મહાકવિ કાલિદાસ વિશે લગભગ દરેક વ્યક્તિએ સાંભળ્યું અથવા તેમની કૃતિઓ વાંચી હશે. આજે આપણે અહી કાલિદાસ વિશે ની વિસ્તૃત માહિતી જાણીશું.
કાલિદાસ નો અર્થ કાલી નો સેવક એમ થાય છે. કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના નવરત્નો માં થી એક રત્ન હતા. શરૂઆત ના સમય માં કાલિદાસ મૂર્ખ અને અભણ હતા એમ કહેવાય છે.
મહાકવિ કાલિદાસ દ્વારા રચિત રચનાઓ અને કવિતાઓ ખુબ જ લોકપ્રિય થઈ હતી અને તેઓ ને ત્યારબાદ મહાકવિ નું બિરુદ પ્રાપ્ત થયું હતું.
કાલિદાસ વિશે કહેવામાં આવે છે કે તેઓ શરૂઆત ના સમય માં મૂર્ખ અને અભણ હોવા છતાં આવી મોટી નામના મેળવી અને આટલી પ્રખ્યાત કૃતિઓ ની રચના કરી છે તેમાં કહેવાય છે કે તેમની પત્ની દ્વારા તેમનું અપમાન કરવામાં આવ્યું હતું અને તેના થી તેઓ ઘર છોડી ને ચાલ્યા ગયા હતા અને પ્રખર વિદ્વાન બન્યા બાદ જ પરત ફર્યા હતા.
કાલિદાસ શિવજી ના ભક્ત હતા પરંતુ ઘર છોડ્યા બાદ તેઓએ માં કાલી ની આરાધના કરી સેવા કરીને તેમની ઉપાસના કરવા થી જ તેઓ તેના આશીર્વાદ થી જ આવા અદભુત સાહિત્ય ની રચના કરી શક્યા હતા.
કાલિદાસ નો જન્મ:
- મહાકવિ કાલિદાસ ના જન્મ ને લઈને ઘણા મતભેદો રહેલા છે. તેઓએ માલ્વિકાગ્નિમિત્રમ (King Agnimitra) નામ નું નાટક લખ્યું હતું જેમાં શુંગ શાશક અગ્નીમિત્ર ને નાયક ના સ્વરૂપ માં દર્શાવવા માં આવ્યા હતા. જ્યારે અગ્નીમિત્રએ (King Agnimitra) ઇસ પૂર્વ 170 ની સાલ માં શાસન કર્યું હતું. જેના થી માનવા માં આવે છે કે આના પહેલા કાલિદાસ નો જન્મ નહિ થયો હોય.
- આ સિવાય બાણભટ્ટ દ્વારા છઠ્ઠી સદીમાં રચિત હર્ષચરિત્રા માં કાલિદાસ નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે. આ માહિતી મુજબ એવું માણવા માં આવે છે કે કાલિદાસ નો જન્મ પ્રથમ સદી થી છઠ્ઠી સદી ના વચ્ચે થયો હશે એવું માનવામાં આવે છે પરંતુ આ સમયગાળા દરમ્યાન ક્યારે થયો હશે તેના વિશે ની સંપૂર્ણ માહિતી કોઈ પણ જગ્યાએ થી પ્રાપ્ત થતી નથી.
- મહાકવિ કાલિદાસ ના જન્મસ્થળ ના લઈને પણ ઘણો વિવાદ છે. મેઘદૂતમ નામ ની રચના માં તેમનો ઉજજૈન પ્રત્યે નો પ્રેમ જોતા ઘણા તેમને ઉજજૈન નિવાસી પણ માને છે.
- જ્યારે ઘણા સાહિત્યકારો એ એવું પણ જણાવ્યું છે કે કાલિદાસ નો જન્મ ઉત્તરાખંડ ના રૂદ્રપ્રયાગ જિલ્લા ના કબીલથા ગામ માં થયો હતો. કાલિદાસે અહીંયા જ પ્રાથમિક શિક્ષણ અને મેઘદૂતમ, કુમારસંભવમ અને રઘુવંશમ જેવા મહાકાવ્યો ની રચના કરી છે.
- કવિલથા માં સરકાર દ્વારા મહાકવિ કાલિદાસ ની પ્રતિમા પણ સ્થાપિત કરવા માં આવી છે અને અહીંયા દર વર્ષે જૂન માસ માં ત્રણ દિવસ માટે દેશ ના વિવિધ ખૂણે થી વિધાનો આવે છે અને અહીંયા શાસ્ત્ર ને લગતી વાતો કરે છે.
કાલીદાસ ના વિવાહ:
કાલિદાસ ના વિવાહ માલવ રાજ્ય ની અત્યંત સ્વરૂપવાન અને બુદ્ધિમાન રાણી વિધ્યોતમા સાથે થયા હતા.
વિધ્યોતમા એ એવો પ્રણ લીધો હતો કે તે એવી વ્યક્તિ સાથે જ વિવાહ કરશે. જે તેને શાસ્ત્ર માં પરાસ્ત કરી દેશે પરંતુ ઘણા વિદ્ધાનો આવ્યા અને તેમણે તેના દ્વારા પૂછવા માં આવતા પ્રશ્ન ના દરેક ના જવાબ ના આપી શકતા વિધ્યોત્માં દ્વારા અસ્વીકાર કરવા માં આવતો હતો.
જેના થી વિદ્ધાનો ક્રોધિત થયા અને તેઓ એવા વ્યક્તિ ની શોધ કરવા માંડ્યા જે એકદમ મૂર્ખ હોય અને વિધ્યોત્મા ને પાઠ ભણાવી શકે વધુ પડતું જ્ઞાન બતાવતા હોવા થી તેમને અજ્ઞાની સાથે વિવાહ કરાવી દેવાની વ્યૂહરચના ઘડી કાઢી.
તેવા સમયે જંગલ માં થી પસાર થતા તેઓની નજર એક યુવક પર પડી કે જે ઝાડ ની ડાળખી પર બેઠો હતો તે જ ડાળખી કાપી રહ્યો હતો અને વિદ્ધાનો જેવા મૂર્ખ ની શોધ માં હતો તેવો મૂર્ખ તેમને મળી ગયો હતો. જે યુવક બેઠેલી ડાળી કાપી રહ્યો હતો તે બીજો કોઈ નહિ પરંતુ કાલિદાસ જ હતા.
આ દ્રશ્ય જોયા બાદ વિદ્ધાનો ને તેઓ જેવા મૂર્ખ યુવક ની શોધ માં હતા તે યુવક મળી ગયો હતો ત્યારબાદ કાલિદાસ ને જણાવ્યું કે જો તે મૌન રહેશે તો તેના વિવાહ એક સુંદર રાજકુમારી સાથે કરવામાં આવશે આ વાત માની ને કાલિદાસ સાથે જવા માટે રાજી થઈ ગયા. કાલિદાસ ને સુંદર પહેરવેશ સાથે રાજમહેલ માં લઇ જવામાં આવ્યા અને ત્યાં જઈને વિધાનો એ કહ્યું કે કાલિદાસ મૌન સાધના માં હોવા થી તે જવાબ નહિ આપી શકે પરંતુ તે ઈશારા થી તમારા દ્વારા પૂછવામાં આવતા સવાલો નો જવાબ આપશે. આ વાત ને માની ને રાણી વિધ્યોત્તમા એ કાલિદાસ ને સવાલ પૂછવા ની શરૂઆત કરી.
જેમાં પ્રથમ સવાલ રાણી વિધ્યોત્તમા દ્વારા પૂછવામાં આવ્યો જેમાં વિધ્યોતામા એ આંગળી ઉઠાવી જેનો અર્થ એવો થતો હતો કે ઈશ્વર એક છે અને તેની બરાબરી એ કોઈ નથી. આ ઈશારા થી કાલિદાસ ને લાગ્યું કે રાણી તેમની આંખો ફોડી નાખવા માટે નો ઈશારો કરી રહી છે. જેના જવાબ માં કાલિદાસે તરત જ બે આંગળી ઉઠાવી જેનો અર્થ એવો હતો કે જો તું એક આંખ ફોડિશ તો હું તારી બંને આંખો ને ફોડી નાખીશ. જેના જવાબ માં વિદ્ધાનો એ રાણી ને જણાવ્યું કે ઈશ્વર એક છે એ વાત તમારી સાચી પરંતુ ઈશ્વર જ પૃથ્વી પર અન્ય સ્વરૂપ ધારણ કરી ને આવે છે. એટલે કે મનુષ્ય અને પ્રકૃતિ, પરમાત્મા અને આત્મા બંને સાક્ષાત છે.
આ જવાબ થી ખુશ થઈ ને વિધ્યોત્મા એ અન્ય સવાલ કર્યો જેમાં હથેળી બતાવી અને પાંચે આંગળીઓ આકાશ ની તરફ રાખી હતી. જેનો અર્થ એવો થાય કે તમે જે પ્રકૃતિ ની વાત કરો છો તે પંચતત્વ થી સ્થાપિત થાય છે અને આ પાંચ તત્વો છે. પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ અને પવન જે એક્બીજા થી તદન અલગ અલગ છે. તો આના થી સૃષ્ટિ ની રચના કઈ રીતે થઈ શકે?
હથેળી જોઈને કાલિદાસ ને લાગ્યું કે વિધ્યોત્મા તેમને લાફો મારવા માટે હાથ બતાવી રહી છે. અને તેના જવાબ માં કાલિદાસે મુક્કો બતાવ્યો કે જો તું લાફો મારીશ તો હું મુક્કો મારીશ. જેનો જવાબ આપતા વિદ્ધાનો એ જણાવ્યું કે જ્યાં સુધી પંચતત્વો અલગ અલગ રહેશે ત્યાં સુધી સૃષ્ટિ નું નિર્માણ નહિ થાય પરંતુ તે આ મુઠી ની જેમ એક સાથે આવી જશે તો જ સૃષ્ટિ નું નિર્માણ થશે.
આ જવાબ સાંભળી ને સભા માં હાજર લોકોએ તાળીઓ ના ગડગડાટ થી કાલિદાસ ના જવાબ ને વધાવી લીધો. અને ત્યારબાદ વિધ્યોત્મા એ કાલિદાસ સમક્ષ હાર માનવી પડી અને કાલિદાસ સાથે વિવાહ કરવા માં આવ્યા.
ઉપરોક્ત વાર્તા સિવાય અન્ય એક એવી વાર્તા પણ છે કે જેમાં રાણી વિધ્યોત્મા ને જાણ થઈ કે કાલિદાસ અભણ અને મૂર્ખ છે તો તેઓએ તેમને સંસ્કૃત ની શિક્ષા આપી અને છંદ, વ્યાકરણ, જ્યોતિષ વગેરે માં તૈયાર કર્યા અને ત્યારબાદ તેઓ રાજા વિક્રમાદિત્ય ના રાજદરબાર ના નવરત્ન માં ના એક રત્ન બન્યા હતા.
મહાકવિ કાલિદાસ ની પ્રસિદ્ધ રચનાઓ વિશે ટુંકમાં માહિતી:
માલ્વિકાગ્નિમિત્રમ:
આ મહાકવિ કાલિદાસ ની પ્રથમ રચના છે. આ રચના માં રાજા અગ્નિમિત્ર (King Agnimitra) વિશે ની વાર્તા છે. અગ્નિમિત્ર (King Agnimitra) નોકર ની પુત્રી માલવિકા ના ચિત્ર ને જોઇને તેને પ્રેમ કરવા માંડે છે. જ્યારે અગ્નિમિત્ર (King Agnimitra) ની પત્ની ને આ વિશે જાણકારી થાય છે ત્યારે તે માલવિકા ને જેલ માં પુરાવી દે છે. પરંતુ સંજોગ થી માલવિકા રાજકુમારી સાબિત થાય છે અને તેમના પ્રેમ સંબંધ ને સ્વીકારી લેવામાં આવે છે.
અભિજ્ઞાન શાકુંતલમ:
અભિજ્ઞાન શકુન્તલા એ મહાકવિ કાલિદાસ ની ખુબ જ પ્રસિદ્ધ રચના છે. જે લગભગ દરેક ભાષામાં અનુવાદ કરવા માં આવ્યો છે. અંગ્રેજી અને જર્મન ભાષામાં પણ આ રચના નો અનુવાદ કરવા માં આવ્યો છે.
અભિજ્ઞાન શાકુંતલમ ની વાર્તા રાજા દુષ્યંત અને ઋષિ પુત્રી શકુન્તલા ને પ્રેમ કરવા લાગે છે તેના પર છે. રાજા દુષ્યંત અને શકુન્તલા જંગલ માં મળે છે અને ત્યાં જ ગંધર્વ વિવાહ કરી લે છે. ત્યારબાદ રાજા દુષ્યંત પોતાની રાજધાની પરત આવી જાય છે. આ સમયગાળા દરમ્યાન શકુન્તલા દ્વારા ઋષિ નું અજાણતા માં અપમાન થઈ જાય છે જેના બદલા માં ઋષિ શકુન્તલા ને શ્રાપ આપે છે કે જેના વિયોગ માં તું છે તે જ તને ભૂલી જશે. ઘણી ક્ષમાયાચના કર્યા બાદ ઋષિ શ્રાપ ને થોડો નરમ પાડતા જણાવે છે કે રાજા ને તેમની વીંટી બતાવવામાં આવશે તો રાજા ને બધું યાદ આવી જશે પરંતુ રાજધાની પરત ફરતા સમયે રાજા ની વીંટી ખોવાઈ જાય છે અને તેવા સમયે શકુન્તલા ને ખબર પડે છે કે તે ગર્ભવતી છે. રાજા સમક્ષ શકુન્તલા એ ઘણી આજીજી કરી પરંતુ રાજા ને કંઈ યાદ જ ના આવતા તેનો અસ્વીકાર કર્યો.
ત્યારે એક માછીમાર ના હાથ માં તે વીંટી આવતા તે રાજા ને બતાવે છે અને રાજા ને બધું યાદ આવી જાય છે અને ત્યારબાદ તે શકુન્તલા ને સ્વીકારી લે છે.
આ મહાકવિ કાલિદાસ નું ઉતમ અને સર્વશ્રેષ્ઠ નાટક છે જેના થી તેમને જગપ્રસિદ્ધિ મળી હતી.
વિક્રમોવર્શિયમ: (Vikramorvasiyam)
વિક્રમોવર્શિયમ (Vikramorvasiyam) નાટક એ રહસ્ય થી ભરપુર નાટક છે. આ નાટક ની વાર્તા પુરુરવા ઇન્દ્રલોક ની અપ્સરા ઉર્વશી ના સાથે પ્રેમ કરવા લાગે છે તેના પ્રેમ ને જોઇને ઉર્વશી પણ પુરુરવા ના પ્રેમ માં પડી જાય છે.
ઇન્દ્ર ની સભા માં જ્યારે નૃત્ય નું પ્રદશન થતું હોય છે તેવા સમયે પુરુરવા ની હાજરી માં ઉર્વશી પોતાના નૃત્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી અને યોગ્ય પ્રદશન આપી શકતી નથી જેના થી ક્રોધિત થઈ ને ઇન્દ્ર ગુસ્સા માં ઉર્વશી ને શ્રાપ આપી ને ધરતીલોક પર મોકલી દે છે.
પરંતુ જો તેનો પ્રેમી તેના થનારા પુત્ર ને જોઈ લે તો ઉર્વશી સ્વર્ગ પરત ફરી શકે છે. વિક્રમોવર્શિયમ (Vikramorvasiyam) નાટક સૌંદર્ય થી ભરપુર છે.
કુમારસંભવમ:
આ મહાકાવ્ય છે. આમાં મહાકવિ કાલિદાસ દ્વારા શિવ પાર્વતી ના પ્રેમ વિશે ની અને પાર્વતી ના સૌંદર્ય વિશે ની વાત કરી છે.
શિવ – પાર્વતી પુત્ર કાર્તિકેય ના જન્મ વિશે ની વાત પણ આ મહાકાવ્ય માં મહાકવિ કાલિદાસ દ્વારા કરવા માં આવી છે.
રઘુવંશમ:
રઘુવંશમ માં સર્વ રઘુવંશ કુળ ના રાજાઓ ની યશ ગાથાઓ નું વર્ણન કરવા માં આવ્યું છે.
મેઘદૂતમ:
મેઘદૂતમ માં મહાકવિ કાલિદાસ દ્વારા રચિત આ ગીતીકાવ્ય માં એક પ્રેમી પોતાની પ્રેમિકા ને આકાશ દ્વારા દૂત બનાવી ને તેને સંદેશો પોહચડવા માટે કહે છે. અને મેઘ ને રીઝવવા માટે રસ્તા માં આવતા અનુપમ દૃશ્યો નું વર્ણન કરવામાં આવ્યું છે.
ઋતુસંહારમ:
ઋતુસંહારમ પણ મહાકવિ કાલિદાસ દ્વારા રચિત ગીતિકાવ્ય છે જેમાં ઋતુઓ નું વર્ણન કરવા માં આવ્યું છે.
આ સિવાય અન્ય રચનાઓ: (Kalidas Books In Hindi)
- શ્યામા દંડકમ
- જ્યોતિ વિદ્યા ભરણમ
- શૃંગાર રસાશતમ
- સેતુકાવ્યમ
- શૃતબોધમ
- શ્રુગર તિલકમ
- કર્પુર મંજરી
- પુષ્પાબન વિલાસમ
મહાકવિ કાલિદાસ ની પ્રસિદ્ધ રચનાઓ:
- માલ્વિકાગ્નિમિત્રમ (Malavikagnimitram) (मालविकाग्निमित्रम्)
- અભિજ્ઞાન શાકુંતલમ (Abhigyan Shakuntalam) (अभिज्ञानशकुन्तलम्)
- વિક્રમોવર્શિયમ (Vikramorvasiyam) (विक्रमोर्वशीयम्)
- રઘુવંશમ (Raghuvamsa) (रघुवंश)
- મેઘદૂતમ (Meghduta) (मेघदूत)
- ઋતુસંહારમ (Ritusanharam) (ऋतुसंहार)
મહાકવિ કાલિદાસ ની ગણના માત્ર ભારત માં જ નહિ પરંતુ વિશ્વભર ના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે કરવા માં આવે છે. તેઓએ માત્ર નાટક જ નહિ પરંતુ મહાકાવ્યો અને ગીતકાવ્યો ના ક્ષેત્ર માં અદભુત રચના શક્તિ ના કારણે થી તેઓએ પોતાની એક અલગ જ ઓળખાણ સ્થાપિત કરી હતી.
મહાકવિ કાલિદાસ દ્વારા રચિત રચનાઓ જેમ કે અભિજ્ઞાન શાંકુન્તલમ રાજા દુષ્યંત અને શકુન્તલા ની વાર્તા છે. જયારે માલવિકાગ્નિમિત્રમ રાજા અગ્નિમિત્ર (King Agnimitra)અને માલવિકા ની વાર્તા છે, વિક્રમોવર્શિયમ (Vikramorvasiyam) ઇન્દ્રલોક ને દર્શાવતું નાટક છે. આ સિવાય કુમારસંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવી રચનાઓ પણ પ્રખ્યાત છે.
આ સિવાય કાલિદાસ ની રચનાઓ નું હિન્દી (Kalidas Books In Hindi) માં તથા સંસ્કૃત માં તેમની કવિતાઓ (kalidas Poems In Hindi) અને નાટકો નું અનુવાદ થયેલું છે જેના થી તેઓ વિશ્વભર માં જાણીતા બન્યા છે અને ઉત્તમ સાહિત્યકાર અને મહાકવિ ની ઉપાધિ પ્રાપ્ત કરેલી છે.
મહાકવિ કાલિદાસ ની રચના ની ખાસ વાતો:
- મહાકવિ કાલિદાસ પોતાની રચના ની ભાષા અલંકાર રચિત, સરળ અને મધુર ભાષા નો પ્રયોગ કરતા હતા.
- કાલિદાસ ની રચના માં તેઓ શૃંગાર રસ નો ખૂબ જ સુંદર રીતે વર્ણન કરતા હતા.
- મહાકવિ કાલિદાસ પોતાની રચના માં ઋતુઓ ની વ્યાખ્યા ખૂબ જ સુંદર રીતે કરતા હતા.
- મહાકવિ કાલિદાસ ના સાહિત્ય માં સંગીતે મુખ્ય ભાગ ભજવ્યો છે.
- કાલિદાસ પોતાની રચના નો સાર વેદો, ઉપનિષદો, પૌરાણિક કથાઓ પર થી લઈને બનાવી છે.
કાલિદાસ નું મૃત્યુ:
મહાકવિ કાલિદાસ ના જન્મ ની માફક તેમના મૃત્યુ ને લઇ ને પણ ઘણા મતભેદો રહેલા છે. તેમનું મૃત્યુ કઈ સાલ માં થયું હતું તેના વિષે ની ચોક્કસ માહિતી કોઈ ની પાસે નથી પરંતુ લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે તેમનું મૃત્યુ શ્રીલંકા માં થયું હશે.
અને અંતે:
મહાકવિ કાલિદાસ ની રચનાઓ અને તેમના જીવન ની કથની ની માહિતી ઉપર દર્શાવવામાં આવી છે જો આના સિવાય ની આપને કોઈ અન્ય જાણકારી હોય અથવા તેમની કોઈ કૃતિ અથવા રચના આપની પ્રિય હોય અથવા કાલિદાસ નું કોઈ કાવ્ય આપને ગમતું હોય તો આપ અહીં નીચે કોમેન્ટ માં દર્શાવી કે લખી શકો છો.
જો આપને અમારો આ લેખ પસંદ પડયો હોય તો આપના મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરજો.