ભારત રત્ન પુરસ્કાર વિશે જાણવા જેવું

ભારત રત્ન પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા આપવા માં આવતો સૌથી સર્વોચ્ય પુરસ્કાર છે. ભારત રત્ન એ માત્ર ભારતીય નાગરિકો ને જ નહિં પરંતુ દેશ – વિદેશ ના કોઈપણ નાગરિક ને કે જેણે કળા, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત ના ક્ષેત્રો માં તેમજ જાહેર સેવા માં અસાધારણ પ્રદશન અને શ્રેષ્ઠ પ્રદાન કરનાર નાગરિક ને ભારત સરકાર દ્વારા ભારત રત્ન ના પુરસ્કાર થી નવાજવામાં આવે છે.

ભારત રત્ન આપવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા માનનીય રાષ્ટ્રપતિ ને નામો ની ભલામણ કરવા માં આવે છે. સામાન્ય નાગરિકો દ્વારા રાષ્ટ્રપતિ ને ભલામણ કરી શકાતી નથી.

ભારત રત્ન પુરસ્કાર

ભારત રત્ન એવોર્ડ મેળવનાર ને શું મળે?

  • સન્માન પ્રાપ્ત કરનાર નાગરિક ને રાષ્ટ્રપતિ ના હસ્તાક્ષર વાળી (Signature) સનદ (Certificate) મળે છે. તે સિવાય એક મેડલ આપવામાં આવે છે.
  • મેડલ નો આકાર પીપળા ના પાન જેવો હોય છે. જેની લંબાઈ 5.8 સેન્ટીમીટર, તેની પહોળાઈ 47 સેન્ટીમીટર અને જાડાઈ 3.1 મીનીમિટર નું ધરાવે છે. આ મેડલ ને કાંસ્ય (BRONZE) માં થી બનાવવા માં આવે છે.
  • મેડલ ની ઉપર 1.6 સેન્ટીમીટર ની ઉપસાવેલી સૂર્ય ની પ્રતિકૃતિ અને દેવનાગરી લિપિ માં ભારત રત્ન ઉપસાવેલું લખેલું હોય છે.
  • જ્યારે મેડલ ના પાછળ ના ભાગ માં ભારત નું રાષ્ટ્રીય ચિહ્ન ઉપસવેલું હોય છે અને દેવનાગરી લિપિ માં નીચે સત્યમેવ જયતે લખેલું હોય છે.
  • ભારત રત્ન ના મેડલ ની સાથે સનદ આપવા માં આવે છે. પરંતુ આ મેડલ સાથે કોઈ પણ પ્રકાર ની ધનરાશિ આપવા માં આવતી નથી.

આ પણ વાંચો – મહાકવિ કાલિદાસ વિષે ની રસપ્રદ માહિતી

ભારત રત્ન વિજેતા ને મળતા ફાયદાઓ:

ભારત રત્ન વિજેતા ને મળતા ફાયદાઓ

  • આજીવન ઈનકમ ટેક્સ ભરવા નો આવતો હોતો નથી
  • આજીવન ભારતીય રેલવે માં ફર્સ્ટ ક્લાસ ની મુસાફરી મફત માં મળે છે.
  • આજીવન એર ઇન્ડિયા ની ફર્સ્ટ ક્લાસ ની મુસાફરી મફત કરવા મળે છે.
  • સાંસદ ની બેઠક માં અને તેના સત્ર માં ભાગ લેવા ની મંજુરી મળે છે.
  • જો Z પ્લસ સિક્યુરિટી ની જરૂરત હોય તો તે પણ મળી શકે છે.
  • VVIP જેટલું માન સન્માન મળે છે.
  • ભારત માં કોઈ પણ રાજ્ય માં પ્રવાસે જાય તો ત્યાં રાજ્ય સરકાર દ્વારા તેમના રહેઠાણ માટે ની સુવિધા કરી આપવા માં આવે છે.

ભારત રત્ન મેળવનાર મહાનુભાવો:

