અમદાવાદ નો ઈતિહાસ

અમદાવાદ વિશે જેટલું લખવામાં આવે એટલું ઓછું પડે એમ છે અહી આજના લેખ માં અમે અમદાવાદ વિશેની રોચક માહિતી અને અમુક જાણી અજાણી વાતો લઈને આવ્યા છે.

આદિલ મન્સૂરી ને જ્યારે અનાયાસે અમદાવાદ છોડવું પડ્યું હતું ત્યારે એક ગઝલ લખી હતી જે અમદાવાદ વિશે હતી જે નીચે મુજબ છે.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

તારીખ 26 ફેબ્રુઆરી 2023 ના રોજ અમદાવાદ 612 વર્ષ નું થશે જેમાં અહી ની અજાણી વાતો, રોચક વાતો, દરવાજાઓ, પોળો, માણેકચોક, કાંકરિયા, રતનપોળ, લાલદરવાજા, મિલો વગેરે ઘણું આ શહેર સાચવી ને બેઠું છે.

આ પણ વાંચો – અમદાવાદ ની નજીક માં આવેલા એક દિવસીય પ્રવાસ માટે ના સ્થળો

અમદાવાદ શહેર ને હેરિટેજ સિટી નો દરજ્જો આપવામાં આવ્યો છે.

અમદાવાદ માં ફરવાલાયક સ્થળો

અમદાવાદ ની સ્થાપના:

19 મી સદી પુરાતત્વીય ના પુરાવા સુચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર 11 મી સદી થી વસે છે અને તે ખાંટ રાજા આશાભીલનું ગામ “આશાપલ્લી” અથવા તો “આશાવલ” થી ઓળખાતું.

એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને “કર્ણાવતી” નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

સોલંકીનું રાજ 13 મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળ દ્વારા કરવામાં આવ્યું અને 1411 માં કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો – ગુજરાત માં આવેલા 10 ઐતિહાસિક સ્થળો

એક દંતકથા અનુસાર કહેવાય છે કે “જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદશાહ ને યે શહેર બસાયા”. જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ સુલતાનના શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો.

સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારના સસલા આટલા બહાદુર છે ત્યાંના માણસો કેવા હશે અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યુ. અને એટલે જ આ પંક્તિનો ઉદભવ થયો કે “જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા”.

1411 ની સાલ માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ “અહમદાબાદ” તરીકે જાણીતું કર્યુ. સમય જતાં તે અપભ્રંશ થઇને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું.

આ પણ વાંચો –ગુજરાત માં આવેલા ૧૦ બિહામણા સ્થળો (HORROR PLACES)

ઈ.સ. 1487 માં અહમદશાહના પૌત્ર મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ 10 કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં 12 દરવાજા અને 189 પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.

ઈ.સ. 1553 માં જ્યારે ગુજરાત ના રાજા બહાદુર શાહ ભાગી ને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુ એ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકો નો ફરી થી કબજો થયો હતો, અને પછી મુગલ રાજા અકબર એ અમદાવાદ ને પાછુ પોતાનું રાજ્ય બનાવ્યું.

મુગલ કાળ દરમ્યાન અમદાવાદ, રાજ્ય નું ધગ-ધગતું ઔધોગિક કેન્દ્ર બન્યું જ્યાં થી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાં એ પોતાનો ઘણો સમય અમદાવાદ માં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગ માં આવેલું મોતીશાહ મહલ બનાવડાવ્યું.

અમદાવાદ 1758 સુધી મુગલો નું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠા કાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂના ના પેશ્વા અને બરોડા ના ગાયકવાડ ના મતભેદ નો શિકાર બન્યું.

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલૉને લીધે અમદાવાદ પૂર્વનું ‘માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે 1960 થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ.

ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર જે સાબરમતી નદીની પૂર્વ દિશામાં વસેલ છે અને નવું શહેર જે પશ્ચિમ દિશામાં વિકસેલ છે.

વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણો ને લગતા ઉધોગો મુખ્ય છે.

અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને ભારતનું સાતમા ક્ર્મનું શહેર છે. અમદાવાદમાં આશરે 65 લાખ લોકો રહે છે.

સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને 1960 થી 1970 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુ.

અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયું. અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું, અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું.

કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઇલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.

અમદાવાદ વિશેની અજાણી વાતો:

અમદાવાદ માં ફરવા લાયક સ્થળો

  • ઉસ્માનપુરા ગામનું નામ ઈસ્લામિક લાગે છે પણ તેના પ્રારંભિક વસવાટ કરનારા હિન્દુ જ હતા.
  • અમદાવાદમાં એક રામજી મંદિરમાં કાળા કલરના રામ છે. રામ બધે ઊભેલા હોય છે આ મંદિરમાં બેઠેલા રામ છે. અહીં રામનવમીએ જન્મપત્રિકાનું વાચન થાય છે.
  • વાડ નહોતી તેથી ગામનું નામ પડ્યું વાડજ.
  • સોલા ગામનું રામજી મંદિર ઐતિહાસિક છે. અહીં સ્વાતંત્ર્યસનાનીઓ રખાયા હતા.
  • વસ્ત્રાપુર ગામમાં ઠાકોરોની મોટી વસ્તી છે. આ ગામમાં એક હજાર દુકાનો છે, પણ એક પણ દુકાન ઠાકોરની નથી.
  • જુહાપુરામાં હજારો મુસ્લિમો રહે છે, પણ આ ગામ જુહાજી ઠાકોરે વસાવ્યું હતું.
  • આઝમખાન જ્યારે અમદાવાદનો સૂબો હતો ત્યારે તેણે પોતાના હુકમથી ગાવા ના આવેલી આઠ ગાવાવાળી બહેનોને મરાવી નાખી હતી.
  • એ ખૂબ ક્રૂર હતો. તેની ક્રૂરતા પરથી ગરબો રચાયો… કે કે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ.. બાદશાહ બડો મિજાજી.. એ ઈશ્કમિજાજી હતો..
  • મહાગુજરાત આંદોલનની લડતમાં 226 દિવસ ચાલેલો સત્યાગ્રહ સમગ્ર દેશનો અનોખો સત્યાગ્રહ હતો.
  • ચંદ્રવિલાસની તુવરની દાળ ખૂબ વખણાતી. લોકો ઘરે દાળ ના બનાવતા અને લાંબી લાઈનમાં ઊભા રહીને દાળ લઈ જતા.
  • ચંદ્રવિલાસ નો વકરો એટલો આવતો કે સિક્કાનું વજન કરીને કેટલો વકરો થયો છે તે નક્કી કરાતું.
  • અમદાવાદમાં 1856માં આંગડિયા સર્વિસ શરુ થઈ. ઊંઝાના જીવાજી ઈચ્છાજી પટેલે શરુ કરેલી.
  • પછી તો આંગડિયા સર્વિસ એટલી ચાલી કે સરકારનો પોસ્ટ વિભાગ હલબલી ગયો. તેમની ઘરાકી ઘટી એટલે તેમણે કેસ કર્યો. વાત છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી જેમાં આંગડિયાઓની જીત થઈ હતી.
  • અમદાવાદ માં ફરવા લાયક ઘણા સ્થળો આવેલા છે એક સમયે અમદાવાદ ભારત ના માન્ચેસ્ટર સિટી તરીકે ઓળખાતું હતું.
  • સરદાર પટેલ ટપાલીઓના યુનિયનના નેતા બન્યા હતા. એ વખતે ટપાલીઓ દિવસમાં ત્રણ ત્રણ વખત ટપાલ વહેંચવા જતા. પગાર મળતો હતો માત્ર 18 રૂપિયા. સરદાર પટેલને તેમની વાતમાં વજુદ લાગ્યું. તેમના નેતૃત્વમાં હડતાળ પડી. ટપાલીઓ જીત્યા અને પગાર 18નો 22 રૃપિયા થયો.
  • જલેબી અને ફાફડાના કોમ્બીનેશનનો પ્રારંભ અમદાવાદની ચંદ્રવિલાસ હોટલે કર્યો હતો.
  • અમદાવાદમાં હડકેશ્વરી દેવીનું મંદિર છે. જેને કૂતરું કરડ્યું હોય તે અહીં પગે લાગે તો સારું થઈ જાય છે.
  • એક હસતી બીબીનો ગોખલો છે. એક એવી બીબી કે મહિલા હતી જે માંદા બાળકો પર હાથ મૂકે તો તેને સારું થઈ જતું હતું.
  • બોપલ ગામ વસાવનારને તેનો યશ નથી મળ્યો. આ ગામની બહાર બોપલ દેસાઈ પોતાનાં પશુઓ લઈને બેસતો. લોકો કહેતા કે બોપલ દેસાઈની વસાહતે જવું છે.. તેમાંથી બોપલ નામ પડી ગયું.
  • અમદાવાદમાં રાધનપુરના દિવાન સૈયર બાવા મિયાન કાદરીનો બંગલો હતો. એમના દીકરા એમ.બી.કાદરી અમદાવાદ શહેરના પ્રથમ ડેપ્યુટી મેયર બન્યા હતા.
  • તેમનો દીકરો આઈ.એમ.કાદરી મુંબઈનો શેરિફ બન્યો હતો. હવે આ બંગલો હોટલમાં પરિવર્તિત થયો છે.
  • સરદાર પટેલે અમદાવાદથી જ રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું.
  • મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે (કોચરબ) આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે.
  • બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે.
  • અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.
  • ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.
  • ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક પ્રયોગ શાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.
  • કસ્તુરભાઈ લાલભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં એલ.ડી. એન્જીનીયરીંગ અને એલ.ડી. આર્ટસ્ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
  • ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે.
  • તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ્ ઓફ્ કોમ્યુનિકેશન એન્ડ્ ઇન્ફ્ર્‍મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR) પણ અમદાવાદમાં આવેલ છે.

