દિવાળી માં ધનતેરસ ની સાથે તહેવારો ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધનતેરસ પછીના દિવસે આવતો તહેવાર એટલે કે આસો વદ ચૌદસ કાળી ચૌદસ.
કાળી ચૌદસ ને નરક ચતુર્થી પણ કહેવા માં આવે છે. કાળી ચૌદસ ના દિવસે મહાકાળી માતા ની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માં આવે છે. તંત્ર, મંત્ર, ટોટકા અને કાળી વિદ્યાઓ અને તેની ઉપાસના કરવા માટે પણ કાળી ચૌદસ ની રાત સંયોગ ની રાત હોય છે.
કાળી ચૌદસ નું મહત્વ:
કાળી ચૌદસ નો દિવસ એ મહાકાળી માતા ના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કાળી ચૌદસ ને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો – દિવાળી નું મહત્વ, દીપાવલી નો અર્થ અને દીપાવલી સાથે જોડાયેલી કેટલીક વાતો
કાળી ચૌદસ ના દિવસે મહાકાળી માતા ની પૂજા કરવા માં આવતી હોય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કાળી ચૌદસ પર સૂર્યોદય પહેલા જાગે અને સરસોના તેલના લેપથી સ્નાન કરે તો તેના તમામ રોગો, પાપો અને દુ:ખો દૂર થાય છે. જે આ કરે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તેના સમસ્ત સાંસારીક દુ:ખો દૂર થાય છે. કેટલાક પુરાણોમાં એવું પણ લખ્યું છે કે આ દિવસે સરસોના તેલનો લેપ લગાવવાથી સુંદરતા પણ પ્રાપ્ત થાય છે.
કાળી ચૌદસ ને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે યમરાજ ને પણ એક દીવો કરવામાં આવે છે જેને યમ દીપક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ને પણ મૃત્યુ ક્યારે થવાનું છે તેના વિશે ની જાણકારી હોતી નથી પરંતુ કોઈપણ વ્યક્તિ તેનું અકાળે અવસાન ના થાય તેના માટે યમરાજ ને સમક્ષ દીપ પ્રગટાવી ને પ્રાથના કરવા માં આવે છે.
આ પણ વાંચો – દિવાળી ની શુભકામના અને સંદેશાઓ 2024
કાળી ચૌદસ ને નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘર માં થી કકળાટ કાઢવા માટે ઘર ની ગૃહિણીઓ ઘર માં થી પાણી નો લોટો ભરી ને ઘર ની નજીક માં આવેલા ચાર રસ્તા નજીક દીવો પ્રગટાવી ને ઘર ના કકળાટ અને કંકાશ ને કાઢવા માં આવે છે.
કાળી ચૌદસ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ:
નરકાસુર ના વધ ની પૌરાણિક કથા:
પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નો વધ પણ આ દિવસે જ કર્યો હતો. અન્ય એક કથા અનુસાર નરકાસુર ને બ્રહ્માજી પાસે થી વરદાન પ્રાપ્ત થયેલું હતું કે તે માત્ર સ્ત્રીના હાથ થી જ મૃત્યુ પામશે આ કારણે થી નરકાસુર ના વધ માટે ભગવાન શ્રીકૃષ્ણ એ તેમના પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો. જેના કારણે થી આ દિવસને નરકા ચતુર્દસી અથવા નરક ચતુર્દસી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદસનાં દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી.
આ પણ વાંચો – નૂતન વર્ષાભિનંદન ની શુભકામના અને સંદેશાઓ અને તેનું મહત્વ 2024
અન્ય એક દંતકથા અનુસાર આ રાક્ષસ કાલી ના હાથે હણાયો હતો જેના કારણે થી આ દિવસ પશ્ચિમ બંગાળ માં પણ ઉજવવામાં આવે છે.
રતિદેવ સાથે જોડાયેલી પૌરાણિક કથા:
રતિદેવ નામનો એક રાજા હતો જે ખુબ જ દાન પુણ્ય ના કાર્યો કરતો હતો. તેના નિધન બાદ તેને યમરાજા લેવા માટે આવ્યા અને તેને જાણ થઈ કે તેને નરક માં લઇ જવામાં આવી રહ્યો છે ત્યારે તે ચોંકી ગયા અને તેમણે યમરાજ ને પ્રશ્ન કર્યો કે મેં આટલા દાન પુણ્ય કર્યા અને કોઈ પણ ખોટું કાર્ય કર્યું નથી છતાં પણ તમે મને નરક માં શા માટે મોકલવા માં આવી રહ્યો છે.
