દશેરા ની શુભકામના અને સંદેશાઓ

દશેરાના ઉત્સવ પર દશેરા ની શુભકામનાઓ સાથે સંદેશાઓ પાઠવવા માટે ના સંદેશા અહીં દર્શાવવામાં આવ્યા છે દશેરા ના ઉત્સવ સાથે શારદીય નવરાત્રિની સમાપ્તિ થાય છે.

આ વખતે દશેરા તારીખ 24 ઓકટોબર 2023 ના રોજ આવે છે. સમગ્ર દેશમાં દશેરાનું પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર મહિષાસુરના જુલમ અને આતંકથી જ્યારે દેવતાઓ અને પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે મા દુર્ગાએ તેની સાથે નવ દિવસ યુદ્ધ ખેલી દસમા દિવસે તેનો વધ કર્યો હતો. તે દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તો આજના જ દિવસે ભગવાન રામે પણ રાવણનો વધ કરી સીતાને તેના કબજામાંથી મુક્ત કર્યા હતા. આમ દશેરાનો તહેવાર એ અધર્મ પર ધર્મ, અસદ્ પર સદના વિજયનું પ્રતીક છે, તેથી આ દિવસ વિજયાદશમી કરીકે પણ ઓળખાય છે. આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે અને આ દિવસે કોઈ પણ મૂહૂર્ત જોયા વિના શુભ કાર્યો થઈ શકે છે. વિજયાદશમીથી હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીને આવકારવાની તૈયારીઓ પણ શરૂ થઈ જાય છે.

આ પણ વાંચો – દશેરા નું મહત્વ અને દશેરા સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ

દશેરા ની શુભકામનાઓ અને સંદેશાઓ:

દશેરા ની શુભકામના અને સંદેશાઓ

  • અવગુણો ને પોતાનાથી અને દેશથી ભગાવો, ગુણો ને પોતાના જીવતમાં અપનાવો, ભ્રષ્ટાચાર રૂપ રાવણનું દહન કરી, પ્રગતિ ના પંથ પર દેશને ચલાવો. દશેરા ની શુભકામનાઓ

દશેરા ની શુભકામના અને સંદેશાઓ

  • જેવી રીતે રામે જીતી લીધી હતી લંકા, એવી જ રીતે તમે પણ જીતી લો આખી દુનિયા આ દશેરાના દિવસે મળી જાય તમને દુનિયાભરની બધી ખુશીઓ દશેરા ની શુભકામનાઓ
  • દશેરા માં ખાવામાં આવતી વાનગી પાસે થી શીખવા જેવું જેમાં જલેબી કહે છે “જીવનમાં તમે ગમે તેટલા ગુંચવાયેલા હોય પણ લોકો ને તમારી મીઠાશ આપો.
  • ફાફડા પાસે થી શીખવા જેવું છે કે “તમે ગમે તેટલા લાંબા થાવ કે મોટા લોકો તો તમને ભાંગવાના જ પ્રયત્ન કરશે.
  • જ્યાં સત્ય છે, ત્યાં ભગવાન શ્રીરામ છે, જ્યાં ભગવાન શ્રીરામ છે ત્યાં સુખ અપાર છે.
  • અનિષ્ટ પર ઇષ્ટના વિજયની ઉજવણીનો પાવન દિન દશેરા પર્વની શુભકામનાઓ!

દશેરા ની શુભકામના અને સંદેશાઓ

  • અધર્મ પર ધર્મ ની જીતના પાવન પર્વ વિજયા દશેરા ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
  • અસત્ય પર સત્ય તથા અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક એવા, દશેરા ના તહેવારની સહુ ને દશેરા ની શુભકામનાઓ અને શુભેચ્છાઓ!
  • જલેબી જેવાં મીઠાં અને ફાફડા જેવાં સીધાં મારા મિત્રો ને દશેરા ની શુભકામનાઓ.
  • અસુરી શક્તિ પર દૈવિક શક્તિ ના વિજય ની તેમજ અધર્મ પર ધર્મ ની વિજય ના પાવન પર્વ દશેરા ની હાર્દિક શુભેચ્છા.
  • અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય એવા દશેરા તથા વિજયાદશમી ના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

દશેરા ની શુભકામના અને સંદેશાઓ

  • વિજ્યાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અને અસત્ય પર સત્યનો વિજય.
  • દશેરા, શસ્ત્ર પૂજન, અને વિજ્યાદશમી ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
  • વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા એટલે વિજયાદશમી.

