ફટકડી ના ફાયદા અને ફટકડી વિષે જાણવા જેવું

કોરોના ના સમયગાળા માં ઘણા લોકો ઘરેલુ નુસખા અને દાદા દાદી ના સમય માં જેઓ ઘર માં રહેલી વસ્તુઓ નો ઉપયોગ કરતા હતા અને જેના થી દવાઓ નો ઉપયોગ ઓછો થતો હતો તેવી વસ્તુઓ તરફ આજની પેઢી કોરોના ના સમયગાળા ના કારણે થી દવાઓ નો ઓછો ઉપયોગ કરી ને આયુર્વેદિક ઉપચાર વધુ કરી રહી છે.

ફટકડી (ALUM) વિશે જાણવા જેવુ

આ એવી વસ્તુઓ છે ઘરે આસાની થી મળી રહે છે અથવા દુકાને થી પણ આસાની થી અને સસ્તા ભાવે મળી રહે છે આવી વસ્તુઓ અસરકારક સાબિત થાય છે પરંતુ તે તાત્કાલિક અસર નથી કરતી આયુર્વેદિક ઉપચાર કરવા થી થોડો સમય માટે તેનો નિયમિત ઉપયોગ કરવો એ જરૂરી છે.

આજે આપણે ફટકડી ની વાત કરીશું જે મુખ્યત્વે બે રંગ માં જોવા મળે છે સફેદ અને લાલ રંગ માં વધુ કરી ને સફેદ રંગ માં મળતી ફટકડી નો ઉપયોગ વધુ કરવા માં આવે છે. સફેદ રંગ ની ફટકડી દુકાને થી પણ આસાની થી મળી રહે છે. ફટકડી ને અંગ્રેજી માં અલમ (ALUM) કહે છે.

ફટકડી માં ઘણા ગુણો રહેલા છે અને તે શરીર માટે ઘણી ફાયદાકરક પણ સાબિત થાય છે તેને લગતા ફાયદા અને ગુણધર્મો વિશે આપણે આજે અહી વાત કરીશું.

આ પણ વાંચો – અશ્વગંધા ના ફાયદા અને નુકસાન (અને સેવન કરવાની રીત)

ફટકડી ના ફાયદા:

પરસેવા ની દુર્ગંધ:

ફટકડી નો ઉપયોગ

ઉનાળા ની ઋતુ માં જ્યારે ગરમી અને ઉકળાટ ના બફારા થી શરીર માં થી ગરમી ના કારણે પરસેવા ના કારણે થી દુર્ગંધ આવતી હોય છે.

તે દુર્ગંધ ને દૂર કરવા માટે ફટકડી ને ગરમ પાણી માં રાખી ને તેના થી સ્નાન કરવા થી શરીર માં થી આવતી દુર્ગંધ માં થી છુટકારો મળે છે.

આફટર શેવ:

ફટકડી આફ્ટર શેવ

વાળંદ પાસે થી ફટકડી અવશ્ય મળી રહે છે જ્યારે વાળ કાપતા સમયે અસ્ત્રો હલી જવા થી વાગી ગયો હોય તો તેવા સમયે લોહી નીકળવા થી તેને રોકવા માટે વાળંદ ત્યાં ફટકડી ઘસી આપે છે જેના થી લોહી નો સ્ત્રાવ રોકાઈ જાય છે.

આ સિવાય જ્યારે વાળંદ દાઢી કર્યા બાદ તેના પર પણ ઘસી આપે છે જેનાથી ત્વચા મુલાયમ રહે છે.

સોજા દૂર કરવા:

ફટકડી

શિયાળા ની ઋતુ માં જ્યારે પાણી માં સતત હાથ રહેવા થી હાથ માં સોજા આવી જતા હોય છે અથવા હાથ ની આંગળી ઓ માં પાણી ભરાઈ જવા થી ખંજવાળ આવતી હોય છે જેને દૂર કરવા માટે પાણી માં ફટકડી નાખી ને તેમાં હાથ ડુબાડી રાખવા અથવા તેના થી હાથ ધોવા જેના થી ખંજવાળ દૂર થશે અને હાથ માં આવેલ સોજા પણ દૂર થશે.

દાંત ની દુર્ગંધ અને દુખાવો:

ફટકડી

જો દાંત માં થી દુર્ગંધ આવતી હોય તો તેવા સમયે ફટકડી અને મીઠું ગરમ પાણી માં પલાળી ને તેના કોગળા કરવા થી દુર્ગંધ દૂર થાય છે.

જ્યારે દાંત માં દુખાવો થતો હોય ત્યારે ફટકડી ને શેકી ને તેમાં સરસીયા નું તેલ મિશ્રિત કરી ને જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ ઘસવા થી રાહત મળે છે.

દિવસ માં બે થી ત્રણ વાર આ ઉપાય કરવા થી દવા વિના દાંત ના દુખાવા માં થી રાહત મળી જાય છે.

ઘણા લોકો ને તીખું ખાવા થી અથવા કોઈ વ્યસન ના કારણે થી કે ગરમી ના કારણે થી મોઢા માં ચાંદા પડી જતાં હોય છે જેને દૂર કરવા માં પણ લાભદાયક સાબિત થાય છે.

ત્વચા ના નિખાર માટે:

ફટકડી

ચહેરા પર ની કરચલીઓ ને દૂર કરવા માટે તથા ત્વચા પર નિખાર લાવવા માટે ઠંડા પાણી માં ફટકડી નાખી ને તેને રાત્રે હળવા હાથે મસાજ કરવો જેના થી ત્વચા માં નિખાર આવશે અને કરચલીઓ દૂર થશે.

