દાડમ લાલચટાક રંગ નું અને તેના માથે મુગટ હોય તેવા આકાર નું આકર્ષક દેખાય છે. દાડમ ને કાપવા થી તેના અંદર થી પીળાશ પડતા સફેદ રંગ ની છાલ ની આજુબાજુ માં તેના દાણા ખુબ જ સુંદર રીતે ગોઠવાયેલા હોય છે. તેના કારણે જ વ્યક્તિ માં દાંત ને દાડમ ના દાણા જેવા દાંત ની ઉપમા આપવા માં આવી છે.
દાડમ મુખ્યત્વે રીતે શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અને તેનો રસ ખુબ જ ગુણકારી હોય છે.
દાડમ મુખ્યત્વે રીતે ત્રણ જાત ના આવે છે. ખાટા, મીઠા અને સંપૂર્ણ ખાટા.
દાડમ બે રંગ ના આવે છે. લાલ અને સફેદ બને સ્વાસ્થ્ય માટે સારા છે.
આપણે ઘણા ફળો ખાતા હોઈએ છે તેની સીઝન પ્રમાણે પરંતુ એવા ઘણા ફળો છે જે શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા સિવાય અન્ય ઘણી બીમારીઓ થી પણ રક્ષણ પૂરું પાડે છે. એવું જ ફળ છે આ દાડમ.
આ પણ વાંચો – ફટકડી ના ફાયદા અને ફટકડી વિષે જાણવા જેવું
દાડમ વિષે જાણવા જેવું:
- દાડમ ના ફૂલ આવવા ની મુખ્યત્વે ત્રણ મોસમ હોય છે. છતાં પણ તેને ઉનાળુ ફળ કહેવા માં આવે છે. તેની છાલ કઠણ હોવા થી તે જલ્દી બગડતું નથી.
- દાડમ ઈરાન, તુર્કીસ્ત્તાન, અફઘાનિસ્તાન જેવા પહાડી પ્રદેશો માં વધારે જોવા મળે છે. અરબસ્તાન માં મસ્કત પાસે જે દાડમ થાય છે તે ખૂબ જ ઉતમ ગણાય છે.
- દાડમ માં વિટામિન બી, વિટામિન સી અને વિટામિન કે આવેલા હોય છે. દાડમ થી લોહી ને શુદ્ધ બનાવી શક્ય છે તે સિવાય શરીર પર ની ચરબી ઘટાડવા માં પણ મદદરૂપ થાય છે.
દાડમ ના ફાયદા:
- તેમાં રહેલ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીર ની રોગ સામે લડવા ની શક્તિ માં વધારો કરે છે.
- તેનું નિયમિત સેવન કરવા થી તાવ, ઉધરસ, શરદી જેવી બિમારીઓ થી રક્ષણ પૂરું પાડે છે.
- તેનું નિયમિત સેવન કરવા થી તે શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ કરે છે માટે કેન્સર જેવી જીવલેણ બીમારી થી બચી શકાય છે.
- તેના એન્ટીઓક્સિડન્ટસ્ તત્વો શરીર માં થી ટોકિસન ને બહાર કાઢે છે જેથી ફેફસાં નું કેન્સર, સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ પૂરું પાડે છે અને બીમારી થવા ની સંભાવના માં ઘટાડો થાય છે.
- તેના રસ નું રોજ સેવન કરવા થી હ્રદયરોગ અને લકવા નો ખતરો ઓછો થાય છે.
- દરરોજ ખાવા થી લોહી વધે છે.
- તેમાં વિટામિન K, B અને C આવે છે. ફાઈબર, આર્યન, પોટેશિયમ અને ઝીંક જેવા પોષક તત્વો આવેલા છે.
- તેના રસ સાથે જીરા ના પાવડર ને શેકી ને મિશ્રિત કર્યા બાદ સાથે લેવા થી અપચા માં રાહત મળે છે.
- દાડમ ના દાણા ને વ્યવસ્થિત રીતે ચાવી ને ખાવા માં આવે તો કબજિયાત માં થી રાહત મળે છે.
- દાડમ ના દાણા ને ચૂસી ને ખાવા થી ભૂખ માં વધારો થાય છે. તેનાથી ભૂખ વધુ લાગે છે.
- ઉધરસ ની સમસ્યા માં તેની તાજી છાલ ને ચૂસી ને ખાવા થી ખાંસી માં રાહત મળે છે.
- પેટની બળતરા થતી હોય તો તેનો રસ પીવા થી પેટ ની બળતરા માં રાહત મળે છે.
- તાવ માં વારંવાર તરસ લાગતી હોય તો દાડમ ના દાણા નો રસ પીવા થી રાહત મળે છે.
- દાંત ને ચમકાવવા માટે દાડમ ની છાલ નો પાવડર બનાવી ને તેને દાંત પર ઘસવા થી દાંત માં ચમકાટ આવે અને પેઢા ને મજબૂત બનાવે છે.
