ધાધર અને ખરજવા નો આયુર્વેદિક ઉપાય

ધાધર, ખરજવું એ ત્વચા (ચામડી) ને લગતો રોગ છે. આ બીમારીને ખુબ જ ખરાબ બીમારી માનવા માં આવે છે. એકવાર આ બીમારી જે કોઈપણ વ્યક્તિ ને થઇ જાય તો તેમાં થી આસાની થી છુટકારો મેળવી શકતો નથી.

આજે આપણે અહીં ધાધર ની દવા વિષે વાત કરીશું. ધાધર ની દવા માં ઘરેલુ ઉપચાર, આયુર્વેદિક ઉપાયો જેવા ઉપચારો વિષે ની માહિતી આ લેખ માં આપવા માં આવી છે.

Dhadhar Ni dava Ane tena upayo

ધાધર એટલે શું?

Dhadhar ni dava Ane Gharelu upayo In Gujarati

ધાધર એ એક જાત નું ફંગલ ઇન્ફેકશન છે અને ધાધર એ ચેપી રોગ છે જે વ્યક્તિને ધાધર કે ખરજવું થયું હોય તેવી વ્યક્તિ ના સંપર્ક માં આવવા થી અન્ય વ્યક્તિ ને પણ આ રોગ થઇ શકે છે.

ધાધર એ શરીર પાર લાલ રંગ ના ગોળ ચકામા જેવું થઇ જાય છે. જેમાં સતત ચળ (ખંજવાળ) અને બળતરા થાય છે. જે કોઈ વ્યક્તિ ને થયું હોય તે વ્યક્તિ ના સંપર્ક માં આવવા થી અથવા તે વ્યક્તિ ની વસ્તુ નો ઉપયોગ કરવામાં આવે તો પણ ધાધર થવાની શક્યતા રહે છે.

ધાધર શરીર ના અલગ અલગ ભાગે થાય છે જેમાં ધાધર ના અલગ અલગ એમ ચાર પ્રકારો છે. ધાધર ને અંગ્રેજી માં રીંગવોરમ (Ringworm) કહેવામાં આવે છે. ત્વચા ને લગતા ફંગલ ને Tinea કહેવામાં આવે છે.

ધાધર ના પ્રકારો:

ધાધર ના પ્રકારો

1). ટીનીયા કુરીસ (Tinea Crurirs):

આ પ્રકાર ની ધાધર શરીર ના આંતરિક ભાગો, સાંધા ના ભાગો માં, નિતંબ ની પાસે થાય છે.

2). ટીનીયા કેપિટીસ (Tinea Capitis):

આ પ્રકાર ની ધાધર માથા ના ભાગ માં થાય છે. આ પ્રકાર ની ધાધર નાના બાળકો માં વધુ જોવા મળે છે અને સ્કૂલ માં બાળકો ને વધુ ફેલાય છે. આના કારણે થી માથા ના અમુક ભાગ માં વાળ જતા રહે છે.

3). ટીનીયા પેડિસ (Tinea Paedis):

આ પ્રકાર ની ધાધર પગ ના ભાગ માં જોવા મળે છે. આ ધાધર જ્યારે સાર્વજનિક સ્થળો પર ઉઘાડા પગે ફરવા થી થાય છે.

4). ટીનીયા બરબે (Tinea Barbae):

આ પ્રકાર ની ધાધર દાઢી અને ગળા ના ભાગે થાય છે. આ. ધાધર વાળંદ પાસે જ્યારે વાળ કે દાઢી કરાવા જાવો તેવા સમયે થાય છે. આ ને Barbar’s Itch તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધાધર અને એક્ઝિમા વચ્ચે નું અંતર:

ધાધર અને એક્ઝીમા વચ્ચે નું અંતર

ઘણા લોકો ધાધર અને એકઝીમા વચ્ચે નો ફર્ક સમજી શકતા નથી પરંતુ ધાધર અને એક્ઝીમા બે અલગ છે. ધાધર અને એકઝીમાં ના લક્ષણો સરખા છે પરંતુ તેમાં ઘણો ફેર છે. એકઝિમાં થયો હોય તેને પણ શરીર પર લાલ ચકામા અને બળતરા થતી હોય છે. પરંતુ એક્ઝિમા એ ફંગલ ઇન્ફેક્શન નથી. એક્ઝિમાા એ કેવી રીતે થાય છે તેના વિશે ની પૂરતી માહિતી નથી.

