પ્રેમ ની જ્યારે પણ વાત આવે ત્યારે સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા જ આંખ ની સામે તરવરી આવે છે કે જેમનો સંગમ નથી થઈ શક્યો પરંતુ આજ ના દિવસ માં પણ દરેક મંદિર માં રાધા કૃષ્ણ ને પૂજવામાં આવે છે અને પ્રેમ નું બીજું નામ એટલે રાધા કૃષ્ણ આજે અમે અહી પ્રેમ ની લાગણી ને દર્શાવવા માટે ગુજરાતી માં પ્રેમ શાયરી (love quotes in gujarati) લઇ ને આવ્યા છે.
પ્રેમ તમે કોઈને કહીને વ્યક્ત કરો કે પછી લખીને પણ એનાથી પ્રેમની ભાવના બદલાતી નથી. હાલના સમયમાં બધાને એવું લાગે છે કે પ્રેમ કરવું એ સૌથી સહેલું કામ છે અને છે પણ. જ્યારે એ જ પ્રેમ સાથે આખી જિંદગી વિતાવવાનો સમય આવે છે ત્યારે બધા એ જ પ્રેમથી કંટાળી જાય છે એટલે પહેલા તો તમે આકર્ષણ અને પ્રેમ વચ્ચે નો ફરક સમજો અને પછી નક્કી કરો કેમ કે ઘણા બધા આકર્ષણ ને પ્રેમ સમજી બેસે છે અને એ આકર્ષણ વધારે સમય સુધી રેહતો નથી જેના લીધે એ સંબંધ નો અંત આવી જાય છે અને પછી એ જ લોકો નિષ્ફળ થઈ ને એમ બોલે છે કે આ દુનિયા માં પ્રેમ જેવું કંઈ હોતું નથી બધા મતલબી હોય છે.
આ પણ વાંચો – મિત્રતા દિવસ (Friendship Day) પર સુવિચારો અને મેસેજ
૨૦૦ થી વધુ પ્રેમ શાયરી (love quotes in gujarati):
- રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.
- ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો ત્યારનો અનુભવ ખાસ હોય છે કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.
- પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.
- વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા
- ગઈ કાલે તને પ્રેમ કરતો હતો, આજે પણ તને પ્રેમ કરું છુ, અને કાલે પણ કરતો રહીશ…
- પ્રેમ કરવો ઘણો જ સરળ છે જેમ માટી ઉપર માટી થી લખવુ પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે જેમ પાણી ઉપર પાણી થી લખવુ.
- એક સાચો જીવન સાથી અરીસા જેવો હોય છે જે તમને હમેશા સત્ય થી અવગત કરાવે છે.
- મને આદત નથી દરેક પર ફિદા થવાની પણ તારામાં કંઈક વાત એવી હતી કે આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો
- પ્રેમ એક ભાવના છે જેનો અનુભવ ઘણા લોકો એ કર્યો હશે પરંતુ તેને ખુબજ ઓછા લોકો માણી શક્યા હશે.
- આજે પણ મહેફિલ માં જ્યારે પ્રેમ ની વાત આવે છે સૌથી પહેલા અમારી સામે તમારો જ ચહેરો આવે છે.
- પ્રેમ એ સંજ્ઞા કરતાં ક્રિયાપદ વધારે લાગે છે, તેમાં અનુભૂતિની સાથે કાળજી, વહેંચણી, સહાય, બલિદાન પણ છે.
- જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે
- આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે
- તારાથી પ્રેમ ના કરવો એ ગુનો ગણવામાં આવે એવો સુજાવ છે આ એ ખુદાનો, તો કેમ એને ના માનવામાં આવે
- મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે
- એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર
- જાનેમન તારો ફોટો જોવા પર જો તે કોઈ ટેક્સ લગાવ્યો હોત તો અત્યાર સુધી તો હું કંગાળ જ થઈ ચૂક્યો હોત
- સુંદરતા તારા જિસ્મ ની એવી તે નિખરી ગઈ છે કે તારી સજાવટ હવે દરેક અરિસાનું અભિમાન બની ગઈ છે
- અમે એકલા થોડી તમારા રૂપના શિકાર થયા હતા તમારા શણગાર માટે તો આ અરીસા પણ બેકરાર થયા હતા.