રતિદેવ નો આ સવાલ સાંભળ્યા બાદ જવાબ માં યમરાજે તેને જણાવ્યું કે તેણે એકવાર પૂજારી ને તેના ઘરે થી ભૂખ્યા પેટે મોકલ્યો હતો જેના કારણે થી તેને નરક માં લઇ જવા માં આવી રહ્યો છે. રતિદેવે યમરાજ સમક્ષ પ્રાથના યાચના કરી ને જણાવ્યું કે વધુ એક જીવન માંગવાની વિનંતી કરી અને યમરાજે તેની આ વિનંતી સ્વીકારી ને રતિદેવ ને પોતાનું જીવન પરત આપ્યું જીવન દાન માં મળ્યા બાદ રતિદેવ સાધુ સંત ને મળ્યા અને તેમને નરક માં ના જવા માટે ના સંબંધિત પ્રશ્નો પૂછ્યા અને સાધુ સંતે મહારાજને નરક ચતુર્દશીના દિવસે ઉપવાસ કરવાની અને ભૂખ્યા પુજારીને ભોજન કરાવવાની સલાહ આપી હતી, જેથી તે નરક જવાથી બચી શકે.
કાળી ચૌદસ ને પૂજા અર્ચના:
કાળી ચૌદસ ના દિવસે મા કાલી ની પૂજા કરવામાં આવે છે તથા હનુમાનજી મહારાજ ની આરાધના કરવા માં આવે છે અને યમરાજ ને પ્રાથના કરવા માં આવે છે અકાળે મૃત્યુ ના થાય તેના માટે ની પ્રાથના યમરાજ ને કરવા માં આવતી હોય છે. તંત્ર, મંત્ર, ટોટકા, યંત્ર, સાધના, કાળીવિદ્યા નું પણ કાળી ચૌદસ ના દિવસ નું મહત્વ છે.
મહાકાળી માતા ની પૂજા અને સાધના:
આજના દિવસે આદ્યશક્તિ સ્વરૂપ ભગવતી મહાકાળીનું પૂજન થાય છે.આજના દિવસે મહાકાલીની પૂજા-અર્ચના પ્રચલિત છે અને ભારતના લગભગ બધાં ભાગમાં આ આરાધના થાય છે.આમ કાળી ચૌદસ ના દિવસને ભગવતી મહાકાલીના ઉત્સવના રૂપમાં પણ ઉજવાય છે.
આ સિવાય કાળી ચૌદસ ના દિવસે તંત્ર મંત્ર ટોટકા જેવી વિદ્યાઓ અર્થાત્ મેલી વિદ્યાઓની આરાધના થાય છે.રાત્રે સ્મશાનમાં આ પૂજા થાય છે.અમુક લોકો આ કાર્યો કરે છે. અહિં બધાં પોતપોતાની રીતે સાચા જ હોય છે. અને કોઇ કોઈનું ખોટું ઈચ્છતા નથી માટે પ્રથા અલગ પણ શ્રધ્ધા એક જ હોય છે. કાળી ચૌદસ ના દિવસે કાંસાની થાળી નીચે દિપ રાખી મેશ પાડવામાં આવે છે અને લોકો આંખે તે કાજળ આંજે છે,ગાલે ટીલું કરે છે. આમ કાળી ચૌદસ ના દરેક પોતપોતાના રિવાજ અને માન્યતા પ્રમાણે પ્રાથના આરાધના કરતા હોય છે.
હનુમાનજી મહારાજ ની આરાધના:
કાળી ચૌદસ ના દિવસે હનુમાનજી ના નૈવેધ થાય છે. અડદ ના વડા અને ચૂરમાં ના લાડુ બનાવવા માં આવે છે અને સાંજ ના સમયે હનુમાનજી ના મંદિર માં આ ભોગ ચઢાવવા માં આવે છે. સૌરાષ્ટ્ર ના લગભગ દરેક ગામ માં આ દિવસ નું અનેરું મહત્વ છે અને ગામઠી ભાષામાં કાળી ચૌદસ ના દિવસ ને “સતર ડોશી” તરીકે પણ ઓળખવામાં આવે છે.
યમરાજ ની આરાધના:
ધનતેરસ ના દિવસ ની માફક કાળી ચૌદસ ના દિવસે પણ યમરાજ ની પૂજા અર્ચના કરવામાં આવે છે અને યમરાજ સમક્ષ દીપ પ્રગટાવી ને પ્રાથના કરવા માં આવે છે અને યમદેવ ની પૂજા કરવા માં આવે છે. મૃત્યુ દરેક વ્યક્તિ નું નિશ્ચિત છે પરંતુ કોઈ નું અકાળે અવસાન ના થાય તેના કારણે યમરાજ ને કરવા માં આવતા દીપક ને યમ – દિપક કહેવા માં આવે છે.
આ સિવાય આજના દિવસ ને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવા માં આવે છે. કારણ કે આ દિવસે વહેલા સ્નાન કરવા નું અનેરું મહત્વ છે સૂર્યોદય પહેલા સ્નાન કરવા થી અને શરીરે તેલ ના તેલ ની માલીશ કરવા નું પણ મહત્વ છે.
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.
અશ્વિન શાહ મુંબઈ.
સરસ રસપ્રદ માહિતી મૂકી છે.