સ્વામી વિવેકાનંદ ના સુવિચાર અને તેમના વિશે ની માહિતી

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર (Quotes) યુવાધન માટે હમેંશા થી પ્રેરણાત્મક રહ્યા છે તથા દરેક યુવા ને અનુલક્ષી ને કરવા માં આવેલી તેમની વાતો હમેંશા નવું કાર્ય કરવા માટે યુવાનો માં નવી ઊર્જા અને શક્તિ પૂરી પાડે છે.

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર

સ્વામી વિવેકાનંદ વિશે ટુંકી માહિતી:

સ્વામી વિવેકાનંદ નો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો. 2021 ના તેમની 158 મી જન્મજયંતિ હતી. સ્વામી વિવેકાનંદે યુવાનો ને ઘણું પ્રોત્સાહન આપ્યું હોવા થી આ દિવસ ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

આ પણ વાંચો – જ્ઞાનવત્સલ સ્વામી ના સુવિચાર

સ્વામી વિવેકાનંદ નો જન્મ કલકત્તા માં થયો હતો.  તેમના જન્મ સમય નું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતા નું નામ વિશ્વનાથ દત્ત જે હાઈકોર્ટ માં વકીલ હતા અને માતા નું નામ ભુવનેશ્વરીદેવી હતું. તેમણે બંગાળ માં આચાર્ય શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે થી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અને શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે થી કેળવણી લીધી હતી અને તેમને પોતાનુ સમસ્ત જીવન સમર્પિત કર્યું હતું.

સ્વામી વિવેકાનંદ વિશે સંપુર્ણ માહિતી (Swami Vivekanand Biography In Gujarati)

સ્વામી વિવેકાનંદ બીએ ની પદવી લીધા બાદ ઈશ્વર ની શોધ માટે તેઓ રામકૃષ્ણ પરમહંસ ના સંપર્ક માં આવ્યા હતા અને ત્યારબાદ તો આ ગુરૂ – શિષ્ય ની જોડી ઈતિહાસ માં અમર થઈ ગઈ.  તેમણે માત્ર 25 વર્ષ ની ઉંમરે સન્યાસ લઈ લીધો હતો.

સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ પરમહંસ ના વિચારો ને વધુ આગળ લઈ જવા માટે નું બીડું ઝડપ્યું હતું. અને સ્વામી વિવેકાનંદ અદભુત સ્મરણશક્તિ ધરાવતા હતા અને તેઓએ ભારતીય અને પશ્ચિમ દર્શનશાસ્ત્ર નો ઊંડો અભ્યાસ કર્યો હતો તથા રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ વિશે સ્વામી વિવેકાનંદ ના સુવિચાર દ્વારા તેમણે ઘણી વાતો કરી છે.

સ્વામી વિવેકાનંદ અમેરિકા ના શિકાગો માં વિશ્વ ધર્મ સંમેલન માં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. સ્વામી વિવેકાનંદ પ્રખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. તેમણે યુવા ઓ ને ધ્યાન માં રાખી ને ઘણી વાતો કરી છે માટે આજે પણ સ્વામી વિવેકાનંદ ના સુવિચાર યુવાઓ માટે આદર્શ સમાન માનવામાં આવે છે.

અહીં  સ્વામી વિવેકાનંદ ના સુવિચાર આપવામાં આવ્યા છે. જે કપરી પરિસ્થિતિમાં વ્યક્તિ ને હિંમત આપવાનું કામ કરે છે. સ્વામી વિવેકાનંદ ના સુવિચાર પર નજર નાખીએ જે યુવાધન માટે નવી ઊર્જા તથા તાજગી ભરી દે તે સમાન હોય છે.

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર:

  • ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
  • દેશ ને બળવાન પ્રાણવાન અને શ્રદ્ધાવાન યુવાનોની જરૂર છે.

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર

  • ચિંતન કરો ચિંતા નહિ હમેંશા નવું વિચારો અને નવું કરો.
  • જીવન ને સાર્થક કરવું હોય તો સમય ને સાચવો, સમય ની કિંમત કરો અને આળસ ને દૂર કરો.
  • જેવુ તમે વિચારશો તેવા તમે બની જશો. પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો અને સબળ માનશો તો સબળ બનશો.
  • જ્યારે આપણે કામ કરવા બેસીએ ત્યારે બીજું બીજું બધું ભૂલી જઈને એકાગ્ર થઈને કાર્ય કરવું જોઈએ. ~ સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
  • હ્રદય અને મગજ ના ટકરાવમાં હંમેશા હ્રદય નું સાંભળજો.

Swami Vivekanand Biography In Gujarati

  • પરાધીનતા દુઃખ છે, સ્વાધીનતા સુખ છે.
  • જ્યાં સુધી આપણને પોતાની જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહિ થાય.
  • ચારિત્ર્ય થી બુદ્ધિ આવે પરંતુ બુદ્ધિ થી ચારિત્ર્ય નથી આવતું.
  • જે આગ આપણને ગરમી આપે છે તે આગ આપણો નાશ પણ કરી શકે છે.
  • જે સમયે જે કામનો સંકલ્પ કરો તે કામને તે જ સમયે પૂર્ણ કરો નહિ તો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે.

