લંકેશ અરવિંદ ત્રિવેદી વિશે ની જાણી અજાણી વાતો

ગુજરાતી ફિલ્મ જગત ના કલાકાર અને રામાનંદ સાગર ની રામાયણ ધારાવાહિક માં રાવણ નું પાત્ર ભજવી ને ઘર ઘર માં જાણીતા બનેલા અરવિંદ ત્રિવેદી નું તારીખ 5 ઓકટોબર 2021 ના રોજ મોડી રાત્રે 82 વર્ષ ની જૈફ વયે અવસાન થયું હતું. ગુજરાતી ચલચિત્ર જગત માં તેઓ ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે ઘણા લોકપ્રિય નાટકો તથા ગુજરાતી અને હિન્દી ફિલ્મો માં પણ કાર્ય કર્યું હતું.

કોણ હતા અરવિંદ ત્રિવેદી?:

અરવિંદ ત્રિવેદી નું નિધન

અરવિંદ ત્રિવેદી નો જન્મ ઉતરપ્રદેશના ઇન્દોર ખાતે 8 નવેમ્બર 1938 ના રોજ થયો હતો. અરવિંદ ત્રિવેદીની તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે 40 વર્ષ થી વધુ અભિનય કારકિર્દી પથરાયેલી છે.

આ પણ વાંચો – છ અક્ષર નું નામ – રમેશ પારેખ

અરવિંદ ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર માં જાણીતા અભિનેતા હતા તેઓએ ગુજરાતી ભાષા માં લગભગ 300 થી વધુ ફિલ્મો માં અભિનય કર્યો હતો જેમાં હિન્દી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. તેમના મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મજગત નું ખુબ મોટું નામ છે.

અરવિંદ ત્રિવેદી નિધન

અરવિંદ ત્રિવેદી એ ગુજરાતી ફિલ્મો માં નાયક, ખલનાયક, સહાયક અભિનેતા, ચરિત્ર અભિનેતા વગેરે જેવા પાત્રો ભજવ્યા છે. તેમને રામાનંદ સાગર ની ધારાવાહિક રામાયણ માં લંકાપતિ રાવણ નું પાત્ર ખુબ જ ઉમદા રીતે ભજવ્યું અને તેમનું રાવણ નું હાસ્ય અને તેમના દમદાર અવાજ ના કારણે લોકચાહના મળી હતી. તે સિવાય તેમણે વિક્રમ અને વેતાળ નામ ની ધારાવાહિક માં પણ અભિનય કર્યો હતો.

રામાયણ રાવણ અરવિંદ ત્રિવેદી

તેઓએ અભિનેતા સિવાય રાજકારણ માં જંપલાવ્યું હતું અને 1991 માં તેઓ સાબરકાંઠા જિલ્લામાં થી સાંસદ તરીકે ચુંટાઈ ને આવ્યા હતા.

આ માતબર અભિનેતાને કયા પાત્ર તરીકે સદાય યાદ રાખવા એ બહુ અઘરું કામ છે. ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’નાં ‘દાદાજી’ તરીકે પણ એમનો ચેહરો તરત આંખ સામે તરવરી ઉઠે કે પછી ‘કુંવર બાઈનું મામેરું’ યાદ આવે તો નરસિંહ મહેતા તરીકે એમનું ભજવેલું પાત્ર ઉપસી આવે કે પછી જેને લોકો ખરેખર લંકેશ સમજી બેઠા છે એવું રામાયણનું અમર પાત્ર ‘રાવણ’ આંખ સામે નહિ હૃદયમાં અંકિત થયેલું લાગે. એટલી હદ સુધી કે જયારે સીરિયલમાં રાવણવધ થયો ત્યારે રીતસર એમના વિસ્તારમાં શોક મનાવાયો હતો.

આ દિગ્ગ્જ કલાકાર સાથે જોડાયેલી થોડીક રસપ્રદ વાતો જે વાંચેલી અને સાંભળેલી એ આપ સહુ સાથે અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.

અરવિંદ ત્રિવેદી ની જાણી અજાણી વાતો:

  • 1991 માં તેઓ સાબરકાંઠા જિલ્લામાં થી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 1996 સુધી આ પદ પર રહ્યા હતાં.
  • 2002માં તેમને ભારતીય સેન્સર બોર્ડ ‍(CBFC)નાં કાર્યકારી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

રાવણ અરવિંદ ત્રિવેદી રામાયણ

  • તેમણે પોતાના કરિયર ની શરૂઆત ગુજરાતી રંગભૂમિ ના મંચ થી કરી હતી.
  • તેઓએ મુંબઇની ભવન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
  • તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમા નુ એક ખાસ્સુ જાણીતુ નામ છે અને અનેકવિધ ગુજરાતી ફિલ્મોમા તે અભિનય પણ કરી ચુક્યા છે.