ઘા ઉપર:

ફટકડી

જ્યારે કોઈ જગ્યાએ વાગ્યું હોય તો તેવી જગ્યાએ થી વહેતા લોહી ને રોકવા માટે ઉપયોગી સાબિત થાય છે.

જે જગ્યાએ વાગ્યું હોય તે જગ્યા ને ફટકડી ના પાણી થી ધોઈ નાખવા થી રક્તસ્રાવ રોકાઈ જાય છે.

પગ ની દુંર્ગંધ:

ફટકડી

મહિલાઓ ના પગ  સતત પાણી માં રહેતા હોવા થી પગ માં થી દુર્ગંધ આવવી અથવા પગ ફુગાઈ જવા કે પગ માં થી ખંજવાળ આવતી હોય છે. જ્યારે ઘણા ને પગે સોજા આવી જતા હોય છે.

જેમને આ પ્રકાર ની સમસ્યા હોય તેમણ ગરમ પાણી માં ફટકડી રાખી ને તેમાં પંદર થી વીસ મિનિટ સુધી પગ રાખવા જેના થી પગ નો દુખાવો, સોજા, દુર્ગંધ વગેરે થી છુટકારો મેળવી શકાય છે.

આ સિવાય અન્ય ફટકડી ના ફાયદાઓ:

ફટકડી

  • જે વ્યક્તિ ને કાકડા થયા હોય તેના માટે ઉપયોગી સાબિત થાય છે.
  • કાકડા થયા હોય તેને પાણી માં થોડી ફટકડી અને મીઠા ના કોગળા કરવા જોઈએ.
  • મીઠા ના કોગળા કરવા થી ગળા નો દુખાવો અને સોજો દૂર થાય છે.
  • સનબર્ન માટે એક કપ પાણી માં બે ચમચી ફટકડી લઈ ને તેને જે જગ્યાએ સંબરણ. હોય ત્યાં લગાવ થી રાહત મળશે. દસ મિનિટ સુધી રહેવા દીધા  બાદ તેને પાણી થી ધોઈ નાખવું.
  • રોજ પાણી માં ફટકડી નાખી ને સ્નાન કરવા થી ખંજવાળ જેવી સમસ્યા થી રાહત મળે છે.
  • ઉધરસ ની સમસ્યા પણ ફટકડી થી દુર થઇ શકે છે. ફટકડી અને મધ ને મિશ્રિત કરી ને તેને પાણી સાથે પીવા થી ઉદ્રસ માં થી છુટકારો મળી રહે છે.
  • ખાંસી, ઘાવ, ત્વચા, વાળ, નસકોરી, દુર્ગંધ વગેરે જેવી બાબતો માં ફાયદાકારક સાબિત થાય છે.
  • અસ્થમા અને દમ ની પરિસ્થિતી માં પણ ફટકડી ફાયદાકારક સાબિત થાય છે.
  • ફટકડી અને કાળા મરી ને પીસી ને તેને દાંત માં ઘસવા થી દાંત ની પીડા માં થી થાય મળે છે.
  • ફટકડી અને મધ ને પાણી માં મિશ્રિત કરી ને આંખો ધોવા થી આંખો માં આવતો લાલાશ દૂર થાય છે.
  • ફટકડી માં સંચળ નાખી ને તેના થી દાંત ઘસવા થી દાંત ના દુખાવા માં થી રાહત મળે છે.
  • નાક માં નસકોરી થઈ હોય તો તેવા સમયે નાક માં થી નીકળતું લોહી બંધ ના થતું હોય તો તેના માટે ફટકડી ને પાણી માં મિશ્રિત કરી ને નાક માં એક બે ટીપાં નાખવા થી નાક માં થી નીકળતું લોહી રોકી શકાય છે
  •  કાન માં પરું અથવા ફોલ્લી થઈ હોય તો ફટકડી ને પીસી ને પાણી સાથે કાન માં સફાઈ કરવા થી રાહત મળે છે.
  • વાળ માં ગરમી ના સમયે જું ના થવા થી ફટકડી વાળા પાણી થી જો માથું ધોવા માં આવે તો તેના થી વાળ માં થતી જું થી છુટકારો મળે છે.
  • ચપટી શેકેલી ફટકડી અને એલચી ના દાણા સાથે પીસી ને કાથા સાથે જે જગ્યાએ ચાંદી પડી હોય તે જગ્યાએ લગાવી દેવા થી ચાંદા માં થી રાહત મળી રહે છે.

ફટકડી વિષે અન્ય જાણવા જેવું:

  • હિન્દી માં ફિટકરી તરીકે ઓળખાય છે.
  • કુદરતી રીતે બનતું મીઠું છે જે સ્વાદ માં મીઠા ની માફક ખારું જ હોય છે. જેના થી ઉપર દર્શાવેલા ફાયદા થાય છે.
  • એલ્યુમિનિયમ સલ્ફેટ અને પોટેશિયમ સલ્ફેટ નું સંયોજન છે જે અર્ધપારદર્શક છે અને સફેદ રંગ નો પથ્થર જેવો દેખાય છે.
  • જેનો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર તરીકે વર્ષો થી કરવા માં આવે છે અને તે ખૂબ જ ફાયદાકારક અને લાભદાયક અને અસરકારક સાબિત થાય છે.
  • આયુર્વેદ માં શુભ્ર તરીકે ઓળખવા માં આવે છે.

આ સિવાય જો આપની પાસે ફટકડી ને લાગતા કોઈ ફાયદા હોય અથવા આપને કોઈ ફાયદા અંગે ની જાણકારી હોય તો આપ અહી નીચે કોમેન્ટ માં આપનો મંતવ્ય જણાવી શકો છો.

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો.

Visited 203 times, 1 visit(s) today

Leave a Comment