- ટાઈફોઈડ હોય તેણે દાડમ ના પાન ના ઉકાળામાં સંચળ ને મિશ્રિત કરી ને લેવા થી તેમાં રાહત મળે.
- હથેળી કે પગ ના તળિયા માં બળતરા થતી હોય તો તેના પાન ને પગ ના તળિયા ના ભાગે પીસી ને લગાવવા થી બળતરા માં થી રાહત મળે છે.
- દાડમ ના રસ ને સરખી રીતે તેનું ગાળણ કર્યા બાદ આંખ માં આંજવા થી આંખ ની બળતરા માં થી છુટકારો મળે છે.
- દાડમ ની છાલ ને પીસી ને ચોખા ના પાણી માં મિશ્રિત કરી ને તેનું સેવન કરવા થી મહિલાઓ ને પ્રદર રોગ માં થી છુટકારો મળે છે.
- લોહી ની કમી ને દૂર કરે છે અને શરીર માં નવા કુદરતી લોહી ને વધારે છે. તેમાં રહેલ ફોલિક એસિડ લોહીમાં રહેલી આયરન ની ખામી ને દૂર કરે છે અને એનિમિયા જેવી બિમારીઓ થી રક્ષણ પૂરું પાડે છે.
- દાડમ ના પાન પીસી ને દાઝેલા ઘા ઉપર લગાવવા થી બળતરા માં ઘટાડો થાય છે અને દર્દ માં રાહત મળે છે
- દાડમ હ્રદય માટે ગુણકારી છે. હ્રદય તંદુરસ્ત રહે છે.
- ગર્ભધારણ ની ક્ષમતા વધારવા માટે દાડમ ની તાજી, કોમળ કળી ઓ પીસી ને પાણી સાથે સેવન કરવા થી મદદરૂપ થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે તેનું જ્યુસ લાભકારક સાબિત થાય છે તેના થી બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
- ડાયાબિટીસ ના દર્દીઓ માટે દાડમ નું સેવન લાભદાયક સાબિત થાય છે. તેમાં ગળપણ હોય છે પરંતુ તે સુગર લેવલ ને વધારતું નથી પરંતુ સુગર ને નિયંત્રણ માં રાખે છે.
- દાડમ ના સેવન થી ત્વચા માં નિખાર આવે છે અને ત્વચા ને ચમકાવે છે. કાળી પડી ગયેલી ત્વચા માટે દાણા લાભદાયક સાબિત થાય છે.
- બાળકો ને કૃમિ ની તકલીફ થતી હોય તેમના માટે તેની છાલ નો રસ કાઢી 4 ચમચી અને તેમાં 1 ચમચી તલ નું તેલ ઉમેરી દિવસ માં એક વાર એમ સતત ત્રણ દિવસ પીવડાવવા માં આવે તો તેમાં થી રાહત મળી રહે છે.
દાડમ ના ગેરફાયદા:
- લીવર ની સમસ્યા થી પીડાતા હોય તેને સેવન કરવું જોઈએ નહિ.
- ડાયટ પર હોય તો સેવન કરવું નહિ
- કેલરી ની માત્રા વધુ હોવા થી તે વજન માં વધારો કરી શકે છે.
- લો બ્લડપ્રેશર ની સમસ્યા વાળા એ સેવન ઓછી માત્રા માં કરવું જોઈએ.
દાડમ ના અન્ય ફાયદા:
- પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
- દાંત ને લાગતી સમસ્યાઓ માં થી છુટકારો મેળવી શકાય છે.
- મોટી ઉમર ના લોકો માં થતો અલ્ઝાઈમર નામની બીમારી માં થી પણ રાહત મેળવી શકાય છે
- અપચા ની સમસ્યા માં ના રસ માં જીરા તેનો પાવડર મિક્ષ કરી ને લેવા થી રાહત થાય છે.
- કબજિયાત થી છુટકારો મેળવવા માટે તેના દાણા ને ચાવી ને ખાવા થી કબજિયાત માં થી છુટકારો મળે છે.
- રસ માં ખાંડ ઓગળી ને પીવા થી પિત વિકાર માં થી છુટકારો મળે છે.
- પેટ માં થતી બળતરા ને તેનો રસ શાંત પાડે છે.
- તડકા માં લાગેલી લૂ થી બચવા માટે તેનો રસ ફાયદાકારક સાબિત થાય છે.
- સુકાયેલી દાડમ ની છાલ નું ચૂર્ણ બનાવી ને દિવસ માં બે થી ત્રણ વાર એક ચમચી જેટલું ખાવા થી વારંવાર પેશાબ જવા ની થતી સમસ્યા થી છુટકારો મળે છે.
- નિયમિત સેવન થી સાંધા ના દુખાવા માં રાહત મળે છે.
આ સિવાય જો આપની પાસે અન્ય કોઈ દાડમ ના ફાયદા અથવા નુક્સાન અંગે ની જાણકારી હોય તો આપ આપનો કિમતી મંતવ્ય અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો આપના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો.