેડ પૂર ડેડ (RICH DAD AND POOR DAD) આ પુસ્તક માં અમીર માતા પિતા તેમના સંતાનો ને કઈ રીતે સંસ્કાર આપે છે તથા કઈ રીતે વધુ પૈસા કમાવા માટે આકર્ષિત થાય તેના માટે ની તેમને સલાહ સૂચન આપે છે જે મધ્યમ વર્ગીય માતા પિતા તેમના સંતાનો ને આપી શકતા નથી.

રોબર્ટ કિયોસ્કી દ્વારા લિખિત આ પુસ્તક નું ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવામાં આવી છે જેનું ગુજરાતી માં પણ નામ રીચ ડેડ પુર ડેડ જ છે.

આ પુસ્તક માં બે પિતા વિશે ની વાત કરવા માં આવી છે. જેમાં Rich Dad એટલે કે અમીર પિતા કે જે લેખક ના મિત્ર ના પિતા છે. જ્યારે પુર ડેડ એટલે કે ગરીબ પિતા જે લેખક ના પોતાના પિતા છે.

Poor Dad કે જેમણે પોતાના પરંપરાગત નિયમો ના આધારે થી કામ કરતા રહ્યા જેના કારણે થી તેમને જીવનભર નાણાકીય કટોકટી નો સામનો કરવો પડ્યો છે.

જ્યારે Rich Dad કે જેમણે પરંપરાગત નિયમો ની સાથે થોડા પોતાના નવા નિયમો ઉમેરી ને તે શહેર ના સૌથી અમીર માણસો ની યાદી માં આવી ગયા.

આ પુસ્તક વાંચવા થી આવક, નાણાકીય અને સફળતા વિશે ની માહિતી પૂરી પાડે છે.

તમારા મગજ નો સરખી રીતે ઉપયોગ કરી ને તમે નાણાકીય રીતે આગળ આવી શકો છો તથા નવા જોખમો પણ લઇ શકાય છે. તેના વિશે ની જાણકારી આ પુસ્તક ના માધ્યમ થી પ્રાપ્ત થાય છે.

Alchemist:

 

Alchemist Gujarati Novel

પોલો કાએલો દ્વારા લિખિત પુસ્તક The Alchemist આ પુસ્તકે ઘણા લોકો ના જીવન ને પરિવર્તિત કર્યા છે.

આ પુસ્તક માં લોકો ને પોતાના જીવન નો શું લક્ષ્ય છે? તેના વિશે જાણ નથી હોતી જ્યારે લક્ષ્ય ની જાણ હોય તે તેને હાંસલ કરવા માટેની તેમના માં હિંમત નથી હોતી.

એવી તો કઈ પરિસ્થિતિ જીવન માં સર્જાય છે કે જેના થી પોતાના સપના ને પામતા રોકાઈ છે?

આવા બધા સવાલો નો જવાબ આ પુસ્તક ના માધ્યમ થી પ્રાપ્ત થાય છે.

“કોઈ વસ્તુ ને તમે પૂરા મન થી ચાહો તો તમને દુનિયા ની કોઈ પણ તાકાત તે મેળવવા થી રોકી શક્તિ નથી”

ઓમ શાંતિ ઓમ ફિલ્મ માં આ ડાયલોગ નો ઉપયોગ કરવા માં આવ્યો હતો જે આ પુસ્તક નો મૂળ સાર છે.

પોલો કૉએલો દ્વારા લિખિત આ પુસ્તક 1988 ની સાલ માં મૂળ આવૃત્તિ પોર્ટુગીઝ ભાષા માં બહાર પાડવા માં આવી હતી. પોલો કૉએલો મૂળ બ્રાઝિલિયન લેખક છે.

The Alchemist પ્રખ્યાત થતા આ પુસ્તક ને લગભગ 67 જેટલી ભાષાઓ માં અનુવાદિત કરવા માં આવી છે.

પોલો કોએલો દ્વારા લેખિત આ પુસ્તક ને સુધા મહેતા દ્વારા ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવા માં આવી છે.

આ પુસ્તક નું મૂળ પાત્ર ઘેટાં બકરા ચરાવનારા પર આધારિત છે. એક રાત્રે આ યુવાન ને એક સપનું આવે છે કે દૂર દૂર એક પિરામિડ માં પુષ્કળ પ્રમાણ માં સોનું છે અને આ જગ્યા તેને બોલાવી રહી છે અને આ સોના ની શોધ અને તેના ફરવા ની વૃત્તિ બંને સાથે લઈ ને આ યુવાન તે સોના ની શોધ માં નીકળી પડે છે.

આ સોના ની શોધ દરમ્યાન તે વિવિધ પ્રકાર ની સમસ્યાઓ નો સામનો કરે છે અને અંતે તેની સોના ની શોધ પૂરી થાય છે કે નહિ તે જાણવા અને તેને કઈ સમસ્યાઓ મળે છે.

આ જાણવા માટે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ આ પુસ્તક ઘણું બધું શીખવાડી જાય છે.

Transcendence:

Transcendence Books In gujarati

ધાર્મિક સંત પ્રમુખ સ્વામી મહારાજ સાથે ના મારા ધાર્મિક અનુભવો ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન વૈજ્ઞાનિક એવા શ્રી એ. પી.જે. અબ્દુલ કલામ અને વૈજ્ઞાનિક અરુણ તિવારી દ્વારા ધાર્મિક સંત પ્રમુખ સ્વામી મહારાજ સાથે ના અનુભવો નું વર્ણન આ પુસ્તક કરવા માં આવ્યું છે.

એક વૈજ્ઞાનિક અને મુસ્લિમ સમુદાય માં થી આવતા હોવા છતાં હિન્દૂ ધર્મ વિષે ની ખુબ જ સચોટ અને ખુબ જ સારી રીતે આ પુસ્તક માં વર્ણન કરવા માં આવ્યું છે જે વાંચવાલાયક છે.

આ પુસ્તક ને ગુજરાતી ભાષા માં અનુવાદિત પણ શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ અને અરુણ તિવારી દ્વારા કરવા માં આવ્યું છે આ પુસ્તક ની ગુજરાતી ભાષા માં લગભગ 3 લાખ થી વધુ કોપી વેચાઈ ગઈ છે.

રહસ્ય (The Secret):

The Secret Book In gujarati

રોંડા બર્ન દ્વારા લિખિત અને જેના પર થી ફિલ્મ પણ બની ગઈ છે. તેવી પુસ્તક એટલે The Secret રહસ્ય.

આ પુસ્તક માં કુલ નવ પ્રકરણ આપેલા છે જેમાં તમે કઈ વસ્તુ કરવા માંગો છો તથા તે કરવા તમે આકર્ષિત થાવ છો. તેના વિશે વિગતે થી તથા ખુબ જ સરસ રીતે વર્ણન કરવા માં આવ્યું છે.

આ પુસ્તક હકારાત્મક અભિગમ માટે, તમારી લાગણીઓ ને યોગ્ય દિશા દેખાડવા માટે, કુદરતી રીતે થતા સંકેંતો વિશે હમેંશા તૈયાર રહેવા માટે, ઊંડાણ પૂર્વક વિચારો વિશે જેવી માહિતી આ પુસ્તક માં થી પ્રાપ્ત થાય છે.

આ સિવાય આ પુસ્તક માં ઘણા એવા જાણીતા તથા પોતાના જીવન માં કે ગમે તે ક્ષેત્ર મા નામના ધરાવતા હોય તેવા લોકો પાસે થી તેમના જીવન ની રસપ્રદ પ્રસંગો ની માહિતી પણ આપવા માં આવી છે.

આ પુસ્તક ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવા માં આવ્યું છે જેનું નામ The Secret રહસ્ય છે.

The Shiva Tirology:

અમિશ ત્રિપાઠી દ્વારા લિખિત આ પુસ્તક મેલુહા કે જે ભગવાન શિવ પર આધારિત છે. આ પુસ્તક ના કુલ ત્રણ ભાગ છે. જેને ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવા માં આવી છે

The Shiva Tirology મેલુહા ની આ પ્રથમ શ્રેણી ના આ ભાગ માં ભગવાન શિવ કે જે હાલ ભગવાન છે તે આજ થી 4000 વર્ષો પહેલા એક સામાન્ય માનવી હતા અને મેલુહા નામ ની ધરતી પાર વસવાટ કરે છે અને તે આદિવાસી સમાજ ના લોકો ને સૂર્યવંશી અને ચંદ્રવંશી ના કેર થી બચવા માટે લડાઈ લડે છે.