Swami Vivekanand Quotes In Gujarati

  • જીવન માં વધારે સંબંધો હોવા જરૂરી નથી પણ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે.
  • દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો નહિ તો દુનિયા ના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે.
  • ખુદ ને ક્યારેય પણ કમજોર સમજવું એ સૌથી મોટું પાપ છે.
  • તમારા ભાગ્યવિધાતા તમે જ છો.
  • ઇચ્છાશક્તિ દ્વારા સઘળું કાર્ય સિદ્ધ થઈ શકે છે.
  • સારા કર્યો માં સો વિઘ્નો આવે છે તે સ્વીકારી લો. ~ સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
  • નિષ્ફળતાઓ જીવન નું સૌંદર્ય છે.
  • એકાગ્રતા એ સર્વજ્ઞાન નો સાર છે.
  • જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સિખીએ અનુભવ જ વિશ્વ માં શ્રેષ્ઠ શિક્ષક છે.
  • તમને કોઈ શીખવાડી નથી શકતું. કોઈ ધાર્મિક બનાવી નથી શકતું. તમારે બધું જાતે જ શીખવાનું છે. આત્મા થી શ્રેષ્ઠ શિક્ષક કોઈ નથી. ~ સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
  • જે દિવસે તમારા સામે કોઈ અડચણ ના આવે તો સમજી લેવું કે તમે ખોટા રસ્તે ચાલી રહ્યા છો.
  • જોખમ લેવાથી કોઈ દિવસ ડરવું નહિ. જો તમે સફળ થશો તો નેતૃત્વ કરી શકશો. અને નિષ્ફળ થશો તો અન્ય ને માર્ગદર્શન આપી શકશો.
  • બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાથી જ આપણી છે. એ આપણે છીએ કે આંખો પર હાથ રાખી ને રડીએ છીએ કે કેટલો અંધકાર છે.
  • કોઇની નિંદા ન કરવી. જો મદદ માટે હાથ આગળ કરી શકો છો તો જરૂર આગળ વધારો. જો ન વધારી શકો તો હાથ જોડો, આપના ભાઇઓને આર્શીર્વાદ આપો અને એમને તેમના માર્ગે જવા દો.
  • જ્યારે લોકો આપને ગાળો આપે તો તમે એમને આશીર્વાદ આપો. વિચારો, તમારા ખોટા દંભને બહાર નીકાળવામાં એ તમારી કેટલી મદદ કરી રહ્યા છે.

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર

  • જ્ઞાન સ્વયંમાં વર્તમાન છે. મનુષ્ય માત્ર એમનો આવિષ્કાર કરે છે.
  • જ્યાં સુધી તમે ખુદ પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી આપ ભગવાન પર વિશ્વાસ નહીં કરી શકો.
  • વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
  • જે મનુષ્યને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. જુના ધર્મોએ કહયું છે.”જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.”  નવો ધર્મ કહે છે. “જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.”

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર એ યુવાધન ને જુસ્સો પૂરો પાડે છે અને તેમણે માત્ર ભારતના ઉત્થાન માટે કામ કર્યું નથી પરંતુ લોકોને જીવન જીવવાની કળા પણ સમજાવી હતી. તેમના જીવનના ચાર સુત્રો હતા, લક્ષ્ય, નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠન. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તી સુધી મંડ્યા રહો તેમનું સૂત્ર લોકોને આજે પણ ધ્યેય પ્રાપ્તી કરવામાં યુવાનો ને પ્રેરણા આપવામાં મદદરૂપ થાય છે.

સ્વામી વિવેકાનંદ ના સુવિચાર માં ઘણી વાતો કરી છે જેને અનુસરવાથી તમારૂ જીવન બદલાઇ શકે છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ ના સુવિચાર ને અનુસરવાથી માણસ ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતો દરેક પરિસ્થિતિ માં કેવી રીતે ચાલવું તે સ્વામી વિવેકાનંદ ના સુવિચાર દ્વારા ખૂબ સારી રીતે સમજી શકાય છે.

સ્વામી વિવેકાનંદનું જીવન ખુબ જ સંઘર્ષપૂર્ણ હતું. ઈ.સ. 1902 ની 4 જુલાઈ ના રોજ માત્ર 39 વર્ષની વયે સ્વામી વિવેકાનંદનો આત્મા પરમાત્મા માં લીન થઈ ગયો. એમનું જાહેર જીવન માત્ર 9 વર્ષનું જ હતું. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વિશ્વભરમાં ગુંજતા કરવામાં અમૂલ્ય યોગદાન આપનાર ભારતના યુગપુરુષે અલ્પ આયુષ્યમાં આપેલા વિચારો આજે અને આવતી કાલના વિશ્વ સમુદાય માટે પણ પ્રેરણાત્મક છે અને રહેશે.

અને અંતે:

જો આપના પસંદ ના કોઈ સ્વામી વિવેકાનંદના સુવિચાર હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો અને આપ ને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

Visited 1,295 times, 1 visit(s) today

Leave a Comment