એક્ઝિમા મુખ્યત્વે રીતે ખાદ્યપદાર્થો, ડેરી ઉત્પાદનો, ખાટું ભોજન, માંસાહારી આહાર, મસાલેદાર ભોજન, ધૂળ ના રજકણો, અથવા બેક્ટેરિયા થી પણ થઈ શકે છે.

આ સિવાય જો માતા કે પિતા માં થી કોઈ ને એક્ઝિમા હોય તો તેમના સંતાનો ને પણ થવાની શક્યતા રહે છે. આ પરંપરાગત પણ હોય છે.

ધાધર ના લક્ષણો:

ધાધર ના લક્ષણો

  • જે ભાગે ધાધર થયુ હોય તે ભાગ લાલ થઈ જવો.
  • જે ભાગે ધાધર થઈ હોય ત્યાં નાના નાના દાણા થવા.
  • શરીર ના ભાગે ખંજવાળ આવવી.
  • ધાધર વળી જગ્યા એ બળતરા થવી.

ધાધર ના કારણો:

ધાધર ના કારણો

  • ત્વચા સૂકી રહેતી હોય તેવી વ્યક્તિ ને થઈ શકે છે.
  • વધુ સમય શરીર ભીનું રાખવા થી પણ થઈ શકે છે.
  • દવા કે ક્રીમ ની આડઅસર ના કારણે થી પણ થઈ શકે છે.
  • વાતાવરણ માં ફેર બદલાવ થવા થી થઈ શકે છે.
  • ધૂળ રજકણો શરીર માં જવા થી પણ થઈ શકે છે.
  • માથામાં જૂ અથવા રૂસી થઈ હોય.
  • ચામડી (ત્વચા) નું ઇન્ફેક્શન થયું હોય.

ધાધર ના ઉપચારો:

જે વ્યક્તિ ને ધાધર કે ખરજવું થયું હોય તેવી વ્યક્તિ માટે બજાર માં ઘણી દવા અને મેડીસીન મળી રહેતી હોય છે. પરંતુ ઘણી એવી વસ્તુઓ કે જેનો આપણે રોજબરોજ ના જીવન માં ઉપયોગ માં લેતા હોય તેવી વસ્તુ ની મદદ થી પણ ધાધર કે ખરજવા નો ઉપચાર થઈ શકે છે.