ભારત રત્ન પુરસ્કાર મેળવનારા મહાનુભાવો

  • 1954 ની સાલ માં સર્વપલ્લી રાધાકૃષ્ણન (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), સી. રાજગોપાલાચારી (સવાતંત્ર્ય સેનાની) અને સી.વી.રામન (ભૌતિક શાસ્ત્રી) ને મળ્યો હતો.
  • 1955 ની સાલ માં ભગવાનદાસ (સ્વાતંત્ર્ય સેનાની), એમ. વિશ્વેસવરીયા (સિવિલ એન્જી. અને ભાખરા નાંગલ બંધ ના નિર્માતા) અને જવાહરલાલ નહેરુ (પ્રથમ વડાપ્રધાન) ને મળ્યો હતો.
  • 1957 ની સાલ માં એક માત્ર ગોવિંદ વલ્લભ પંત (સ્વાતંત્ર્ય સેનાની અને ઉત્તરપ્રદેશ ના પ્રથમ મુખ્યમંત્રી) ને મળ્યો હતો.
  • 1958 ની સાલ માં એક માત્ર ધોંડો કેશવ કર્વે (શિક્ષણ શાસ્ત્રી અને સમાજસુધારક) ને મળ્યો હતો.
  • 1961 ની સાલ માં ડો.બી.સી.રોય (ડોક્ટર, રાજકારણી) અને પુરૂષોતમદાસ ટંડન (સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણ શાસ્ત્રી) ને મળ્યો હતો.
  • 1962 ની સાલ માં એક માત્ર રાજેન્દ્ર પ્રસાદ (પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.
  • 1963 ની સાલ માં ઝાકીર હુસૈન (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જામીયા મિલિયાના સ્થાપક), ડો. પી.વી.કાણે (સંસ્કૃતના વિદ્વાન) ને મળ્યો હતો.
  • 1966 ની સાલ માં એક માત્ર લાલ બહાદુર શાસ્ત્રી (બીજા વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.
  • 1971 ની સાલ માં એક માત્ર ઇન્દિરા ગાંધી (પ્રથમ મહિલા વડાપ્રધાન) ને મળ્યો હતો.
  • 1975 ની સાલ માં એક માત્ર વી.વી. ગિરી (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) ને મળ્યો હતો.
  • 1976 ની સાલ માં એક માત્ર કે.કામરાજ (સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.
  • 1980 ની સાલ માં એક માત્ર મધર ટેરેસા (શાંતિ નોબલ પ્રાઈઝ) ને મળ્યો હતો.
  • 1983 ની સાલ માં એક માત્ર વિનોબા ભાવે (ભૂદાન ચળવળ ના પ્રણેતા) ને મળ્યો હતો.
  • 1987 ની સાલ માં એક માત્ર અબ્દુલગફાર ખાન (સરહદ ના ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.
  • 1988 ની સાલ માં એક માત્ર એમ. જી. રામચંદ્રન (અભિનેતા, તામિલનાડુ ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી) ને મળ્યો હતો.
  • 1990 ની સાલ માં ડો. ભીમરાવ આંબેડકર (બંધારણ સભાના પ્રમુખ) અને નેલ્સન મંડેલા (રંગભેદ વિરોધી ચળવળ ના નેતા) ને મળ્યો હતો.
  • 1991 ની સાલ માં રાજીવ ગાંધી (ભૂતપૂર્વ વડાપ્રધાન), સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) અને મોરારજી દેસાઈ (ભૂતપૂર્વ વડાપ્રધાન) ને મળ્યો હતો.
  • 1992 ની સાલ માં અબુલ કલામ આઝાદ (સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણ શાસ્ત્રી), જે.આર.ડી. તાતા (ઉદ્યોગપતિ) અને સત્યજિત રે (ફિલ્મસર્જક) ને મળ્યો હતો.
  • 1997 ની સાલ માં એ. પી. જે. અબ્દુલ કલામ (વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), ગુલઝારીલાલ નંદા (ભૂતપૂર્વ વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની) અને અરુણા અસફઅલી (સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.
  • 1998 ની સાલ માં એમ. એસ. સુબ્બાલક્ષ્મી (શાસ્ત્રીય ગાયિકા), સી.એસ.સુબ્રમણ્યમ (સ્વાતંત્ર્ય સેનાની અને હરિયાળી ક્રાંતિ ના પ્રણેતા) અને જયપ્રકાશ નારાયણ (સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવક) ને મેયો હતો.
  • 1999 ની સાલ માં પંડિત રવિ શંકર (સિતાર વાદક), અમર્ત્ય સેન (અર્થશાસ્ત્રી નોબેલ વિજેતા) અને ગોપીનાથ બોરદોલોઈ (સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.
  • 2001 ની સાલ માં લતા મંગેશકર (પાશ્વ ગાયિકા) અને બિસ્મિલ્લાહ ખાન (શરણાઈ વાદક) ને મળ્યો હતો.
  • 2009 માં એક માત્ર ભીમસેન જોશી (શસ્ત્રીય ગાયક) ને મળ્યો હતો.
  • 2014 ની સાલ માં સી.એન.રાવ (વૈજ્ઞાનિક) અને સચિન તેંડુલકર (ક્રિકેટર) ને મળ્યો હતો.
  • 2015 ની સાલ માં મદન મોહન માલવિયા (શિક્ષણ શાસ્ત્રી અને રાજકારણી) અને અટલ બિહારી વાજપેયી (ભૂતપૂર્વ વડાપ્રધાન) ને મળ્યો હતો.
  • 2019 ની સાલ માં પ્રણવ મુખર્જી (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), ભૂપેન હઝારીકા (ગાયક અને સંગીતકાર) અને નાનાજી દેશમુખ (આરઆરએસ વિચારક) ને મળ્યો હતો.

