ગુરૂ પૂર્ણિમા નું મહત્વ અને શુભકામના સંદેશાઓ

અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા (પૂનમ) ને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. 2022 માં ગુરૂ પૂર્ણિમા બુધવાર ના રોજ તારીખ 13 જુલાઈ ના રોજ આવે છે.

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરૂ પૂર્ણિમા એ ગુરૂ અને શિષ્યના પવિત્ર સબંધોને ઉજાગર કરતો તહેવાર છે. ગુરૂની શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરૂ પ્રત્યેના આદર , માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે. આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં ગુરૂ ને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો – શિક્ષક દિવસ પર શુભકામના અને સંદેશાઓ

પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરૂને હમેશાં શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂ પોતાના આચરણ દ્વારા શિષ્યના જિંદગીનું ઘડતર કરે છે.ગુરૂને આચાર્ય પણ કહેવામાં આવે છે. આચાર્ય દેવો ભવ. ગુરૂ નું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે. ગુરૂ ને ભગવાન નો દરજ્જો આપવામાં આવ્યો છે.

ગુરૂ પૂર્ણિમા નું મહત્વ અને શુભકામના સંદેશાઓ

આજે અમે ગુરૂ પૂર્ણિમા ના દિવસ નિમિતે અને ગુરૂ શિષ્ય ના પાવન અવસર નિમિતે ગુરૂ પૂર્ણિમા નું મહત્વ અને ગુરૂ શિષ્ય ને લગતા સંદેશાઓ અને શુભકામના પાઠવવા માટે ના મેસેજ લઈ ને આવ્યા છે.

ગુરૂ પૂર્ણિમા ની શુભકામના સંદેશાઓ:

ગુરૂ પૂર્ણિમા નું મહત્વ અને શુભકામના સંદેશાઓ

  • ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર: ગુરૂ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરૂવૈ નમ:
  • અજ્ઞાનરૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર વ્યક્તિ એટલે ગુરૂ
  • ગુરૂ વિના નથી થતું જીવન સાકાર, ગુરૂ જ છે સફળ જીવનનો આધાર.
  • ગુરૂજી આપે પ્રાણ સુના અંતરે પ્રગટે દીપ, ખોયું તે ભૂલી જે છે તેમાંથી કર નવસર્જન, ગુરૂજી ખોલે અંતર ચક્ષુ આપે શિક્ષા અપાર.
  • આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે, તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરૂ” સમાન હોય છે.

ગુરૂ પૂર્ણિમા નું મહત્વ અને શુભકામના સંદેશાઓ

  • માથાં પર હોય જયારે માથાં પર હોય જયારે ગુરૂનો હાથ, ત્યારે જ બને છે જીવનનો સાચો આકાર.
  • જે કોઈ મારાથી પ્રેરિત થયા હોય એવા શિષ્યો અને જેનાથી હું પ્રેરણા લઈ શક્યો એ બધા ગુરૂઓ ને ગુરૂપૂર્ણિમા ની શુભેચ્છાઓ.
  • કૃષ્ણ થી જેનું ઊંચું સ્થાન, કરું તેને પ્રણામ માટી ને બનાવી દે ચંદન એવું એનું જ્ઞાન તેવા ગુરૂ ને સત સત પ્રણામ…
  • ગુરૂ પૂર્ણિમા ના શુભ દિવસે મારા ગુરૂ કહો તો પણ એજ અને ઇષ્ટદેવ ક્યો તો પણ એજ એવા મારા માતા પિતાના ના પાવન ચરણો મા શીશ નમાવી વંદન કરું છું…
  • અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દુર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર એવા મારા ગુરૂને ગુરૂપૂર્ણિમા ની ખૂબ જ શુભેચ્છાઓ
  • ગુરૂ માત્ર એજ નથી કે જે નિશાળમાં ભણાવે છે દરેક એ વ્યકિત જે તમને જીવનમાં અલગ અલગ પાઠ ભણાવે છે એ બધા જ તમારા ગુરૂ કહેવાય છે.
  • મને જન્મ મળ્યો એના માટે હું મારા માતાપિતાનો આદર માનું છું, પણ મને જીવનની કેળવણી મળી એના માટે હું મારા ગુરૂ નો આભાર માનું છું.
  • કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતું પણ બીજાને આપી દે છે એવું જ કંઇક શિક્ષક (ગુરૂ) નું છે પોતાનું જ્ઞાન પોતાના માટે નહિ પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે.

ગુરૂ પૂર્ણિમા નું મહત્વ અને શુભકામના સંદેશાઓ

  • સોટીથી જે માર પડ્યો હતો એનું પરિણામ આજે દેખાય છે, અજ્ઞાનીને જ્ઞાની કરનાર શિક્ષક એને જ કહેવાય છે.
  • નામ નહીં પણ કામમાં જ માને છે એ ગુરૂ છે સાહેબ શિષ્યને સરળ કર્યા વગર ક્યાં હાર માને છે.
  • અજવાળું આપી જાતે સળગે એ મીણબત્તી, એવી જ રીતે જ્ઞાન આપી બીજાને સફળ કરે એ જ ગુરૂ. ગુરૂપૂર્ણિમાની શુભેચ્છાઓ
  • ઝવેરી હીરાને ઘસીને ઉજળું બનાવે છે એમજ શિક્ષક શિષ્યને ઘસીને એનું ભવિષ્ય ઉજ્વળ બનાવે છે.