અરવિંદ ત્રિવેદી રામાયણ લંકેશ

  • અરવિંદ ત્રિવેદી આશરે 300 થી વધુ ફિલ્મો માં પોતાના અભિનય ના ઓજસ પાથરી ચૂક્યા છે.
  • ગુજરાત સરકાર થી માંડી ને સમગ્ર દેશની તથા વિશ્વ ની અનેક સંસ્થાઓએ તેમનુ સન્માન કર્યું છે.
  • રામાયણ માં લંકેશ રાવણ નું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી ભગવાન રામ ના અનન્ય ભક્ત હતા.
  • અરવિંદ ત્રિવેદી અનેકવિધ સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા.
  • તેમણે વિક્રમ અને વેતાળ ધારાવાહિકમાં પણ અભિનય કરેલો હતો.
  • રામાયણ ધારાવાહિકમાં લંકેશને જોઈને ડરી જતા લોકો એ નથી જાણતા કે તેઓ સ્વભાવથી બિલકુલ નરમ હતા.
  • રાવણ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી ને તેમના દમદાર અવાજ અને હાસ્ય ના કારણે ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.
  • અરવિંદ ત્રિવેદીનું વતન સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકા નું કુકડીયા ગામ તેમના કારણે દેશભરમાં પ્રખ્યાત થયું છે.
  • તેઓ શૂટિંગમાં જતાં પહેલાં ભગવાન શ્રી રામને મનોમન વિનંતી કરીને કહેતા હતાં કે તેઓ “જે કાંઈ કરે છે, તે તેમનું કર્મ છે. અભિનય કાજે ભગવાનને અપશબ્દો કહેવા પડે છે માટે મને માફ કરજો.” અને તે દરમિયાન તેમણે કરેલા સંકલ્પ અનુસાર તેમણે ઈડરનાં સાપાવાડા ખાતે હિંમતનગર હાઈવે પર “અન્નપુર્ણા” ભવનનું નિર્માણ કર્યુ અને જૂન 2001 માં પૂ.મોરારીબાપુના હસ્તે શ્રી રામજીની મૂર્તિ પ્રતિષ્ઠા પણ કરાવી હતી.
  • અરવિંદ ત્રિવેદી પોતાના એક ઈન્ટરવ્યુ માં જણાવે છે કે મારા લોકસભા સદસ્ય બનવા પર મારા મિત્ર રાજેશ ખન્નાએ ખૂબ જ મજેદાર ટિપ્પણી કરી હતી કે ભારતીય જનતા પાર્ટીએ રામના નામ પણ ચૂંટણી લડી અને રાવણને લોકસભાની ટિકિટ આપી.
  • તેમનો જન્મ 8 નવેમ્બર 1937ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં થયો, પરંતુ તેમણે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી.
  • અરવિંદ ત્રિવેદી એ ગુજરાતી ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ, મણિયારો, ઢોલી, હોથલ પદમણી, કુંવરબાઇ નું મામેરું, સંતું રંગીલી, જેસલ તોરલ વગેરે ગુજરાતી ચલચિત્ર માં અભિનય કર્યો હતો.
  •  રામાયણ માં રાવણની ભૂમિકા અમરિશ પુરી ભજવે. પરંતુ જ્યારે તેમણે કેવટની ભૂમિકા માટે ઓડિશન આપ્યું અને જ્યારે તેઓ જવા લાગ્યા તો એમની બોડી લેન્ગવેજ અને એટિટ્યુડ જોઈને રામાનંદ સાગરજીએ કહ્યું કે ‘મને મારો રાવણ મળી ગયો.’ એમના પરીવારના ત્રણ સભ્યોએ રામાયણમાં ભૂમિકા ભજવી હતી.
  • હિન્દી ફિલ્મો માં આજ કી તાજા ખબર, જંગલ મે મંગલ, પરાયા ધન જેવી ફિલ્મો માં અભિનય કર્યો હતો.
  • એમને સાત એવૉર્ડ પણ મળ્યા છે. ‘સંતુ રંગીલી’ માં સંતુનાં પિતાનાં રોલ માટે, ‘ભર્તુહરી’ માં ગોરખનાથ માટે, ‘કુંવરબાઈનું મામેરું’માં નરસિંહ મહેતા, ‘જેસલ તોરલ’માં જેસલ જાડેજા, ‘મચ્છુ તારા વહેતા પાણી’માં ખલનાયક ભક્ત ગોરાકુંભાર માટે અને હરકિસનભાઈની મારી સૌથી મનગમતી નવલકથા પર આધારિત ‘જોગ સંજોગ’માં રાજા બાબુએ એવોર્ડ અપાવ્યો. નિર્માતા તરીકેની એમની ફિલ્મ ‘દાદાને વ્હાલી દીકરી’માં સંસ્કૃતમાં શિવ તાંડવ સ્તોત્ર એમણે જાતે ગાયું છે.
  • રંગભૂમિ જૂથનાં ચાંપશીભાઈ નાગડા, વિષ્ણુકુમાર વ્યાસ, લાલુ શાહ, ચંદ્રિકા શાહ, પ્રતાપ ઓઝા, લીલા જરીવાળા અને વિજય દત્તનાં સથવારે એ જમાનાનાં અવેતન નાટકોમાં પ્રતિભા દાખવીને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઝવેરચંદ મેઘાણીની વિખ્યાત નવલકથા ‘વેવિશાળ’નાં નાટ્યરૂપાંતર ‘વેવિશાળ’ નાટકનાં ૭૫ પ્રયોગો કર્યા. વસંત કાનેટકરનાં ગુજરાતી રૂપાંતર “પારિજાત” માં ખુંધિયા ખલનાયક તરીકે ઉપેન્દ્રભાઈ સામે આબાદ ટક્કર ઝીલીને વાહવાહ મેળવી.
  • ગુજરાતી ફિલ્મોનાં સુવર્ણયુગનાં એક સર્જક મનહર રસકપૂરે 1959 માં ઝવેરચંદ મેઘાણીની લોકકથા પર આધારિત ફિલ્મ “જોગીદાસ ખુમાણ” માં માત્ર એક જ લાઈનનો સંવાદ આપીને અરવિંદ ત્રિવેદીનો ફિલ્મમાં શુભારંભ કરાવ્યો. એ જ ફિલ્મનું 1974 માં ફરી રિમેક થયું ત્યારે અરવિંદ ત્રિવેદીએ જોગીદાસની મુખ્ય ભૂમિકા ભજવીને પ્રતિભાની પ્રતીતિ કરાવી દીધી હતી.
  • તેઓ રામભક્ત સિવાય શિવભક્ત પણ હતા અને તેમને પોતાના બંગલા ની દીવાલ પર શિવ તાંડવ પણ લખાવેલો હતો.