અમદાવાદમાં આવેલ ઐતિહાસિક જગ્યાઓ:

  • સિદ્દી સૈયદ ની જાળી- ઘીકાંટા
  • અડાલજ વાવ- અડાલજ
  • ભદ્રા ફોર્ટ- કોર્ટ રોડ
  • ત્રણ દરવાજા- કોર્ટ રોડ
  • સરખેજ રોઝા- સરખેજ મકરબા રોડ
  • જામા મસ્જિદ- માણેક ચોક
  • શાહ-એ-આલમનો રોઝા- શાહ આલમ રોડ
  • રાની ના હજીરો- માણેક ચોક
  • સાબરમતી આશ્રમ- આશ્રમ રોડ
  • હથીસિંગ જૈન મંદિર- શાહીબાગ રોડ
  • દાદા હરી ની વાવ- હરિપુરા
  • અડાલજ વાવ- અડાલજ
  • ઝુલતા મીનારા- સાંકર બજાર

અમદાવાદ ના જોવાલાયક સ્થળો:

  • જગન્નાથ મંદિર
  • ઝૂલતા મિનારા
  • દરિયાખાન નો ઘૂમ્મટ
  • ગીતા મંદિર
  • સરદાર પટેલ મ્યુઝિયમ
  • કાંકરીયા તળાવ અને બાળ વાટિકા
  • પતંગ હોટેલ
  • સાબરમતી આશ્રમ અને સાબરમતી રિવરફ્રંટ
  • કોચરબ આશ્રમ
  • શાહઆલમ નો રોજો
  • સુંદરવન
  • સાયન્સ સિટી અને આઇ મેક્સ થિએટર
  • દાદા હરી ની વાવ
  • માનવ મંદિર
  • સારંગ પૂર નું વૈૈષ્ણવ સંપ્રદાય નું મંદિર
  • યોગેશ્વર મંદિર
  • ઇસ્કૉન મંદિર
  • હઠીસિંગ નું જિનાલય
  • ઝવેરીવાદ નું પાર્શ્વનાથ નું દેરાસર
  • કામનાથ મહાદેવ
  • ભીમનાથ મહાદેવ
  • નગરદેવી માં ભદ્રકાલી માતા નું મંદિર
  • સ્વામિનારાયણ મંદિર

અમદાવાદ ની ફરતે આવેલા 21 દરવાજા:

  • તીન દરવાજા (ત્રણ દરવાજા) – તે 3 કમાનવાળા પ્રવેશદ્વારોથી બનેલો છે જે સુલતાન અહેમદ શાહ દ્વારા મેદાન શાહીના શાહી પ્રવેશદ્વાર તરીકે સેવા આપવા માટે બનાવવામાં આવ્યો હતો. મુઘલ બાદશાહ જહાંગીર અને તેની પત્ની નૂરજહાં આ દરવાજાઓ ઉપરથી મહુરામના તાજિયા જુલૂસને નિહાળતા હતા.
  • આસ્ટોડીયા દરવાજા – મુખ્ય વેપાર આસ્ટોડીયા દરવાજા દ્વારા શહેરમાં રંગો લાવવામાં આવતા હતા.
  • રાયપુર દરવાજા – સામાન્ય લોકો શહેરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે રાયપુર દરવાજાનો ઉપયોગ કરતા હતા.
  • સારંગપુર દરવાજા – લોકો સારંગપુર દરવાજા દ્વારા શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા હતા.
  • પંચકુવા દરવાજો – જ્યારે શહેરનું કદ વધ્યું ત્યારે પંચકુવા દરવાજા બાંધવામાં આવ્યા હતા.
  • પ્રેમ દરવાજા – પ્રેમ દરવાજાનો ઉપયોગ વેપારીઓ તેમના માલના પરિવહન માટે કરતા હતા.
  • કાલુપુર દરવાજા – કાલુપુર દરવાજા દ્વારા શહેરમાં ખાદ્ય સામગ્રી લાવવામાં આવી હતી.
  • દરિયાપુર દરવાજા – સૈનિકો અને તેમનો કાફલો દરિયાપુર દરવાજામાંથી પસાર થતો હતો.
  • દિલ્હી દરવાજા – દિલ્હી દરવાજો, જેમ કે નામ સૂચવે છે તે રાજધાની દિલ્હી માટે પરિવહન બિંદુ હતું.
  • શાહપુર દરવાજા – શાહપુર દરવાજા થઈને લોકો સાબરમતી નદી પહોંચ્યા.
  • ખાનપુર દરવાજો – ખાનપુર રાજાના બગીચાનું પ્રવેશદ્વાર હતું.
  • જમાલપુર દરવાજો – જમાલપુર દરવાજો વડોદરા અને અન્ય શહેરો માટે એક્ઝિટ પોઇન્ટ હતો.
  • હલીમ દરવાજો – એક વખત શાહપુરમાં હલીમ દરવાજો ઊભો હતો. સૈનિકો આ દરવાજેથી શહેરમાં કૂચ કરતા હતા.
  • મૌડા દરવાજો – મહુધા દરવાજો પાંચ કુવા વિસ્તારમાં બાંધવામાં આવ્યો હતો. તે માલસામાનનો માર્ગ હતો.
  • ખાન-એ-જહાં દરવાજો – ખાન-એ-જહાં દરવાજો ઇમરજન્સી એક્ઝિટ હતો.
  • રાયખડ દરવાજા – લોકો રાયખડ દરવાજા થઈને સાબરમતી જતા હતા.
  • ગણેશ દરવાજો – ગણેશ દરવાજો એક સમયે એ વિસ્તારમાં ઊભો હતો જે હાલમાં એલિસ બ્રિજની નીચે છે. તેનાથી લોકોને સાબરમતી નદી સુધી પહોંચવાની સુવિધા મળી હતી.
  • ખારુ દરવાજો – સૈનિકોને વધારાની ચોકી પૂરી પાડવા માટે કારંજમાં ખારુ દરવાજો બનાવવામાં આવ્યો હતો.
  • ભદ્ર ​​દરવાજા – અન્ય રાજ્યોના શાસકો ભદ્ર દરવાજા દ્વારા શહેરમાં પ્રવેશ્યા.
  • લાલ દરવાજો – લાલ દરવાજા એક વખત સિદ્દી સૈયદ મસ્જિદની સામે ઉભો હતો.
  • સલાપસ દરવાજો – હાલમાં એડવાન્સ ટોકીઝની નજીક આવેલા વિસ્તારમાં સલાપસ દરવાજો ઉભો હતો. રાણીના કાફલાએ તેનો ઉપયોગ કર્યો.

મોટાભાગના લોકો માને છે કે અમદાવાદમાં 12 દરવાજા હતા પરંતુ કેટલાક ઈતિહાસકારોના મતે 16 દરવાજા હતા. પાછળથી કેટલાક ઈન્ડોલોજિસ્ટને જાણવા મળ્યું કે અમદાવાદમાં 21 દરવાજા છે .

મહમદ બેગડા દ્વારા નગરની ફરતે 12 દરવાજા મૂકી એક કોટ નું નિર્માણ કર્યું.

અમદાવાદ ના જોવા અને જાણવાલાયક સ્થળો:

નોબત: અહમદશાહ બાદશાહ દ્વારા બાનુમિયા ના પરિવાર ને જે કામ સોંપવામાં આવ્યું હતું. જે આજે 600 વર્ષ બાદ પણ તે કામ તેના પરીવાર દ્વારા કરવામાં આવે છે.

જેમાં અહમદશાહ બાદશાહ ના સમયગાળા માં 12 દરવાજા બંધ કરવા માટે રાત્રે 11.45 થી 30 મિનિટ સુધી શરણાઈ અને નોબત વગાડવા માં આવતી હતી જેના બાદ દરવાજા બંધ કરી દેવામાં આવતા હતા.

આજે પણ રાતે 11.45 ની આજુબાજુ માણેકચોક ની ગલીમાં થી નીકળો એટલે બાદશાહ ના હજીરા બાજુ જાવ એટલે ત્યાં અવાજ સંભળાય છે. જામા મસ્જિદ બાજુ રહી ને નોબત વગાડવામાં આવે છે.

ત્રણ દરવાજા: ઢાલગરવાડ, ઘીકાંટા, કાલુપુર બજાર, રતનપોળ માર્કેટ બાજુ જાવ એટલે ત્રણ દરવાજા માં થી પસાર થવું પડે છે જ્યાં મધ્ય દરવાજા પાસે આજે પણ 600 વર્ષ બાદ પણ દીવો ચાલુ છે.

અહમદશાહ બાદશાહ ના સમયગાળા માં ત્રણ દરવાજા ના દરવાન ની નજર એક સ્ત્રી પર પડી જે ઘરેણાં થી સજીધજીને શહેર ની બહાર જઈ રહી હતી.

તેણીને જોઈને દરવાને પૂછપરછ કર્યા બાદ તેમને રોકાવા કહ્યું અને રાજા ની પરવાનગી લઈ ને આવું નહિ ત્યાંસુધી અહી થી જવાની ના પડી હતી.

દરવાન અહમદશાહ બાદશાહ પાસે જઈ ને વાત ની જાણ કરતા બાદશાહ ને જાણ થઈ ગઈ કે આ લક્ષ્મી માતા છે અને બાદશાહે દરવાન ને પાછો ના મોકલ્યો અને દરવાને બલિદાન આપ્યું અને લક્ષ્મીજી ત્યાં થી આગળ જઈ શક્યા નહિ.

દરવાન અને લક્ષ્મીજી માટે આજે પણ ત્યાં 600 વર્ષ થી દીવો ચાલુ છે.

ચંદ્રવિલાસ: ખાડિયા માં આવેલ ચંદ્રવિલાસ ની શરૂઆત 1900 ની સાલ માં ચીમનલાલ જોષી દ્વારા કરવા માં આવી હતી.

અહી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, અસરાની, રાજ કપૂર, અમિતાભ બચ્ચન, કિશોર કુમાર જેવી હસ્તીઓ એ આ જગ્યા નો સ્વાદ માણેલો છે.

કહેવાય છે કે ચંદ્રવિલાસ ની શરૂઆત થઇ ત્યાર થી 50 વર્ષ સુધી 25 પૈસા માં આપવામાં આવતા હતા.