ભારત રત્ન વિજેતા ને મળતી સુવિધાઓ:

1. ભારત રત્ન વિજેતા નાગરિક ને ધન રાશિ પ્રાપ્ત થતી નથી પરંતુ નીચે દર્શાવેલા રાજ્ય ના પૂર્વ કે હાલ ના નેતાઓ ને જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે મુજબ ની સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

  • ભારત ના રાષ્ટ્રપતિ
  • ભારત ના ઉપરાષ્ટ્રપતિ
  • ભારત ના વડાપ્રધાન
  • ભારત ના ચીફ જસ્ટિસ
  • ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ
  • ભારત ના પૂર્વ વડાપ્રધાન
  • અન્ય રાજ્યો ના રાજ્યપાલ
  • લેફ્ટ. રાજ્યપાલ
  • કેન્દ્રશાસિત પ્રદેશ ના રાજ્યપાલો

ઉપરોક્ત દર્શાવેલા નેતાઓ કે રાજ્યપાલો ને સરકાર દ્વારા જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે પ્રકાર ની સુવિધાઓ ભારત રત્ન પુરસ્કાર નાગરિક ને મળે છે

2. રાજદ્વારી પાસપોર્ટ (Diplomatic Passport)

રાજદ્વારી પાસપોર્ટ એ મરૂન કલર નું કવર ધરાવે છે. જે ઉચ્ચ અધિકારીઓ અને Diplomatic Couriers ને મળે છે. આ પાસપોર્ટ ભારત રત્ન વિજેતા ને પણ પ્રાપ્ત થાય છે. આ પાસપોર્ટ ની સુવિધા માં અલગ Immigration Counter (દેશાગમન), VIP સુવિધા વગેરે સુવિધાઓ પ્રાપ્ત થાય છે.
પહેલા એવો નિયમ હતો કે મૃત્યુ પામેલા હોય તેને ભારતરત્ન નહિ મળે પરંતુ 1955 પછી થી મરણોપરાંત પુરસ્કાર આપવા ની પણ ચાલુ કરવા માં આવ્યું હતું.

ભારત રત્ન વિશે અન્ય જાણવા જેવું:

  • લાલબહાદુર શાસ્ત્રી ને પ્રથમ મરણોપરાંત ભારત રત્ન આપવા માં આવ્યો હતો ત્યારબાદ થી આજ દિન સુધી માં 12 જેટલા મરણોપરાંત પુરસ્કાર આપવા માં આવ્યા છે.
  • સુભાષચંદ્ર બોઝ ને 1992 માં મરણોપરાંત પુરસ્કાર એનાયત થયો હતો જે ત્યારબાદ પરત લેવા માં આવ્યો હતો.
  • એક વર્ષ માં વધુ માં વધુ 3 ને આ પુરસ્કાર આપવા માં આવે છે પરંતું એવું જરૂરી નથી કે દર વર્ષે આપવું જ પડે.
  • 1959, 1960, 1967, 1968, 1969, 1970, 1971, 1973, 1974, 1977, 1978, 1979, 1981, 1982, 1984, 1985, 1986, 1989, 1993, 1994, 1995, 1996 આ સાલ દરમ્યાન એક પણ પુરસ્કાર આપવા માં આવ્યો નથી.
  • સૌથી યુવા વયે પુરસ્કાર પ્રાપ્ત કરનાર સચિન તેંડુલકર છે જેમને 40 વર્ષ ની વયે આ પુરસ્કાર થી નવાજવામાં આવ્યા હતા.
  • જયારે વધુ ઉંમર ધરાવતા ધોંડો કેશવ કર્વે કે જેમણે 100 વર્ષ ની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.
  • પુરસ્કાર માત્ર ભારત ના નાગરિકો સિવાય વિદેશ ના નાગરિકો ને પણ પ્રાપ્ત થયું છે.
  • ભારત ની બહાર જન્મેલા પરંતુ ભારતનું નાગરિકત્વ ધરાવતા મધર ટેરેસા, પાકિસ્તાન ના ખાન અબ્દુલ ગફાર ખાન અને સાઉથ આફ્રિકા ના નેલ્સન મંડેલા ને પ્રાપ્ત થયેલા છે.
  • ભારત રત્ન મેળવનાર વ્યક્તિ ને ભારત ની શિષ્ટાચાર ની યાદી માં 7 માં ક્રમે સ્થાન મળેલું છે.
  • ભારતરત્ન બાદ ક્રમશ: પ્રતિષ્ઠિત પુરસ્કારો માં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આવે છે.
  • આ પુરસ્કાર ની સ્થાપના રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 2 જાન્યુઆરી 1954 રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી.
  • આ પુરસ્કાર ને બે વાર સ્થગિત કરવા માં આવ્યા હતા પ્રથમ વાર 1977 માં મોરારજી દેસાઈ ની સરકાર દ્વારા અને બીજી વાર 1992 માં મધ્યપ્રદેશ અને કેરળ રાજ્ય ની વડી અદાલત માં જાહેર હિત ની અરજી દ્વારા પ્રતિબંધ મુકવા માં આવ્યો હતો.
  • 1977 માં મુકવા માં આવેલા પ્રતિબંધ ને જાન્યુઆરી 1980 માં ઉઠાવી લેવા માં આવ્યો હતો જયારે 1992 ના પ્રતિબંધ ને ડિસેમ્બર 1995 માં ઉઠાવી લેવા માં આવ્યો હતો.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડયો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે શેર કરવો.

Visited 247 times, 1 visit(s) today

Leave a Comment