ચિયા બીજ (Chia Seeds) ના વિશે બહુ ઓછાં લોકો જાણકાર હશે. ચીયા બીજ ખુબ જ નાના દાણા હોય છે પરંતુ તે શરીર ના રોગો થી રક્ષણ પુરૂ પાડવામાં મદદરૂપ થાય છે. ચીયા બીજ શરીર ને લગતા રોગો અને ઘણી એવી બીમારીઓ ને ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે.
આજે અહી આપને ચિયા બીજના ફાયદા અને નુક્સાન વિશે વાત કરીશું.
ચિયા બીજ શું છે?
ચિયા બીજ નું વૈજ્ઞાનિક નામ સાલવિય હર્પેનીક (Silvia Haspenika) છે. આ બીજ વધારે કરી ને મેક્સિકો માં થી મળે છે. ચિયા બીજ માં ઓમેગા – 3 ફેટી એસિડ, ફાઈબર, એન્ટી ઓક્સિડન્ટ, પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર હોય છે. તેના કારણે થી જ ચિયા બીજ ને સુપર ફુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કાળા, સફેદ રંગ ના હોય છે.
તુલસી ના બીજ અને ચિયા બીજ માં તફાવત:
ઘણા લોકો તુલસી ના બીજ ને જ ચિયા બીજ સમજતા હોય છે પરંતુ ચિયાં બીજ અને તુલસી ના બીજ બંને વસ્તુ અલગ છે. ચિયા બીજ ને તકમરિયા, તુકમલંગા, સબજા તરીકે પણ ઓળખે છે લોકો જે ખોટું છે.
તકમરીયા, તુકમલંગા, સબ્જા એ તુલસી ના બીજ ના પ્રકાર છે.
તુલસી ના બીજ ને અંગ્રેજી માં બાસિલ સીડ્સ (Baasil Seeds) કહે છે.
ચીયા બીજ ના પોષક તત્વો:
સ્વાસ્થ્ય ની સારસંભાળ રાખનાર લોકો વધારે કરી ને ડાયટ માં ચિયા બીજ નો ઉપયોગ કરે છે. ચિયા બીજ ના ફાયદા આમાં આવેલા પોષક તત્વો ના કારણે છે. ચિયા બીજ માં કઈ કઈ માત્રા માં પોષક તત્વો આવેલા છે તેની જાણકારી નીચે મુજબ છે.
પોષક તત્વ | માત્રા/100 G |
કાર્બોહાઇડ્રેટ | 42.12 G |
ફાઈબર | 34.4 G |
ટોટલ ફેટ | 30.74 G |
પ્રોટીન | 16.54 G |
પાણી | 5.8 G |
એનર્જી | 486 kcal |
મિનરલ | |
ફોસ્ફરસ | 860 mg |
કેલ્શિયમ | 631 mg |
પોટેશિયમ | 407 mg |
મેગ્નેશિયમ | 335 mg |
સોડિયમ | 16 mg |
આર્યન | 7.72 mg |
ઝીંક | 4.58 mg |
મેંગેનીઝ | 2.723 mg |
કોપર | 0.924 mg |
સેલેનિયમ | 55.2 µg |
વિટામિન | |
નિયાસિન | 8.83 mg |
વિટામિન સી | 1.6 mg |
થિયામીન | 0.62 mg |
વિટામિન ઈ | 0.50 mg |
રાઇબોફ્લેવિન | 0.17 mg |
વિટામિન એ | 54 IU |
ફોલેટ (DFE) | 49 µg |
લિપિડ | |
ફૈટી એસિડ (પોલીસૈનચુરેટેડ) | 23.665 g |
ફૈટી એસિડ (સૈનચુરેટેડ) | 3.33 g |
ફૈટી એસિડ (મોનઅનસૈનચુરેટેડ) | 2.309 g |
ચિયા બીજ ના ફાયદા:
વજન ઘટાડવા માટે મદદરૂપ:
આજકાલ વ્યક્તિ વજન માં વધારા થવા ના કારણે થી સતત પરેશાન રહેતી હોય છે. જેના માટે ચિયા બીજ નો ઉપયોગ કરવા થી વજન ઘટાડવા માં મદદરૂપ સાબિત થાય છે. ચિયા બીજ નું સેવન કરવા થી આ ભૂખ ને નિયંત્રણ માં રાખે છે.
ચિયા બીજ નું રોજ સેવન કરવા માં આવે તો વજન ઘટાડવા માં મદદ મળે છે અને National Center For Biotechnology Information ની માહિતી મુજબ નિયમિત સેવન કરવા થી શરીર પર ની ચરબી માં ઘટાડો થાય છે.
હાડકા અને દાંત ને મજબૂત બનાવે:
ચિયા બીજ ના ફાયદા માં હાડકા અને દાંત ને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. તેમાં આવેલું કેલ્શિયમ ની ભરપુર માત્રા જે દાંત અને હાડકા ને મજબૂત બનાવે છે. કેલ્શિયમ સિવાય આમાં મેગેનીઝ નું પ્રમાણ વધુ હોવા થી પણ તે દાંત અને હાડકા ને મજબૂત બનવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય ચિયા બીજ માં ફોસ્ફરસ હોય છે ફોસ્ફરસ એક પ્રકાર નું ખનિજ છે. જે હાડકા ને મજબૂત બનાવે છે. આ સિવાય ચીયા બીજ માં અંટીઓકસાઈડન્ટ પણ હોય છે જે દાંત ને મજબૂત બનાવે છે.
કોલેસ્ટ્રોલ નિયંત્રણ માં રાખે:
ચિયા બીજ માં ઓમેગા -3 ફેટી એસિડ હોવા થી તે કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખવામાં અને તેના થી હૃદય રોગ ને લાગતી બીમારીઓ થી રક્ષણ પૂરું પાડે છે. તે સિવાય ફાઈબર ની માત્રા વધુ હોવા થી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ માં રાખે છે.
ત્વચા ના નિખાર માટે:
ચિયા બીજ માં આવેલા ઓમેગા 3 ફેટી એસિડ લોહી નું પરિભ્રમણ વધારે છે અને સુકાઈ ગયેલી ત્વચા ને ઓછી કરે છે. ત્વચા માં જો સોજો આવ્યો હોય તો તેમાં પણ મદદરૂપ થાય છે. શરીર પર થતી કરચલી ને રોકવામાં મદદ કરે છે. ત્વચા પર ની થકાવટ ને દૂર કરે છે.
- ચહેરા પર ચિયા ફેસ માસ્ક નિયમિત લગાવવા થી ચહેરા પર ના ખીલ ને ઓછા કરવા માં મદદ કરે છે.
- ત્વચા ના સુકાઈ ગયેલા ભાગ પર જેમકે કોણી કે ઘૂંટણ પર ચિયા નું તેલ લગાવવા થી ત્વચા નરમ થાય છે.
- વધતી ઉમર ના કારણે થતી ચહેરો લચી જવો જેવી થતી તકલીફ ને રોકવા માટે મદદરૂપ થાય છે.
ઉંઘ માટે મદદરૂપ:
સેરોટોનિન અને મેલેટોનીન આ બે હોર્મોન્સ ઉંઘ માટે જરૂરી હોય છે. આ બે હોર્મોન્સ ટ્રીપ્ટોફેન નામના હોરમોન્સ થી બને છે. ટ્રીપ્ટોફેન એ શરીર માં એમિનો એસિડ હોય છે. ચિયા બીજ માં ટ્રીપ્ટોફેન સારી માત્રા માં મળી રહે છે. જેના કારણે થી ઉંઘ સારી આવે છે. એક સર્વે મુજબ ટ્રીપ્ટોફેન નો ઉપયોગ ઉંઘ ની બીમારી માં થાય છે.