- અપ્સરાઓ થી પ્રેમ કરવો આદત નથી મારી પણ શું કરું, તમે તો અપ્સરાઓ થી પણ ઉપર શુમાર થયા હતા.
- એને સાડીમાં જોઈને આ હૈયું એવું હરખાઈ જાય છે શું બોલવું ક્યાં બોલવું કંઈ રીતે બોલવું, એ બધું પછી મને ક્યાં સમજાય છે ને થોડી ગણી કરકસર તે આ તારું સ્મિત પૂરી કરી દે છે પછી શું મારો કિસ્સો તો એ મૌકા – એ – વારદાત પર જ પતી જાય છે
- તારો ઇંતેજાર, તારા જવાબનો ઇંતેજાર, એવા ઇંતેજારનો પણ ઇંતેજાર, ઓફ્ફ!! કેટલું કામ છે મને યાર
- કોશિશ કરું જો હું તારાથી દિલ લગાવાની તો શું મળી શકે સજા મને તારો પ્રેમી બની જવાની
- તારાથી પણ ખૂબસૂરત તો એવા અગણિત ચેહરા છે અહીંયા પણ દરેક ચેહરામાં તારા જેવી ખૂબીઓ નથી હોતી.
- ઓહ!! શું કહેવું તારી આ આંખોનું, એની શિતળતામાં નિહાળવામાં મારી દરેક ચાય ઠંડી થઈ જાય છે.
- ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની
- મળવાનું મન થાય તો ચાલ્યા આવજો એના એજ રસ્તે, અમે તમને નથી ભૂલ્યા, તમે જ રસ્તા ભૂલ્યા છો.
- પ્રેમ કરવા માટે આ જિંદગી ઓછી પડી જાય છે, ખબર નહીં લોકો નફરત માટે કયાંથી સમય કાઢે છે.
- વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે પણ સમય આવે ત્યારે એવું એક હોવું જરૂરી છે જે દિલ થી કહે ચિંતા ના કર હું છું ને તારી સાથે.
- તુ મળી જાય તો, નસીબને હું પુરસ્કાર આપુ. નથી જાણવુ કે હસ્તરેખાઓ માં પછી શુ લખ્યું છે.
- સુંદરતાના વખાણ તો થવાના જ મહેફિલમાં , પણ કરચલીઓ ના વખાણ થયા તો સમજી લેજો કે પ્રેમ છે.
- આ જે લોકો કહેતા હોઈ છે ને કે સિંગલ રહેવામા જલસા છે. એ પણ કોઈકના પ્રેમમાં પડેલા જ હોય છે બસ કહેતા નથી.
- ચહેરો જોઈને love you કહેવા વાળા તો બવ બધા મળશે પણ , તમે જેવા છો એવા મારા જ છો એવું કહેવા વાળા Life માં એક જ વાર મળશે.
One Liner Love Quotes In Gujarati:
- કહાની નહીં જીંદગી જોઈએ તારા જેવી નહીં તું જોઈએ
- જેને મળ્યા પછી જીવવાનું વ્યસન થઈ જાય એ પ્રેમ.
- લાખો માં એક હોય તેજ હાથ ની રેખાઓમાં ના હોય.
- હું તને ગમું કે ના ગમું પણ તું તો મને બોવ જ ગમે છે.
- પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ.
- શું માંગુ ભગવાન પાસે બધું તો આપી દીધું છે તારા રૂપ માં
- પ્રેમ એટલે તે લીધેલા શ્વાસ નો મેં કરેલો અહેસાસ.
- ભલે તારી સાથે વાત ના થતી હોય પણ આજે પણ હું તને મિસ કરું છું.
- બધી આદત છોડી શકું છું તારા માટે અને તારા સિવાય.
- રડવાથી કોઈ મળતું નથી બસ દિલ ને બે ઘડી સૂકૂન મળે છે.
- પ્રેમ નિભાવતા આવડવો જોઈએ બાકી થઈ તો બધાને જાય.
- રાત મારી પોતાની છે પણ સપનાંઓ બસ તમારાં જ છે.
- વાત કરવા માટે ટાઈમ કે મૂળ નહીં પણ મન હોવું જરૂરી છે.
- આંખો ની પાસે નથી પણ દિલ ની પાસે તો તું જ છું.
- મારા જેવા કરોડો મળશે પણ હું તો નહિ જ મળું.
- પ્રેમ માં હક જરૂર કરજો પણ શક નાં કરતાં.
- બસ તું હોય એના થી વિશેષ જીંદગી શું હોય
- તું ના પૂછ કેમ કે તારા વગર જીંદગી જેમ તેમ છે.
- પ્રેમ એટલે તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું.
- એ ભલે અંજાન છે પણ મારી જાન છે
- તને મળવુ તો ગમે છે પણ પછી અલગ થવું નથી ગમતું.
- બેશક મારા જેવા દુનિયામાંં હજારો હશે પણ મારી દુનિયામાં તારા જેવુ કોઈ નથી.
- આપણે એકસરખો પ્રેમ કરવા માટે એકસરખું વિચારવાની જરૂર નથી.
- તારી ખુબીઓના હિસાબમાં દરેક વાર મારાથી ભૂલ થઈ જાય છે.
- પ્રેમ ક્યારેય પારખવો નહીં , અને પારખવો હોય તો કરવો નહીં.
- શું એવું ના થઈ શકે હું પ્રેમ માંગુ અને તું ગળે લગાવી ને કહે બીજુ કાંઈ ?
- પ્રેમ કરવો એ મોટી વાત નથી કોઈનો પ્રેમ મળવો એ બઉ મોટી વાત છે.
- ચાલ એક ભાગીદારી કરીએ, એક હ્રદયમાં બંને ધડકીએ…
- તારી રાતરાણી જેવી જુલ્ફોમાં ગુંથ્યા છે સોળ શમણા કંગનમા એક કુમકુમ ગઝલ છે તારી આંખો, કંકોતરી લખાઇ જાય ચમનમા.
- મુલાકાત તારી સાથે થતી જ રહેશે નજર થી દુર છો દિલ થી નહિ….
- મારી નજર, તારી નજરનો સ્પર્શ પામે ત્યારે જીવન સંપૂર્ણ લાગે..
- ખૂબ ચાહું છું તને, પણ બોલતા કોણ જાણે કેમ રે મૂંઝાઉં હું..
- બે ઘડી જો વાત મીઠી તું કરે, એ પછી બે ત્રણ દિવસ હરખાઉં હું.
- તું ન હોય અને આખું બ્રહ્માંડ પામી લઉં, તે છતાં બધુ અપૂર્ણ લાગે…..!!
- જે દિલની પાસે હોય છે એ થોડા વધારે જ ખાસ હોય છે.
- વાત રાખી દીલમાં પણ કહી ના શક્યા. યાદ કર્યા તમને પણ શ્વાસ લઈ નાં શકયા.
- એકાદ ક્ષણ પણ તારું આવી મળી જવું ખાસ્સું ગમ્યું એ શ્વાસ માં પાછું ભળી જવું…
- પ્રેમ એટલો નજીક થી નીકળયો મને એમ કે થઈ ગયો!!
- પ્રેમ તો પ્રેમ છે, પછી એ તારી સાથે કરું કે તારી યાદો સાથે શુ ફર્ક પડે??
- આજે તડકો બહુ મીઠો લાગે છે!!! નક્કી સૂર્યનું પહેલું કિરણ તારા ગાલ પર પડ્યું હશે.
- ખાસ છે તો બસ તું અને તારી વાતો, બાકી બધી તો છે કહેવાની વાતો!!!
- કેરીનો રસ અને તારી યાદ, મને બોઉ મીઠી લાગે છે! (Love quotes in gujarati)
- બધાને વ્હાલી છે પોતાની જિંદગી અને મને તું જિંદગી થી પણ વધારે વ્હાલી છો.
- હું તારાં વગર એટલો જ અધુરો છુ, જેટલું સૂર્યવંશમ વગરનું સેટમેક્સ!!!
- ક્ષણ, એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા કેમ છો? બે શબ્દોમાં એ મારા શ્વાસ બની ગયા.
- કોઈને ખબર ના પડે એમ છાનુંમાનું ચાલે છે, ભીતર યાદોનું ધમધોકાર કારખાનું ચાલે છે…
- રોજ થાય છે પ્રેમ મને તારી સાથે..બસ આદત નથી રજુઆત કરવાની.
- તુ એટલે મારી આંખમાં આંજેલુ એક નામ તુ એટલે મારી ગમતી સફર નુ પુણઁ વિરામ….
- કોક દી ફુરસત મળે તો લે ખબર દિલ ઉપર વીતે છે શુ તારા વગર.