દશેરા ની શુભકામના અને સંદેશાઓ

  • ખામીઓનું કરો દહન, ખૂબીઓનું કરો પૂજન.
  • રાવણ થવું પણ ક્યાં એટલું સહેલું છે? રામને હાથે મરવાં માટે પણ નસીબ જોઈએ!
  • સીતાજી જીવીત મળ્યા એ રામની તાકાત હતી પણ પવિત્ર મળ્યા એ રાવણની મર્યાદા હતી. રામ તમારા યુગનો રાવણ સારો હતો. દશેરા ની શુભકામનાઓ
  • વીરતા નો વૈભવ, શોર્ય નો શૃંગાર, પરાક્રમ ની પૂજા અને ક્ષત્રિયો નો તેહવાર એટલે દશેરા !!

દશેરા ની શુભકામના અને સંદેશાઓ

  • હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
  • હોતી જીત સત્ય કી ઓર અસત્ય કી હાર, યહી સંદેશ દેતા હૈ દશહરા કા ત્યૌહાર.
  • મારુ પણ દહન કરો હા હું રાવણ છું, ફક્ત શર્ત આટલી કે તારા માં પણ સંપૂર્ણ રામ હોવો જોઈએ.
  • બધાય લોકો ને રાવણ ભલે ને લાગતો હો, મંદોદરીને પૂછો એનો તો એ રામ હશે.

દશેરા ની શુભકામના અને સંદેશાઓ

  • કાલે ભુલી ગયા હોવ તો આજે પાછી દશેરા છે, ‘અંગુઠા પૂજન’ કરી લેજો, social media ના જમાનામાં એ પણ શસ્ત્ર જ છે.
  • મરચા,જલેબી અને ફાફડા આ બધું મને મોકલાવે ઇ….ભાઈબંધ બધા આપડા…
  • હો આપકી જિંદગી મેં ખુશીયો કા મેલા, કભી ન આએ કોઈ જમેલા, સદા સુખી રહે આપકા બસેરા, મુબારક હો આપકો દશહરા.
  • જયારે જયારે રાવણ જેવા માણસ જન્મશે, ત્યારે ત્યારે રામ જેવા માણસ પણ જન્મશે. દશેરા ની શુભકામનાઓ
  • આવો આ વિજયાદશમી એ આપણે આપણા માં થી થોડુંક “રાવણત્વ” અલગ કરીએ બસ પછી “રામત્વ” સમાવવાની કસરત કરવી નહી પડે જરાય અલગથી!!!

દશેરા ની શુભકામના અને સંદેશાઓ

  • આજ ના પર્વ નિમિત્તે પ્રાર્થના કે હે પ્રભુ…અસત્ય ને અધર્મ નો નાશ કરી સત્ય અને ધર્મ નો જય કરજે.
  • વિજયાદશમી એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.
  • રામ તમારા યુગ નો રાવણ સારો હતો, ચહેરા દસ હતા પણ બધા સામે હતા.
  • દશેરા એક આશા જગાવે છે અધર્મના અંતની યાદ અપાવે છે જે ચાલે છે સત્યના માર્ગ પર એ વિજયનુ પ્રતીક બની જાય છે દશેરા ની શુભકામનાઓ
  • બહારના રાવણને પ્રગટાવવાથી કશુ નહી થાય, મનની અંદર બેસેલા રાવણને જરૂર સળગાવો દશેરા ની શુભકામનાઓ અને શુભેચ્છાઓ
  • ભગવાન શ્રીરામ તમારા સફળતાનો માર્ગ પ્રગટાવતા રહે અને તમે જીવનના દરેક તબક્કે વિજય પ્રાપ્ત કરો. દશેરા ની શુભકામનાઓ
  • તમારા માં રહેલો રાક્ષસ સદા પરાજીત થાય અને તમારા માં રહેલો દેવદૂત સદાય વિજય પ્રાપ્ત કરે.
  • આ શુભ પ્રસંગે ભગવાન રામ તમને સન્માન, આશીર્વાદ, ગૌરવ અને સફળતા આપે. દશેરા ની શુભકામનાઓ
  • આ તહેવાર આપણને ભગવાન શ્રી રામના પવિત્ર, સદાચારી અને ઉમદા જીવનની યાદ અપાવે છે અને તેમના બતાવેલા ન્યાયીપણાના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપે છે.

દશેરા ની શુભકામના અને સંદેશાઓ

  • દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય, તમે પણ તમારા જીવનમાં દરેક પથ પર વિજય મેળવો, એવી અમારી મંગલમય શુભકામના.
  • અધર્મ પર ધર્મની જીત, અન્યાય પર ન્યાયનો વિજય, બુરાઈ પર ભલાઈ ની જયજયકાર, આ જ છે દશેરાનો તહેવાર. દશેરા ની શુભકામનાઓ
  • ફક્ત ખુશખુશાલ અને સકારાત્મક વિચારોને તમારી આસપાસ રહેવા દો અને રાવણના પૂતળાથી બધી નકારાત્મકતાને બાળી નાખો. તમને વિજયાદશમીની શુભેચ્છાઓ!
  • ભગવાન રામ તમારી સિદ્ધિના માર્ગને પ્રકાશિત કરવાનું ચાલુ રાખે અને તમારા જીવનના તમામ પાસાઓમાં વિજય પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરે. તમને દશેરા!
  • કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર એમ પાંચ શાશ્વત અનિષ્ટોને હરાવીને આપણે એક અદ્ભુત અસ્તિત્વની શરૂઆત કરીએ. આ શુભ તહેવાર પર, ચાલો આપણે આપણા જીવનમાં પરિમાણ ઉમેરવા માટે શપથ લઈએ. તમને દશેરા ની શુભકામનાઓ!
  • ભગવાન શ્રીરામ તમારા તમામ સપના અને મહત્વ ના કાર્યો માં તમારૂ સાથ આપે તેવી દશેરા ની શુભકામનાઓ

દશેરા સાથે જોડાયેલી કથાઓ:

દશેરા સાથે હિંદુ ધર્મ ગ્રંથ રામાયણ ની કથા ભગવાન શ્રીરામ ના વનવાસ દરમ્યાન રાવણ દ્વારા કરવામાં આવેલ સીતાહરણ અને ભગવાન શ્રીરામ એ રાવણ સાથે યુદ્ધ કરીને સીતાને રાવણ ના બંધન માં થી મુક્ત કરાવી ને લંકા પર વિજય મેળવ્યો તેની ગાથા દર્શાવે છે સત્ય નો અસત્ય પર વિજય દર્શાવતી આ કથા દશેરા માટે જાણીતી છે જેની ઉજવણી સ્વરૂપે દશેરા ઉજવવામાં આવે છે.

અન્ય એક કથા અનુસાર મહિષાસુર ના વધ ની કથા દર્શાવે છે જેમાં નવદુર્ગા દ્વારા દાનવ મહિષાસુર નો વધ કર્યો અને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દ્વારા માં દુર્ગા ને ઉત્પન્ન કરવામાં આવ્યા હતા અને મહિષાસુર નો વધ કરવા માં આવ્યો હતો. આ કથા દ્વારા દસ દિવસ યુદ્ધ ચાલેલું અને દસ માં દિવસે વિજય મેળવ્યો હોવા થી વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી. આપની પસંદ નો કોઈ મેસેજ હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.

Visited 1,664 times, 1 visit(s) today

Leave a Comment