ગુરૂ પૂર્ણિમા નું મહત્વ અને શુભકામના સંદેશાઓ

  • પોતાના શિષ્યને સફળ કરવું એજ ધ્યેય બની જાય છે અંધકારમાં રહેલું બાળક ત્યારે જ તો પ્રકાશિત જ્ઞાનનો દરિયો બની જાય છે.
  • વારંવાર મૂલ્યાંકન કરી અને સુધારો કરવાની વૃત્તિ ધરાવે છે, હા એ ગુરૂ જ છે જે પોતાના શિષ્યને સફળ બનાવે છે.
  • આકાર વિના પથ્થર નું ના હોય કોઈ મોલ રે… શિલ્પી ના કંડારતા બને અનમોલ રે…
  • એ જીંદગી તે પણ ઘણું શીખવ્યું છે તું પણ ગુરૂ થી કંઈ કમ નથી.
  • ગુરૂ એટલે મને મારા સુધી પહોંચવાની પ્રેરણા આપે બસ એનું જ નામ ગુરૂ.

ગુરૂ પૂર્ણિમા નું મહત્વ અને શુભકામના સંદેશાઓ

  • આપણા સૌથી મોટા ગુરૂ કે જેમણે આપણ ને નાનપણ થી જીંદગી ના ઉતાર ચઢાવ વિશે શીખવ્યું એવા માતા પિતા ને વંદન.
  • જેના ચરણોમાં પ્રશ્નો શમી જાય અને અલૌકિકતા નું આશ્ચર્ય માત્ર રહે એ ગુરૂ.
  • અનુભવથી મોટું કોઈ “ગુરૂ” નથી હોતું…!!!
  • ગુરૂ એટલે, એના જ્ઞાન રૂપી વારસાને વારસાઈ તરીકે આપતી વ્યક્તિ.
  • ગુરૂ બીના જ્ઞાન નહીં, જ્ઞાન બીના આત્મા નહીં, ધ્યાન, જ્ઞાન, ધૈર્ય ઓર કર્મ સબ ગુરૂ કી હી દેન હૈં.

ગુરૂ પૂર્ણિમાનું મહત્વ:

ગુરૂ પૂર્ણિમા નું મહત્વ

આ દિવસે મહાભારત ના રચીયતા શ્રી વેદવ્યાસજી નો જન્મ થયો હતો. ગુરૂ પૂર્ણિમા અથવા વ્યાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે પુરાણો અને વેદોની રચના કરી છે. જેમાં પુરાણોની કુલ સંખ્યા 18 છે.

હિન્દુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમા સાથે બે ઘટનાઓ જોડાયેલી છે. ભગવાન શંકરને ગુરૂ તરીકે પૂજવામાં આવે છે કારણ કે હિન્દી પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શંકરે તેમના સાત ઋષિઓ એટલે કે સાત અનુયાયીઓને યોગ અને અનેક પ્રકારના જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો અને તેથી તેઓને ગુરૂ તરીકે ઓળખવામાં આવે છે. બીજી તરફ બૌદ્ધ ધર્મની પોતાની માન્યતા છે કે ભગવાન બુદ્ધને બોધ ગયામાં બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેથી જ તેમના સન્માન તરીકે સમગ્ર દેશમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મના પ્રસાર માટે ઘણા પ્રયત્નો કર્યા અને તેમના શિષ્યો દ્વારા બૌદ્ધ ધર્મને સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો.

ગુરૂ પૂર્ણિમા ના દિવસે દાન પુણ્ય, યોગ:

આ ખાસ દિવસે ગંગા સહિત અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન અને પીપળાની પૂજા કરવાથી અનેકગણું પુણ્ય મળશે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી લેવું જોઈએ. આ દિવસે તીર્થસ્નાન માટે ન જઈ શકો તો ઘરે જ પાણીમાં ગંગાજળ અથવા પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. આ દિવસે શુભ મુહૂર્તમાં દાનનો સંકલ્પ કરીને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ.

27 નક્ષત્રોમાં ઉત્તરાષદા નક્ષત્ર પૂજા અને સ્નાનનું પુણ્ય વધારે છે. તેનો સ્વામી સૂર્ય છે. તેવી જ રીતે સિદ્ધિ યોગના સ્વામી ગણેશ છે. જે દરેક પ્રકારના કાર્યમાં સિદ્ધિ આપનાર છે. આ તહેવાર પર મકર રાશિમાં ચંદ્રમાં હોવાને કારણે વૈભવમાં વધારો થશે અને આ દિવસે સ્નાન કર્યા બાદ જળ અને સફેદ વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળશે. આ રીતે દાન કરવાથી સૌભાગ્ય વધે છે અને સ્વાસ્થ્ય પણ મળે છે. અષાઢ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી રોગો દૂર થાય છે અને સમૃદ્ધિ વધે છે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો પરિવારજનો અને ગુરૂજનો કે તમારા ગુરૂ માનતા સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 135 times, 1 visit(s) today

Leave a Comment