વાળ માટે મદદરૂપ:
વાળ ને માત્ર યોગ્ય શેમ્પૂ કે સાબુ સિવાય યોગ્ય આહાર ની પણ જરૂર રહેતી હોય છે. ખાવા પીવા ની આદત ના આધારે થી વાળ માં ઉપયોગી સાબિત થાય છે. ચિયા બીજ માં વિટામિન બી મળી રહે છે જે વાળ માટે સારું સાબિત થાય છે. વિટામિન બી ના સેવન કરવાથી વાળ ને સ્વસ્થ અને ઘાટા બનાવે સાથે સાથે વાળ ને ખરતાં પણ અટકાવી શકાય છે.
પાચનતંત્ર મજબૂત બનાવે:
શરીર ને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્ર મહત્વ ની ભૂમિકા ભજવે છે જો શરીર માં જે આહાર માં લેતા હોઈએ તેનું યોગ્ય રીતે પાચન ના થાય તો તે શરીર માં નવા રોગો ને આમંત્રણ આપે છે માટે ચિયા બીજ માં ફાઈબર ની માત્રા વધુ હોવા થી તે પાચનતંત્ર ને મજબૂત બનાવાનું કાર્ય કરે છે. ડાઈટ માં ચિયા બીજ ને ઉપયોગ માં લઇ શકાય છે.
કબજિયાત માં રાહત આપે:
માનવ શરીર માં રોગો ની શરૂઆત યોગ્ય રીતે જમવાનું પાચન ના થતું હોવા થી પેટ થી થાય છે. ઘણીં વાર લોકો કબજિયાત ને લગતી બાબતો ની ચર્ચા વિચારણા કરતા ખચકાતા હોય છે. પરંતુ જો પેટ ને સ્વસ્થ રાખવા માં આવે તો આખું શરીર સ્વસ્થ રહેતું હોય છે માટે કબજિયાત ને લગતી તકલીફ હોય તો તેવા સમયે ચિયા બીજ ને ડાઈટ માં લેવા માં આવે તો તે કબજિયાત માં રાહત આપે છે.
ચિયા બીજ માં ફાઈબર ની માત્રા વધુ હોવા થી તે પેટ માં પાચન શક્તિ પુરી પાડે છે. જેના કારણે થી કબજિયાત ની સમસ્યા થી રાહત આપે છે.
ચિયા બીજ ના અન્ય ફાયદા:
- ચિયા બીજ માં આર્યન, ઝીંક, મેગ્નેશિયમ, વિટામિન બી ભરપૂર માત્રા મ હોવા થી શરીર માં શક્તિ નું પ્રમાણ વધારે છે.
- ગર્ભાવસ્થા દરમ્યાન મહિલા ને પૌષ્ટિક આહાર લેવા માટે ડોક્ટર સલાહ આપે છે. જેનાથી ગર્ભ માં રહેલા બાળક ને પોષક તત્વો મળી રહે છે.
- યોગ્ય પ્રમાણ માં ચિયા બીજ નું સેવન કરવા થી ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ ઉપયોગી થાય છે.
- ચિયા બીજ માં એન્ટી ઓક્સીડેન્ટ હોવા થી તે બીમારી થી લાડવા માં મદદરૂપ થાય છે.
- સ્તન કેન્સર જેવી ઘાતક બીમારી માં સહાયક સાબિત થાય છે.
- માનસિક સ્વાસ્થ્ય કે તણાવ અનુભવતા હોય તો તેમાં આનું સેવન કરવા થી મદદરૂપ થાય છે.
ચિયા બીજ થી થતા નુકસાન:
- ચિયા બીજ નું વધુ પડતું સેવન કરવા થી ઝાડા, ઉલ્ટી, એલર્જી, ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ શકે છે.
- સર્જરી દરમ્યાન ચિયા બીજ નું સેવન કરવું જોઈએ નહીં.
- લોહી ને પાતળું કરવા ની દવા લેતા હોય તો ચિયા બીજ નું સેવન કરવું નહીં.
