અશ્વગંધા ના ફાયદા અને નુકસાન (અને સેવન કરવાની રીત)

અશ્વગંધા ના ફાયદા અને નુકસાન (અને સેવન કરવાની રીત)

અશ્વગંધા નો ચૂર્ણ અને દવા નો ઉપયોગ કરવા માં આવે છે વર્ષો થી જેના વિશેની માહિતી આજ ના આ લેખ માં કરવામાં આવી છે.

હાલ ના સમય માં લોકો ના કામકાજ ઝડપી થઇ ગયા હોવાથી અને દોડાદોડભર્યું જીવન હોવા થી કામ ની વ્યસ્તતતા અથવા કામ ના બોજ ના કારણે થી દરેક વ્યક્તિ લગભગ માનસિક અથવા શારીરીક બીમારીઓ થી પીડાતી હોય છે.

જેના થી બચવા માટે લોકો દવાઓ નો સહારો લેતા હોય છે પરંતુ આયુર્વેદ માં ઘણી એવી ઔષધિઓ રહેલી છે જે દવા કરતા વધુ અકસીર રહે છે અને જેના થી લગભગ કોઈ આડઅસર થવા ની સંભાવના રહેતી નથી.

આજે આપણે એવી જ ઔષધિ ની વાત કરીશું કે જેના મૂળ માં ઘણા રોગ ને નાશ કરવા ની તાકાત રહેલી છે અને ગુણદાયક છે.

આ પણ વાંચો – ગીલોય એટલે શું? તેના ફાયદા અને નુક્સાન વિશે સંપૂર્ણ માહિતી

આયુર્વેદ માં ઘણી બધી ઔષધિ છે તે ઉપયોગી છે.

જેમાં થી આજે આપણે અશ્વગંધા નામક ઔષધિ ની વાત કરીશું કે જેને ઋષિમુનિઓ – પૂર્વજો ના સમય થી લગભગ 3000 થી 4000 વર્ષો થી ઉપયોગ માં લેતી આવી છે. અશ્વગંધા એ દિવ્ય ઔષધિ છે જેને ઘોડાસણ અથવા આસંધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અશ્વગંધા એટલા માટે નામ છે કારણ કે તેમાં થી ઘોડા ના પરસેવા જેવી સુગંધ આવતી હોય છે અને એવું માનવા માં આવે છે કે તેના સેવન થી ઘોડા જેવી તાકાત આવતી હોય છે.

અશ્વગંધા લગભગ 2 થી 3 ફૂટ જેટલી ઊંચાઈ નું હોય છે જેના મૂળ 1 ફૂટ જેટલા ઊંડા હોય છે. જે ચીકણા, કડવા અને મજબૂત હોય છે જેના મૂળમાં આ ઔષધિ રહેલી છે.

અશ્વગંધા ના બજાર માં તૈયાર તેલ અને ચૂર્ણ (અશ્વગંધા પાવડર) દવા (કેપ્સુલ) મળી રહે છે. શરીર ના માનસિક અને શારીરીક બંને રોગો માટે અકસીર સાબિત થઇ છે. જેમાં ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ, સાંધા ના દુખાવા માટે ઘડપણ ને નાથનારૂં અને રોગપ્રતિકારક શક્તિ વધારનારૂ સાબિત થયું છે જે સ્વાદ માં તૂરું અને કડવું હોય છે. જેના ફાયદા વિષે નીચે વિગત વાર જોઈએ.

અશ્વગંધા ના ફાયદા:

  • અશ્વગંધા યાદશક્તિવર્ધક માટે – અલ્ઝાઇમર જેવી બીમારી હોય બાળકો કે વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં યાદ ના રહેતું હોય તો તેમના માટે અશ્વગંધા નું ચૂર્ણ (પાવડર) સેવન કરવા થી યાદશક્તિ પ્રબળ બને છે.
  • અશ્વગંધા વાળ ની સમસ્યા માટે – જો વાળ ઉતરતા હોય તેવા લોકોએ અથવા જેમના નાની ઉમર માં વાળ સફેદ થઇ ગયા હોય તેના માટે ઉપયોગી બને છે. ઓછી અનિંદ્રા ના કારણે થી પણ વાળ ખરતા હોય છે અશ્વગંધા ના તેલ ની માલિશ કરવા થી ઊંઘ સારી આવતી હોય છે.