Arvind Trivedi અરવિંદ ત્રિવેદી

  • રામાયણ પછી અરવિંદ ત્રિવેદીએ વિક્રમ અને બેતાલ સિવાય અન્ય ઘણી હિન્દી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું.
  • અરવિંદ ત્રિવેદી રામજન્મોત્સવને પ્રતિવર્ષ અચુક ઉજવતા હતા. તેમના મિત્ર વર્તૂળ અને તેમની દિકરીઓ અને જમાઇઓની ઉપસ્થિતીમાં તેઓ રામનવમીની ઉજવણી કરતા હતા. ઇડરમાં તેઓ રામનવમીના દિવસે ઉપસ્થિત રહેતા અને રામની પૂજા અર્ચના કરતા હતા. તેમની આ પરંપરા નિયમીત રહી હતી.
  • તેઓ 1995 થી દર વર્ષે રામનવમીએ પરીવાર સાથે શ્રી રામની ભવ્ય પૂજાપાઠ કરે છે અને સાંજે સુંદરકાંડ પણ કરે છે જેમાં ઈડર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
  • ભાદરવી પૂનમે અંબાજી દર્શન કરવા જતાં લાખો માઈભક્તો માટે સતત ચાર દિવસ સુધી તેમના ઈડર ખાતેનાં અન્નપુર્ણા ભવન ખાતે જમણવાર અને આરામ કરવા માટે 1995 (છેલ્લા 25 વર્ષ)થી વિસામાનું આયોજન પણ કરતા હતા.
  • તેઓ પોતે જયારે આ સીરિયલનું રિપીટ ટેલિકાસ્ટ જોઇ રહ્યા હતા ત્યારે એક વાયરલ થયેલાં વીડિયોમાં આ સીન જોઇને તેઓ ભાવુક થઇ ગયા જયારે રાવણે સીતાને ઉંચકીને પોતાના વાહન પર બેસાડ્યા હતાં. આ સીન જોતા જ તેઓ ભાવુક થઇ ગયા અને તેમણે હાથ પણ જોડ્યા હતાં અને લોકોની માફી પણ માગી હતી
  • રામાયણ નાં આ ખલનાયક વાસ્તવિક જીવનમાં નાયક હતા.

આવા અનોખા વ્યક્તિવનાં માલિક અને રાવણનું પાત્ર માત્ર ભજવી જ નહિ પણ જીવી જાણનાર એવા પરમ શિવ અને રામ ભક્ત એવા શ્રી અરવિંદ ત્રિવેદીને ગુજરાતી રંગભૂમિ અને સિને જગત સદાય યાદ રાખશે.

અને અંતે:

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.

Visited 85 times, 1 visit(s) today

Leave a Comment