ન્યુ લક્કી રેસ્ટોરન્ટ: ચા અને મસ્કાબન માટે જાણીતું આ સ્થળ તેના સિવાય તે જગ્યા માટે વધારે જાણીતું છે જ્યાં આ રેસ્ટોરન્ટ આવેલું છે ત્યાં 16 મી સદી ના 12 સૂફી સંતો ની કબર વચ્ચે આવેલ છે.

આ રેસ્ટોરન્ટ ના માલિક ક્રિષ્ણન કુટી છે જેઓ રોજ આ કબરો પર ફૂલ ચઢાવે છે. તે સિવાય અહી મશહૂર ચિત્રકાર એમ એફ હુસૈન નું ચિત્ર પણ આવેલું છે જે આકર્ષણ નું કેન્દ્ર છે.

હસતી બીબી નો ગોખલો: શેઠ ના પડા માં આવેલ આ હસતી બીબી નો ગોખલો બાળક જ્યારે રડવા નુ બંધ ના કરે અથવા બીમાર હોય તો આ ગોખલા માં થી નજર કર્યા બાદ બાળક અઠવાડિયા માં હસતું રમતું થઈ જાય છે.

ગુરુવાર ના દિવસે અહી વધુ ભીડ જોવા મળે છે.

કાંકરિયા: અમદાવાદ માં વસતા લોકો માં નાના બાળક થી માંડી ને વડીલ સુધી માં કોઈ એવી વ્યક્તિ નહિ હોય જેણે કાંકરિયા ની મુલાકાત ના લીધી હોય.

કાંકરિયા એ અમદાવાદ ના હાર્દ સમાન છે અહી તળાવ ની વચ્ચે ટાપુ સમાન નગીનાવાડી આવેલી છે. અહી જ્યારે તળાવ બનાવવામાં આવતી હતું ત્યારે મોટી માત્રા માં કાંકરા મળી આવતા તેનું નામ કાંકરિયા પાડવામાં આવ્યું હતું.

1951 માં રૂબીન ડેવિડના દ્વારા કાંકરિયા પ્રાણીસંગ્રહાલય બનાવેલ જેમને 1974 માં પદ્મશ્રી પુરસ્કાર થી નવાજવામાં આવ્યા હતા.

2017 માં ભારતમાં સૌ પ્રથમ નોક્ટરનલ (Nocturnal) ઝૂ કાંકરિયા ખાતે બનાવવામાં આવ્યું હતું. જેમાં નિશાચર પ્રાણી નો સમાવેશ થાય છે.

ભારતમાં આવેલા 16 વિશાળ પ્રાણીસંગ્રહાલય માં કાંકરિયા નો સમાવેશ થાય છે.

માણેક ચોક: દિવસમાં ઝવેરી બજાર અને રાત્રે ખાણી પીણી ના બજાર માં ફેરવાઈ જતી આ જગ્યા માં રાતના સમયે અહી લોકોની નાસ્તા કરવા માટે ભીડ જામે છે.

અહી ના નામ પાછળ પણ વાર્તા છે જેમાં અહમદશાહ બાદશાહ દરવાજા ની કોટ કરવા માંગતા હતા જે ત્યાંના એક સૂફી સંત ને પસંદ ના હતું.

જ્યારે પુરા દિવસ દરમ્યાન મજૂરો કિલ્લો બનાવવા માટે દીવાલ ઊભા કરતા તે સમયે તે સંત એક ચાદર ભરતા હતા અને સાંજે તે ચાદર ખોલી નાખતા જેથી દિવસ દરમ્યાન કરેલું કામ પણ બધું પડી જતું હતું.

આવું ઘણા દિવસ ચાલ્યા બાદ અહમદશાહ બાદશાહે સૂફી સંત ને પૂછતા તેણે તેનું નામ આ જગ્યા માટે આપવા જણાવ્યું જે સૂફી સંત નું નામ માણેક બુરજ હોવાથી તે માણેકચોક ના નામે ઓળખાયું.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે શેર કરવા વિનંતી અને તમારી અમદાવાદ ની કોઈ ખાસ જગ્યા હોય જે અહી રહી ગઈ હોય અથવા તમારી અમદાવાદ સાથે જોડાયેલો કિસ્સો અહી કોમેન્ટ માં જણાવી શકો છો.

Visited 279 times, 1 visit(s) today

Leave a Comment