- હજી ઉંમર મારી ન હતી પ્રીત કરવાની, બસ તમને જોયા અને જવાન થઈ ગયો…
- તારી જગ્યા કોઈ ના લઇ શકે, કેમ કે તારા જેવું બીજું કોઈ છે જ નહીં !!
- મને ચાહનારા હજારો છે, પણ મારી ચાહત તું એક જ !! (Love quotes in gujarati)
- જીવન એ પહેલી, પ્રેમ બીજી અને સમજણ એ ત્રીજી ભેટ છે.
- સ્વપ્ન એટલે એવી જગ્યા કે જ્યાં તું ન હોય છતાં તને મળી શકાય
- તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો
- પ્રેમ એટલે તે લીધેલા શ્વાસનો, મે કરેલો અહેસાસ…
Two Liner Love Quotes In Gujarati:
- પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું.
- ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!
- આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.
- બધા સંબંધો ને નામ ની જરૂર નથી, બસ કોઈક પારકું પોતાનું લાગે એજ “પ્રેમ”
- પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.
- તમારો મિત્ર બનવું એ મારી ઈચ્છા હતી જ્યારે, તમારો પ્રેમી બનવું એ મારુ સ્વપ્ન હતું.
- હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે
- એક શબ્દ આપણને જીવનના તમામ વજન અને પીડામાંથી મુક્ત કરે છે: તે શબ્દ “પ્રેમ “છે.
- ઘડીક શ્વાસ રોકીને જોજે ના રહેવાય તો સમજી જજે કે મને તારી એટલી જ જરૂર છે
- આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે
- ઉમર તમને પ્રેમ કરવાથી રોકી શક્તિ નથી પરંતુ પ્રેમ તો ઉમર ને પણ રોકી શકે છે.
- તારી ખુશી માટે હારી જવું ગમે છે કારણ કે એવી મારી ખુશી જ શું કામની જેમાં તારી જીત જ ના હોય.
- તમે નજરો થી દૂર છો દિલ થી નહિ યાદ દિલ થી કરાય નજરો થી નહિ
- તને પ્રેમ કરું છું એટલે જુદાઈથી ડરું છું એટલે જ વાંક તારો હોય તો પણ માફી હું માંગુ છું.
- પૂછ્યું એ પાગલ પ્રેમ તો છે , પણ ક્યાં સુધી મૂકી એનો હાથ દિલ પર મેં કહ્યું, આ ધબકે ત્યાં સુધી.
- માત્ર એક કારણ ની શોધ માં હોય છે , પ્રેમ કરવા વાળા હોય કે પછી પ્રેમને છોડી ને જવા વાળા.
- ફાયદો કયાં કોઈને થાય છે તો પણ અહીં લોકો પ્રેમ કરતા જાય છે દિલ ગુમાવે છે નુકસાનમાં અને નફામાં દર્દ લેતા જાય છે. (love quotes in gujarati)
- જિંદગીમાં એવી વ્યક્તિ ને જ Propose કરજો જેમનું દિલ એમના Face કરતા સારું હોય.
- અત્યારના પ્રેમની એજ સાચી હકીકત છે જે તમને પહેલા હસાવે છે, પછી એજ તમને રોવડાવે છે.
- તારા માટેનો મારો પ્રેમ કોઈ દુવાથી ઓછો નહોતો એ વાત અલગ છે કે તારે મારું બનવું જ નહોતું.
- પ્રેમને જરાક સાચવીને પીરસજો ! કેમ કે , સાચો પ્રેમ બધાને પચતો નથી.
- તસ્વીર ગમે તેવી હોય પણ સમાવી લે તે ફ્રેમ વ્યક્તિ ગમે તેવી હોય પણ સંભાળી લે તે પ્રેમ.
- પ્રેમ ની વ્યાખ્યા, ન એને ખબર છે, ન મને ખબર છે, બસ થયો છે બંને ને એ અમને બંને ને ખબર છે.
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો પરિવારજનો અને તમારા પ્રિય પાત્ર, પતિ, પત્ની, મિત્ર સાથે શેર કરવા વિનંતી.
Really it’s true
મે મારી વાઇફ ને આજે સવારે તમારી બધી સાયરી મોકલી અને તે ખુશ થઈ ગઈ ખૂબ ખૂબ ધન્યવાદ
આપને અમારો લેખ પસંદ પડ્યો એ જાણીને આનંદ થયો