આ પુસ્તક ની વાર્તા કાલ્પનિક છે પરંતુ આ પુસ્તક વાચક ને જકડી રાખે છે તથા આ પુસ્તક ના અન્ય બે ભાગો પણ છે એમ કરી ને આ પુસ્તક કુલ ત્રણ ભાગ માં લખવા માં આવી છે.

The Shiva Tirology ની આ પુસ્તક ના કુલ ત્રણ ભાગ છે. પ્રથમ ભાગ નું નામ મેલુહા ના અમ્રત્યો, બીજો ભાગ નગવાંશો નું રહસ્ય અને ત્રીજો ભાગ વાયુપુત્રો ના શપથ એમ કુલ ત્રણ ભાગ માં શિવકથન નવલકથા છે.

આ પુસ્તક માં શિવ ની સામાન્ય માનવ થી ભગવાન શિવ બનવા સુધી ની સફર દેખાડવા માં આવી છે.

ભારતીય લોકકથાઓ અને દંતકથા ઓ નું અદભુત સંગમ કરી ને કાલ્પનિક પરંતુ રોમાંચક અને વાંચન કાર ને અંત સુધી આ પુસ્તક જકડી રાખે છે.

ભગવાન, સંસ્કૃતિ, ઈતિહાસ, દાનવ અને દેવ વિશે ની એક અલગ જ વિચારશીલ આ પુસ્તક ના માધ્યમ થી દર્શાવવામાં આવી છે.

સામાન્ય માનવ શિવ ની ભગવાન શિવ બનવા સુધી ની અદભુત ગાથા દર્શાવતી આ પુસ્તક અવશ્ય વાંચવાલાયક છે.

Think Like A Monk:

ગુજરાતી ભાષા અનુવાદિત માં શ્રેષ્ઠ નવલકથાઓ

જય શેટ્ટી કે જે ખુબ જાણીતા પ્રવચનકર્તા છે. મોટીવેશનલ સ્પીકર તરીકે જાણીતા એવા જય શેટ્ટી ની પુસ્તક થિન્ક લિકે અ મોન્ક એટલે કે સંન્યાસી ની જેમ વિચારો.

આ પુસ્તક નું ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવા માં આવ્યું છે જેનું નામ સંન્યાસી ની જેમ વિચારો આ પુસ્તક એ જય શેટ્ટી ની પ્રથમ પુસ્તક છે.

આ પુસ્તક માં જીવન માં ગમે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તો તે સમસ્યા સામે કઈ રીતે લડવું અને તે સમસ્યા નો કઈ રીતે ઉપાય લાવવો અને જો તમે સંન્યાસી છો તો તમે આ સમસ્યા સામે કેવી રીતે લડતા હોય છે અથવા કઈ રીતે વિચારતા હોય છે તેની માહિતી આ પુસ્તક માં વિગતવાર આપવા માં આવી છે.

આ પુસ્તક ના માધ્યમ થી જે આપણા જીવન માં વિવિધ વિચારો ને શાંતિપૂર્ણ રીતે, નકારાત્મકતા સામે લડવા ની, વધારે પડતા ચિંતન સામે, ડર સામે લડવા ની અને જીવન માં સફળ થવા ની વગેરે જેવી બાબતો નું ખુબ જ સરસ રીતે આ પુસ્તક માં જય શેટ્ટી દ્વારા નિરૂપણ કરવા માં આવી છે.

Sapiens:

ગુજરાતી ભાષા માં અનુવાદિત શ્રેષ્ઠ પુસ્તકો

યુવલ નોઆ હરારી દ્વારા લિખિત આ પુસ્તક સેપિયન્સ (Sapiens) કે જેમાં માનવજાતિ વિષે નો સંક્ષિપ્ત ઇતિહાસ દર્શાવવા માં આવ્યો છે.

આ પુસ્તક માં 1 લાખ વર્ષ પહેલા પૃથ્વી પર અલગ અલગ એમ 6 માનવ પ્રજાતિઓ નો વસવાટ હતો જેમાં થી હાલ ના સમય માં માત્ર એક જ પ્રજાતિ રહી છે અને તે પ્રજાતિ એટલે હોમો સેપિયન્સ (Homo Sapiens) આપણે માનવ.

