ગુજરાતી ભાષા માં ઘણા નાટકો બનેલા છે. જેણે ગુજરાતી પ્રજા ને ઘણું મનોરંજન પીરસ્યું છે. ગુજરાતી નાટકો ગુજરાત સિવાય મુંબઈ માં પણ પોતાનો ડંકો વગાડી ચૂક્યા છે અને તેના કારણે થી ઘણા એવા નાટકો પર થી બોલીવુડ માં ફિલ્મો પણ બની છે.
૧૦૨ નોટ આઉટ –
ગુજરાતી નાટક ૧૦૨ નોટ આઉટ પર આધારિત એ જ નામ પર થી ફિલ્મ બનાવવામાં આવી હતી. આ નાટક ને ઉમેશ શુક્લા એ લગભગ છ વર્ષ સુધી પ્રોડ્યુસર કર્યું હતું. જે નાટક નું ફિલ્મી પડદે પણ તેમને જ ઉતાર્યું છે.
વાર્તા – પિતા – પુત્ર ના જીવન પર આધારિત છે. જેમાં પિતા ૧૦૨ વર્ષ ના સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે નો રેકોર્ડ બનાવવા માંગે છે. જે ચીની વ્યક્તિ ના નામે છે. તથા આ રેકોર્ડ બનાવવા માટે જે નુસખા અપનાવે છે તેના થી રમૂજ ઉત્પન્ન થાય છે.
આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન અને રિશી કપૂરે પિતા – પુત્ર નું પાત્ર ભજવ્યું છે.
સુપર નાની –
ગુજરાતી નાટક બા એ મારી બાઉન્ડ્રી પર થી ફિલ્મ બનાવવામાં આવી છે. આ નાટક માં મુખ્ય પાત્ર પદમારાણી એ ભજવ્યુંં હતુંં. તે સિવાય તેમાં જીમિત ત્રિવેદી, જગેેષ મુુુકાતી વગેરેે એ ભાગ ભજવેલો છે.
વાર્તા – એક સ્ત્રી કે જે પોતાના પરિવાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. પરંતુ પરિવાર ના સભ્યો ને તેની કદર નથી હોતી અને તેણી નું ગમે તે ની સામે અપમાન કરી દે છે. તેવા માં તેનો પૌત્ર વિદેશ થી પરત ફરે છે અને તેના માં પરિવર્તન લાવે છેે.
ફિલ્મ ના કલાકારો માં રેખા, શરમન જોશી, રણધીર કપૂર, અનુપમ ખેર વગેરે છે.
OMG – ઓહ માય ગોડ –
ગુજરાતી નાટક કાનજી વિરૂદ્ધ કાનજી પર થી આ ફિલ્મ બનાવવામાંં આવી છે. આ નાટક માંં ટીકુ તલસાણીયા એ કાનજી નું પાત્ર ભજવ્યુંં છે.
વાર્તા – કાનજી કે જે નાસ્તિક છે તે પોતાની એન્ટિક ચીજવસ્તુઓ ની દુકાન ધરાવે છે જે દુકાન ભૂકંપ આવતા તૂટી પડે છે અને ત્યારબાદ ભગવાન અને નાસ્તિક વચ્ચે ની લડાઈ શરૂ થાય છે જેમાં થી રમૂજ ઉત્પન્ન થાય છે આ નાટક ને પણ ફિલ્મી પડદે ઉમેશ શુક્લા એ ઉતાર્યું છે.
ફિલ્મ ના કલાકારો પરેશ રાવલે નાસ્તિક નું જ્યારે અક્ષય કુમારે ભગવાન નું પાત્ર ભજવ્યું છે.
આ ફિલ્મ અંધશ્રદ્ધા અને ધર્મ ના નામે લૂંટતા લોકો ના મુદ્દાને ઉજાગર કરવા માં સફળ રહી હતી.
આંખે –
ગુજરાતી નાટક આંધળો પાટો પર થી આ ફિલ્મ બનાવવામાં આવી છે. જે નાટક માં વિપુલ શાહે આ ફિલ્મ માં મુખ્ય પાત્ર ભજવ્યું હતુંં. જેના પર થી વિપુલ શાહે જ આ નાટક પર થી ફિલ્મ બનાવી હતી.
વાર્તા – ત્રણ આંધળા ઓ ની મદદ થી બેંક લૂંટવામાં આવે છે જેમાં અમિતાભ બચ્ચન બદલો લેવા માટે બેંક લૂંટવા આ ત્રણ આંધળા ઓ ને ટ્રેનિંગ આપે છે.
ફિલ્મ ના કલાકારો માં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પરેશ રાવલ, અર્જુન રામપાલ છે.
વક્ત –
ગુજરાતી નાટક આવજો વ્હાલા ફરી મળીશું પર થી આ ફિલ્મ બનાવવા માં આવી છે. આ નાટક માં જેે.ડી. મજેઠયા, દેેેવેન ભોજાણી, વંદના પાઠક એ મુુુખ્ય પાત્રો ભજવ્યા હતા. આ નાટક જેેેે.ડી. મજેઠયા નું હતુંં .જેેેને ફિલ્મી પડદે વિપુલ શાહે ઉતાર્યું હતું.
વાર્તા – પિતા – પુત્ર ના સંબંધ ઉપર આધારિત આ ફિલ્મ ફેમિલી ડ્રામા હતી.
ફિલ્મ ના કલાકારો માં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, શેફાલી શાહ વગેરે છે.
ઈત્તેફાક –
ગુજરાતી નાટક ધુમ્મસ પર થી 1969 માંં આ ફિલ્મ બનાવામાંં આવી હતી. નાટક માં સરિતા જોષી એ મુુુખ્ય પાત્ર ભજવ્યું હતું.
વાર્તા – આ ફિલ્મ રોમાંચ અને રહસ્ય થી ભરપુર હતી. આ બોલીવુડ ની ચોથી ગીત વિનાની ફિલ્મ હતી
ફિલ્મ ના કલાકારો માં રાજેશ ખન્ના અને નંદા મુખ્ય પાત્ર માં છે.
Visited 82 times, 1 visit(s) today