- ગર્ભવતી મહિલાઓ એ ડોક્ટર ની સલાહ લીધા બાદ જ ચિયા બીજ નું સેવન કરવું જોઈએ.
- ચિયા બીજ માં અધિક માત્રા માં ફાઈબર હોવાથી પેટ માં દુખાવો અથવા પેટ ફૂલી જવા જેવી સમસ્યા થઇ શકે છે માટે વધુ માત્રા માં સેવન કરવું જોઈએ નહિ.
- જેનું બ્લડ પ્રેસર ઓછું રહેતું હોય તેને સેવન કરવું નહિ.
- અધિક પ્રમાણ માં ચિયા બીજ નું સેવન કરવા થી પાચન તંત્ર માં તકલીફ થઇ શકે છે.
- ચિયા બીજ ના સેવન સમયે વધુ માત્રા માં એક સાથે સેવન કરવું જોઈએ નહિ ચિયા બીજ નાના હોવા થી એમ થાય કે એકસાથે ખાઈ લઈએ પરંતુ વધુ પડતા ખાવા થી તે ગળા માં અટકી શકે છે અને તકલીફ થઇ શકે છે.
ચિયા બીજ નું સેવન કેવી રીતે કરવું:
- ચિયા બીજ ને સવારે નાસ્તા માં ફ્રુટસલાડ ની સાથે લઇ શકાય છે.
- ચિયા બીજ નો પાવડર બનાવી ને નવશેકા પાણી કે દૂધ માં સેવન કરી શકાય છે.
- ચિયા બીજ ચીકણા હોવા થી નવશેકા પાણી કે દૂધ માં જ લેવા જોઈએ.
- દહીં કે સૂપ માં એક ચમચી જેટલું નાખી ને જમવા ના સમયે સાથે લેવું જોઈએ.
- ઉપમા, પૌઆ, કે ઈડલી જેવા નાસ્તા માં ચિયા બીજ ને ભેળવી દઈને ખાવા જોઈએ
- ચિયા બીજ ને ખાતા પહેલા 4 કલાક જેવું પાણી માં પલાળી દેવું જોઈએ જેથી તે જેલ જેવું થઇ જશે ત્યારબાદ તેને દૂધ,શેક કે જ્યુસ માં મિશ્રિત કરી ને પણ લઇ શકાય છે.
- ચા બનાવી લીધા બાદ તેમાં એક ચમચી ચિયા બીજ નાખીને પણ લઇ શકાય છે ચા માં ચિયા બીજ નાખવા થી થોડી વાર માટે તે ઉપર તરસે પરંતુ થોડા સમયબાદ તે નીચે બેસી જશે.
અને અંતે:
ચિયા બીજ ઘણા લાભદાયક સાબિત થાય છે પરંતુ તેનો યોગ્ય પ્રમાણ માં અથવા યોગ્ય રીતે સેવન કરવા માં આવે તો તેના માટે ના ફાયદા અને નુકસાન અહીં ઉપર દર્શાવવામાં આવ્યા છે. જો આપને આ લેખ મદદરૂપ થાય અથવા આપને કોઈ પ્રશ્ન હોય તો તમારો કિંમતી અભિપ્રાય અહીં નીચે જણાવી શકો છો.
જો આપને અમારો આ લેખ મદદરૂપ સાબિત થાય તો આપ અમારો આ લેખ તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે શેર કરવો.
હાઈ બ્લડ પ્રેસર વાળા ચિયા બીજ લઇ શકે છે.
તકમરીયા અને ચિયા બીજ ને કેવી રીતે ઓળખવુ
ચિયા સીડસ શિયાળામાં લઈ શકાય? એની તાસીર ઠંડી છે કે ગરમ ?
ચિયા બીજનું શુદ્ધ ગુજરાતી નામ, દેશી કે ગામઠી શું નામ છે?
તમારો લેખ ખૂબ માહિતી સભર છે.હુ મારા મિત્રો સાથે શેર કરીશું
આવાં બીજાં પણ મોકલશો
આપનો ખુબ ખુબ આભાર