વાળ ને લગતી સમસ્યાઓ માટે અશ્વગંધા

  • હૃદય ને લગતી સમસ્યાઓ – જેમ કે લોહી ના પ્રમાણ માં વધારો ઘટાડો અથવા મધુપ્રમેહ ને મર્યાદા માં રાખવા અને સુગર કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખવા માટે,લોહી નું પરિભમણ યોગ્ય રાખવા માટે દવા (કેપ્સુલ) નું સેવન કરી શકાય છે.
  • ઇજા અથવા સોજા માટે – કોઈ જગ્યા એ ઇજા પોહ્ચવા થી વાગ્યું હોય અથવા સોજો આવ્યો હોય તો અશ્વગંધા ના પાન ને સરસીયા ના તેલની સાથે મિશ્રિત કરી ને માલિશ કરવા થી સોજા માં રાહત મળે છે. તે સિવાય સાંધા નો દુખાવો, માથા નો દુખાવો, કોણીનો દુખાવો, હાડકા ના દુખાવા માટે તેલ ની માલિશ કરવા થી રાહત મળે છે.

ઇજા અથવા સોજા માટે અશ્વગંધા ની ઉપયોગ

  • શારીરિક શક્તિ વધારવા –શરીર ને લગતી સમસ્યાઓ માં શક્તિ વધારવા માટે, માંસપેશીઓ મજબૂત કરવા માટે પણ તેલ નું માલિશ ઉપયોગી બને છે.

અશ્વગંધા ના ઉપયોગ

  • માનસિક થાક દૂર કરવા માટે – માનસિક થાક માં આળસ, નાદુરસ્તી યાદશક્તિ તેજ કર અનિંદ્રા, ચક્કર આવતા હોય, એકાગ્રતા માટે, હતાશા દૂર કરવા માટે દવા ( કેપ્સુલ ), ચૂર્ણ (અશ્વગંધા પાવડર) અને તેલ નું માલિશ કરી શકાય છે.

માનસિક થાક દૂર કરવા માટે અશ્વગંધા ના ફાયદા

  • ચામડી ને લગતા રોગો – જેમ કે કોઢ, શરીર પર થતા સફેદ ડાઘ શરીર પર થતી ગાંઠો ને દૂર કરવા માટે અશ્વગંધા ના મૂળ ને પીસી ને તેનો લેપ બનાવી તેના તેલ ની માલિશ કરવા થી તેમાં ફરક જોવા મળે છે.

ચામડી ને લગતા રોગો માટે

  • આંખો ને લગતી તકલીફ – મોતિયાબિંદ, આંખો ની કમજોરી, આંખો માં ઓછું દેખાવું વગેરે જેવી આંખો ની તેજસ્વીતા માટે અશ્વગંધા, આમળા અને જેઠીમલ ને પીસી ને તેનું ચૂર્ણ (અશ્વગંધા પાવડર) લેવા થી રાહત મળે છે
  • વાયુ ગેસ – વાયુ ના રોગો કે જે લગભગ 80 કે તેથી વધુ છે તેના માટે પણ અશ્વગંધા ચૂર્ણ (પાવડર) અકસીર ઉપાય તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. કમર ના દુખાવા માં સાકર સાથે લેવા થી દુખાવા માં રાહત મળે છે.

વાયુ (ગેસ) ને લગતી તકલીફ માટે

  • કેન્સર – એક તારણ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે કેન્સર જેવી મહામારી થી પણ રક્ષણ આપે છે. કિમોથેરાપી માં થી રાહત પ્રાપ્ત થાય છે.

કેન્સર ને લગતી બીમારીઓ માટે

  • શ્વાસ ને લગતા રોગો માટે – શ્વાસ ના રોગો થી જે વ્યક્તિ પીડાતી હોય જેમ કે અસ્થમા છે શ્વાસ લેવા માં તકલીફ પડતી હોય તેના માટે દવા, ચૂર્ણ (અશ્વગંધા પાવડર)  ઉપયોગી છે.

શ્વાસ ને લગતી તકલીફ માટે

  • નવજાત બાળકો માટે – નાના બાળકો કે જે 4 મહિના થી મોટા હોય તેવા બાળકો ને દૂધ સાથે અશ્વગંધા ચૂરણ (પાવડર) આપવા થી બાળકો નું શરીર મજબૂત અને દિમાગ ના વિકાસ માટે ઉપયોગી અને બાળકો ને હૃષ્ટપુષ્ટ બનાવે છે.