વિશ્વ ભર માં આ પુસ્તક શ્રેષ્ઠ વિક્રેતા સાબિત થઇ છે. પૌરાણિક વાર્તાઓ જે આપણે સાંભળી છે કે આપણે વાંચી છે તેના પર થી આપણ ને લાગે છે કે આ જ સત્ય છે પરંતુ આ પુસ્તક ના માધ્યમ થી કેવી રીતે આપણે વાંદરા માં થી પૃથ્વી ના શાસક બન્યા? અને પૃથ્વી પર શ્રેષ્ઠ બનવા ની લડાઈ માં કેવી રીતે સફળ થયા? ખોરાક ની શોધ માં ફરતા હતા તો નાગર અને શહેરો બનાવવા માં કેવી રીતે સફળ થયા તેના વિષે ની માહિતી આ પુસ્તક ના માધ્યમ થી આપવા માં આવી છે.

આ પુસ્તક ને ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવા માં આવી છે જેનું નામ માનવજાતિ નો સંક્ષિપ્ત ઇતિહાસ તરીકે નું નામ આપવા માં આવ્યું છે.

The Monk Who Sold His Ferrari:

ગુજરાતી ભાષા માં અનુવાદિત શ્રેષ્ઠ પુસ્તકો

આ પુસ્તક ના લેખક રોબિન શર્મા મૂળ કેનેડા ના નિવાસી છે. તેમનું પુસ્તક The Monk Who Sold His Ferrari નું ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવામાં આવી છે જેનું નામ સંન્યાસી જેમણ પોતાની સંપત્તિ વેંચી નાખી.

આ પુસ્તક પ્રેરણાત્મક પુસ્તક તરીકે જાણીતી છે. પુસ્તક ની વાર્તા એ બે મિત્રો વિશે ની વાત છે. જેમાં એક મિત્ર કે જે વ્યવસાયે વકીલ છે તથા ધનિક પણ છે. પરંતુ તે પોતાના કામ ની ચિંતા અને તણાવ ના કારણે સતત પરેશાન રહે છે અને એક દિવસ પોતાની મિલ્કત અને સંપતિ બધું છોડી ને તે સન્યાસી બની જાય છે.

આ પુસ્તક માં થતા વાર્તાલાપ ને તમે જ્યારે આ વાંચશો તો તમને એવું લાગશે કે તમે પણ આ વાર્તા તેની સાથે જ સાંભળી રહ્યા છો તેવો અનુભવ થાય છે.

અને અંતે:

જો તમને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે અમારા આ લેખ ને શેર કરવા વિનંતી.

જો આપ ની પસંદ ની કોઈ પુસ્તક હોય જે ગુજરાતી ભાષા માં અનુવાદિત કરવા માં આવી હોય તો આપ અહી નીચે કોમેન્ટ કરી શકો છો.

Visited 791 times, 1 visit(s) today

4 thoughts on “ગુજરાતી ભાષા માં અનુવાદિત કરેલ શ્રેષ્ઠ પુસ્તકો (Best Novels In Gujarati Translated)”

  1. ખૂબ મહેનત કરી સરસ રીતે સંકલન કરીને સુંદર પુસ્તકો નો પરિચય કરાવવા માટે અભિનંદન અને ધન્યવાદ.

    એક પ્રકારે ગુજરાતી ભાષાની સેવા પણ આપે કરેલ છે.

    ભવિષ્ય માં આ યાત્રા ચાલુ રાખવા શુભેચ્છાઓ.

    હરેશ મહેતા 9824041342

    Reply
    • હરેશભાઇ તમારા આ શબ્દો થી ખુબ જ પ્રેરણા મળી છે તથા આ સફર ને આગળ વધારવા માટે આપ સૌનો સાથ અને સહકાર મળે તેવી આશા.

      Reply
  2. ખુબ જ સુંદર રીતે અને સચોટ પુસ્તકોનું વિવરણ આપ્યું એ મને ખુબજ ગમ્યું. આપણી સંસ્કૃતિ મુજબ જીવન ને જીવંત કેમ બનાવવું તેવો ભરપૂર પ્રયાસ અને અપનાવવા જેવો અનુભવ રહ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર

    Reply
    • આપનો કિંમતી સમય કાઢી ને કોમેન્ટ કરવા બદલ અને આટલા સુંદર શબ્દો લખવા બદલ ખુબ ખુબ આભાર

      Reply

Leave a Comment