  • લસણ ને બરાબર રીતે પીસી ને તેની પેસ્ટ બનાવી ને જે જગ્યાએ ધાધર થઈ હોય તે જગ્યાએ લગાવા થી ધાધર માં થી મુક્તિ મળી શકે છે.
  • લસણ ની પેસ્ટ સિવાય લસણ ની પાતળી એવી સ્લાઈસ લઈ ને તેને જે જગ્યાએ ધાધર થઈ હોય ત્યાં મૂકી ને બાંધી દેવી અને રાત આખી રહેવા દેવી જોઈએ.
  • હળદરને પાણી માં મિશ્રિત કરી ને તેની પેસ્ટ બનાવી ને જે જગ્યાએ ધાધર થઈ હોય ત્યાં હળવા હાથે થી રૂ વડે લગાવી.
  • એલોવેરા (કુંવારપાઠું) નો રસ કાઢી ને જે જેલ જેવું બને તેને ધાધર વાળી જગ્યાએ આખી રાત લગાવી ને રાખવું.
  • રાઈ ના દાણા ને અડધો કલાક પાણી માં પલાળી ને રાખ્યા બાદ તેને મસળી ને લગાવા થી અઠવાડિયા માં ફર્ક પડે છે.
  • લીમડા ના પાન ને ગરમ પાણી માં બાફી ને તેના થી સ્નાન કરવું.
  • તુલસી ના પાન અથવા સીસમ ના પાન ને લસોટી ને લગાવવા થી 10 જ દિવસ માં અસર જોવા મળશે.
  • કારેલા ના પાન નો રસ અને ગુલાબજળ ને મિશ્રિત કરી ને લગાવવા થી તે અસર કરે છે.
  • ટામેટા અથવા ટામેટા નો રસ ખાવો જોઈએ. તેની ખટાશ લોહીની સફાઈ કરે છે. દિવસ માં 3 થી 4 વાર રસ પીવો જોઈએ.
  • કોપરેલ નું તેલ અને લીંબુ નો રસ મિક્ષ કરીને માલિશ કરવું.
  • ગાજર ને વાટી ને તેમાં મીઠું નાખી ને નવશેકું ગરમ કરી ને ધાધર ની જગ્યાએ માલિશ કરવી.
  • લીમડા ના પાન ને બાફી ને લગાવા થી અથવા તેનો રસ કાઢી ને લગાવવા થી ધાધર માં ફર્ક પડી શકે છે.
  • પાકા કેળા માં લીંબુ નો રસ ભેળવી ને લગાવો.
  • કપૂર નો બારીક ભૂક્કો કરી ને તેમાં નાળિયેર તેલ ના ટીપાં નાંખી ને તેની પેસ્ટ બનાવી લગાવવી.
  • મુલતાની માટી અને ગુલાબજળ ના 2 થી 3 ટીપાં નાખી ને મિક્ષ કરી ને લગાવવું.
  • એક ચમચી ડેટોલ માં પાણી એક ચમચી નાખી ને લગાવવા થી પણ ધાધર માં ફર્ક પડે છે.

ધાધર નો આયુર્વેદિક ઉપચાર (આયુર્વેદિક દવાઓ):

ધાધર નો આયુર્વેદિક ઉપચાર (આયુર્વેદિક દવાઓ)

  • દાડમ ના પાંદડા ને પીસી ને લગાવવું.
  • લીંબુ નો રસ દિવસ માં 2 થી 3 વાર પીવો જોઈએ.
  • લીમડા ના પાન ને પીસી ને દહી માં મિક્ષ કરી ને લગાવવા જોઈએ.
  • ગલગોટા ના પાંદડા ને ઉકાળી ને દિવસ માં 2 થી 3 વાર ધાધર ની જગ્યાએ લગાવવું. ગલગોટા માં એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ. ના ગુણ હોય છે.
  • હળદર નો લેપ કરી ને દિવસ માં એકવાર અને રાત્રે સૂતા પહેલા એકવાર લગાવી દેવો જોઈએ.
  • ત્રિફળા ને પીસી ને તેનું ચૂર્ણ બનાવી લેવું અને તેમાં સરસવ નું તેલ, દેશી ઘી, ફટકડી અને પાણી ને મિક્ષ કરી ને લેપ બનાવી ને મસાજ કરવો.
  • અજમા ને ગરમ કરી ને પીસી ને પાણી માં નાખી ને તેનો મસાજ કરવો.