નવજાત બાળકો માટે

  • ત્વચા માટે – મહિલા ના સૌંદ્રય પ્રસાધનો માં પણ અશ્વગંધા નો ઉપયોગ કરવા માં આવે છે. ત્વચા ને નિખારવા માટે ચમકીલી કરવા માટે લેપ ઉપયોગી સાબિત થાય છે.

ચામડી ને લગતા રોગો માટે

  • નાની મોટી બીમારીઓ – ક્ષય જેવી મોટી બીમારી કે ગળા ને લગતી થાઇરોઇડ જેવી બીમારી હોય, અથવા નાની બીમારીઓ જેવી કે શરદી, કફ, ઉધરસ, વાયુ માટે પણ અશ્વગંધા ની દવા, ચૂર્ણ (પાવડર) ઉપયોગી સાબિત થાય છે.

શરદી ખાંસી માટે ઉપયોગી

અશ્વગંધા ના નુકસાન:

  • જે વ્યક્તિ થાઇરોડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, શ્વાસ ને લગતી બીમારીઓ ની દવાઓ નું સેવન કરતા હોય તેવી વ્યક્તિ એ આ નો ઉપયોગ કરવો જોઈએ નહિ.
  • વધારે અશ્વગંધા નું સેવન કરવા થી ઊંઘ વધુ આવે છે પરંતુ ઊંઘ લાવવા માટે ઉપયોગી નથી.
  • ગર્ભવતી મહિલાઓ કે જેમને દવા ચાલુ હોય અથવા જે નવજાત બાળક હોય તેવી મહિલાઓ એ સેવન કરવું જોઈએ નહિ.
  • આના થી ઘણા લોકો નું માનવું છે કે ગેસ ની સમસ્યા અથવા પેટને લગતી તકલીફ થાય છે જેથી ઝાડા અથવા ઉલ્ટી થતી હોય તેમને સેવન ડૉક્ટર ની સલાહ થી લેવું.
  • તેનું સેવન ગરમ હોવા થી તેના થી શરીર નું તાપમાન વધે છે જેથી કરીને તાવ આવવા ની સંભાવના રહેલી છે જો તાપમાન વધી જતું હોય તો તેનું સેવન તુરંત બંધ કરી દેવું જોઈએ.

અશ્વગંધા નું સેવન કેવી રીતે કરવું?

  1. અશ્વગંધા ચૂર્ણ (અશ્વગંધા પાવડર)  , તેલ અને કેપ્સુલ નું વેચાણ પતંજલિ ના સ્ટોર પર થાય છે.
  2. જો બાળકો હોય તો તેમને યુવાનો ના પ્રમાણ માં ઓછી માત્રા માં અશ્વગંધા ચૂર્ણ (પાવડર) લેવી જોઈએ.
  3. અશ્વગંધા ચૂર્ણ (પાવડર) નો ઉપયોગ ચા સાથે, મધ સાથે, તુલસી સાથે પણ લઇ શકાય છે.
  4. જો કોઈ અન્ય બીમારી ની દવા ચાલુ હોય તો તેવા સમયે ડોક્ટર ની સલાહ લેવી આવશ્યક બને છે.
  5. ગેસ કે મહિલા ને પ્રેગ્નનસી દરમ્યાન અશ્વગંધા ના કેપ્સુલ અથવા ચૂર્ણ (પાવડર) નો ઉપયોગ કરવો જોઈએ નહિ.

અને અંતે:

કોઈ પણ દવા કે ઔષધિ સંપૂર્ણ રીતે યોગ્ય હોતી નથી તેના ફાયદા કે નુકસાન રહેલા હોય છે. જો તમને ઉપર દર્શાવેલ લેખ પર થી ફાયદો થાય અથવા તમારા પાસે અશ્વગંધા ને લગતા કોઈ ઘરેલુ ઉપાય હોય તો અમને જણાવો અને જો તમને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે અમારા આ લેખ ને શેર કરો.

Visited 1,263 times, 1 visit(s) today

3 thoughts on “અશ્વગંધા ના ફાયદા અને નુકસાન (અને સેવન કરવાની રીત)”

  1. Gym જાવા વાળા લોકો લે તો શું ફાયદો રહેલો છે અને શું Gym કરવા વાળા ને perfect છે ખરું

    Reply
  2. પેરાલિસિસમાં અશ્વગંધા નો ઉપયોગ કઈ રીતે કરી શકાય?

    Reply

Leave a Comment