ધાધર થી બચવા માટે:

ધાધર થી બચવા માટે

  • બને તેટલી વધુ સાફસફાઈ રાખવી.
  • સંક્રમિત વ્યક્તિ થી દુર રહેવું.
  • સંક્રમિત વ્યક્તિ ની ચીજવસ્તુઓ નો ઉપયોગ કરવો નહીં
  • કુતરા જેવા પાલતુ પ્રાણીઓ ને પણ ધાધર થઈ શકે છે તેના સંપર્ક માં આવવા થી માનવ માં પણ આ ચેપ લાગી શકે છે.
  • સંક્રમિત વ્યક્તિ ના કપડા, કાંસકો વગેરે જેવી વસ્તુ નો ઉપયોગ કરવો નહીં.
  • વધુ પડતી નમકીન કે ચટપટી વસ્તુ નું સેવન ના કરવું.
  • મીઠી વસ્તુ ગોળ, ચોકલેટ, કેક જેવી વસ્તુ ના ખાવી.
  • તળેલું, મસાલેદાર, જંક ફૂડ, સોડાયુક્ત હોય તેવો આહાર લેવો નહીં.
  • દારૂ, ધૂમ્રપાન જેવા નશાયુક્ત પદાર્થો થી દુર રહેવું.
  • વધુ પડતાં ટાઇટ કપડા પહેરવા નહીં.
  • ચામડી (ત્વચા) સંવેદનશીલ (સેન્સટીવ) હોય તો દવા કે ક્રીમ ની પૂરી માહિતી લીધા બાદ જ ખરીદવી અથવા લગાવવી.
  • જો ખંજવાળ વધુ આવતી હોય તો હાથ થી ખંજોળવા ને બદલે રૂમાલ નો ઉપયોગ કરવો.
  • ખંજવાળ આવે તો કપડું અથવા રૂ નો ઉપયોગ કરવો.
  • ધાધર ના સમયે નાહતી વખતે સાબુ કે શેમ્પૂ નો ઉપયોગ કરવો નહીં.
  • નાહ્યા બાદ વધુ સમય સુધી ભીના રહેવું નહીં.
  • સ્નાન કરી લીધા બાદ નાળિયેર ના તેલ નો ઉપયોગ કરવો.
  • પોતાની વસ્તુ ને અન્ય લોકો સાથે શેર ના કરવી જોઈએ.

આ સિવાય ઘણા લોકો ને એકવાર ધાધર થઈ ગઈ હોય તો તેવી વ્યક્તિ જો સાવચેતી ના રાખે તો ફરી વખત પણ ધાધર થવા ની સંભાવના રહેલી હોય છે.

ધાધર થી સાવચેત રહેવા માટે પરસેવો વધુ થવા દેવો નહીં અને જે જગ્યાએ ખંજવાળ આવતી હોય ત્યાં વધુ ખંજવાળવું નહીં. ત્વચા સૂકી થઈ જતી હોય તો તેનું ધ્યાન રાખવું.

જો ધાધર કે ખંજવાળ ઘણા લાંબા સમય થી થઈ હોય અને જો ધાધર માટે ના ઘરેલુ ઉપચાર કે ધાધર માટે ની ઘરેલુ દવા અથવા ધાધર ની આયુર્વેદિક ઉપચાર કર્યા બાદ પણ જો કોઈ ફર્ક ના પડતો હોય તો તેવા સમયે ડોક્ટર ની અવશ્ય મુલાકાત લેવી અને તેમની સલાહ સૂચન મુજબ ઉપાય અપનાવવો જોઈએ.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય અથવા તમને અમારા આ લેખ ધાધર ને મટાડવા માટે ઉપયોગી સાબિત થાય અથવા જો આપની પાસે અન્ય કોઈ ઉપચાર હોય તો આપ અહીં નીચે આપનો કિંમતી અભિપ્રાય આપી શકો છો.

Visited 1,702 times, 1 visit(s) today

3 thoughts on “ધાધર અને ખરજવા નો આયુર્વેદિક ઉપાય”

  1. બહુજ સરસ લેખ લખ્યો છે.. ધાધર વિશે…
    બહું સારી રીતે સમજાવ્યું છે કે સુ કરવું ને શું નહીં.. + આયુર્વેદિક ઉપચાર ભી સારી રીતે આપ્યો છે..

    Reply

Leave a Comment